વાર્તાવિશ્વ
‘ મિ.ઍકસ્ટ્રા ! ‘
તે બેઠો કે તેની નજર સહજપણે તેના ઘરની બરાબર સામે રહેલ્લં ‘ભયજનક વણાંક ‘ આગળ સ્થિર થઈ ગઈ…
રોડ ઉપર વાહનોની અવરજવર ઓછી હતી. પેલાં ‘ભયજનક વણાંક ‘ આગળના થાંભલા પરની લાઈટ સતત ઝબક ઝબક થતી હતી.—— વિલિયમને રોજ કરતાં આજની રાતની ભેંકારતા ક્યાંય વધારે લાગી.
‘ભયજનક વણાંક ‘ તે હળવેકથી બબડ્યો….
અહિં જ, આ જ જગ્યા પર બેઠા બેઠા તેણે દસેક મહિના પહેલાં-પેલા સામે દેખાતા ‘ભયજનક વણાંક’ એક ભયાનક દ્શ્ય જોયેલું; પોતાની પડોશમાં રહેતો રમણીક ત્રિવેદીનો છોકરો અલ્પેશ બેંક્માં નોકરી કરતો હતો. તે દિવસે અલ્પેશ નોકરી પર જવા નીકળ્યો, મોટર સાયકલ પર અને….
આ ‘ભયજનક વણાંક’ આગળ ધસમસતી આવતી એક ટ્રક નીચે …
ને ત્યારે લાલ લોહીનો ફુવારો પોતાના હ્રદય સોંસરવો ઊતરી ગયેલો…
‘અરે, યાર! મરતાં મરી ગયો, પણ મા-બાપને સુખી કરતો ગયો!!’ તે દિવસે ઘટનાસ્થળે કોઈક બોલેલું.
‘ કેટલા મળશે ?’
‘ વળતર અરજી કરશે એટલે નાંખી દેતાયે બે-ત્રણ લાખ તો ખરા જ !’ અલ્પેશના મોત પાછળની આર્થિક ફાયદાનો કોઈકે કાચો હિસાબ માંડેલો.
વિચારોના વમળમાંફસાયેલાં વિલિયમએ રમણીક ત્રિવેદીના ઘરનાં ગણિત સામે પોતાના ઘરનું ગણિત માંડ્યું.
વન રુમ, વન કિચનનાં ભાડુતી ઘરમાં પોતાનું નાનકડું કુંટુંબ હતું. પોતાનો લકવાગ્રસ્ત પુત્ર જોસેફ, પુત્રવધૂ મારિયા, આઠ વર્ષનો પૌત્ર પિન્ટો, એક વર્ષની પૌત્રી રોઝી અને પોતે…
જોસેફ જ્યારથી લકવાગ્રસ્ત થયો હતો ત્યારથી પોતે આ ઘરમાં એક વધારાનો બોજ માત્ર હોય એવું સતત અનુભવતો હતો !
બિચારી મારિયા ! સવારે છ વાગ્યાની ઊઠે. ઊઠે કે તરત જ તેનું કામ શરુ થઈ જતું… જોસેફની સવારની ચા, પોતાના માટે ગરમ પાણી, રોઝીનો કકળાટ-ઘડીક દૂધ તો ઘડીક પાણી, ઘડીક આ તો ઘડીક તે- કપડાં, પાણી, વાસણમાંથી પરવારી; જલ્દી જલ્દી બે ચાર કોળિયા ખાધું ના ખાધું કે પિન્ટોને તેની સાથે સ્કૂલમાં લઈ જવા તૈયાર કરવાનો… ને ત્યાં તો દશ-પાંચની સ્કૂલનો કૉલેજની બસનો ટાઈમ થઈ જાય…
આ ધાંધલ ધમાલમાં મહિનાના દશ દિવસ તો તે બસ ચૂકી જતી, તેથી ના છૂટકે રિક્ષામાં…
સાંજે સાડા છ થયા હોય કે તે કૉલેજના બસ-સ્ટોપ ઉપર હોય.
ઘરે પહોંચે એટલે ફરી એનું એ જ ચક્ર…
પિન્ટોનું હૉમ-વર્ક,રોઝીના અસહ્ય કકળાટ વચ્ચે રાંધવાનું,રાત્રે જમ્યા બાદ જોસેફ્નાં બંને પગે અડધો કલાક સુધી માલિશ…
જોસેફની દવા…
ડૉકટરની ફી…
મહિનાનું ભાડું…
ફાધરના કપડાં…
પિન્ટોના નોટ-ચોપડા-યુનિફોર્મ –
આવું કૈં કેટલુંય વિચારતી વિચારતી અસ્તવ્યસ્ત ઘરના અંકોડા ભરાવતી, થાકીપાકી તે સૂઈ જતી અને રોઝીના વારંવારના ઊહું..ઊહું..વચ્ચે તેની સવાર પડતી, ને ફરી પાછુ. એ જ વિષચક્ર જેવી ગૂંગળાવી નાંખતી સવાર…
આમ તે સતત એક ખૂણેથી બીજે ખૂણે ફંગોળાતી રહેતી, તો એમા તેનાં ખુદના શરીરનું ધ્યાન આપવાનો તો સમય લાવે તો લાવે ક્યાંથી ?
અરે ! પંદરેક દિવસ પહેલાં પોતાના પેટ્માં અચાનક જ જોરદાર દર્દ ઉપડ્યું કે તરત તે ગઈ દોડતીક સીધી ડૉક્ટર મહેતાને બોલાવવા. દુઃખાવો ચાલુ રહ્યો. ડૉક્ટરનાં બહારથી લાવવા માટે પ્રિસ્ક્રીપ્શન લખી આપ્યું હતું. તે પછીના બીજે દિવસે મારિયા કૉલેજથી જલ્દી પાછી ફરી. આવીને લાવવાની હતી એટલી બધી દવાનો ઢગલો પોતાની પથારી આગળ કરી દીધો,’ડૅડ ! આ દવાઓ નિયમિત સવાર્-સાંજ લેવાની, આ મોટી વ્હાઈટ ટીકડી બપોરે જમ્યા પછી લેવાની અને નાની લાલ ટીક્ડી રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધ સાથે લેજો. ડૉક્ટર મહેતા રોજ સવારે ઈન્જેક્શન મૂકવા આવશે. થોડી પરેજી પાળવી પડ્શે…અને હા ! કાલથી પેલાં દૂધવાળા ગિરધરને કહેજો કે ત્રણ માપ દૂધ વધુ આપી જાય !’
તેને બીજે દિવસે તે આયન સામે ઊભી ઊભી માથામાં કાંસકી ફેરવી રહી હતી. માથામાં જમણે ખૂણે દેખાતાં પાતળા સફેદ લિસોટા પર તેણે હળવે રહી હાથ ફેરવ્યો. હજી તો ત્રીસ પણ પૂરા થયા નહોતા ! પેલી સફેદ વાળની પાતળી રેખાને ઢાંકવાનો તેણે જરાય પ્રયત્ન ના કર્યો, બસ કંઈક સહજતાથી તે કાંસકી ફેરવી રહી હતી, ત્યારે અચાનક જ પોતાની નજર તેના ખાલી હાથ પર પડી- ગયા મહિને લીધેલી તેની કાંડા ઘડિયાળ નહોતી !
પોતાનાથી તરત જ પૂછાય ગયેલું,’મારિયા બેટા,તારું ઘડિયાળ પહેરવાનું તું ભૂલી ગઈ કે શું?
” હા ! ડૅડ , એ તો હું કહેવાનું જ ભૂલી ગઈ ! ગઈ કાલે રોમા મળી હતી. કોઈ છોકરો જોવા આવવાનો એવું કંઇક કહેતી હતી. મેં કહ્યું, ‘ લે ! આ ઘડિયાળ પહેરી લે. તારુ કાંડુ ખાલી ખાલી લાગે છે, પછી આવતી જતી આપી જજે. આ વર્ષે થઈ જાય તો સારું, બિચારી શોભઆન્ટીનો ભાર ઓછો થાય ! “… ને પછી , ‘ ચાલ, પિન્ટો ! આપણને મોડું થાય છે-‘ કહેતીક તે ઝડપથી પિન્ટોનો હાથ પકડી લગભગ ઘસડતી બહાર નીકળી ગયેલી… ” ડૅડ, હું જાઉં છું !” એવું કહેવાનો, તેનો ક્યારેય ના ભૂલાતો નિત્યક્રમ તે ગભરાટમાં ભૂલી ગઈ !
મારિયાના કમનસીબે બીજે દિવસે બપોરે રોમા અચાનક ઘરે આવી ચઢી ! ને પોતાને હકીકત સમજતા વાર ના લાગી !
આટઆટલું કરતી હોવા છતાં – ક્યારેય તેના ચહેરા પર, પોતાન માટે અણગમાનો ભાવ જણાયો નહોતો.
પોતાને લીધે મારિયા કેટલી હેરાન થતી હતી. પોતાની પાછળ ‘વેડફાતા’ પૈસા તેના પતિ કે છોકરાઓ માટે તે વાપરી શકી હોત ! પોતાના અવરનવરની ખાબકી પડતી માંદગીને કારણે તે વધુ શોષાતી જતી હતી. પોતે તો ઉંમરને બેઠા બેઠા કારણે તણખલુંય તોડી શકે એમ નહોતો, ઈચ્છા હોવા છતાં-! બહુ બહુ તો મારિયાની ગેરહાજરીમાં રોઝીને રમાડવાનું ! તેય મારિયાનો કેડો મૂકે તો, નહિતર રોઝીય સામેવાળા વત્સલાબેન ત્યાં જ હોય;નાનકડી નીરા જો તેમને ત્યાં હતી એટલે જ હશે કદાચ !
મતલબ કે પોતે તો આ ઘરમાં કશા જ કામનો નહોતો !
માત્ર ‘ મિ.ઍકસ્ટ્રા ! !’
તો…..? બુઢ્ઢા વિલિયમને ગૂંગળામણ થતી હતી…છાતીએ મણનો ભાર મૂક્યો હોય તેવું અને શ્વાસ તો જાણે કોઈ ઠાસી રહ્યું હોઇ છતાંય જરાય ચાલતા ના હોય એવું!!
હૅડ લાઈટનો આછો પ્રકાશ રોડ પર પડ્યો. એક રિક્ષા સડસડાટ ઘર પાસેથી નીકળી ગઈ, તે ક્યાંય સુધી દૂર અંધારામાં ઓગળી જતી એ રિક્ષાને જોઈ રહ્યો…
અલ્પેશ ત્રિવેદીના મા-બાપે મૉટર ઍક્સિડન્ટ ક્લૅઈમ્સ ટ્રિબ્યુનલમાં વળતર અરજી કરેલી, તેનો ચુકાદો આજે જ આવ્યો હતો, મારિયા કહેતી હતી.
‘રમણિક ત્રિવેદી…રુપિયા ત્રણ લાખ ચાલીસ હજાર …દળદર ફીટી ગયું સાલ્લાનું !…શું કરશે આટલા બધા પૈસાનું ?… મિસ્ટર અને મિસિસ ત્રિવેદી …ફક્ત બે જણ તો છે ! ખાઈ-પીઈને મોજ મઝા ! ‘
તેની અકળામણ વધતી જતી હતી…
તે ઝડપથી ઊઠ્યો ને ઘરનાં આંગણ બહારનાં મસમોટાં આસોપાલવનાં ઝાડના થડને ટેકે ઊભો રહ્યો…પગમાં કંઈક ના સમજાય તેવી કંપારી તો જાણે સઘળું તેનામાં સમાવી લેવા રઘવાય બની ગઈ હોય તેમ બેલગામ બની ગઈ હતી ! ઉપર નજર કરી તો ઝાડના પાંદડાંઓ ડોલી રહ્યાં હતાં! તે હતું એટલું જોર એકઠું કરી ઝાડનું થડ કાંપતા હાથે પકડવાનો એક વ્યર્થ પ્રયત્ન કર્યો…
અચાનક તેની નજર પેલાં ‘ ભયજનક વણાંક ‘ આગળ ગઈ, અને બુઢ્ઢાની આંખમાં એક પાતળી ચમક ઊઠી..!
તે ઝાડ થડ પરથી હાથ નો ટેકો છોડી, તેનું કંપતું શરીર સ્થિર કરવા મથામણ કરી જોઈ …
પણ તે બેકાબુ બન્યું હતું…
તેણે હતી એટલી તાકાત એકઠી કરી …
એ કંપતી ક્ષણોમાં,બધું જ જાણે તેના કાબુમાં હોય તેમ તેના હાથની મુઠ્ઠીઓ,સહસા જોરથી ભીંસાઈ…
ચહેરાની રેખાઓ વધુ તંગ બની…
આંખોમા ભયનું લખલખું ક્ષણવાર માટે સળવળીને ઓગળી ગયું …!
પછી બધું જ ક્ષણવારમાં બની ગયું…!
‘ ભયજનક વળાંક ‘ આવળ ટર્ન લઈ રહેલી ટ્ર્કની હૅડ લાઇટનો ઉજાસ, રાત્રિના નિરવ અંધકારને જાણે ઝડબું ફાડી ખાવા ધાતો હોય તેમ તીવ્ર ગતિથી ધસી આવ્યો….
સમય સ્થિર થઈ ગયો ..ને બુઢ્ઢા વિલિયમએ એ પળ જાણે છીનવી જ લીધી…
–ને ટ્રકનો ઍર હૉર્ન ભયંકર ચીસ પાડી ઊઠ્યો…
ધસમસતી ટ્ર્કના ટાયરો,રાત્રિની કાળમુખી શાંતિને ચીરતા જોરદાર ચિત્કાર કરી ઊઠ્યા…એટલા જોરથી કે બુઢ્ઢા ને પોતાની મરણચીસ પણ કદાચ સંભળાઈ ના હશે !!
પણ બુઢ્ઢા વિલિયમને એટલી તો ખાતરી હતી જ કે આ ચીસથી મારિયાને; મિસ્ટર અને મિસિસ ત્રિવેદી કરતાં ક્દાચ વધારે વળતર મળે અને રોઝી – પિન્ટો – જોસેફ -મારિયા સુખી.. !?
********
(દૈનિક “ગુજરાતમિત્ર “ તા.૮/૮/૧૯૮૮)
————————————————————————————————
વાર્તાવિશ્વ
વાર્તાવિશ્વની અન્ય વાર્તાઓ વાંચવા નીચેની નવલિકાઓના શીર્ષક પરની લિંક પર ક્લિક કરો.↓
♦ વિદ્રોહ
વાર્તા તરફ મને પક્ષપાત છે. આ વાર્તા ગમી. આ વાર્તા તો 1988 ની છે. પણ થોડાં વર્ષો પહેલા ‘સેલ્સમેન રામલાલ ‘ એવું એક નાટક જોયેલું. આવો જ વિષય ને સતિષ કૌશિકનો અભિનય. મજા પડી હતી. ધન્યવાદ.
ભાઇશ્રી કમલેશ ,
આપનો આભાર. આપે મારા નવાસવા બ્લોગની મુલાકાત લઇ આપની અમુલ્ય કોમેંટ પણ કરી. હું બ્લોગ જગતમાં સાવ નવો છું. આમે ય મને આ બાબતમાં ખાસ જ્ઞાન નથી. વળી યુનિકોડ માટે પણ મને થોડી તક્લીફ છે. આપ મને સુચવશો કે કઇ થીમ વધુ ઊપયોગી છે અને સારી છે. તો એ પ્રમાણે હું ફેરફાર કરીશ. આપનો શબ્દસ્પર્શની તો ખુબસુરત છે. મને સમય નો ખુબ જ અભાવ છે. છતાં સમય કાઢી આપના શબ્દસ્પર્શની મુલાકાત અવશ્ય માણીશ.
આપનો આભાર. મારે લાયક સુચનો કરતાં રહેશો. હા મારા બન્ને બ્લોગની પણ મુલાકાત પણ લેવાની કૃપા કરશો એવી અભિલાષા છે.
આપનો સ્નેહાધિન ,
નટવર મહેતા
http://natvermehta.wordpress.com/
http://natvermehta.blogspot.com/
Tame wordpress par kai theme rakhi chhe ??javab apjo. Please.
Titan
Very good blog, congratulations.
I am inviting you to visit my blog : http://www.drsudhirshah.wordpress.com
and put your expert comments on that.
also visit 2 web sites : http://www.shreenathjibhakti.org and http://www.zero2dot.org , you will like it.
Regards,
Dr.Sudhir Shah na Jai shree krishn
sir,
I really a lucky and thankful to Jayanti Patel sir that i got blog like ur, and natvar mehta
because i m gujarati Brahmin i love and i like to read and spread gujarati
i would like to ask u that cant u made a link like natvar ji for PDF format that can be downloaded by people and read whenever they want because if we have PDF we dont have to use more Internet and reduce some of Internet bills
thanks again
Kalpesh Joshi
At: Vatav;
Petlad
Anand
Dear Kalpeshbhai,
Namskar ,
Thank You so much for visiting my blog and giving your valuable comments.
agree with all…but wait for some time, soon it will be in PDF format .
thanks so much..also to J M. Patel sir too for his kind support.
do keep visiting.
I like this story so much. Can you give me all stories in PDF format ?
khubaj saras varta che aam admi ne jivan jivava ma kevi taklifo pade che tenu sachot varnan che
I liked this story!
Thanks jignaji 🙏
ખૂબ સરસ. હું પણ લખું છું આપ સૌને મારા બ્લોગ પર આમંત્રિત કરું છું.
https://jaambustoryworld.blogspot.com/2018
JAAMBU
Thanks
સ્વાગત આપશ્રીનું…અને શુભેચ્છાઓ,🙏👏🏻