કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૧૬ કૉલ ડિટેઇલ્સ

01/02/2009

પ્રકરણ  – ૧૬  કૉલ ડિટેઇલ્સ

_________________________________________________________________________

વહી ગયેલી વાર્તા:    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૫ માં વાંચ્યું …

ને પછી  આગળ….

__________________________________________________________________________________________________________રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર/

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

______________________________________________________________________________________________________________

પ્રકરણ  – ૧૬ કૉલ ડિટેઇલ્સ

સર્વેલાન્સમાં મૂકેલાં અન્ય નંબરની હનીફ પાસે વિકાસ પ્રધાન સાથોસાથ, વિજય રાઘવનના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ નજર નાંખી રહેલાં માથુરની આંખમાં અચાનક ચમક આવી! ભલે ઘટના સ્થળેથી વિજયનો મોબાઇલ ફોન ન મળ્યો હોય; પણ તેના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ જે હાથ વગી હતી તેમાં કેટલીક હકીકત આશ્ચર્યકારક હતી! અને રહી રહીને તેનું ધ્યાન તેમાં જતું હતું, એ હતા વિજયે રિસીવ કરેલા ત્રણ કોલ !

માથુરે કૉલ ડિટેઇલ્સ‍ જોયું કે વિજયની  હત્યાની રાતે ૧-૩૦ વાગ્યા થી ૨-૦૭ વચ્ચે, વિજયના મોબાઇલ પર ત્રણ નંબર પરથી કોલ આવેલા હતા! અને ત્યાર બાદ એક પણ કોલ આવ્યો નહોતો! અને આવેલા ત્રણેય કોલ વિજયે રિસીવ પણ કરેલાં! ૧-૩૦ અને ૨-૦૭ વચ્ચે જે ને કૉલ આવેલા એ નંબર લિસ્ટમાં કેટલાક જાણીતા નંબરની સાથે સૌથી છેલ્લો કોલ ૨-૦૭નો હતો, પણ એ નંબર સર્વેલાન્સમાં નહોતો!

પવારની પૂછપરછ દરમિયાનના તેનાં શબ્દો યાદ આવ્યા….કે વિજયે તેને રાત્રે એક વાગ્યા પછી સુંદરની લારી પરથી ચા લઇ આવવા માટે કહેલું .

માથુરે પેન્સિલથી રાઉન્ડ કરી એ નંબર બતાવી વિકાસ અને હનીફને આપતાં કહ્યું ,” આ નંબર આ તમામ કૉલ ડિટેઇલ્સ કોના કોના નંબરમાં મળે છે તે જુઓ! અને હા, જો વિજયનો ફોન બીજા કોઇ નંબર હેઠળ હજી વપરાશ છે કે કેમ? તે શક્ય હોય તો આ ‘આઇ.એમ.ઈ.આઇ’ નંબર- ૩૫૬૨૯૪૦૧૦૬_ _ _૪૬૭- નંબરને આધારે તપાસ કર.” કહી માથુરે  ગજવામાંથી કાપલી કાઢી, “સાથોસાથ આ નંબરને પર અગાઉ કોઇ પર, કદાચ વિજયે તેના મોબાઇલમાં ટ્રૅકિંગ સોફ્ટવેર નાખ્યું હોય, તો તેની પણ તપાસ કરો.”

વીજળીની ગતિએ ચાલતા માથુરના દિમાગમાં અચાનક એક વિચાર આવ્યો અને તેણે બીજી જ પળે તેનો અમલ કર્યો. લગભગ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ  ઍન્ડ ડેવલેપર્સ’ની ઓફિસને અડીને આવેલા કૉરીડોર સામે છેડે, સોની સાથે પહોંચી ગયેલા મિ.શર્મા, ગિરધારીને અચાનક બૂમ પાડી, “એક મિનિટ મિ.શર્મા !”

કદાચ તેઓએ સાંભળી નહીઁ. તેણે હનીફને તેઓને બોલાવવા જણાવ્યું

“જી, બોલો?” કહેતાં મિ.શર્માએ બહારથી જ પૂછ્યું.

“માફ કરજો, મિ.શર્મા! અંદર આવો, કહું છું.”

“કહો સર?” મિ.શર્મા અંદર દાખલ થતાં જ પૂછ્યું.

“મિ.શર્મા! મને તમારી મદદની જરૂર છે. તમે ગિરધારીને અહીં મારી પાસે મૂકી જાવ, આજના તમારા કામ તમારી  જાતે કરવા પડશે! મને લાગે છે કે ગિરધારી મને ઉપયોગી થશે. તેના વગર તમને કામની તકલીફ પડશે પણ ચલાવી લેજો !” માથુરે કહ્યું.

અને ગિરધારીની સાથે સાથે સોની પણ ચમકી ગયો!

ગિરધારી અને મિ.શર્માની પૂછપરછ બાદ તેને પોતાને તો ખાતરી થઈ ગઇ હતી કે કદાચ ગિરધારી તો નિર્દોષ લાગતો હતો; તો પછી સર શા માટે ફરી ?…

“સારું! મને શું‍ વાંધો હોય સર? પણ જો તમને વાંધો ના હોય તો હું‍ જાણી શકું? કેમ તમે ગિરધારીને રોકી રહ્યા છો? ” મિ.શર્માએ કહ્યું.

“મિ.શર્મા! હું તમારા આ અંગત નોકર ગિરધારીની, વિજયની હત્યા માટે શકમંદ તરીકે, વધુ પૂછપરછ માટે રોકી રહ્યો છું ” માથુરે હાજર રહેલાં સૌને ચોંકાવી દીધા. ગિરધારી બાપડો તો ધ્રુજવા જ માંડ્યો.

અત્યાર સુધી શાંત જણાતા મિ.શર્માના ચહેરા પરનો ગુસ્સો કોઇપણ કળી શકે એમ હતું, ” સર! તો પછી એ પણ કહો કે ક્યા પુરાવાને આધારે ?”

“મિ.શર્મા! વખત આવ્યે તમને કહીશ, હમણાં નહીં.!” માથુરે મિ.શર્માની પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું.

‘તે મારે તમને હમણાં ન જણાવી શકીશ!”

“મને લાગે કે તમે ભૂલ કરી રહ્યા છો મિ.માથુર! તમારે તે મને જણાવવું જોઇએ, હું અબ ઘડી મહેતા સાહેબને ફોન કરી જાણ કરું છું’ મિ.શર્માનો અકળાટ વધ્યો.

“મિ.શર્મા! તમારે જણાવું હોય તો વાંધો નથી પણ મારી પાસે પૂરતા પુરાવા છે… આ કૉલ ડિટેઇલ્સ મારા હાથમાં છે. જેમાં ગિરધારીના ગુના અંગેના પ્રથમદર્શી પુરાવા છે” માથુરે ત્યાં પડેલી કૉલ ડિટેઇલ્સ બતાવી કહ્યું.

હાજર રહેલાં બધાં બાધા બની માથુરની વાત સાંભળી રહ્યા હતા.

ત્યારે મિ.શર્માએ તેમની આદત મુજબ બબડવાનું શરૂ કરી દીધું, ” મે‍ સાંભળેલું કે પોલીસ નિર્દોષ લોકોને રંજાડે છે અને ખોટા ગુનામાં સડોવે છે આજે મેં જોઈ પણ લીધું ! આ તમે ઠીક નથી કરી રહ્યા સર ! હું તો જાઉં ને ?” કહી માથુરના જવાબની હા- ના ની પરવા કર્યા વિનાં, ગિરધારી તરફ ફરી બોલ્યા, “ગિરધારી ચિંતા ના કરતો! હું હમણાં કંઇક કરું છું !” પછી ઇન્સપેક્ટરે સોની તરફ નજર નાંખી કહ્યું ,”તમારે શું તપાસ કરવાની છે મિ. સોની? પવાર માટે ને? ચાલો, તે પણ બતાવી દઉં! પવાર બિચારો કોઈના કામ માટે પણ નીકળ્યો હશે તો પણ તમે  એને_  એને જ શું!  તમે લોકો તો મને પણ ફસાવી દેશો!…” કહી તેણે બબડતા, પગ પછાડતા ત્યાંથી ચાલવા માંડ્યું અને ચાલતાં ચાલતાં પોતાનો મોબાઇલ ફોન કાઢી કોઈકને નંબર લગાડવા માંડ્યો.

સોની પણ ગડમથલમાં તો હતો જ પણ ગિરધારીના દેખતા માથુર સરને પૂછે પણ કેવી રીતે? …

એટલે તેણે ચૂપચાપ મિ.શર્મા સાથે જવા પગ ઉપાડ્યા. એટલે માથુરે તેને કહ્યું , “સોની, ‘ત્રિવેણી’ પર જાય છે તો સાથે સાથે મિ.શર્માના પેલાં ડાઈંગ સુપરવાઇઝર ભત્રીજા હિતેશની ખબર કાઢતો આવજે ! હું હવે કોઇ પણ ચાન્સ લેવા માંગતો નથી.! ત્યાં સુધીમાં હું જરા ગિરધારી સાથે એક બે વાત કરી લઉં ” કહી તેણે સોનીને જવાનો ઇશારો કર્યો માથુર પોતાની જગ્યા પરથી ઊભો થઇ ગયો; અને આ બધું સાંભળી હચમચી ગયેલો, ખૂણામાં ઊભા રડી રહેલા ગિરધારી પાસે પહોંચ્યો.

તેને ખભે હાથ મૂકી કહ્યું,” શું કામ રડે છે? મેં તને એમ થોડું કહ્યું કે તું ખૂની છે?”

ગૂંચવાયેલા ગિરધારીએ નકારમાં માથું હલાવ્યું.

“તો પછી શા માટે રડે છે? હું કહું છું તેમ તું કરશે તો તને વાંધો નહીં આવે! જો સાંભળ….” કહી તેને ખભે હાથ મૂકી માથુરે અંદરના રૂમમાં લઈ ગયા, અને તેને ધીમે અવાજે ક્યાંય સુધી કશું કહેતાં રહ્યાં…

આશ્ચર્યથી આ બધું જોઇ રહેલાં હનીફ અને વિકાસ પ્રધાને જોયું કે અંદરના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે ગિરધારી જે જોરથી ડૂસકાં ભરતો હતો તે હવે ધીમા પડી ગયા હતા! બંને વિચારી રહ્યા હતા કે માથુર સરે તેના કાનમાં શું કહ્યું ?!

એટલામાં તો મહેન્દ્રપાલ સિંગ ઉપર આવી પહોંચ્યો.

“સર ! તમે મને બોલાવ્યો?”

“હા! મહેન્દ્રપાલ મારે તને કેટલીક અગત્યની વાત પૂછવા છે?

“બોલો સર!”

“તું કેટલા વખતથી ‘સિંગ સિક્યુરિટી સર્વિસ’માં  કામ કરે છે?

“ત્રણ વર્ષથી”

“છેલ્લે કઈ રેજિમેન્ટમાં હતો?”

‘રાજપૂતાના રેજિમેન્ટ સર!

“ક્યારે નિવૃત્ત થયો?”

“૨૦૦૫માં સર!”

“અહીં તું ક્યાં રહે છે? ઘર પોતાનું છે?”

”બમરોલી  ‘પ્રિયંકા ટાઉનશીપ’માં પાસે, ૧૦ બાય ૧૦ની ભાડાની ખોલી છે સર?”

“તારી સાથે કોણ કોણ રહે છે?”

“મારા અપંગ પિતા, મારી ઘરવાળી અને ત્રણ છોકરીઓ. એમ તો ચાર છોકરી છે પણ મોટીને પરણાવી દીધી છે.”

“મને ખબર છે, યાર પાલ!  દીકરીને સાસરે વળાવવી, એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ ! પરણાવ્યા પછી સાસરી પક્ષને પરંપરાથી ચાલતાં નિયમ મુજબ રાજી રાખવાનું કામ ભારે છે.

“જી સર! તમારી વાત સાચી છે. મુશ્કેલી તો ખૂબ રહે છે. પણ ભગવાનની મહેરબાની છે… બીજી દીકરી પણ ૨૦૦૦/- હજાર રૂપિયા કમાઇ લાવે છે તેથી દાળ-રોટલી મળી રહે છે…પણ સાચું કહું તો સાહેબ તકલીફ તો રહે છે.

“તને અહીં નોકરી પર કોણે રખાવેલો? મતલબ કે કોના હસ્તક તને “એસ.એસ.એસ”માં નોકરી મળેલી?”

“સર! મારી રેજિમેન્ટનો દોસ્ત તેજપાલ અહીં એસ.એસ.એસ લાંબો સમયથી નોકરી કરે છે. તેણે  “એસ.એસ.એસ”ના માલિક દિલાવર સિંગ વાત કરી મને અહીં નોકરી અપાવવી છે.

“નિવૃત્તિ પછી તરત શું કર્યું?”

“સર! દેશમાં નોકરી શોધી! જોઈએ એવી મળી નહીં અને સુરત જેવી નોકરીની મજા બીજે ક્યાં છે? તેથી હું અહીં આવી ગયો.”

“પવાર સાથે તને કેટલું બને અને કેટલા સમયથી ઓળખે?”

“અહીં‍ ‘રઘુપતિભવન’ પર નોકરીએ આવ્યો ત્યાર પછી, સર!”

“ખન્ના સાહેબને તું નીચે મળ્યો ને? ”

હકારમાં મહેન્દ્રપાલ સિંગે માથું હલાવ્યું.

“ખન્ના સાહેબે મને થોડીવાર પહેલાં કહ્યું કે તારા બોસ દિલાવર સિંગ બહુ કડક સ્વભાવના છે??”

“હા! કડક ખરા, શું કરીએ સર અમારું કામ જ એવું છે કે કડપ રાખવી પડે!… મેં તો સાંભળ્યું છે કે કોઈ ગુનામાં પણ સંડોવાયેલા છે…કદાચ તેમની ઘરમાલિકના ખૂનનો ગુ્નામાં તેઓ આરોપી તરીકે હતાં, પણ નિર્દોષ છૂટી ગયેલા! તેમના તીખા સ્વભાવને કારણે પંજાબના ભટી‍ડાના એક પી.એસ.આઇ. સાથે તેઓ જાહેરમાં બાખડી પડેલા! ખોટું થતું હોય તો તેમનાથી સહન થતું નથી અને તે છેવટે તેમની સામેના ગુનામાં નોંધાઈ જાય છે. એટલે તો તેમણે પોતાનું વતન છોડી આ સ્થળ પસંદ કર્યું. પણ સર, તમે આ વાત તેમને ના કહેશો_ નહીં તો મારી નોકરી જતી રહેશે!  “મહેન્દ્રપાલ સિંગે કહ્યું.

“તું ચિંતા ના કર પાલ! તેને આ વાત નહીં કહીશ ! પણ એક વાત ચોક્કસ કહીશ કે તું ગુજરાતી સરસ બોલે છે, આટલું સરસ ગુજરાતી, કોઇ હિન્દી ભાષી વ્યક્તિ બોલતી હોય એટલે સારું લાગે છે !”

કશું ન સમજી શકેલો મહેન્દ્રપાલ સિંગ, માથુર સામે, શું કહેવું એ ભાવથી ઘડીક જોઈ રહ્યો…

ત્યારે પોતાના દોડતા દિમાગમાં, હવે પછીની વ્યૂહરચના અને પ્રશ્ન ગોઠવવામાં પરોવાયેલો માથુર પણ તેની તરફ સ્થિર નજર જોઇ રહ્યો હતો…

 

—-*—–

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૮/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૬ પ્રકાશિત થશે.)

One Comment
  1. milan permalink

    IMEI Number have always 16 digit and not 15 digit. u have no need to mention IMEI number there.

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: