કંટેન્ટ પર જાઓ

પ્રકરણ- ૩ “સ્પેશિયલ ટિપ”

29/10/2008

———————————————————————————————————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તાસુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુરઆસિ.ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાંપોલીસકમિશનર મહેતાસાહેબની સૂચના મુજબત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોયછે. વિજય રાઘવન રસેશ ગોધાણીસાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતોહોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનીલિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગારશોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ,પુરાવા મેળવવા સ્થળ પર હાજરરહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાંત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયનાઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓનીઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે.ને ત્યાંતપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દિવાની ચીમનીનોકાચ મળેછે અને હનીફ સ્નિફર ડૉગ લઇઘટનાસ્થળેપહોંચે તે પહેલા માથુર તેના પોતીકીસૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્કથાય છે.ને પછી…. આગળ

————————————————————————————————————————-

(પ્રકરણ – ૧ લિફટમાં ખૂન )જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

(પ્રકરણ –  ૨ સિગારેટનો ટુકડો)જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

હવે ગતાંકથી આગળ.__

———————————————————————————

પ્રકરણ-સ્પેશિયલ ટિપ

ગજબની સ્ફૂર્તિનો સંચાર થયો હોય એમ તનાવમુક્ત માથુર ઝડપથી ઓરડા ને ખૂણે રહેલાં ડસ્ટબીન પાસે પહોંચ્યો…ડસ્ટબીન પાસે પહોંચી તેણે તેને ઊંચું કરી તેમાનો બધો કચરો બહાર ઠાલવી દીધો. બહાર ખુલ્લા કરેલાં કચરા ને તેણે કંઇક ઉત્સુકતા- અને ત્વરાથી ફેંદવા માંડ્યો. કૈંક શોધવા માટે. તેને કશુંક જોઈતું હતુંતે કદાચ ત્યાં નહોતું તેથી તે ક્ષણવાર માટે નિરાશ થયો…અને પછી ફરી પાછો મચી પડ્યો ત્યાં પડેલી ચીજવસ્તુઓના અને ફર્નિચરની બખોલમાં – તમામ આડાશોમાં. લગભગ અને અડધો કલાકમાં તો તેણેતો તેણે ઓરડાના દરેક ખૂણાઓ ફેંદી નાંખ્યાં.

સહસા ટી.વી શૉ-કેસ પાછળના ભાગમાં હાથ ફેરવતા ફેરવતા તેની આંખમાં સહેજ ચમક આવી…

ત્યાંથી તેને એક પ્લાસ્ટિકનીકોથળી મળી અને તેણે જ્યારે એ કોથળી હાથમાં લઇ એક નજર નાંખી ત્યારે તેની આંખમાં એ ચમકારો પહેલો પગાર હાથમાં આવતા ઉત્સાહિત કોઇ નવયુવાનની આંખની ચમકથી જરાયકમ નહોતો.

એ કોથળીમાં પેલા ચીમનીના કાચનાં અસંખ્ય ટુકડા અને એક દિવાસળીનું બોક્સ હતું!એ ટુકડાઓ પણ કાળા હતાં મેશવાળા! મતલબ કે પેલો હાથ આવેલો કાચનો ટુકડો કદાચ આ જ ચીમનીનો હોઇ શકે…એનો અર્થ સાફ હતો કે જો એમ જ હોય તો આ પ્લાસ્ટિક બૅગ કોઇક અહિ સંતાડેલી હોવી જોઇએ.

તેણે એક પેપર ઉપર એ કોથળીમાંની તમામવસ્તુઓ બહાર ઠાલવી ત્યારે તે વધુ ચોંક્યો એ કાચના ટુકડાઓ અને દિવાસળીના એ બોક્સ ઉપર લોહીનાં ટીપા પડેલાં હતા! એટલું જ નહિ પણ એ બધામાં બીજી પણ એક અગત્યની વસ્તુ મળી આવી- પેલી આઠમી સિગારેટનો ટુકડો! માથુરએ ધ્યાનથી જોયું તો એ સિગારેટ અધકચરી સળગેલી હતી, શક્ય હતું કે વિજય રાઘવનએ તેના એક બે ઘૂંટ જ ભર્યા હોય!

માથુરએ ફરી બધું સાચવીને એ તમામ પૂરાવા ફરી પેલી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દીધું; અને ત્યાં ઊભેલા ઈન્સ્પેક્ટર ખન્ના હાથમાં પકડાવી દીધું,ખન્ના,લે! હું જાઉં ત્યારે મને અથવા સોનીને આપી દેજે. બીજા કોઈના હાથમાં ના આપતો.” – કહી ફરી તેણે આંખ બંધ કરી અનુમાનોના ગૂંચળા ઉકેલવા માંડ્યા.

કદાચ પાંચેક મિનિટથી વધારે સમય થયો નહોતો ને અચાનક ત્યાં ઊભેલા સૌ કોઈને ચોંકાવી દીધા!..કશુંક યાદ આવી ગયું હોય એમ વાંકા વળી જમીન સૂંઘવા માંડી હતી! જાણે સ્નિફર ડોગ જ જોઇ લો!બિચારો ખન્ના તેની આ હરકત ને સમજે ના સમજે તે પહેલાં તો તે ઝડપભેર ઊભો થઇ ગયોઅને જ્યારે તે ઊભો થયો ત્યારે તેના ચહેરા પર કૈંક અજબનો સંતોષ છલકતો હતો.!

ઇશારો કરી તેણેઈન્સ્પેક્ટર ખન્નાને પાસે બોલાવ્યો અને ધીરેથી કાનમાં કશુંક કહ્યું,યસ, સર ! કહેતાક ઈન્સ્પેક્ટર ખન્ના ત્યાંથી પેલી પ્લાસ્ટિકની કોથળી લઇ ચૂપચાપ બહાર નીકળી ગયા.

માથુર સર! આ લો ! તમારી વધારે દૂધની ચા! મેં જાતે ઊભા રહી તૈયાર કરાવી છે. ચા લેવા માટે ગયેલા મિ.શર્મા ત્યાં તો ચા લઇ આવી પહોંચ્યા.

આઇ એમ સૉરી મિ.શર્મા! હવે મારો ચા નો મૂડ નથી.! કહી તેણેમિ.શર્મા લગભગ ચોંકાવીદીધા!

એટલામાં તો બીજા રૂમમાંથી બહાર આવી રહેલાં ઈન્સ્પેક્ટર સોની માથુર પાસે આવી પહોંચ્યા.પોતાના હાથમાં રહેલી વિજય રાધવનની અંગત ડાયરી ફરી માથુર ના હાથમાં પકડાવતાં અત્યંત ધીમા સ્વરેતેણે કહ્યું ,“ સર! વીથ સ્પેશ્યિયલ ટિપ!! અને પછી બાઘાની જેમ બંનેને જોઇ રહેલાં મિ.શર્મા તરફ ફરતા બોલ્યો,“ચાલો! મિ.શર્મા હું તમને કંપની આપું! મારો તો સખત મૂડ છે! પછી મિ.શર્મા પાસે પહોંચી સહેજ કટાક્ષમાં બોલ્યો,મિ.શર્મા! ખોટું ના લગાડશો આ ખોપડી જરા ચસકેલ છે મારું તો કૈં કેટલીય વારઆવી રીતે પૈસાનું પાણી થયું છે…શું કરીએ પાણીમાંરહી મગર સાથે વેર થોડું બંધાઈ !તમારી ચા હું બગડવા નહિ દઉં. પણ અહિંયા નહિ, એક કામ કરીએ આપણે તમારા ઘરે બેસીએ એ બહાને જરા અહિથી છૂટકારો …તમે સમજી શકો છો મિ.શર્મા !”

કદાચ તે સમજી ગયો હતો કે માથુરને મિ.શર્મા અહિ ઊભા રહે તે ગમતું નહોતું…ને કૈંક ગૂંચવાયેલા મિ.શર્મા ઈન્સ્પેક્ટર સોનીની સાથે થયા.

ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા જતાં માથુર સોનીએ વીથ સ્પેશ્યિયલ ટિપ કહી આપેલી વિજયની ડાયરી લઇ ફરી આરામ ખુરશીમાં જમાવ્યું. ઈન્સ્પેક્ટર સોની બહાર દેખાતા મૂકેલી કાગળનાં ટૅગ હટાવી જોયું_ એક કાગળની ચબરખી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ”

માથુર ફરી ડાયરીના પાનાં ઉથલાવવા માંડ્યો. તેણે જોયું કે વિજય રાઘવનએ પોતાની અંગત ડાયરી ખૂબ જ નિયમિત લખી હતી…કે જેમાં તમામ મુલાકાત, અગત્યના સંપર્ક, ખર્ચની વિગતો, આવશ્યક એવા ફોન નંબર, પરચૂરણ નોંધ અને અન્ય ખાનગી લેવડ-દેવડ પણ તેકૈંક સાંકેતિક ભાષામાં હતીએમ તમામ વિગત ટપકાવેલી હતી! એક પણ દિવસ ચૂકયા વિનાં1 આશ્ચર્યજનક રીતે તેમાં ૨૦-૨૧ ડિસેમ્બરનું પાનું નહોતું!! કોઇક જાણભેદુએ ફાડ્યું હશે કે પછી વિજયએ જાતે જ….! માથુર દિમાગ ફરી ચકરાવે ચઢ્યું ક્યાંય સુધી! અંતે મનોમન કંઇક નિષ્કર્ષ પહોંચ્યું!

મારો બેટો સોની ક્યારેક તો સાચે જ કમાલ કરી નાંખે છે અને આ વખતે પણ તેણે આપેલી ટિપ ખરેખર સ્પેશિયલ પૂરવાર થાય તો– !તો તો મારી ઘણી બધી મહેનત ઓછી થઇ જશે..અને ગુનેગાર જેલના સળિયા પાછળ હશે!.આરામખુરશીમાંથી ઊભા થતાં તે હળવેથી બબડ્યો…અને ફરી પેલી બારીની ગ્રિલ પાસે આવી ઊભો રહ્યો.

ત્યાં તો ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા આવી પહોંચ્યા.

માફ કરજોમિ.શર્મા! હું આપને ખૂબ તકલીફ આપી રહ્યો છુ…પણ શું કરીએઅમારી નોકરી જ એવી છે. તમને તો ખબર જ છે કેઅમારે સતત ઉપરથી આવતા જાત જાતનાં દબાણ વચ્ચે કામ કરવું પડે છે. અરે! આ તમારો જ કેસ લો ને! મહેતા સાહેબએ મને એવો રેચ આપ્યો છે કે ના પૂછો વાત! મિ.શર્મા! મારા લંગોટિયા યાર છે…તેની બીજી ફરિયાદ આવવી ના જોઇએ. બોલો સાચી વાત કે નહિ ? તેથી જ અમારો પોલીસ વિભાગનો મોટાભાગનો સ્ટાફ તનાવમાં રહે છેઅને_”

ચિંતા ના કરો માથુર સર ! આ તો મારી ફરજ છે એમાં તકલીફનો સવાલ જ નથી. મિ.શર્માએ માથુરને વચ્ચેથી અટકાવતાં કહ્યું.

“ ઓ. કે  ચાલો ! આપણે પેલાં ‘એસ.એસ.એસ’ ના ચોકીદાર પવારને મળી લઇએ!” કહી માથુરએ તક ઝડપી લીધી.


—-*—–

( ક્રમશઃ )

————————————————————————————————————————-

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૦૫/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૪ પ્રકાશિત થશે. )

(પ્રકરણ – ૧ લિફટમાં ખૂન )જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

(પ્રકરણ –  ૨ સિગારેટનો ટુકડો)જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

===========================================================================================================

7 ટિપ્પણીઓ
 1. કલ્પેશભાઈ,
  પ્રકરણ ત્રણની છેલ્લી લાઈન કેમ અધૂરી છે.
  આ આખી નવલકથા ક્યાંક વાંચી હોય એમ યાદ છે. આપે બીજા નામે પુસ્તકાકારે અગાઉ પ્રસિધ્ધ કરી હોય એમ લાગે છે. અથવા અન્ય વેબ સાઈટ પર મૂકી હોય તો જણાવવા મહેરબાની કરશો.
  આપનું ઈમેઈલ એડ્રેસ આપશો અથવા મને ઉપરના ઈમેઈલ પર જણાવશો તો આભારી થઈશ.

 2. મુ. શ્રી જયંતીભાઈ,
  નમસ્કાર.
  તમારી વાત સાચી છે. ભલે અડધી લીટીની હોય, મારે નતમસ્તક આં ભૂલ સ્વીકારવી જ રહી. આ રહસ્યકથાના લેખન દરમિયાન, એક દૈનિક અખબારની જેમ જ, સતત અઠવાડિક હપતો, નિયત દિવસે પ્રકાશિત કરવો, એવો મનોમન નિર્ણય કર્યો હતો. ક્યારેક ડેડલાઇનની અડધી રાત્રે_ તો ક્યારેક અંતિમ સમયે…આમ આ ક્રમ જાળવવામાં, શરતચૂકથી આ અડધી લીટીની ભૂલ રહી ગઈ હતી. જરૂરી સુધારો કરી દીધેલ છે.
  વધુમાં મારું એકપણ પુસ્તક હજી પ્રકાશિત થયું નથી. નવલિકા સંગ્રહ થશે તે કદાચ દિવાળી પછી ઉપલબ્ધ થશે. અન્ય વેબસાઇટ ઉપર અગાઉ આ રહસ્યકથા ક્યાંય પ્રકાશિત થઇ નથી.
  એક જાગ્રત વાચકને છાજે તેમ આ ક્ષતિ તરફ ધ્યાન દોરવા બદલ અને સમય લઈ પ્રતિભાવ આપવા બદલ હું આપનો આભારી છું. આપશ્રીને અલગથી મેઇલ મોકલી રહ્યો છું. આભાર.
  કમલેશ પટેલ

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: