કંટેન્ટ પર જાઓ

પ્રકરણ-૨ સિગારેટનો ટુકડો (રહસ્યકથા )

22/10/2008
વહી ગયેલી વાર્તા સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે ને પછી…. આગળ

( પ્રકરણ – લિફટમાં ખૂન )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._
_______________________________________________________________________________________

પ્રકરણ સિગારેટનો ટુકડો

પછી__ ઝાઝું કશું વિચારવાને બદલે માથુર માથું ખંજવાળતો ખંજવાળતો બહાર આવ્યો અને ફરી વિજયના ઓરડામાં તેની તેજાબી નજર ફેરવવા માંડ્યો.. તેણે જોયું કે વિજય રાધવનના બહારના ઓરડામાં ડાબા ખૂણે પલંગ પરની પથારી અસ્તવ્યસ્ત હતી. તેની સહેજ પશ્ચિમે એક બારી હતી. માથુર પોલીસ સહજ આદતવશ સ્વાભાવિક પણે એ બારી આગળ આવી ઊભો રહ્યો, એ પશ્ચિમ તરફની બારી મેઇન રોડ તરફ ખૂલતી હતી. તેમાં બેસાડેલી લોખંડની ગ્રિલ, કહેવા પૂરતા ફક્ત છ સ્ક્રૂ ને સહારે લગાડેલી હતી. તેમાં લોખંડની ગ્રિલમાં લગાડવામાં આવતાં આડા સ્ક્વેર બાર, પણ તેના સામાન્ય ધારાધોરણ મુજબના જણાતા હતા. માથુરએ બારીની ગ્રિલના સળિયાને પકડી, બહારની તરફ આજુબાજુ નજર ફેરવવા માંડી અમસ્તી જ. અચાનક તેણે બારીની બહારના ગ્રિલના ખાંચામાં, જમણી તરફ સિગારેટનો એક ટુકડો જોયો. પહેલાં તો તેણે એને એ ઉપયોગી જણાયો નહિ; છતા તે એક પણ ચૂક ના થાય તેની કાળજી રાખવાના મનોમન માંડેલા ગણિતને આધારે તેણે એ ટુકડો ઉપાડી લીધો. તે એક સિગારેટનો ફિલ્ટર પાર્ટ હતો. તોડેલો ફિલ્ટર પાર્ટ! કંઈક વિચારી તે વિજયના ટેબલ પાસે આવ્યો. તેની પર મૂકેલી એશ-ટ્રે માં જોવા લાગ્યો. એ એશ-ટ્રે માં એક જ બ્રાંડની સિગારેટના એવા ઘણાં બધા ફિલ્ટર પાર્ટ અને પીતાં પીતાં બાકી બચેલી સિગારેટના બળેલાં ટુકડાંઓ સાથે હતા. તેણે વિચાર્યું કે વિજય રાઘવનને કદાચ પોતાની ફેવરિટ બ્રાંડની સિગારેટને વધુ તીવ્રતાથી માણવાની આદત હશે. તેથી જ કદાચ તે પોતાની સિગારેટના ફિલ્ટર પાર્ટને તોડી પછી જ સિગારેટ પીતો હતો. પણ એક સિગારેટનો ફિલ્ટર પાર્ટ બારી પાસે કેવી રીતે પહોંચ્યો હતો!!__ તેણે મગજ કસવાનું ચાલુ રાખ્યું અને કંઇક વિચારી ફરી પાછો બારી પાસે પહોંચ્યો.

ત્યાં તો સર ! મને લાગે છે કે કદાચ આ ચીજ તમને કામ આવશે1 મને પેલાં જમણી તરફના ટીવી શો કેસ માંથી મળ્યું.કહેતાક સોની તેની પાસે આવ્યો. માથુરએ જોયું કે તેના હાથમાં એ જ બ્રાંડની સિગારેટનું એક પૅકેટ હતું. માથુરએ સોની પાસે એ પૅકેટ લઇ ખોલીને જોયું તો તેમાં બે સિગારેટ બાકી હતી. થેંક્યુ, સોની!કહેતો સોની તરફ આંખ મિચકારતો તે ફરી ટેબલ પાસે આવ્યો અને ટેબલ પર મૂકેલી એશ-ટ્રે ઊંધી વાળી નાંખી. પછી તેમાં રહેલાં ફિલ્ટર પાર્ટ અને બળેલા સિગારેટના ટુકડાઓ ઝપાટાબંધ ગણવા માંડ્યો. સિગારેટના ફિલ્ટર પાર્ટ અને બળેલા ટુકડાંઓ સાત સાત હતા. સિગારેટના પૅકેટમાં બે સિગારેટ આખી હતી. મતલબ સાફ હતો કે દશ સિગારેટના પૅકેટમાં આઠમી સિગારેટનો ફિલ્ટર પાર્ટ પોતાના હાથમાં આવ્યો હતો! તો પછી આ વિજયે સળગાવેલી આઠમી સિગારેટનો ટુકડો….! ? તેનાં મનમાં ઊઠતાં વિવિધ વિચારોને સાંકળવાનો યત્ન કરતાં કરતાં તે મનોમન બબડ્યો, વિજય રાઘવન આ આઠમી સિગારેટનો બાકી બચેલો બળેલો ટુકડો ક્યાં નાંખી આવ્યો ? “

સંભવતઃ એ આઠમી સિગારેટને ટુકડો તેને બીજા કોઇ કલૂ તરફ લઇ જઈ શકે એમ છે એવું વિચારતાં માથુરએ એશ-ટ્રે માંથી બહાર કાઢેલા ટુકડાઓ ફરી તેમાં ભરવા માંડ્યા તેનું મન કહેતું હતું કે એ આઠમા ટુકડો આ હત્યામાં ખૂબજ મહત્વની કડી હોવો જોઇએ…અને તે કદાચ આટલામાં જ ક્યાંક હોવો જોઇએ ! તેણે એવું અનુમાન લગાવી એ સિગારેટનો ટુકડો શોધવા માટે આમતેમ નજર ફેરવવા માંડી. વિજયનું કમ્પ્યુટર ટેબલ , બુક-શેલ્ફ , પલંગ , કૅસેટ પ્લેયર , કબાટ , ખુરશી …તેની નજર ફરતી જતી હતી ; કે સહસા એ નજર સ્થિર થઇ ગઇ બારી નજીક મૂકેલા શૂ રૅક પર મૂકેલાં બૂટ પર. એ બૂટનાં ખુલ્લા ભાગમાં કશુંક ચમકી રહ્યું હતું. તેણે એ ચળકતો ટુકડો ઉઠાવી લીધો. એ નાના દીવાની ચીમનીનો કાચનો ટુકડો હતો.

માથુરએ ધ્યાનથી જોયું તો એ કાચ પર મેશ લાગેલી હતી. તેણે ત્યાં ઊભા ઊભા જ ફરી ઓરડામાં તેની વેધક નજર ફેરવવા માંડી. અને એ ફરતી નજર સામે રહેલી ગ્લાસ ટિપાઈ પર મૂકેલા દીવા પર આવી અટકી ગઇ. પણ એ જોઇ તે કંઇક નિરાશ થયો હોય એવું જણાયું.

તેનું નિરાશ થવું સ્વાભાવિક હતું કારણકે તે ચીમનીનો ગ્લાસ આખ્ખો જ હતો! અને તે પણ એકદમ સાફ , જરાય મેશના ડાઘ વિનાનો!

પછી ક્યાંય સુધી કશું ના સૂઝતા માથુરએ ઓરડામાં મૂકેલી આરામ ખુરશી ખેંચી , અને આંખો બંધ કરી શાંતિથી બેસી ગયો.. પણ તેણે આંખ બંધ કરતાં કરતાં , આંખનાં ખૂણેથી જોયું તો મિ.શર્મા તેને બહુ ઝીણી નજરથી જોઇ રહ્યો હતો. પોતે મિ.શર્માની એ તાકી રહેલી નજરની નોંધ લીધી નથી એવું દર્શાવતા મિ.શર્માને ચોંકાવી દેતાં કહ્યું… મિ.શર્મા, મારું મગજ કામ નથી આપતું, તમને વાંધો ના હોય તો મારે માટે અડધો કપ ચાની વ્યવસ્થા થઇ શકશે?

હં…1 હા..! ..ચોક્કસ , કેમ નહિ સાહેબ ! કહેતાં મિ.શર્મા ત્યાંથી જવા માંડ્યા.

જતા જતા તેને આસિસ્ટંટ ઇંન્સપેક્ટર્ સોનીનો અવાજ સંભળાયો—“ મિ.શર્મા! માથુર સરની ચા વધારે દૂધમાં , પ્રમાણસરની ઉકાળીને બનાવડાવજો…માથુર સર બહુ ઉકાળેલી ચા મતલબ કે કાવો તેઓ નથી પીતાં !

ઓ. કે. સોની સાહેબ!માથુરના કાનમાં મિ.શર્માનો અવાજ રણકતો હતો. બંધ આંખો નીચે ખૂબ શાંત , હોવાનો ડોળ કરતા તેના ઉચાટ મનમાં , મિ.શર્માના   એ રણકાર વચ્ચે અનેક આવર્તન ઊઠતા હતા!

શર્મા ગયો કે તરત ઈન્સ્પેક્ટર સોનીએ માથુરને આરામ કરતા રહેવા દઇને, આમ તેમ ખાંખાંખોળા કરવા માંડ્યા. ચારેક વરસ પહેલાં ચકચાર ભર્યા ડો.ભટનાગરની દીકરી રેશ્માના મર્ડર કેસમાં તે માથુર સર પહેલા ખૂની સુધી પહોંચી ગયેલો. અને ત્યારે માથુર સરએ જ કમિશનરશ્રી ને કહી તેને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ કરાવેલી અને સદનસીબે પોતાને એ ચંદ્રક મળેલો. પણ પોતે ક્યારેય કોઇપણ વાર માથુરથી ઉપરવટ જવાનો પ્રયત્ન કર્યો નહોતો. તેવી જ રીતે માથુરએ પણ કદી તેને નીચા જોણું થાય તેવું કર્યું નહોતું. તેમનું આખું યુનિટ એક ટીમની જેમ કામ કરતું હતું. ક્યાંય કોઇ અંગત કાવાદાવા કે ભેદભાવ વિના. આમ તેમની વચ્ચે સંકલનનો જરાય અભાવ નહોતો. માથુર જે પણ સૂચના આપે તેનું ઇમાનદારીથી પાલન કરવાનું અને પોતાની પાસે જે કોઇ પણ માહિતી આવે તે સત્વરે બિનચૂક માથુરને જણાવવી એવો તેણે અને તેના તમામ સાથી કર્મચારીઓએ વણલખ્યો નિયમ બનાવ્યો હતો.

સહસા સોનીએ જોયું તો માથુર સર આરામ ખુરશીમાંથી ઊભા થઇ રહ્યાં હતાં…અને તે પણ તેમની પાસે દોડ્યો એની પ્રોબ્લેમ સર!

ના તું બેડરૂમમાં તપાસ કરી લે અને હા- હનીફ સ્નિફર ડૉગ લઇ હજી કેમ પહોંચ્યો નથી તે જરા કંટ્રોલ પરથી માહિતી મેળવી લે?” કહેતાં માથુર ઝડપથી ઓરડા ને ખૂણે રહેલાં ડસ્ટબીન પાસે પહોંચ્યો…થોડી વારની તણાવ મુક્ત પોથી તેનામાં ગજબની સ્ફૂર્તિનો સંચાર થયો હતો. અને તેની ઘ્રાણેન્દ્રિય સ્નિફરની જેમ સતેજ બની હતી.

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૨૯/૧૦/૨૦૦૮ના રોજ પ્રકરણ ૩ પ્રકાશિત થશે.)

1.  (પ્રકરણ-૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

3.  (પ્રકરણ- 3 સ્પેશિયલ ટિપ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો

=========================================================================

20 ટિપ્પણીઓ
 1. બંને પ્રકરણો વાંચ્યાં. જામે છે. પકડ સારી છે. ધન્યવાદ.

 2. રહસ્યકથા વાંચવાની મજા આવે છે.

 3. Meena Patel permalink

  બંને પ્રકરણો વાંચ્યાં બાદ હવે ૩ જુ પ્રકરણ વાંચવાની ખુબ જ ઈતેજારી છે.

 4. chirag permalink

  PRATHAM PRAKARAN NI JEM J BIJU PRAKARAN PAN VANCHVU GAME EVU CHHE. NOVEL NI BHASHAN SARAL CHHE JE THRILLER MATE BAHU JARURI CHHE.

 5. sanjayoscar permalink

  hi,
  visit at : sanjayoscar.wordpress.com
  -sanjay

 6. Milin Desai permalink

  both the chapters are just too good…dont know whether the 3rd one is ready to read or not…still searching…good job sir…

 7. પ્રિય મિત્ર મિલિનભાઈ,

  નમસ્કાર,

  તમારા પ્રેમસભર પ્રતિભાવ મળ્યા. આનંદ તો થાય જ. તમે સમય લઇ મારી રહસ્યકથા વાંચી, અને તમારા ઉમળકો દર્શાવતા પ્રતિભાવ આપવાનું ન ચૂક્યા તેનો સવિશેષ આનંદ થયો. બદલ ખૂબ ખૂબ આભાર.

  મારી આ ’રહસ્યકથા’ ના તમામ પ્રકરણ પૂરા થઈ ગયા છે. આખી નવલકથા તમે હોમ પેજ પર ’રહસ્યકથા’ શીર્ષક હેઠળ ઉપરના ભાગે અને જમણી તરફ બ્લોગપત્રો દ્વ્રારા દર્શાવેલ છે. છતાં લિંક મોકલી આપું છું.

  https://kcpatel.wordpress.com/107/

  ગુજરાતી બ્લોગ જગતના વાચકોને ખૂબ જ ગમેલી અને લાગણીથી વધાવી લીધેલી આ નવલકથા અવશ્ય તમને ગમશે જ એવી આશા રાખું છું.

  સમયાવકાશે વાંચીને તમારા પ્રતિભાવ આપશો. એ ૠણ અગાઉથી સ્વીકારી આપનો ફરી આભાર માનું છું.

 8. dr.alpa permalink

  hello sir,
  i read yr story
  i m waiting for 3rd part

 9. rahul permalink

  khubj saras………

  t

 10. Nirmal patel permalink

  I really like it.. 1st 2 part r really very interesting.. Well done sir carry on.. 🙂

 11. bhagyashree permalink

  Hello sir, very nice story ,waiting for third part.janvani utsukta lagi chhe ke have su thase?

 12. gautam lakhani permalink

  PRATHAM PRAKARAN NI JEM J BIJU PRAKARAN PAN VANCHVU GAME EVU CHHE. NOVEL NI BHASHAN SARAL CHHE JE THRILLER MATE BAHU JARURI CHHE

 13. Alpita Kapadia permalink

  ઘણા સમય પછી ગુજરાતી સાહિત્ય વાંચવા મળ્યું. બહુ જ ગમ્યું. આભાર

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: