કંટેન્ટ પર જાઓ

આભાર …

૧) શ્રી  વિશાલભાઇ મોણપરાનો, સૌ પ્રથમ તમારો આભાર માની હું આગળ વધીશ…તમે ખૂબ જ સુંદર કામ ક્ય્રુ છે, મારા જેવા નવોદિત મિત્રો કે જેને આજના આ નેટ જગતમાં કૈક કહેવા માટે આટલા સરળ,અલગ, ઝડપી અને અસરકારક મંચની જરુર હતી, છેલ્લા બે માસના સતત પ્રયાસ પછી પણ હું સફળ થયો નહોતો…સરવાળે મારો એક સવારે ” દિવ્ય ભાસ્કર ” નો શ્રી હિમાંશુ કિકાણીનો લેખ મારે કામ આવ્યો ( himanshu.kikani@gmail.com ) તેમ્ણે જણાવ્યા પ્રમાણે હું તમારા સુધી પહોંચી શક્યો ! અને મારા આશ્ચર્ય વચ્ચે તમે કલમ અને કોમ્યુટર નવો ચીલો ચાતરી ર્મારું કામ ખૂબ સરળ કરી આપ્યું! તમે “ચુપચાપ” પ્રશંસનીય કામ કરી રહ્યા છો,ક્યાંય કશોય ઉહાપોહ નહિ!.. એક ગુજરાતી તરીકે માત્ર હું જ નહિ અમે સૌ ગુજરાતી તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. અમે તમારી સાથે જ રહીશું…તમારા તમામ સ્વપ્નો સાકાર થાય અને તમે ગુજરાત-ભારતનું નામ રોશન કરો એવી દિલી શુભેચ્છા…ફરી એકવાર તમારો, શ્રી હિમાંશુભાઈનો આભાર માનું છું.

મિત્રો…વિશાલ મોણપરાની આ સાથે આપેલ http://www.vishalon.net/Home/tabid/53/Default.aspx લિંકનો ઉપયોગ કરી તમે પણ બ્લોગ લખવાની શરુઆત કરી શકો છો…

૨) મારા પિતાજી કે જેમની ડાયરીમાંની  અપ્રકાશિત કવિતાઓ વાંચી હું કૈક લખતા શિખ્યો…મારી પત્ની કે જે દરેક કામ સતત મારી પડખે ઊભી રહી પ્રોત્સાહિત કરતી રહી છે.

૩) આદરણીય શ્રી ભગવતીકુમાર શર્મા, શ્રી રવિન્દ્ર પારેખ, શ્રી પ્રફુલ્લ દેસાઈ, શ્રી કિરણ ચૌહાણ કે જેઓ એ મને હંમેશા લખવા માટે   પ્રોત્સાહિત કરી જ્યારે જરૂર પડ્યે માર્ગદર્શન પૂરું પાડયું

૪)તા.૧૯/૯/૧૯૮૮ ના રોજ મને ડાયરી ભેટમાં આપી, ડાયરી લખવા માટે પ્રેમપૂર્વક  આગ્રહ કરનાર  મિત્ર હિરેનનો.

૫)અને જરાય છીછરી નહિ એવી મિત્રતા ધરાવતાં મારા તમામ મિત્રોનો…કે જે મારા સ્વજનથીયે  બળવત્તર પ્રેમ મારી પ્રવૃતિઓ અને મારા માટે ધરાવે છે, એ સૌનો.

૬) ગુજરાતમિત્ર, પ્રતાપ, નવનિર્માણ, શબ્દસૃષ્ટિ, સેતુ અને અન્ય સામાયિકોના તંત્રીશ્રી કે જેમણે મારી રચનાઓને સ્થાન આપ્યું.

૭) શ્રી હિમાંશુભાઇ કિકાણીનો તેમના અત્યંત ઉપયોગી લેખ બદલ.

૬) શ્રી વિનયભાઇ ખત્રી, શ્રી કાર્તિક મિસ્ત્રી તથા શ્રી સુરેશ જાની જેમણે મને બ્લૉગ લેખનનો કોઠો ભેદવામાં અવરનવર લાગણીપૂર્વક મદદ કરવા બદલ.

૮) બ્લૉગ વર્ડના તમામ જાણ્યા અજાણ્યા વાચક મિત્રો અને સૌ બ્લૉગર્સનો કે જેઓ મને સતત તેમની મારા બ્લૉગની મુલાકાત અને અત્યંત ઉપયોગી એવા પ્રતિભાવ આપવા બદલ.

આભાર ખરા હદયથી  આપ સૌનો.

કમલેશ પટેલ

મિત્રો થીમ બદલ્યા પછી મારા પ્રૉફાઇલની માહિતી મળતી ન હોય … અહીં  જ અપ-ડેટ કરું છું.

 

મિત્રો! હું ખૂબ જ સાદી સમજ સાથે હું લખું છું. ભાવકના હૈયે ચપટીક અસર છોડી જાય, તેના ચિત્તમાં – જીવનરસમાં કંઈક ઝણઝણાટી પ્રવેગિત કરે; એવી વાત-નવલિકાઓ લઈને હું તમારી પાસે આવ્યો છું. આસપાસથી આવતા અલગ અલગ અવાજોની પળોજણમાં પડ્યા વિના લખું છું અને લખીશ. મારી આસપાસથી ઉભરી આવેલ હોય એવી કોઈક ઘટના વાતાવરણ કે વાર્તાવસ્તુ વચ્ચે લઈ જવાનો મારો પ્રયાસ હશે. સાચું કહું તો મારી પાસે ખૂબ ઓછા શબ્દો છે, છતાં એક માત્ર લક્ષ્ય મારાં મનમાં છે…કે મારા બ્લોગવિશ્વ વચ્ચે પહોચી ગયેલ ભાવક ચિત્તમાં, મારે તો સાહિત્યના વર્તુળમાં રહીને, વાસ્તવ સાથે સૌંદર્ય સંબંધ જાળવીને, સ્વયંભૂ અને સાહજિક આવર્તનો; નિસ્પંન કરવાનો મારો આ બ્લોગ દ્વારા પ્રયાસ રહેશે…જેમાં માનવમાત્રનું સંવેદન હોય અને તેમાં એક પોતીકાપણું હોય જેથી મારું ભાવક સાથે સંધાન થાય. કદાચ, ક્યાંક હું સ્થૂળ ઘટનાઓમાં લપસી પડ્યો હોંઉ કે ક્યાંક તેમાં મારા સંકેતો વેરણછેરણ થઈ પડ્યા હોઈ એવું જણાશે તો વળી ક્યાંય મારી શબ્દશક્તિ અને સામર્થ્ય મારા સાહિત્યને પ્રતીતિજનક- સ્પર્શક્ષમ ઘાટ આપી ના શક્યા હોય એવું જણાશે. હું જાણું છું, તો એ મારી મર્યાદાને આમ તો ક્ષમ્ય ના ગણાય, છતાં મારી નવપલ્લિત સર્જકનિષ્ઠાને ધ્યાનમાં લઈ- ક્ષમ્ય ગણી, પ્રતિબોધ કરશો તો સવિશેષ આનંદ થશે. જો કે મારો આ બ્લોગમાં પ્રયાસ કૈંક વિવિધતા લાવવાનો તો રહેશે જ… એવી તમને ખાતરી આપવાનું દુ:સાહસ કરું છું. અને આમ આ બ્લોગ વચ્ચેથી પસાર થતા તમને કયારેક લાગે કે હું મારાં હૈયાની આત્મલક્ષી ભાષાને, મારાં પોતીકા અવાજમાં અંશત રૂપાંતરિત કરી શક્યો હોઉં.. કે ક્યારેક મારા પાત્રોનાં ચૈતસિક આયામો સાથે, આંતર-બાહ્ય ગતિ, આવેગ સાથે સમરસ થવા, મારા હમખયાલ ભાવક ચિત્તમાં સંવેદન કંપીત કરી શક્યો હોઉં… તો આ મારો આયાસ ઘટારત લેખાશે… નહીંતર કાલપ્રવાહમાં તે પણ મારી જેમ જ ….. મિત્રો ! આમ, આ એક અલગારીની જેમ તમારી વચ્ચે આવી પહોચ્યો છું, તો મારા અંતરનો ઉમળકો સમયાવકાશે ઠાલવતો રહિશ, શક્ય હોય તો સહન કરી લેશો. ક્યારેક, જો તમને મારા આ બ્લોગનો એકાદ ખૂણો જો થોડોય સ્પર્શી જાય તો મને બે શબ્દો અચૂક લખશો. કારણકે એ જ તો મારો સાચો પુરસ્કાર હશે/છે. મારા વિશે વધુ- ક્યારેક… કોઈકવાર… …આભાર . 
કમલેશ પટેલ
28 ટિપ્પણીઓ
  1. Ravi Gulati permalink

    Dear Kamleshbhai,

    It was a very pleasant surprise to get the link to your blog. I was already very much impressed by your knowledge in gujarati literature. But after getting the link & getting to know about this blog the impression has got to more height. The content of what you write & the way you write is just excellent. I am not good at expressing my views as my vocabulary in any language is not so good & so I cant find very good words to express my views. But I really appreciate your work so much.

    I wish your blog gets acknowledgement from many people. May God bless you & be with you in this new endeavour.

    With Best Wishes from the bottom of my heart.
    Ravi

  2. તમારો ખૂબ ખૂબ આભાર મારા બ્લોગ પર કોમેન્ટ આપવા બદલ……

    તમારી દરેક નવી પોસ્ટ ની જાણ મને કરો તો ગમશે.
    ઍવી આશા રાખી શકું ?

    અને મારો બીજો બ્લોગ છે.. http://muzicofindia.wordpress.com/

  3. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  4. Urvin permalink

    kem chho? Abhinandan. Malvu padshe. aavjo

  5. nilam doshi permalink

    welcome to this beautiful web world. nice to meet here.

    all the best and keep it up. malata rahishu…

    nilam doshi

    http://paramujas.wordpress.com

  6. Welcome to the Blogers world.
    Your work will keep surfers busy reading Gujarati.

    http://www.yogaeast.net

    http://www.bpaindia.org

  7. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું ભાવ ભર્યું સ્વાગત છે…! આપની કૃતિઓ દ્વારા મળતા રહીશું..!

  8. કમલેશ પટેલ

    બહુ સરસ કામ છે.

    શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.

    નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

    Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

  9. purvi permalink

    Kem 6o Kamleshbhai,
    Bahu J saras tame je gujrati duniyane net par laviya te badal hu tamari abhari 6u.
    Ghare to avu kai vanchvano samay malto nathi pan office ma base ne je thodu vanchay avi ichha hati te tame puri kari Thanx.
    ok bye tamari navi navi kruti o sathe apne malta rahi su

  10. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…

    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  11. કમલેશભાઈ

    આવકાર બદલ આભાર. સાચી વાત, આપણે હજી એક-બીજાને ઓળખીયે એ પહેલા તો હું ભાગી છુટ્યો! હા હા હા. આપણી ઓળખાણને ભલે થોડા દિવસો થયા હોય પરંતુ મિત્રતા તો હંમેશની રહેશે જ.હજુ બ્લોગમાં તો હું પા-પા પગલી ભરું છું, (એટલે તો આ કોમેન્ટ અહિં પોસ્ટ કરાય કે નહી એ ખબર નથી પણ ઠપકારી દવ છું, LoL )વધુ કંઇ પુછવાનું હશે તો તમારા હક્કને હું હક્કથી વાપરીને માથું ખાઈશ એ પોકળ ધમકી ન સમજતા..હા હા થેંક્સ અગેઈન ..આવજો.

  12. snehaakshat permalink

    ક્મલેશભાઈ.ખૂબ ખૂબ ધન્યવાદ.
    તમે મારા બ્લોગ-askhitarak.wordpress.com/ પર કોમેન્ટ મૂકી છે કે મારો બ્લોગ ’બ્લોગ ઓફ ધ ડે’ તરીકે જાહેર થયો છે.હું હજી નવી નવી છુ આ બ્લોગજગતમાં. મને હજી બહુ ખ્યાલ નથી બ્લોગ-જગતની ગતિવિધિઓ વિશે.તો મહેરબાની કરીને મને જણાવી શકશો કે મને આ બાબતે વધુ જાણકારી ક્યાંથી મળી શકે?
    તમારા સહકારની અપેક્ષા સાથે-
    સ્નેહા પટેલ

  13. jigar shah permalink

    તમે આ બ્લોગ ઉપર ખરેખર ઘણી મહેનત કરી છે…મેં કોઇ ના બ્લોગમાં આટ્લુ બધુ અને એક આખી નોવેલ જોઇ નથી… બધુ તો નથી વાંચી શક્યો પણ સમય મળતા પ્રયત્ન કરીશ.. તમને ખુબ ખુબ અભિનંદન…

  14. arvindadalja permalink

    શ્રી કમલેશ ભાઈ
    આપના બ્લોગની મુલાકાત લીધી. આપ બ્લોગ ઉપર રહસ્ય કથા લખો છો તે જાણી ખૂબજ આનંદ થયો. મારાં શાળાના અને કોલેજના દિવસોમાં રહ્સ્ય કથાઓ અને થ્રીલર વાંચવાનો મને ખૂબ જ શોખ હતો. એ દરમિયાન અનેક લેખકોની રહસ્ય કથાઓ વાંચેલી ! આપની આ કથા પણ પહેલેથી જ વાંચવી પડ્શે કારણ તો જ મજા આવે. રહસ્ય તો અંતમાં જ ખુલવું જોઈએ અને તે પણ આંચકો આપનારું હોય તો જામે ખરું ને !
    આપને પણ મારા બ્લોગની મુલાકાત લેવા અને આપના પ્રતિભાવ આપવા મારું હાર્દિક નિમંત્રણ છે. આપની અનૂકુળતાએ જરૂર પધારશો. આભાર અને આવજો સાથે એક વિનંતિ કે મારા બ્લોગની લીંક આપના બ્લોગ ઉપર સમાવેશ કરશો. મારાં બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
    આવજો. ફરી મળીશું.
    સ-સ્નેહ
    અરવિંદ

  15. rajniagravat permalink

    કમલેશભાઈ

    તમારો વધુ પરિચય બ્લોગ પર મળે એવી કોઇ પોસ્ટ કે પેજ ઉપલબ્ધ ખરું? લિન્ક આપશો.

  16. kamaleshbhai bahu sarash tamaroblog che maza avi gai

  17. Brinda permalink

    Rahasya katha ‘Informer’ pachhi tamari navi krutini kaagdole raah joiye chhiye. navu sarjan laeene kyare aavo chho?

  18. યશવંત ઠક્કર permalink

    ક્યાં છો? દર્શન દ્યો .

  19. kirankumar7 permalink

    કમલેશભાઇ, નવી કૃતિ લઇને ક્યારે આવો છો?

  20. Dear Kamlesh,
    you have done a g8at job in the Gujarati Literature. in the pst, you told us your about your poems, storis, etc. but today the gloabl village uis reading and lso very curious about your new coming, that’s wonderful 4 you and for us. now, you are not unkbown to anybody, you know everybody and everybody knows you.
    so keep it up and Be here as you can….. till then take care and good bye 4 now !!!!!!
    All The BeSt

  21. હું તો પહેલીવાર આ બ્લોગ પર આવ્યો છું. અભીવ્યક્તી બ્લોગ પરથી જાણ્યું કે આપને નડીયાદવાલા શ્રી. જેરામ દેસાઈનું પુસ્તક મેળવવાની ઈચ્છા છે. મારી પાસે એની પીડીએફ ફાઈલ એક મિત્ર દ્વારા આવી છે. આપની ઈચ્છા હોય તો મોકલી આપું. ઈમેલ આઈડી આપશો. મારા બ્લોગ પર જણાવશો.

  22. Vk Vora https://sites.google.com/site/rationalistsociety/books

    ‘વહેમ–અન્ધશ્રદ્ધા નીષેધ’

    એટલે

    અન્ધશ્રદ્ધાના અન્ત માટેનો ઔપચારીક ભોમીયો

    –બીપીન શ્રોફ

    ડૉ. જેરામ દેસાઈ, ગુજરાતમાં પા પા પગલી કરતી રૅશનલ પ્રવૃત્તીઓના છેલ્લા બે દસકા કરતાં વધુ સમયથી કામ કરતા સન્નીષ્ઠ, સક્રીય, કર્મનીષ્ઠ કાર્યકર છે. ભારતીય ભાતીગળ સમાજમાં પ્રચલીત જુદી જુદી અન્ધશ્રદ્ધાઓ વીશે એમની પાસે આધારભુત માહીતીઓ છે. તેઓશ્રીએ આ ગ્રંથની કેટલાક વીભાગોમાં વહેંચણી કરી છે. ખાસ કરીને હીન્દુ સમાજવ્યવસ્થા આધારીત જે અન્ધશ્રદ્ધાઓ છે, તર્ક અને સત્યના આધાર વીનાની જે માન્યતાઓ છે, તેનું તેમણે સાદી, સરળ, સીધી, લોકભોગ્ય ગુજરાતી તળપદી શૈલીમાં નીરુપણ કર્યું છે.

    શુકન–અપશુકન, શુભ–અશુભ, દોરા–ધાગા, માંદળીયાં–તાવીજ, મુઠ–ચોટ મારવી, મેલી વીદ્યામાં વીશ્વાસ, મન્ત્ર–તન્ત્રની સીદ્ધીઓ, પ્રાર્થના, પુજા, યજ્ઞ, વ્રત, પાપ–પુણ્યનો ખ્યાલ, સ્વર્ગ–નર્કની વીભાવના, ચોર્યાસી લાખ અવતારનો કાલ્પનીક વીચાર, આત્મા–પુર્વજન્મ–પુનર્જન્મ, ભુત–પ્રેતયોની, શ્રાદ્ધકર્મ, વીધાતાના લેખ, કર્મનો સીદ્ધાંત, પ્રારબ્ધ–નસીબ, ફળ જ્યોતીષ, હસ્તરેખા, કહેવાતા ચમત્કારો, કથા–સપ્તાહ, દેવ–દેવીઓ, પરમાત્મા–ઈશ્વરનું અસ્તીત્વ, ધર્મગુરુઓનું વર્ચસ્વ, મોક્ષ વગેરે જેવા અગણીત વીષયો ઉપર તેમણે ખુબ જ જહેમત ઉઠાવી, ગુજરાતની પ્રજા સમક્ષ વૈજ્ઞાનીક સત્યો અને ઈન્દ્રીયજન્ય અનુભવોને આધારે તર્કશુદ્ધ સાચી વાતો રજુ કરી છે.

    આ ગ્રંથ, વીચારો, જ્ઞાન, માહીતી અને જીન્દગીનાં તટસ્થ નીરીક્ષણોનો ધબકતો ,નીખાલસ, વૈચારીક ભોમીયો છે. જેમ ડુંગરો, પર્વતો, જંગલો ખુંદવા ભોમીયાની જરુર પડે છે તેમ માનવજીવનમાં અને ખાસ કરીને ભાતીગળ ગુજરાતી સમાજમાં પ્રચલીત અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળવાની આ એકત્રીત કરેલી માર્ગદર્શીકાની જરુર છે.

    ધર્મ આધારીત વીચાર–પદ્ધતી, જીવન–પદ્ધતી બધાં જ પરીબળોની આસપાસ વીવીધપ્રકારની અન્ધશ્રદ્ધાઓનાં બાવાં–જાળાં ગુંથાયેલાં છે. ધર્મ આધારીત જીવન–પદ્ધતી માનવીને તેની બુદ્ધીશક્તી પ્રમાણે, લોભ, લાલચ અને ભય પમાડી આ જટાજાળ કે વીષચક્રમાંથી બહાર નીકળવા દેતી નથી. આપણા સમાજ ઉપર આ જીવન–પદ્ધતીની પકડ હજારો વર્ષ જુની છે. માનવીના દરેક વીચાર, વાણી, કાર્યમાં તેનું પ્રતીબીમ્બ પડતું રહે છે.

    ડૉ. જેરામ દેસાઈએ, ઉપર જણાવેલી બધી જ અન્ધશ્રદ્ધાનાં વ્યવસ્થીત, વૈજ્ઞાનીક અને ગુજરાતી ભાષાના માન્ય અર્થો અને વ્યાખ્યાઓ આપ્યાં છે. તેની સાથે માહીતીસભર જ્ઞાન અને તર્કનો ઉપયોગ કરી, સર્વ અન્ધશ્રદ્ધા અને માન્યતાઓની, જ્ઞાન આધારીત માહીતી પુરી પાડી તેની અપ્રસ્તુતા અને પોકળતા જાહેર કરી છે.

    –બીપીન શ્રોફ

    https://sites.google.com/site/rationalistsociety/books

    આ લીન્કથી જલ્દી ડાઉન લોડ થાય છે.

    BOOKS – RATIONALIST.SOCIETY
    sites.google.com
    ડૉ. જેરામ દેસાઈ, ગુજરાતમાં પા પા પગલી કરતી રૅશનલ પ્રવૃત્તીઓના છેલ્લા બે દસકા કરતાં વધુ સમયથી કામ કરતા સન્નીષ્ઠ, સક્રીય, કર્મનીષ્ઠ કાર્યકર છે. ભારતીય ભાતીગળ સમાજમાં પ્રચલીત જુદી જુદી અન્ધશ્રદ્ધાઓ વીશે એમની પાસે આધારભુત માહીતીઓ છે. તેઓશ્રીએ આ ગ્રંથની કેટલાક વીભાગોમાં વહેંચણી કરી છે.

  23. Kamlesh bhai khub saras Informer chhe pan last 4 chapter ma password chhe e vanchva kaik karo

    • પ્રિય મિત્ર કલ્પેશભાઈ, નમસ્કાર.પ્રતિભાવ આપવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપનું ઇમેલ જોવા વિનંતી.

  24. Yatin Gandhi permalink

    કમલેશભાઈ,

    આપ ની ‘ઇન્ફોર્મર’ ખુબ સરસ લાગી પણ છેલ્લા 4 પ્રકરણમાં પાસવર્ડ છે. તો છેલ્લા 4 પ્રકરણ કઈ રીતે વાંચી શકાય ?

    • પ્રિય મિત્ર, પ્રોત્સાહક પ્રતિભાવ આપવા બદલ ખૂબ આભાર.આપશ્રીને તમારું ઇનબોક્ષ જોવા વિનંતી.

  25. kantilal1929@yahoo.co.uk
    https://kantilal1929.wordpress.com/
    કાંતિલાલ પરમાર
    હીચીન.
    સૌ લેખકોને પ્રણામ. મારે મારૂં કંઈક લખવા માટે માર્ગદર્શન જોઈએ છે. આજ સુધી મને ગમતી વસ્તુ કોપી કરી મારા બ્લોગમાં આપી છે. ગુજરાતીમાં લખવા આ કર્યું. ભણવાનું ૧૯૪૬માં છોડવા પડ્યું પછી ૧૯૯૩માં બે વર્ષ કોલેજમાં કમ્પયુટરનો અભ્યાસ કરી સાથે ગુજરાતી ફોન્ટ મેળવી ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. હજી મારા પોતાના વિચારો રજુ નથી કરી શક્યો તો મિત્રો મદદ કરો.
    કાંતિલાલ પરમાર
    હીચીન.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.