કંટેન્ટ પર જાઓ

એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!

28/10/2008


એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!

તા. ૨૨/૦૬/૨૦૦૮ , રવિવાર અને બપોરે લગભગ બે વાગ્યા હશે. હું મારી પત્ની મીના સાથે નવસારીથી પથારીવશ મામાની ખબર જોઈ ઍક્ટિવા ઉપર સુરત ઘરે પાછો ફરી રહ્યો હતો. હું ખરેખર ખૂબ હળવા મૂડમાં હતો…” આવતા મહિને હું તને ઉભરાટ આ ઍક્ટિવા પર જ લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ…”તે પણ હસતી હતી, પણ હકીકત સમજીને ! તે પણ શીખી ગઈ છે મારી સાથે ઍડજસ્ટમેંટ કરતાં!! કારણકે નેનો લાવવાનું વિચારેલું પણ બીજી તરફ ઘર પણ રિનોવેશન કરાવવાનું માથે ઊભું છે..તેથી ઍક્ટિવા સિવાય છૂટકો નહોતો!

નવસારી કસ્બા પાસે આવી વાતચીત કરતા કરતા અમે સહેજ જ આગળ ગયા હોઈશું ને ત્યાં તો __

અચાનક આગળ ઊભેલી એક ફિયાટકારનો દરવાજો ખૂલે છે , બરાબર ડાબી તરફના રોડ ઉપર ! સો ટકા – પૂરેપૂરો ૯૦ ડિગ્રીએ!

– “કાકા શું કરો છો ?” મારી પત્ની એક જોરદાર ચીસ પાડી ઊઠે છે !

પેલા કાકા પણ ક્દાચ કોઇક અણકહી મથામણમાં હશે !

હું , મને મારી પત્નીને અને ઍક્ટિવા ત્રણેયને પેલા અચાનક ખૂલેલાં દરવાજાથી બચાવવાનો એક મરણીયો પ્રયાસ કરું છું… પણ બધું જ વ્યર્થ !

બીજી જ ક્ષણે હું રોડ વચ્ચે મને અસહાયપણે ઍક્ટિવા નીચે દબાયેલા મારા તૂટેલા પગ સાથે જોઉ છું . પત્ની મીના પણ ઈજા સાથે બીજી તરફ ફેંકાઈ ગઈ હતી… અને ઍક્ટિવા પણ અમારી જેમ જ ઈજાગ્રસ્ત હતું. અને સાચી વાત કહું તો હું તે ક્ષણે ગભરાઈ જ ગયેલો. વિચારો પિસ્તોલમાંથી છૂટેલી ગોળીની જેમ વછૂટયા __”  … મીના ક્યાં છે? સાંજે દિકરો મંથન ૧૨ સાયન્સના કૅમેસ્ટ્રીના ટ્યુશનમાં કેવી રીતે જશે? હું ઘરે કેવી રીતે પહોંચીશ? તૂટેલા પગનું ઑપરેશન નક્કી જ હતું તે ક્યાં કરાવીશ? નોકરી,સારવારનો ખર્ચ, રજા,ઘર રિનોવેશન, અને બા … બા ને કેવી રીતે સંદેશો આપીશ?… વિચારો જરાય અટકવાનું નામ નહોતા લેતા …

પણ સાચું કહું તો હું ફક્ત માંડ પાંચ મિનિટ એક્લો હોઈશ . તે દિવસે ઘટના સ્થળે બીજી જ મિનિટે રોડ પર જતાં આવતાં વાહનો થંભી જાય છે આસપાસના કસ્બાગામના લોકો , રાહદારીઓ ,વાહન ચાલકો વિ. સૌ મારા સ્વજનોની જેમ યુધ્ધના ધોરણે કામે લાગે છે. કોઇ પાણી લાવે છે ,કોઇ મને ઉંચકી મને મારી પત્ની સાથે બેસાડે છે, કોઈ રિક્શા બોલાવે છે, તો કોઈ મારુ વાહન સામેના બંગલા પાસે સુરક્ષિત મૂકી આવે છે ,તો કોઈ ભાગી છૂટેલા પેલા કાકાની ગાડીનો નંબર નોંધી આપે છે. રોડ ઉપર વેરવિખેર મારી એક્કેય વસ્તુ ચોરાતી નથી! એક વાહન ચાલક પોતાની કારમાં તેના સ્વજનને રોડ પર ઉતારી અમને હોસ્પિટલ લઈ જવા તૈયાર હતા કે ૧૦૮ ઍમ્બ્યુલન્સ આવી જાય છે !! ફોન ઉપર સંપર્ક કરતાં જ, અગત્યના સામાજિક કામમાં વ્યસ્ત હોવા છતાં લગભગ ૧૭૦૦૦ ઑર્થોપેડીક ઑપરેશનમાં આસીસ્ટ કરનાર, મિત્ર શ્રી વિનોદભાઈ તાત્કાલિક નવસારી ડૉ.મુકેશ પરમારને ફોન કરી સારવારની ગોઠવણ કરે છે (તમને ખાનગીમાં કહી દઉં કે વિનોદભાઈ હું જે બ્રાયનની વાત કરવાનો છું તેના ખાસ સંબંધી છે-ક્યારેક ના કરે નારાયણ ને કોઈક ઑર્થોપેડીક કેસ જેવું જણાય તો પહોંચી જજો ઉધના ત્રિશૂલ પાસે! દાવા સાથે કહું છું મારું નામ આપવાની પણ જરૂર નથી!)… કુસુમભાભી,બેલાભાભી, જિતેન્દ્ર સાથે અન્ય સ્વજનો પણ પહોંચે છે અને અમે નવસારીમાં પ્રાથમિક સારવાર લઈ સુરત શિફ્ટ થઈએ છીએ…

ત્યારથી લઈ આજ દિન સુધી ચાર મહિનાની સારવાર બાદ હું નાના બાળકોની જેમ પા પા પગલી ભરતાં શીખી રહ્યો છું..

અને આજથી શરૂ થતાં નૂતન વર્ષમાં હું ચાલતો થઈ જઈશ…

મને અને મારી પત્નીને એ સંકટની ઘડીમાં મદદ કરનારા એ તમામ અજાણ્યા હાથોનો હું સદૈવ ઋણી રહીશ કે જેઓ બ્રાયન ઍન્ડરસનની લાગણીની સાંકળની કડીઓ જેવા હતા!

મિત્રો ! શું તમને ખબર છે આ બ્રાયન કોણ છે ? નથી જાણતા ! હું પણ નહોતો જાણતો ! અને તમે પણ જો ના જાણતા તો તમને જણાવી દઉં.

મારા મિત્ર રવિ ગુલાટીનો મારા ઉપર તા. ૨૩/૧૦/૨૦૦૮ના રોજ એક ઈ-મેઇલ આવે છે. એ ઈ-મેઇલનું વાર્તાતત્વ મને ગમ્યું… કે જેમાં આ બ્રાયન ઍન્ડરસનની વાત છે !

એક કડકડતી ઠંડી સાંજે, પોતાની મર્સીડીઝમાં ગાડીનું ટાયર પંક્ચર થવાથી , એક વૃધ્ધ સ્ત્રી લાંબા સમયથી રોડ સાઈડ પર , મદદની આશાએ ભય અને ઠંડીથી થરથર ધ્રુજતી ઊભી હતી. તેને આમ ઊભેલી જોઈ તે કદાચ મુશ્કેલીમાં હશે એવું વિચારી, એક વ્યક્તિ પોતાની ખખડધજ ગાડી ઊભી રાખે છે. એ વ્યક્તિનું નામ બ્રાયન એંડરસન છે. મદદ કરવાના શુભ હેતુથી તે પોતાની ગાડીમાંથી ઉતરે છે અને તેણી પાસે જાય છે. એ વૃધ્ધ સ્ત્રીને બ્રાયનના દિદાર પરથી, તે ગરીબ _ ચોર ઉઠાવગીર જેવો લાગે છે. વૃધ્ધા ગભરાઈ છે ;કારણકે છેલ્લા એક કલાકથી એક પણ ગાડીવાન તેની મદદ માટે ઊભી રહયો નહોતો. બ્રાયન પાસે આવીને જુએ છે કે તેણીની ગાડીનું ટાયર પંક્ચર છે.બ્રાયન થોડીવારમાં એ વૃધ્ધાની ગાડીનું ટાયર બદલી કાઢે છે અને તેમ કરવા જતા તેને થોડી ઈજા થાય છે અને તેના કપડાં પણ ગંદા થાય છે.

પેલી વૃધ્ધાને ત્યાં સુધીમાં બ્રાયન પર કૈંક વિશ્વાસ બેસે છે અને તે બ્રાયનનો મદદ માટે આભાર માને છે. એ વૃધ્ધાને ખબર હતી કે જો બ્રાયનએ, તેને મદદના કરી હોત તો તે કદાચ ભયાનક મુસીબતમાં ફસાઈ ગઈ હોત; અને તેથી એ વૃધ્ધા બ્રાયનના એ અહેસાનનું ઋણ ચૂકવવા તેને મોં માંગી રકમ આપવા તૈયાર થાય છે.

આજીવન જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવનાથી ,આ રીતે જ સેવા કરનાર બ્રાયન, એ વૃધ્ધાના આ શબ્દો સાંભળી, સહેજ હસીને પછી જણાવે કે જો તેઓ ખરેખર તેને મદદ કરવા માગતા હોય, તો તેઓ જ્યારે પણ, જ્યાં પણ, કોઈ જરૂરિયાત મંદને જુએ, ત્યારે પોતે બ્રાયનનું ઋણ ચૂકવી રહી છું એવી મનોમનની એક ભાવના સાથે તેને અચૂક મદદ કરે .

વૃધ્ધા બ્રાયનને અહોભાવથી જોઈ રહે છે. બ્રાયન,વૃધ્ધા ગાડી ચાલુ કરી ત્યાંથી રવાના થાય છે , પછી જ એ સ્થળેથી ઘરે જવા રવાના થાય છે …ત્યારે સંધ્યાકાળની હાડ તોડી નાંખતી ઠંડી અને દિવસભરના તનાવ વચ્ચે પણ તેને હૈયે અદકેરો અવર્ણનીય આનંદ હતો .

આ તરફ ઘર તરફ રવાના થયેલી વૃધ્ધા રસ્તામાં, ઘર તરફ ના અંતિમ દૌરનો પ્રવાસ શરૂ થતા પહેલા નાનકડો વિરામ લઇ લેવા વિચાર છે; જેથી થાક અને ઠંડીથી તેને છૂટકારો મળે. આમ, વિચારી તે નાનકડા પેટ્રોલ પંપ પાસે આવેલા ,એક કૉફી શૉપ પાસે તેની ગાડી ઊભી રાખે છે .

વૃધ્ધા અંદર જાય છે. તેના આશ્ચર્ય વચ્ચે એક લેડી વેઈટ્રેસ સસ્મિત તેની પાસે આવે છે અને તેના હાથમાં વૃધ્ધાના ભીના વાળ સાફ કરવા માટે નેપકિન હોય છે. વૃધ્ધાએ જોયું કે કદાચ આઠેક માસની સગર્ભા હતી અને તે છતાં તેના એ જાદુઈ સ્મિતમાં એક એક અજબની તાજગી અને પોતીકપણું હ્તું . એના વર્તનમાં ક્યાંય ઠેહરાવ નહોતો, એક નિર્ભેળ, નિર્મળ, નિર્ઝરિણી શી એ ! જે કોઈ અજનબીને અજનબીપણાનો લગીરેય અહેસાસ થવા ના દે . એનો પ્રેમ અને લાગણી તરબતર વહેવાર વૃધ્ધાનો થાક ઉતારી નાંખવા પૂરતા હતાં .

–અને ત્યારે અચાનક વૃધ્ધાને સ્વાભાવિક જ બ્રાયન યાદ આવી જાય છે !

પોતાનો ચા-નાસ્તો પતાવી વૃધ્ધા એ વેઈટ્રેસને ૧૦૦/- ડૉલર આપે છે . વેઈટ્રેસ જ્યારે છૂટા લઈ પરત વૃધ્ધાના ટેબલ પર આવે છે ત્યારે તે ત્યાંથી જઈ ચૂકી હોય છે. લેડી વેઈટ્રેસના આશ્ચર્ચ વચ્ચે તેને ટેબલ પરથી કૈંક લખેલો એક નેપકીન મળે છે…અને જ્યારે તે એ વાંચે છે ત્યારે તેણીની આંખો સજળ થઈ જાય છે. .. તેમાં લખ્યું હોય છે , ” તું મારી ઋણી નથી . કોઇકે મને જે રીતે મદદ કરી છે હું તને એ રીતે જ મદદ કરી રહી છું. અને જો તું મારૂં આ ઋણ ચૂકવવા ઈરછે તો આ પ્રેમનો તંતુ ; આ લાગણીની સાંકળની કડી _અહિથી આગળ ક્યારેય તૂટી ના જાય તે માટે , મારી જેમ જ અન્ય કોઈને તું પણ મદદ કરજે!

આ નેપકીન સાથે હોય છે બીજા ૪૦૦/- ડૉલર !!!. લેડી વેઈટ્રેસ પોતાના કૉફી શૉપ પરની દિનચર્યા પૂરી કરી રાત્રે ઘરે જાય છે. ઘરનાં પગથિયાં ચઢતાં ચઢતાં તેને એ નથી સમજાતું કે આવતે મહિને પોતાની ડિલીવરી થવાની હોવાથી પોતે અને તેના પતિ કેટલી અને કેવી નાણા ભીડ અનુભવી રહ્યા હતા ; બાબતનો ખ્યાલ પેલી વૃધ્ધાને કેવી રીતે આવ્યો !! ….સાચે જ, નહિતર ખરેખર તેઓની હાલત ખરેખર કફોડી થઈ જાત.

આજ વાત વિચારી તેનો પતિ પણ કેટલો ચિંતાતુર હશે_ તેને ખબર હતી. તે રાત્રે પથારીમાં સૂતેલા પોતાના પતિ ના કપાળ પર લાગણીભીનો હાથ ફેરવતા ફેરવતા , એક પ્રેમભીનું ચુંબન તેના કપાળ ઉપર કરતા , તે હળવેથી બોલી ,” ચિંતા ના કરીશ!! વ્હાલા, બ્રાયન !! સૌ સારા વાના થશે.! !

મિત્રો! આ છે બ્રાયન એન્ડરસન ! શું તેણે ખરેખર ચિંતા કરવાની જરૂર હતી ખરી ?

સેલ્યુટ ! બ્રાયન !

ચાલો ! આજ ના આ નૂતન વર્ષમાં આપણે સૌ એક નિર્ધાર કરીએ ! —

મુશ્કેલીમાં પડેલા અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાના અડગ નિઃશ્ચ્ય સાથે !!

ફરી એકવાર સલામ એ તમામ બ્રાયન ઍન્ડરસનને !! કે જેમણે મને મદદ કરી અને બીજા જાણ્યા અજાણ્યા અનેક હશે કે જેઓ અન્યને આ રીતે મદદ કરી હશે કે રહ્યાં હશે !!

એજ છે જીવનનું સબરસ … નવા વર્ષની વહેલી સવારે પડતી સબરસ વેચવા નીકળેલા ફેરિયાની બૂમ સાંભળી છે ને .. સબરસ લેવાના ..સબરસ !!

આ એક એવું સબરસ છે જેમાં લાભ અને બરકત બંને છે માટે આપણે મદદ ખુલ્લા દિલે લોકોને વહેંચતા જઈશું કદાચ લાભ થાય અને બરકત જ બરકત છે.!

Don’t let this chain of love end with you !!

9 ટિપ્પણીઓ
 1. બ્રાયન ઍન્ડરસનનો પ્રસંગ ખૂબ જ ગમ્યો. ખરેખર આ સબરસ વહેંચતા જ રહેવાનું છે. આપશ્રી હવે સંપૂર્ણપણે સ્વસ્થ હશો એવી આશા રાખું છું.

 2. viplav desai permalink

  just fantastic ! I read the original email but you have merge it superbly in your story! congratulations!

  viplav

 3. Hiren Desai permalink

  પ્રિય કમલેશ,
  વાંચ્યુ.
  ઘણો આનંદ થયો.
  આ સાથે પ્રથમ એ લખેલ એક પ્રસંગ મોકલું છું.
  રીડર ડાયજેસ્ટ્માં મોકલવા માટે તેણે લખેલો પણ શરત એવી હતી કે પ્રસંગ /બનાવ પોતાની સાથે બનેલો હોવો જોઇએ.
  સદર બનાવ ત્રુપ્તી ની મિત્ર સાથે બનેલો એટલે તેણે મોકલેલ નહી.
  ફાઇલ સમેલ છે.

  બસ એજ.
  હિરેન્

 4. Meena Patel permalink

  ખરેખર ખુબ જ સરસ ! બ્રાયન ઍન્ડરસનનો ઓરિજીનલ ઈમેઈલ તો વાંચ્યો નથી પણ તમારી સ્ટોરી પરથી બ્રાયન ઍન્ડરસનના પ્રસંગનો ખ્યાલ તરત જ આવી જાય. પ્રસંગ ખૂબ જ ગમ્યો. અને તમારો સંદેશ જે આપવા માંગો છો તે પણ ખુબ જ સરસ છે.

 5. Rajesh permalink

  Dear Kamleshbhai,
  Khub j gamyo.. khub j saras apda aa adhunik samaj na Brayan Endersono ne protsahan badal.wish you all the best.

 6. કમલેશભાઈ,
  હકારાત્મક લાગણીના પ્રચાર બદલ ધન્યવાદ. જીવનમાં ડગલે ને પગલે તકલીફો તો છે જ છતાં ય સારી બાબતોથી રાહત પામવું કેટલું જરૂરી છે એ વાત તમે સારી રીતે રજૂ કરી છે. જલ્દી સ્વસ્થ થાઓ એવી મારી લાગણી છે.

 7. Ravi permalink

  Dear Kamleshbhai,

  When I was forwarding you this email I never thought that you would get so much touched after reading this email. I am very much happy to see how positively you have taken that email. And more than happy that you have put the story on your blog for people to read. Hope in this era of kalyug people will try to extend their help whenever any needy person needs it, I know its difficult but if we have faith in GOD then I am sure our good work will surely reward us in our life.

  Aapko khub khub abhinandan…
  God bless you & your loved ones….

 8. અરે વાહ! હવે આ ક્લબના નામનું રહસ્ય સમજાયું. આ વાત મેં માર્ચમાં મારી રીતે ગુજરાતી કરણ કરીને મુકી હતી. આવી માનવતા ઉજાગર કરતી સત્યકથાઓનો પ્રસાર જ માનવતાને બચાવી શકશે.

  એક મીત્રનો સમશાન ગ્રહન ઓ અનુભવ —
  http://gadyasoor.wordpress.com/2008/11/05/cremation/

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: