કંટેન્ટ પર જાઓ

ટીમ ‘EDIT’, Time to take action, #calandar2020 અને નરેન્દ્રભાઈ બલરની ફોટોગાફીક કમાલ

10/01/2020

પ્રિય મિત્ર મુકેશભાઈ અને ટીમ ‘EDIT’

ખૂબ ખૂબ આભાર સુંદર ભેટ માટે સાથે જ દિલી અભિનંદન લાજવાબ કામ માટે!!

‘રિલાયન્સ’નાં ધીરુભાઈ અંબાણીના કવોટ્સ સાથેનું એક કેલેન્ડર 2002ની આસપાસ હાથમાં આવેલું ને પછી તમે આપેલું આ બીજું કેલેન્ડર; મને મળેલા કેલેન્ડરો પૈકી ઉત્કૃષ્ટ કહી શકું. બધી રીતે જ સુંદર. એના બહુમૂલ્ય ફોટોઝ લો, એનું કન્ટેન્ટ લો કે પછી ઓવરઓલ લુક. મારા માટે એક આજીવન સાચવવા યોગ્ય ભેટ છે.

આમ, તો મારી સારા ફોટોગ્રાફ્સ સમજવાની ઘણી બધી મર્યાદા ને ટાંચા સાધનો. છતાં એ કાચી સમજ સાથે જ્યારે કોઇ સરસ ફોટો જોઉં ને હૈયેથી ‘વાહ’ નીકળે એટલે એ ફોટો મારા માટે ‘ખાસ’ બની જાય! ને પછી ફોટોગ્રાફરને અભિનંદન બે શબ્દો કહેવા હું મારી જાતને રોકતો નથી. જે ગમ્યું એ કહી દેવું. એમની પીઠ થાબડવી જ; એવો નિયમ સાચવવાનો પ્રયત્ન કરું છું. ‘EDIT’નું 2020નું કેલેન્ડર મળ્યું ને હું ઝાલ્યો ન રહ્યો. આ રહી એક બે વાત….

* ઉચ્ચ દરજ્જાના કાગળો પર ઊડીને આંખે વળગે એવું મનભાવન છાપકામ (@ kaagaz અને P R PRINTS) એટલી જ સમૃદ્ધ સંકલ્પનાની આસપાસ તૈયાર થયેલ વિચારજન્ય કન્ટેન્ટ !! ને સંકલ્પનાનો સંઘેડાઉતાર એવી ફોટોગ્રાફી!! દરેક ફોટોગ્રાફ માટે વાહ નીકળે છે. નરેન્દ્રભાઈ બલરની ફોટોગ્રાફીક સ્કિલ તો કાબિલેતારીફ છે. સાથોસાથ આજના સળગતા પ્રશ્નોને સમજવાની અને એને એક તાકાતવર માધ્યમનાં સુચારું ઉપયોગ વડે સશક્તપણે રજૂ કરવાની ગજબની સૂઝ છે!! એય જોનારને જોવા, વિચારવા અને અમલ કરવા મજબૂર કરે એવી રીતે તેમણે જે વિઝ્યુલાઇઝ કર્યું તે બખૂબી પ્રેઝન્ટ કરી જાણ્યું છે !! જરાય સહેલું નથી સાહેબ!અદ્ભૂત કામ થયું છે…વાહ!! સો સો સલામ નરેન્દ્રભાઈ સહિત સમગ્ર ક્રિએટિવ ટીમને..👌👌👏🏻👏🏻👏🏻🙏

* ઇન્વેલોપ: ખોલતાં પહેલાં જ # ચિહ્નન સાથે #timetakenaction👍 મારું ધ્યાન અનાયાસે જ ગયું. મનમાં થયું આજ મુદ્દાઓ જો પ્રસ્તુત થયા હશે તો રંગત આવી જશે. એમ જ થયું! એ વિચાર સાથે ખોલેલું એક એક પાનું કિંમતી! ઝીણવટભર્યું ડિટેઇલિંગ એવું કે જોનારે જવાબદારીપૂર્વક આગળ વધવું પડે! મારે પણ એવું જ થયું ! એકબાજુ કશું ચુકી જવાનો ભય તો બીજી બાજુ આટલું સુંદર કામ કરનાર ટીમને, અભિનંદનનાં બે શબ્દો લખવામાં, ક્યાંય કચાશ રહે ને કાચું કપાઇ જશે તો? એવો ભય! મારી વાત કરવા મેં શબ્દો વેડફી દીધા હશે, પણ સમજવા ‘EDIT’ના કેલેન્ડરની ઇમેજ જ પૂરતી છે..! 100/100🙏 શા માટે ટૂંકા ગાળામાં, ફોર્મલ ફોટોગ્રાફીની ટ્રેનિંગ વગર, નરેન્દ્રભાઈ બલરએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે? તે સમજાયું! એક યોગ્ય વ્યક્તિને જ માન્યતા મળે ને પોખાઇ એ જરૂરી છે. નરેન્દ્રભાઈ પૂરા હક્કદાર છે જ.

પાનાંઓ ફેરવતાં જે ગમ્યું ને સૂઝ્યું તે લખ્યું છે.

* જાન્યુઆરી… વર્ષની શરૂઆત ‘નેશન ફર્સ્ટ’ની વાત, આપણાં આર્મડ ફોર્સના ફોટામાં, મહિલાને કેન્દ્રમાં રાખી ને તેય એરફોર્સના યુનિફોર્મમાં થયેલી ક્લિક! ભારતની આજની નારીશક્તિનું પ્રતિક🙏

* ફેબ્રુઆરી…પાંજરે બંધ નારીને પંખીની જેમ ઉડવા દો! ‘જેન્ડર ઈકવાલીટી’નો હક્ક શા માટે આપવો? અને તે હક્ક મળવો જ જોઈએ! પાંજરે બંધ મોડેલના ચહેરાની મુખમુદ્રા ને અભિવ્યક્તિ, ખુલ્લા વાળ સાથે સૂચક રીતે કહેવાયું છે! મૉડેલ પસંદગીમાં પણ એટલી જ કાળજી…👌

* માર્ચ : ચિત્ર જોતાં જ પાણીનાં એક એક બુંદની કિંમત સમજાય જાય! 844 મિલિયનના આંકડામાં ન સમજો પણ ૧૦ વ્યક્તિ એ એક વ્યક્તિ તરસ્યો રહેતો હોવાનું કહીએ તો તરત સમજાય એમ!! મોડેલની શુષ્ક આંખો અને શરીર પર તરડાયેલ કાદવનો થર…પહેલા બે કાંઠે છલોછલ વહેતી ને હવે કોરોધાકોર થઇ ગયેલી મા તાપીનો સૂકો પટ મને યાદ આવી ગયો!

* એપ્રિલ: માલ ન્યુટ્રીશનનો આજનો સળગતો પ્રશ્ન! સરકારથી પ્રજા/ને અધિકારીઓને દઝાડતો પ્રશ્ન! ફાસ્ટફૂડ કલ્ચર સાથે વિટામીનની ગોળી/ટેબ્લેટ 👍

* મે: આજનાં બાળકને જેની ઝાઝી જરૂર છે એ આઉટડોર રમતો તરફ વાળવાની. મોબાઈલની દુનિયામાં, ક્ષણભંગુર મસ્તીમાં, ખોવાયેલ આજનો ટીન-એજર! ભલે એ અજવાળામાં બેઠેલો દેખાય છે અને જેની તરફ એનું ઓછું ધ્યાન છે એ રમતગમત/સાધનો આછાપાતળા અંધકારમાં !! વાહ…👏🏻

* જુલાઈ: પ્લાસ્ટિકના અજગર ભરડે લપેટાયેલ આજનો માણસ એક મિનિટમાં એક ટ્રક ભરી પ્લાસ્ટિક વેસ્ટ સમુદ્રમાં નાંખી પોતાની ઘોર ખોદી રહ્યો છે😠 આ વાત પ્રસ્તુત ઇમેજથી વધુ સારી રીતે ભાગ્યે જ કોઇ અન્ય ફોટોથી કહી શકાય હોત!🙏

* ઓગષ્ટ: મને ગમે જ જન્માષ્ટમી આવે એટલે ખાસ! ડગલેને પગલે આપણને ગૌરવાન્વિત ભારતીય હોવાનો અનુભવ કરાવતી, આપણી અવકાશ સંસ્થા ‘ઈસરો’નો વર્લ્ડ રેકર્ડ પ્રસંગ. નિલરંગી લાઈટ/પૃષ્ઠભૂમિમાં (આસમાનનાં રંગને ધ્યાને લઇ ખાસ) બ્રહ્માંડનો વણખેડાયેલો અંધાર ઓઢી પથરાયેલ વિસ્તાર; બીજી તરફ હજીય ઊંચા નિશાન સર કરવાના, દ્રઢ નિશ્ચયને આંખોમાં સમેટીને, અનિમેષ અસીમ બ્રહ્માંડના ફેલાવને તાકી રહેલી મહિલાની ઇમેજ! ક્યા બાત!

* સપ્ટેમ્બર: વાહનોના હોર્નની ચીસાચીસ, બેલાગમ વાહન ચાલકો, અકળાટ કરાવતો ટ્રાફિકમાં જાતે વાહન ચલાવવું! તોબા પોકારી જાવ! રિલેક્સ મહિલા, ટ્રાફિકના સ્ટ્રેસ વિના- પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ! નિરાંત જીવે જ હોય, સ્વાભાવિક છે! મારાં ધ્યાન બહાર નીકળી ગયેલો મુદ્દો! આપ સૌને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે જ 🙏💐 (સાઇડનું ‘પહલા દર્જા’ પૂરું વાંચી શકાયું હોત તો સારું ન થાત?!ટ્રાફિકથી દુરની યાત્રા, વાસ્તવમાં ‘પહલા દર્જા’ની યાત્રા ન ગણાય?! એવું મનમાં સહેજ થયું)

* ઓક્ટોબર: સ્વચ્છતા અભિયાન સાથે આપણા અવકાશને પણ ઉકરડો બનતો જતો અટકાવવો જોઈએ. આપણે ભૂલી શકીએ પણ ટીમ ‘EDIT’ કે નરેન્દ્રભાઈ કેમેરાની આંખ નહીં👏🏻👏🏻દાદ આપવી જ પડે એમની દીર્ઘદ્રષ્ટિને!

* નવેમ્બર: RTE એક્ટ 2009 થી લિટરસી આંક સુધી! તગારા-પાવડા થી લઈ ઝાડી-ઝાંખરું અને મોટાં પેગડામાં પગ મુકવાની ત્રેવડ ધરાવતી (મોટી સાઈઝની સ્લીપર પહેરેલી) સાધારણ શી લાગતી છોકરી સુધી, ચમકદાર ડ્રોઈંગથી માંડી સાથે પાછળ તોતિંગ બાંધકામની મશીનરી સાથે મજબૂત ઇમારતો સુધી! ફોટોગ્રાફરની ચિવટ્ટાઈ નજરે ચઢે જ. એમાંય પર્યાવરણની જાળવણી ખાતે ડ્રોઈંગમાં ઝાડ ન ભુલાયા!! નરેન્દ્રભાઈને સલામ કરવી જ પડે…એવું સુંદર કામ!

* ડિસેમ્બર: ત્રણ મિલિયન વર્ષમાં, ૨૦૧૮નાં વર્ષમાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઓકી આપણે શું મેળવી રહ્યાં છીએ? તે દિલ્હીમાં આંક પરથી જોયું. અરે ભારત જ નહીં, દુનિયાનાં અન્ય દેશોમાં પણ જળવાયુ પરિવર્તનની અસર ચોંકાવનારી ને નોંધપાત્ર છે. ‘હાઉ ડેર યુ’ _યુએનમાં ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર ગ્રેટા થનબર્ગનું ભાષણ મને યાદ આવી ગયું! ‘પ્લેનેટ ઓન રિસ્ક’ 💀

સાથે જ…

* આખા કેલેન્ડરમાં સહેજ ખૂંચી હોય તો એક બે વાત! મારી કાચી સમજ મુજબ… આખી ટીમની માફી સાથે 🙏

* શું સ્પર્શાયેલ બધા, ૧૦૦ ટચના સોનાથીય વધુ કિંમતી મુદ્દાઓને, લે-આઉટ દરમિયાન, હોરિઝોન્ટલ એલાઇન કરવું શક્ય નહોતું? તે પણ સહેજ મોટા ફોન્ટમાં? સહેજ ત્રાસું ડોકું કરવું, મારા જેવા કાન-ખભા વચ્ચે મોબાઇલ ન રાખનાર માટે થોડું વધું અગવડભર્યું!!

* @ટીમ EDIT…આટલું બહુમૂલ્ય કેલેન્ડર, પણ થોડી કોપી પણ ગુજરાતીમાં કેમ ન કરી? કેટલીક વાતો (જો ઓડિયન્સ ગુજરાતી હોય તો ખાસ) ગુજરાતીમાં કે જે તે માતૃભાષામાં કહીએ તો એની અસર નોખી અને ધારદાર થાય એવી મારી અધકચરી સમજ છે.🙏

* આ કેલેન્ડર (જો કોઈને વાંધો ન હોય તો) આપણાં પીએમ શ્રી મોદી સાહેબ સુધી પહોંચાડો. એટલું જ નહીં દરેક રાજ્યનાં મુખ્યમંત્રી સુધી પહોંચાડો…કદાચ પ્રજાના સેવાભાવી નેતાને ગમશે જ અને અવશ્ય આવકારશે. આવું સુંદર કામ વારંવાર નથી થતું સાહેબ… સાથોસાથ શક્ય છે કોઇ નવા વિચાર કે યોજનાના આયોજનમાં એ તણખો કરવાનું કામ કરે! ને એ સ્પાર્ક થાય જ_ એવા આશાવંત વિચાર સાથે, ખૂબ ખૂબ આભાર ટીમનો; મારાં ઘરના એક ખૂણોને રળિયાત કરી આપતી કીમતી ભેટ બદલ. અઢળક દિલી શુભકામનાઓ આવનારા વર્ષો માટે!💐🙏 આવું અને આટલું સુંદર કામ ભવિષ્યમાં પણ કરતા રહેશો એવી આશા વધારે નથી જ.

મારા તરફથી નરેન્દ્રભાઈ બલરને અભિનંદન ભૂલ્યા વિના ખાસ પહોંચાડજો🙏 તેઓશ્રીને હિસ્સે અવનવા કીર્તિ શિખરો સર કરવાનું લખાયેલું છે.

હા, એક ખાસ વાત. કેલેન્ડર એટલું ગમ્યું કે જોતાં જ, રહેવાયું નહિ એટલે મોબાઇલમાંજ, જે ગમ્યું. સમજાયું તે એમ જ લખી મોકલી આપું છું. રાત્રે 1.24 થઈ એટલે ફરી જોઈ ‘EDIT’ ક્યાંથી કરું??🙏 માટે આ ફોટોઝમાં જે કહેવાયું છે, ને મારાથી જે ચુકી જવાયું છે કે ખોટું સમજાયું એ બદલ ક્ષમા🙏

( ખાસ નોંધ – મિત્રો! આ માત્ર મારોને મારો જ ઉમળકો છે. સરસ કામને, ગમી ગયેલ કામને મારી હૈયાં ઉકલતને જોરે બિરદાવવાનો_ મારો અભિપ્રાય નથી!🙏 પ્રચાર કે પ્રમોશન ખાસ નહીં જ!)

કમલેશ પટેલ (૦૮.૦૧.૨૦૨૦)

ટિપ્પણી આપો

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: