કંટેન્ટ પર જાઓ

ટેલિવિઝન ટૅરરિઝમ – પર ‘અભિયાન’ના સંયુક્ત તંત્રી અને “NBA” નું પોસ્ટમૉર્ટમ

19/12/2008

ટેલિવિઝન ટૅરરિઝમ – પર ‘અભિયાન’ના સંયુક્ત તંત્રી અને “NBA”  નું પોસ્ટમૉર્ટમ 

 મારા ટેબલ પર આજનું (તા. ૧૯/૧૨/૨૦૦૮)  દિવ્ય ભાસ્કર અખબાર છે. તેના મુખ્ય પેજ અત્યંત અગત્યના સમાચાર છે જેના વિષે હું આજે બે વાત કરીશ. આ સમાચારમાં તાજેતરમાં બનેલી ત્રાસવાદી ઘટના બાદ “નેશનલ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન” દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ દરમિયાન ઈલક્ટ્રોનિક મીડિયાને અનુસરવા માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.  જેમાં દેશહિત માટે મને ગમતા કેટલાક નિર્દેશ નો  અહીં જરૂરથી  ઉલ્લેખ કરીશ. મૃતકો અંગેના સમાચારમાં તેમના સન્માનનું ધ્યાન રાખવું , બંધકની સંખ્યા અને ઓળખની જાણકારી ન આપવી, હિંસક સંઘર્ષ અને સાંપ્રદાયિક હિંસા સમયે લોકરુચિનું ધ્યાન રાખવું.   

 

મિત્રો હું કંઈક કહું એના કરતાં સમભાવ ગ્રૃપના ગુજરાતી મૅગેઝિન ‘અભિયાન’ના સંયુક્ત પ્રમુખ તંત્રી દીપલબેન ત્રિવેદીનો તા. ૨૦/૧૨/૨૦૦૮નો ” ટેલિવિઝન ટૅરરિઝમ – જવાબદાર કોણ ?”  લેખ અચૂક વાંચવા જેવો છે. તેમની છણાવટ અને અવલોકન અત્યંત વિશદ અને  રસપ્રદ તો છે જ પણ સૌથી અગત્યની વાત કે એમાં તટસ્થતા અને સત્ય  છે. સાથોસાથ તેમણે જાગરૂક  પત્રકારની સાચી છબી રજૂ કરે એવા સત્વશીલ સ્તુત્ય લેખ તૈયાર કર્યો છે. મને મનોમન થતું  હતું કે ઈલક્ટ્રોનિક  મીડિયા ના આ બકવાસ અને વાહિયાત  રિપોર્ટીંગ પર કોઈ સંપૂર્ણ ઑથોરીટીથી  લખે  અને લોકોમાં આ બાબતની જાગૃતિ પેદા કરે. આ કામ તેમણે એક જવાબદાર તંત્રીને છાજે એ રીતે કર્યું છે.  ટેલિવિઝન ન્યૂઝ  એ હકીકતમાં પૈસા કમાવા અને ટીઆરપી વધારવાનું માધ્યમ બની ગયું છે. દેશ પર થયેલા આતંકી હુમલામાં પત્રકારોએ  શું ભૂમિકા ભજવી અને ખરેખર કેવી ભજવવી જોઈએ તે આ લેખ પરથી સમજી શકાય છે.

મતલબ કે હવે ઈલક્ટ્રોનિક મીડિયાએ હવે સત્વરે – ઈંટ્રોસ્પેક્શન – કરવાનો સમય આવ્યો છે. બસ! આપણી જવાબદારી એ બને છે કે ઈલેક્ટોનિક મીડિયાના આ પ્રકારના વાહિયાત રિપોર્ટીંગ સામે જરૂર પડ્યે એક જૂથ થઈ અવાજ ઉઠાવવાની ! બ્લૉગર મિત્રોની ભલે તાકાત ઓછી હોય પણ ક્યાંક એક નાનકડો મુદ્દો- સ્પાર્ક- આગળ જતાં કદાચ  કોઈક માટે સારી  પ્રેરણાશક્તિ  બની રહે ! 

 

આ નિર્દેશના સંદર્ભમાં મેં મારી પોસ્ટ મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને કોમન મેન’”  માં ઉલ્લેખ કર્યો હતો એ નીચેના બે મુદ્દામાં કદાચ મારા બ્લૉગના નવા વાચક વર્ગને રસ પડશે.

2.        ટાઇમ્સ ન્યૂઝ ચેનલ  પર ઈઝરાયેલથી ડૉ. કેદારએ કહ્યું કે આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિધ્ધિ અને નામના જોઈતી હતી જેને મીડિયાવાળા પૂરી પાડી હતી. કેટલીય ન્યૂઝ ચેનલ, તેના ઢગલાબંધ  પ્રતિનિધિઓ , કેટલાંકના અનુભવી , તો કેટલાંકના સાવ બબૂચક જેવા રેઢિયાળ પ્રતિનિધિઓ અને હોડ સૌથી પ્રથમ ન્યૂઝ આપવાની.! નરીમાન હાઉસ અને તાજ પરના ઓપરેશન પૂર્ણ થતાં NSG  ચીફ મિ.દત્તા  નિવેદન આપવા ઊભા રહ્યા ત્યારે સ્કૂલના છોકરાઓથી પણ ખરાબ વ્યવહાર મીડિયા પત્રકારોનો હતો. શોરબકોર અને હોહા ! ઘણાં દિવસના ભૂખ્યા હોય તેવું વર્તન હતું. એક ઓફિસરની વિનંતી છતાં તેઓ બેકાબૂ હતા. તેઓએ સેલ્ફ ડિસિપ્લિન રાખવાની જરૂર હતી. હા! સાચી વાત છે કે આપણા લોકશાહી દેશમાં આપણને બધું જાણવાનો અધિકાર મળે છે. આપણે ત્યાં ઘણું બધું  ફ્રી અને ફૅર ! મને ખ્યાલ છે ત્યાં સુધી અમેરિકામાં ૯/૧૧ દરમિયાન મીડિયા લોહીથી લથપથ લાશ બતાવવાનું ટાળ્યું હતું. અને જ્યારે આખા દેશના આબાલવૃદ્ધ ટીવી સામે બેસી ગયા હોય તો આવા દ્ર્શ્યો ટાળી શક્યા હોત. મીડિયા જવાબદારીભર્યુ અને આત્મ સંયમ ધરાવતું વર્તન કરે એ જરૂરી બની ગયું છે.

5.        જો ચેનલ જોઈને ત્રાસવાદીઓ પોતાની સ્ટ્રેટેજી નક્કી કરતા હોય તો સરકાર દ્વારા કરવામાં આવેલ ચેનલ ‘બ્લૅક આઉટ’ આપણા કમાન્ડોઝ અને બાનમાં લીધેલ વ્યક્તિઓના હિતમાં હોય, તેને કદાચ  સહ્ય ગણી શકાય. શું તેને મીડિયા જગતના બ્લૅક ડે તરીકે ગણવો યોગ્ય છે ? પણ જો તમે ત્રાસવાદીઓની ‘બ્લડી આઇઝ’ બની જતા હો તો આપણે સરકારના આ પગલાંને આવકારવું રહ્યું.

મિત્રો! મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડેઅને કોમન મેન  શીર્ષક હેઠળ મારી સંપૂર્ણ પોસ્ટ તમે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.  

https://kcpatel.wordpress.com/2008/11/30/305/

પૉસ્ટમાર્ક :    નાગરિક એકતા સામે ન્યુક્લિયર બૉમ્બ પણ નબળો છે. ( પંજાબના સુપરકોપ ગીલ ) 
4 ટિપ્પણીઓ
 1. કમલેશભાઈ, તમે મારા મનની વાત કરી છે એમ કહું તો ચાલે. મિડિયાની તાકાત જરૂરી છે એ બાબત ના નથી પરંતુ એ તાકાતનો ઉપયોગ માત્ર પોતાના ધંધાદારી ફાયદા માટે થાય એ ઠીક નથી. આ બાબતના તમારા વિચારો રજૂ કરતા રહેશો.
  વિશેષ પછી.

 2. Deepal Trivedi permalink

  resp kamleshbhai

  i appreciate your gesture

  pls keep on reading Abhiyaan and encouraging us.

  thankyou

  Deepal Trivedi

  ( Joint Chief Editor)
  “ABHIYAAN”

 3. કમલેશભાઇ,

  વહેણમાં વહેવું અને વહેણમાં રહીને વહેણનો માર્ગ, દિશા કે ગતિ બદલવાનું કામ કેટલું કઠીન છે તેનો મને ખ્યાલ છે. બ્લોગ જગતમાં પણ રોજના લાખો શબ્દો હજારો વાક્યો બનીને જાત જાતના વિષયો પર ઠલવાય છે એવામાં એક સામાન્ય નાગરિકને લાગેવળગે છે એવા ગંભિર વિષય પર, પ્રીસાઇઝલી કહું તો ૧૯.૧૨.૨૦૦૮ અને ૦૭.૦૧.૨૦૦૯ દરમ્યાન તમારા બ્લોગ પર આ વિષય પર પ્રતિભાવ આપનાર હું ત્રીજો વાચક થયો. આ શું દર્શાવે છે ? દિપલબહેને અને આપણે હજુ વધારે મહેનત કરવાની છે. લોકો ઊંઘે છે .. આપણે જગાડવાના છે. આ વિષય પર એક ટૃકી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઇ આવી છે. તમારો અને દિપલબહેનનો સહયોગ મળે તો … વાહ ભઇ વાહ.

 4. પ્રિય મિત્ર અખિલભાઈ,

  નમસ્કાર.

  ખૂબ ખૂબ આભાર અખિલભાઈ, એક તેજાબી છાંટ ધરાવતા તમારા અત્યંત મનનીય પ્રેમાળ પ્રતિભાવ બદલ!

  તમારી વાત સાથે હું સો ટકા સંમત છું‍ જ્યારે મેં મુંબઈ આતંકવાદી હુમલા ઉપર પોસ્ટ લખી હતી, ત્યારે જે મેં‍ જે અનુભવ્યું તે એ પછી જે કેટલાક પ્રશ્નો મનમાં રમતા હતાં. તે મેં મારી મર્યાદામાં રહી અભિવ્યક્ત કર્યા હતા…જે તમે વાં‍ચ્યા જ હશે !
  ( લિંક- https://kcpatel.wordpress.com/2008/11/30/305/ ). ત્યારબાદ “અભિયાન” દ્વારા દિપલબેનના તંત્રીલેખ સુધી પહોંચવાનુ‍ થયેલું…

  લોકોને જાગ્રત કરવા માટે તમે જે ટૂંકી ફિલ્મ બનાવવાની જે એષણા વ્યક્ત કરી છે, તેની આજનાં સમયમાં ઉપયુક્તતા વિષે મને જરાય શંકા નથી અને તેમાં જો તમારા જેવી સમર્પિત વ્યક્તિ એ બનાવે, તો એ નિ:શંક માણવા યોગ્ય જ બને! રહી વાત મારા સહયોગની_ એ મારું અવશ્યકર્તવ્ય છે જે હું આપીશ જ. ખૂબ આનંદ થશે તેમ કરતા…બસ, તમારે મને એ જણાવવું પડશે કે આપ મારી પાસે ક્યા પ્રકારના સહયોગની આશા રાખી રહ્યા છો? જેથી હું એ સંદર્ભે મારી મર્યાદાને અનુલક્ષીને, વિચારી આપને અવગત કરાવી શકું… કારણકે મારો હંમેશા એવો પ્રયાસ રહે છે કે જે કામ હાથમાં લઉં, તેમાં હાથવગા ઓજાર લઈ મચી પડું છું સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવા માટે! કદાચ તમારા સંપર્ક જોતા, તમને મારાથી વધુ સજ્જ વ્યક્તિ જરૂર મળશે જ…છતાં અખિલભાઈ તમે ઇચ્છશો તો તમને મદદ કરવું, હું મારું સદ્દભાગ્ય ગણીશ…

  કમલેશ પટેલના
  વંદન

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: