કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૨૧ “પૅક અપ!”

08/03/2009

પ્રકરણ ૨૧  “પૅક અપ!”  

__________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૨૦ માં વાંચ્યું …

ને પછી  આગળ….

_________________________________________________________

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

_________________________________________________________

 પ્રકરણ ૨૧   “પૅક અપ!” 

પોતાના મોબાઇલથી સોનીને “પેક અપ!” નો સંદેશો મોકલી, માથુરે સમાંતરે પોતાનું સમગ્ર ધ્યાન, પ્રશાંત જાદવના મોબાઇલ સામે વાત કરી રહેલી પેલી વ્યક્તિની વાતમાં રાખ્યું…

“તમે સાંભળો છો ને?” સામે પેલી વ્યક્તિને લાગ્યું કે તેની વાત માથુરને સંભળાતી નથી કે શું? એટલે તેનાથી પૂછાઇ ગયું.

“…હં બોલતો જા! સાંભળું છું” માથુર તેને કદાચ વાતમાં રોકી રાખવા માંગતો હતો.

“…અને પ્રશાંત સાહેબ! ખાસ ખબર એ કે પોલીસે પવારને પકડી લીધા છે. પવારે કોઇકનું ખૂન કરી નાંખ્યું છે એવા સમાચાર છે. તેણે કોનું ખૂન કર્યું? કેમ કર્યું? મને તો કંઈ સમજ નથી પડતી. વધારેની કોઈ માહિતી મારી પાસે નથી. પવાર પકડાયો એ આપણા માટે સારા સમાચાર નથી એ વાત તમે સમજી શકો છો અને હવે જો પવાર પકડાયો હોય તો આપણા માટે તે મોટી મુસીબત બની શકે છે… તમે સાંભળો છો ને સાહેબ? માટે આપણે તેનો હિસાબ વહેલી તકે ચોખ્ખો કરવો પડશે…બોલો શું કરીશું?…ક્યારે કરીશું?” સામે પેલી વ્યક્તિ એકી શ્વાસે બોલી ગઈ.

“તું બોલ? ક્યારે કરીશું?” માથુરે દાણો દાબી જોયો.

“એકાદ દિવસમાં જ કામ પતાવવું પડશે. તમારી ‘હા’ છે કે કેમ? તે પૂછવા માટે જ મેં તો_

ત્યાં તો અચાનક પેલાંની વાત અડધેથી અટકી ગઈ_

સામેથી કશુંક તૂટવાનો અવાજ આવ્યો, કદાચ દરવાજો તૂટ્યો હોવાનો જ હતો – માથુરે અનુમાન લગાવ્યું. પછી ક્ષણવાર માટે બહુ જોરથી શોરબકોર અને હોક્કાર.. થઈ; અને એ બધું પ્રશાંત જાદવના મોબાઇલ પર, સાંભળી શકાતું હતું_ ને પછી એકાએક કરડાકીથી ભરેલો સોનીનો અવાજ સંભળાયો.

“મહેન્દ્રપાલ સિંગ! તારો મોબાઇલ મને આપી દે અને તારા હાથ ઉપર કરી દે. જરાય ચાલાકી કરવાની કોશિશ ના કરતો,  નહીંતર મારી આ ‘એમ૧૯૧૧’ રિવૉલ્વરે આજ દિન સુધી કોઈની શરમ રાખી નથી અને તારી પણ ના રાખશે. મારી પાસે તને ફૂંકી મારવાની મૌખિક હુકમ છે. માટે_ ”

થોડી ક્ષણ માટે ત્યાં શાંતિ રહી ને ફરી સોનીનો બીજો પ્રશ્ન આવ્યો

“મહેન્દ્રપાલ! કોની સાથે વાત કરી રહ્યો હતો?”

“પ્રશાંત સાહેબ સાથે!!” લગભગ બાઘોડ બની ગયેલાં મહેન્દ્રપાલ સિંગે કહ્યું.

“શું‍ કહ્યું પ્રશાંત જાદવ સાથે!? અલ્યા પાલ! પ્રશાંત જાદવ ક્યાંથી આવ્યો? એનું તો ગઈ કાલે રાત્રે જ ખૂન થયું છે! તને કોઈ ઉલ્લૂ બનાવી રહ્યું હતું…સમજ્યો?” સોનીએ તેને કહ્યું.

“મને નથી સમજાતું તો તને ક્યાંથી સમજાય? ચાલ!” અકળાયેલા સોનીનો અવાજ આવ્યો.

મહેન્દ્રપાલ સિંગના માનવામાં આવતું નહોતું. તે કદાક વિચારી રહ્યો હતો કે…તો પછી હમણાં જેની સાથે તે વાત કરી રહ્યો હતો એ કોણ હતું? તેને કશી જ ગતાગમ નહોતી પડતી! શું થઈ રહ્યું હતું તે પણ નહોતું સમજાતું!

“કેમ અલ્યા! તારી પાસે ફોન નહોતો ને?” પ્રશાંત જાદવના ચાલુ કૉલ પર સોનીએ બીજો પ્રશ્ન સંભળાયો.

ને પછી સામેની  વાતચીત સાંભળવામાં વ્યસ્ત માથુર કશું સમજે તે પહેલાં અચાનક બધું શાંત થઈ ગયું હોય એવું જણાયું! માથુરે જોયું તો પોતાના હાથમાં રહેલા, પ્રશાંત જાદવના મોબાઇલની લો બૅટરીએ આખરી શ્વાસ લઈ લીધા હતા અને તેથી મોબાઇલ બંધ થઈ ગયો હતો.

ને ત્યાં તો બીજી મિનિટે તેના મોબાઇલની રીંગ વાગી. માથુર સમજી ગયો સોની જ હોવો જોઈએ. સામે સોની જ હતો.

“સર! બધું ‘પેક અપ’ થઈ ગયું છે. મહેન્દ્રપાલ સિંગને અમે ‘રધુપતિભવન’ના ગ્રાઉન્ડ ફ્લોર ના બાથરૂમમાંથી પકડી લીધો છે _”

“સરસ! ક્યાંથી?…કેવી રીતે પકડાયો?”

“સર! બાથરૂમમાંથી! મને તે બાથરૂમ તરફ જતો દેખાયો છતાં હું દ્વિઘામાં હતો કે ત્યાં જાઉં કે નહીં? પછી હું અને યાદવ ‘રધુપતિભવન’ના બાથરૂમ પાસે પહોંચ્યા ત્યારે મને લાગ્યું કે તે અંદર કોઈકને જોડે વાત કરી રહ્યો હતો! મને અચરજ થયું. ખબર નહીં કોની સાથે વાત કરતો હતો? હું અને યાદવ, ત્યાં બાથરૂમ બહાર ઊભા રહી દરવાજો તોડી અંદર જવું કે પછી તેને બહારથી લલકારવો? એવું કૈંક વિચારતાં હતા. એવામાં તમારો સમયસર આવેલો ‘પેક અપ’નો મેસેજ કામ આવી ગયો. મને ખ્યાલ આવી ગયો કે માથુર સરે બધી ખાતરી કરી લીધી હશે…એટલે તમારો મેસેજ મળતા મેં બાથરૂમનો પ્લાસ્ટિકનો દરવાજો તોડી અંદર જવાનું વિચાર્યું. વળી થયું તેની પાસે ફક્ત મોબાઇલ જ હોય એવું થોડું હતું _ રિવૉલ્વર પણ હોય શકે, એવી તમારી વાત મારા ધ્યાનમાં હતી. મારે અને યાદવે ઝાઝી મહેનત ન કરવી પડી. એક જ પ્રયત્નમાં દરવાજો તોડી નાંખી અમે ઓપરેશન પૂરું કર્યું સર!” સોની લગભગ એકી શ્વાસે બોલી ગયો.

મને ફક્ત મહેન્દ્રપાલ સંભળાતું હતું.

“વેલ ડન સોની!”

“થૅંક્યું સર! પણ સર! એક વાત મને ના સમજાઇ! મેં મહેન્દ્રપાલ સિંગ મોબાઇલ પર ચેક કર્યું તો સાચે જ નંબર તો પ્રશાંત જાદવનો જ ડાયલ થયેલો હતો! તમે ‘પેક અપ’ નો હુકમ કેવી રીતે આપી દીધો? સામે કોણ હતું સર? ”

‘કારણકે સામે પ્રશાંત જાદવની ભૂમિકામાં હું જ તો હતો?! બધી વાત મેં રેકોર્ડ કરી લીધી છે, પ્રશાંત જાદવ ના મોબાઇલના સૉફ્ટવેરની મદદથી, તેના જ મોબાઇલમાં” માથુરે તેની ઉત્સુકતા શાંત કરી.

“મહેન્દ્રપાલ સિંગે કોઈ પ્રતિકાર કરેલો?” માથુરે સોનીને વળતો પ્રશ્ન કર્યો.

“ના સર! અમે જોયું કે બાથરૂમનો દરવાજો પ્લાસ્ટિકનો છે અને તેના સડેલા મિજાગરાં તોડવા માટે યાદવનું એકલાનું જોર પૂરતું હતું. અમે મહેન્દ્રપાલ સિંગને પૂરો ચોંકાવી દીધો. તેને કશું સમજાયું જ નહીં કે શું થયું. તેથી પ્રતિકાર કરવાની સ્થિતિમાં જ નહોતો.”

“સરસ! હવે સાંભળ, તેની પાસે હજી એક વસ્તુ હશે. તે પાછી મેળવવા આપણે તાત્કાલિક મહેનત કરવી પડશે, કદાચ આ મોબાઇલની જેમ  ત્યાં જ આસપાસમાં ક્યાંક સંતાડેલી હશે. તું મહેન્દ્રપાલ સિંગને ત્યાંથી લઈને નીકળે તે પહેલાં, જરા યાદવ સાથે મળી તેને સમજાવી જો. સમજાવટથી કામ ના થાય, તો સમય બગાડ્યા વિના હાથ સાફ કરી લેજો. આમ, પણ યાદવે કેટલા સમયથી ઝાપટ-ઝૂપટ કરી નથી એટલે અકળાતો હશે..”

“હજી શું સંતાડેલું હશે સર? તમે તો અત્યાર સુધી મારી સામે એક મોબાઇલની જ વાત કરી રહ્યા હતા!”

“ઉચ્ચ ક્વૉલિટીની એક રિવૉલ્વર! કદાચ ડબલ ઍક્શન હશે! સાથે સાયલૅન્સર અને વૅરિયેબલ પાવર સ્કૉપ પણ હોવા જોઈએ! જલદી કર સોની, આપણી પાસે સમય ઓછો છે!”

“ઓ.કે સર!”

“બીજું, ત્યારબાદ આ આખી ટોળીને આપણે હવે કચેરીએ લઈ જઈએ. અહીં ‘રઘુપતિભવન’ ઉપર ઘણી મુશ્કેલી થશે. લોક ટોળાને કાબુ રાખવાની મગજમારી વધારેમાં! તું રાઠોડને છૂટો કરી દે જે, એ પવારને લઈને રઘુપતિભવન’ ઉપર પહોંચી ગયો હશે. ખન્નાને ફોન કરીને તેની પાસે તેજપાલ અને દિલાવરસિંગ સૈનીના અપ ડેટ લઈ લેજે. તેઓને પણ ત્યાં જ બોલાવી લેજે. હું પણ ત્યાં જ પહોંચું છું. હવે કેસ સૉલ્વ થઈ ગયો છે. ઓ.કે?”

“જી સર! કહી સોની સંમતિ દર્શાવી.

પછી માથુરે સોની સાથે ચર્ચા કરી મોરેને બૂમ પાડી અને કૉન્સ્ટેબલને અજય ચેવલીને મોકલવા જણાવ્યું.

એક કૉન્સ્ટેબલ અજય ચેવલીનો  હાથ પકડી લઈ આવ્યો એટલે માથુરે કૉન્સ્ટેબલને કહ્યું, “તેનો હાથ છોડી દે એ ભાગી ક્યાંય જવાનો નથી…”

પછી તેણે પ્રશાંત જાદવની લાશ બતાવી તેને તે ઓળખી બતાવવા કહ્યું પૂછ્યું, ” ચેવલી! જો તે આ લાશ પ્રશાંત જાદવની જ છે ને?”

અજય ચેવલીએ  લાશ જોઈ હકારમાં માથું હલાવતાં કહ્યું ,”  , ” હા સાહેબ! આ મારા શેઠ પ્રશાંત જાદવ જ છે”

“તેં કેવી રીતે ઓળખી? કોઈ નિશાની ખબર છે?”

“જી સાહેબ! તેમના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી છે. એ આંગળી મારી આંખ સામે દિનેશ બાવાના બંગલે અમે બંને કોઈક કામ માટે ગયા હતા ત્યારે કપાઈ ગયેલી.”

“કેવી રીતે?”

“સર! પ્રશાંત સર પોતાનો હાથ મુખ્ય દરવાજાની બારસાખ પર ટેકવી ઊભા રહ્યા હતા. અને અચાનક જોરદાર પવન ફૂંકાયો અને દરવાજો અફળાયો અને પ્રશાંત સર કશું સમજે પહેલાં તો બારસાખના ખાંચા અને દરવાજાની વચ્ચે તેમની આંગળી આવી ગયેલી તેમની ટચલી આંગળી કપાઈને નીચે મારા પગ પાસે પડી ગયેલી. રવિવાર હોવાથી તાત્કાલિક સારવાર માટે ડૉક્ટર ના મળ્યા. જે મળ્યા તેણે કાચું કાપ્યું. આમ, પ્રાથમિક સારવાર દરમિયાન ટાંકા મારી, લોકલ ડૉક્ટરે કેસ ચૂંથી નાંખ્યો હોય; અમે પ્લાસ્ટિક સર્જન પાસે લઈ ગયા હોવા છતાં કામ પાર ન પડયું. અને તેમની આંગળી ફરી જોડી શકાય નહીં અને_”

“સારું, સારું તું ગાડીમાં બેસી જા! અને જરાય ચિંતા ન કરતો…તારા શેઠનો ખૂની હવે મારા હાથમાં છે.” માથુરે તેને વચ્ચેથી અટકાવી તેની લાંબી વાતને અટકાવી.

“કોણ?”

“હમણાં તું મારી સાથે ચાલ ત્યાં તને રૂબરૂ કરાવું છું.”

પછી માથુરે મોરે ને  પરત ઓફિસે ગાડી લઈ લેવા કહ્યું.

ગાડીમાં બેઠાને સુરત પોલીસ કમિશનર મહેતા સાહેબનો ફોન આવ્યો.

“માથુર! કયાં છે તું?”

“સર! ઓફિસે પહોંચી રહ્યો છું.”

“તને ખબર પડીને કે પાંડેસરા જી.આઇ.ડી.સી. પાસે પ્રશાંત જાદવની હત્યા થઈ ગઈ છે?”

“હું વાયરલેસ મૅસેજ મળ્યા પછી તરત જ પાંડેસરા નીકળી ગયો હતો. પરત ઑફિસ જવા પાંડેસરાથી નીકળી રહ્યો છું. મેં પ્રાથમિક તપાસ પૂરી કરી લીધી છે. વિજય રાઘવનનો હત્યા કેસ સૉલ્વ થઈ ગયો છે. અને_”

“પણ ત્યાં આ બીજો કેસ – પ્રશાંત જાદવ-નો આવ્યો તેનું શું?” કદાચ મહેતા સાહેબ મિ.શર્મા અને રાજકારણીઓના દબાણમાં સહેજ અકળાયા હોવાનું માથુરને તેમના અવાજ ઉપરથી લાગ્યું.

“સર! તમે જરાય ચિંતા ના કરો. કોઈ પૂછે તો બેફિકર કહી દેજો કે પ્રશાંત જાદવનો હત્યારો પણ હું સાથે જ લઈને આવીશ. તમે આવતી કાલની પ્રેસ-કોન્ફરન્સની તૈયારી કરવા માંડો. હું તમને નિરાશ નહીં કરીશ.”

“માથુર! તું ભૂલ તો નથી કરી રહ્યો ને? શું હું એમ સમજું કે પ્રશાંત જાદવનો હત્યા કેસ પણ સૉલ્વ થઈ ગયો? શું તું પેલાં ગિરધારીની વાત તો નથી કરી રહ્યો ને? મિ.શર્માના અંગત સેવકની? માથુર, મિ.શર્મા હમણાં મારી સાથે જ છે…”

“સર! સારું છે કે મિ.શર્મા તમારી સાથે જ છે. તો પછી એક કામ કેમ નથી કરતા સર? તમારો આજનો કોઈ વ્યસ્ત કાર્યક્રમ ના હોય તો આવો મારી ઑફિસે! મિ.શર્માને પણ સાથે જ લઈ લેજો. થોડી નૌટંકી તેઓ પણ છો જોતાં! આમ પણ મારે તેમની જરૂર છે જ… શું કરશો? આવો છો ને ? કે પછી તમારી ઑફિસે હું જ આ મહાજન મંડલ લઈ આવું?”

“ના, હું એકાદ કલાકમાં મિ.શર્મા સાથે જ તારી ઓફિસે આવું છું. ઓ.કે?

“થૅંક્યું સર!”

મોરે જીપને સુરત ક્રાઇમ બ્રાન્ચના સિટીલાઇટ રોડ પરની ઑફીસ જવા માટે ઉપાડે છે ત્યારે અચાનક માથુરે તેને કહ્યું,” મોરે! મારે લગભગ  વીસ-પચ્ચીસ મિનિટનું મજુરા ગેઇટ ઈન્કમટૅક્સ કચેરીએ કામ છે. ત્યાં પહેલાં લઈ લે. પછી આપણે ઑફિસે જઈશું,”

“જી”

ને પછી માથુરે આસિસ્ટંટ ડાયરેક્ટર ઓફ ઈન્કમટૅક્સ ચેતન દેસાઈને મોબાઇલ જોડ્યો.

“હેલો દેસાઈ સાહેબ! માથુર બોલું છું. તમે મને આજે સંપર્ક કરવા જણાવેલ. શું મેં તમારી પાસે કેટલીક ખાનગી માહિતી માંગેલી. ને એના અનુસંધાનમાં તમે ઉપરથી મંજૂરી મળ્યા બાદ, એ માહિતી આપવા માટે જણાવેલું. શું મંજૂરી આવી ગઈ? જો એમ હોય તો હું હમણાં આવી જાઉં, કારણકે એક બીજી હત્યા પણ થઈ છે અને તમારી આટલી મદદ મને સજ્જડ પુરાવા સાથે આ ડબલ મર્ડર હત્યા કેસ કોર્ટમાં રજૂ કરવામાં બળ પૂરું પાડશે. શું કરું? આવી જાઉં?” માથુર કદાચ વધારે ઉત્તેજિત જણાતો હતો.

“યસ! મિ.માથુર! ખાસ કેસમાં ઉપરથી મંજૂરી મળી છે. આપણે રૂબરૂ વાત કરી લઇએ. ”

“થૅંક્યું દેસાઈ સાહેબ!”

અને અડધો કલાક બાદ માથુર જ્યારે આવકવેરા ખાતાની ઑફિસેથી નીચે આવ્યો ત્યારે મોરે એ જોયું કે આ વખતે સાહેબના ચહેરા પર અજબનો ઉત્સાહ હતો અને ચાલમાં એક પ્રકારની નચિંતતા…

“મોરે આવતી કાલની તૈયારી રાખજે. હવે આપણે બંને કાલે સાપુતારા જઈશું”

જવાબ આપવાને બદલે, હકારમાં ડોકું ઘુણાવતા મોરેથી, જીપનો ચાલુ કરતાં અનાયાસ જ “હઉ” એમ બોલી પડાયું.

અને માથુર ખડખડાટ હસી પડ્યો.

—-*—–

( ક્રમશઃ ) 

મારા પ્રિય વાચક મિત્રો!

અંત તરફ આગળ વધી રહેલી આ રહસ્યકથાનો હવે પછીનો હપ્તો _પ્રકરણ – ૨૨  તા.૧૫/૦૩/૨૦૦૯ના રોજ પ્રકાશિત થશે.

66 ટિપ્પણીઓ
 1. Brinda permalink

  have suspense vadhu na rakhsho… eager to know the end!

  congratulations! you’ve narrated the story so well!

  Brinda

 2. Meena Patel permalink

  જલ્દીથી વાર્તા નો અંત લાવી દો. ખુબ જ ઇંતેજારી છે, અંત જાણવાની. વાર્તા ખુબ જ સરસ રીતે આગળ વધી રહી છે. અભિનંદન.

 3. Ketna permalink

  Why the next chapters are password protected. Where to sign up for the login? Please advise. There is no link where I can sign up to read ahead.
  Thank you,

 4. Mevada lakhan permalink

  Good

 5. લેખક મહોદય,
  ખબર નહીં કેમ પણ મેં કરેલી કંમેન્ટસ દેખાતી નથી…
  3જી વાર ની આ કોમેન્ટ ફરી મુકું છું.

  આપની રહસ્યકથા મને ખુબ જ પસંદ આવી, ઐતિહાસિક નવલકથાઓ વાંચવા નો હું શોખીન છું, છતાં આપની આ રસપ્રદ કથા વાંચી ઘણો આનંદ થયો… વાચક ને જકડી રાખવાનું કૌશલ્ય આપની કલમ માં ભરચક ભર્યું છે…
  આવી જ રીતે સાહિત્ય ની સેવા અને સર્જન કરતા રહો એવી આશા સહ : દિવ્યરાજસિંહ સરવૈયા ના જય માતાજી…

  પ્રકરણ 22 મુ વાંચવાની તીવ્ર ઉત્કંઠા છે… 3 દિવસ થી પાસવર્ડ ની રાહ જોઉં છું…
  કૃપયા ધ્યાન માં લેશો…

 6. haresh thaker permalink

  very nice story. pl. send me password. thanks

 7. Dipti Chauhan permalink

  sir, very nice story, pls send me the password.
  Thanks & Regards,

 8. Rajesh permalink

  hello,
  i have read all chapters till 21. follow the instruciton but no passward received in mail. How to proceed further? please let me know. Also put comments of novel earlier but cant read here.
  please advise

  • Dear friend, thaks for your feedback.unfortunately I have received failure notice while answering.tried two times.here is that details.pl.provide your working mail ID.

   Delivery to the following recipient failed permanently:

   rsudhishah@hotmail.com

   Technical details of permanent failure:
   Google tried to deliver your message, but it was rejected by the server for the recipient domain hotmail.com by mx2.hotmail.com. [207.46.8.167].

 9. apexa patel permalink

  hello,
  can you give me password

 10. Nice One. Yaaaa…

  I like It this Story.

 11. hardik permalink

  very nice story.
  send me password..

 12. Ishita Bhatt permalink

  Hello Sir, really nice story, I need password for next chapters..

  Thanks..

 13. Its very good story sir plz send me password for cont. reading…

 14. jagdish patel permalink

  very nice story sir….
  pls send password
  i cant wait…

 15. Mahesh permalink

  saras story chhe pan chapter 22nd open nathi thatu………they asking for password that on e I dont have it
  so how that chapter we can read please let me know thanks……….

 16. Dear Kamlesh Sir,
  Many many thanks for your prompt response.
  I can’r elaborate how the last night i have survived, i was eagerly refreshing my mail account to check whether i have received the password or not.
  I am a big lover of Gujarati Sahitya.
  Thanks a lot Sir ! !

 17. Bhadresh Thaker permalink

  Dear Sir,
  Please send the password for rest of Chapter 22,23,24,25

 18. jinali zaveri permalink

  great Story… please send me the password for next chapter

 19. Hiren Fefar permalink

  dear sir plz send password 22,23,24 & 25 part

 20. Jignesh Mistry permalink

  please send the password for the chapter 22 to 25

 21. very nice story. please send the password for chapter 22 to 25

 22. Paras shah permalink

  Very nice excellent
  Please give me a password

 23. ashmi permalink

  Excellent
  Please give me a password

 24. Siddhant Khokhar permalink

  Sir, Aapni Story etli interesting and suspense vali 6e ke i can’t wait for next chapter. Please send me the password.

  • પ્રિય મિત્ર, પ્રોત્સાહક પ્રતિભાવ આપવા બદલ ખૂબ આભાર.આપશ્રીને તમારું ઇનબોક્ષ જોવા વિનંતી.

 25. Vanrajsinh Chavda permalink

  Aapni Novel Khub Pasand Avi Pan Aagal Na Part Kem Nathi

 26. Deepak Patel permalink

  Please Password appo

 27. DHRUVEEL doshi permalink

  Hello Sir, really nice story, I need password for next chapters..
  Thanks..

 28. Jigna permalink

  Very nice story sir.Plz send me password

 29. Thanks dipenbhai. Please Check your inbox .

 30. vasvi permalink

  Can I have password please?

 31. Rohan Patel permalink

  Sir,
  very nice story and beautifully narrated.
  But further reading needs password.
  so please give me the password.
  Thanks & Regards,

 32. Rohan Patel permalink

  sir, very nice story, pls send me
  the password.
  Thanks & Regards,

 33. Chirag Shah - USA permalink

  nice story, please provide me the password
  chirag-USA

 34. SOLIYA RAVI permalink

  very nice story.
  send me password..

 35. NISHA permalink

  very nice story mr kamlesh patel. plz send me password for next chapters.

 36. I like your novel very much. Let me have password to complete up to the end. Thank you.

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: