કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૧૫ બે જણ ગુમ !

25/01/2009

પ્રકરણ  – ૧૫   બે જણ ગુમ !  

——————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તા   સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? અને પછી શું થયું તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૪ માં વાંચ્યું …

ને પછી  આગળ….

———————————————————————————————————————————-

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  / રહસ્યકથા – “ઈન્ફોર્મર” /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

——————————————————————————————————————————–

પ્રકરણ  – ૧૫   બે જણ ગુમ !  

 

“સર! રસેશ ગોધાણીને સાપુતારા પહોંચે તે પહેલાં અટકાવવા માટે વાયરલેસ પર મેસેજ મૂકી દીધો છે…તમે કહ્યું તે પ્રમાણે ખન્ના અને હું સતત પ્રશાંત જાદવનો મોબાઇલ પર અને તેના ઘરના લૅન્ડલાઇન સંપર્ક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ; પણ સંપર્ક  થતો નથી, માત્ર રીંગ જાય છે… તે ઉઠાવ તો નથી!” સોનીએ માથુરને કહ્યું.

“તું એક કામ કર વિકાસ પ્રધાન ‘હચ’  અને ‘ઍર ટેલ’માંથી કૉલ ડિટેઇલ્સ લઈને આવતો હશે; તેને કહી દે કે તે પ્રશાંત ગોધાણીને ઘરે જતો આવે, અને જો તે હાજર હોય તો તેને સાથે જ અહીં  લઈ આવે…સામે ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના  ફ્લૅટ નં – એ/૪ માંથી મિ.શર્મા, વૉચમેન  ગિરધારી અને સિક્યુરિટી ગાર્ડ પવારને અહીં, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઓફિસમાં પૂછપરછ માટે કોન્સ્ટેબલને મોકલી બોલાવી લે… મહેન્દ્રપાલ સિંગને તો મેં ખન્ના સાથે નીચે ગૂંચવેલો રાખ્યો છે…તેને પણ ઉપર બોલાવી લે_” માથુરના અવાજમાં ગરમાહટ આવવા માંડી હતી.

‘રઘુપતિભવન’ એપાર્ટમેન્ટના નવમા માળે, પ્રશાંત જાદવની ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઓફિસને જ; માથુરે પોતાની હંગામી ઓફિસ બનાવી દીધી.

“સર! પવાર ક્યાંક બહાર ગયો છે, તે એના પેલા પંચખૂણિયા ફ્લૅટમાં નથી !!” થોડીવારમાં એક કોન્સ્ટેબલે આવીને સમાચાર આપ્યા.

સાંભળી માથુરના ભવાં ખેંચાયા!

ત્યાં તો _

થોડીવારમાં તો મિ.શર્મા અને ગિરધારી કૉરીડોરમાં દેખાયા.

“બોલો..માથુર સાહેબ! કેમ યાદ કરવો પડ્યો? મહેતા સાહેબ જોડે હજી હમણાં જ વાત થઇ…મેં તેમને કહ્યું પણ ખરું કે તમારો આભાર માનું એટલો ઓછો સાહેબ! તમે તો ગજબના કમિટેડ એવા નિષ્ઠાવાન ઓફિસરને આ કેસ સૉલ્વ કરવા માટે મૂક્યા છે; મને લાગે છે કે તેઓ વિજય રાઘવન મર્ડર કેસ ઝટ સૉલ્વ કરી લેશે અને _” આવું કશું બોલતાં બોલતાં મિ.શર્મા અંદર આવ્યા. તેની પાછળ પાછળ ગિરધારી પણ હતો.

“ઓ કે…ઓ કે…મિ.શર્મા! તમે પવારને ક્યાંક બહાર મોકલ્યો છે કે શું?” કહી તેમની વાત વચ્ચેથી કાપી માથુરે તેને ચોંકાવી દીધો.

કંઇ પણ સમજી ના શકેલા મિ.શર્માએ નકારમાં માથું હલાવ્યું _ “કેમ શું વાત છે માથુરે સાહેબ?”

“પવારના જીવ પર જોખમ છે શર્મા સાહેબ!” કહી માથુરે તેને ફરી ચમકારો કરાવ્યો.

“શક્ય છે કે અમારાં એપાર્ટમેન્ટના કોઇક રહીશે તેને બહાર મોકલ્યો હોય…તને ખબર છે ગિરધારી?” મિ.શર્માએ તેની સાથે આવેલાં ગિરધારીને પૂછ્યું.

માથુરની વાત સાંભળી અવાક થઇ ગયેલો ગિરધારી, ઘડીક માથુર સામે તો ઘડીક મિ.શર્મા જોતો, “ના..ના.. મને નથી ખબર?” એમ બોલી ઊઠ્યો.

“તમે લોકો, એટલે કે તું અને પવાર એકબીજાને કહીને બહાર નથી જતાં?” ગિરધારીનો પહેલીવાર સામનો માથુર સામે થઇ રહ્યો હતો.

“હા! અમે બંને એકબીજાને જાણ કરી ને જ જઈએ છીએ, પણ કદાચ તેણે ઉતાવળમાં મને કહેવાનું‍ માંડવાળ કર્યું હશે, ક્યાંક નજીકમાં ગયો હશે તો હમણાં આવશે સાહેબ!” ગિરધારીએ કહ્યું.

“હા! કોઇક કદાચ કામ સોંપ્યું હશે તો તે આમતેમ ગયો હશે!” મિ.શર્માએ કહ્યું.

“મારો સ્ટાફ અહીં બહાર બધી ગલીઓ પર તો ધ્યાન રાખી રહ્યો છે, તો પછી શક્ય છે કે તે ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પાસે આવેલી સાંકડી ગલીમાંથી જ ક્યાંક બહાર ગયો હશે! જ્યાંથી ગિરધારી… તું રાત્રે આવેલો!!” કહી માથુરે તીક્ષ્ણ નજરે ગિરધારીને જોઇ રહ્યો.

મિ.શર્મા પણ ચમકીને ગિરધારીને જોઈ રહ્યા! અને ગિરધારી માથુરને_

“હું સાહેબ?… ” બાઘા બની ગયેલો ગિરધારી કશુંક કહેવા જઈ રહ્યો હતો પણ ખંચકાયો.

” હા ! તું જ !  ગઇ કાલે રાત્રે તું  ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની બાજુમાંની, પાછળના ખેતરમાં થઈને, પોસ્ટલ સોસાયટીમાં નીકળતી, સાંકડી ગલીમાં થઇને આવ્યો હતો ને? ક્યાં ગયો હતો ?” માથુરે તેને તતડાવી પૂછ્યું.

“સાહેબ ! હું તો મારા ગામ ગયો હતો! આવતી વખતે રસ્તામાં બસ બગડી એટલે મને મોડું થયું! આ વિસ્તારમાં દસેક દિવસ પહેલાં બે રિક્ષાચાલકને માર મારીને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો; એટલે રાતના સમયે કોઇપણ  રિક્ષાવાળો કતારગામના આ નિર્જન વિસ્તારમાં આવવા તૈયાર થતો નથી. એક પોલીસ દાદાએ મદદ કરી ત્યારે સુરત સ્ટેશનથી માંડ માંડ રિક્ષા મળી; તે પણ પાછળના રસ્તાની ‘શિવાજી સર્કલ’ તરફની! એટલે હું તેમાં બેસી ગયો. પછી ત્યાંથી ચાલતો ચાલતો ‘શિવાજી સર્કલ’ થી પોસ્ટલ સોસાયટીમાં અને ત્યાંથી પાસેના ખેતરમાં થઈ, અહીં અમારા એપાર્ટમેન્ટની બાજુની સાંકડી ગલીમાં થઇને આવ્યો હતો! ”

“સાચું બોલે છે ને ? કેટલાં દિવસ માટે ગામ ગયો હતો?” માથુરે પૂછ્યું.

“સાહેબ! તમે ના માનતા હો તો, મને પેલા પોલીસ દાદાની રૂબરૂ લઈ જાવ; મને તેમણે બસમાંથી ઊતરતા જોયો છે. મેં એમ તો પાંચ દિવસની રજાનું શર્મા સાહેબને કહ્યું હતું! પણ શર્મા સાહેબનો ફોન આવ્યો કે તું જલદી આવ જા. અહીં વિજયભાઇનું ખૂન થયું છે…મને બહુ દોડધામ રહે છે અને કદાચ મને તારી જરૂર પડે પણ ખરી…એટલે હું પહેલી જે બસ મળી તેમાં નીકળી આવ્યો ! તમે મને ફોન કરેલોને સાહેબ?” કહી તેણે મિ.શર્મા તરફ જોયું.

“તારા ગામ તપાસ કરાવું? ગામ જવાનું કહી, આમ તેમ તો ભટકતો નહોતો ને? ક્યું ગામ છે તારું? માથુરે કડકાઇથી તેને પૂછ્યું.

“ના સાહેબ! સાચું કહું‍ છું. હું તો મારે ગામ-ચરી- જ ગયો હતો…”

“મિ.શર્મા! તમે ગિરધારીને ફોન કરેલો?”

“હા! સર! મેં જ ફોન કરેલો! એટલા માટે કે વિજયભાઇનું ખૂન થવાથી, વિવિધ કામ માટે મને વધુ દોડધામ થશે એવો ભય હતો! વળી મારે કાને એક ઉડતીક વાત એવી પહોંચી કે પોલીસને વિજયભાઇનું ખૂન માટે ગિરધારી પર શક છે. તમે પણ મને પૂછતાં જ હતા ને! કે ગિરધારીની વાત મેં તમારાથી કેમ છુપાવી? હકીકતમાં તો હું સાચે જ તેનો ઉલ્લેખ કરવાનું ભૂલી જ ગયેલો. મને પણ મનમાં ગિરધારી પર શક ગયો. મારે પણ ખાતરી કરવી હતી કે તે ગામ જવાનું કહી ક્યાંક બીજે તો નથી ગયો ને? મને તેની સાથે વાત કર્યા પછી, મને લાગ્યું કે તે નિર્દોષ છે! એને કોઇ પણ કારણ બતાવી, તમારી સામે તેને હાજર કરી દઉં; જેથી જરૂરી સ્પષ્ટતા થઇ જાય! હું આજે સવારે તમને એની મુલાકાત કરાવવાનો જ હતો કે તમારું તેડું આવ્યું. તેથી એક તો મારો ગભરું સ્વભાવ અને બીજું એક જાગ્રત નાગરિકની ફરજ સમજી, મેં ગિરધારીને તાત્કાલિક બોલાવી લીધો!” મિ.શર્મા સહેજ ધ્રુજતા અવાજે વિગતે સ્પષ્ટતા કરતાં કહ્યું.

“મિ.શર્મા! ખોટું ના લગાડશો! પણ શક તો મને તમારી પર પણ છે!…તમને વાંધો ન હોય તો, શું હું જાણી શકું કે એવા તે કેવા ‘વિવિધ કામ’ હતાં કે તેને પૂરા કરવા માટે તમારે અડધી રાત્રે દોડધામ કરવી પડે? તે પણ ગાડી લઈને …?” માથુરે સીધો મિ.શર્મા પર હલ્લો કર્યો.

“શું…!?” ક્ષણવાર માટે થડકી ગયેલા મિ.શર્મા સહેજ અચરજથી માથુર સામે જોઈ રહ્યા.

“મિ.શર્મા! મને એ પણ કહો કે તમારી સાથે પાછલી રાત્રે આવેલી વ્યક્તિ કોણ છે? શા માટે તમે પવારને લઈને બહાર ગયા હતાં? તમને બંને મેં મારી આંખે ખોડિયાર માતાનાં મંદિર પાસે જોયા હતાં અને મારા વૉચ સ્ટાફ હનીફે પેલી ત્રીજી વ્યક્તિને; કે જે હાલમાં તમારાં ઘરમાં છે…શું કહેવું છે તમારું આ બાબતમાં? ”

માથુરના આવા અણધાર્યા ધારદાર સવાલોથી આશ્ચર્યમાં સન્ન થઈ ગયેલા મિ.શર્માએ થોડીવાર માટે મૂક બની ગયા! પછી સહેજ હળવા થઇ સ્વસ્થતાથી કહ્યું, ” તમને મદદ કરવાની મારી ફરજ છે સર! અને સાચી હકીકત જાણવા તમારે ગમે તેને કડવો ડોઝ આપવો પડે, એ હું સારી રીતે સમજું છું. ઓ.કે. તમને મારી સાથે રાત્રે આવેલી, એ વ્યક્તિ વિશે જણાવી દઉં …એ હિતેશ છે, મારા કાકાનો દીકરો જે પલસાણા ડાઈંગ મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તે નાઈટ શિફ્ટ કર્યા બાદ ઓવરટાઈમ કરી, મોડી રાત્રે બાઇક પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની બાઇકનું સચીન પાસે એસ.એમ.સી.ના પાણીના ટૅન્કર સાથે એક્સિડૅન્ટ થયું હતું. હાલ તે એકલો જ પાંડેસરા રહે છે અને તેનું કુટુંબ અમદાવાદ. તેના મોબાઇલમાંથી, રિલેટિવ કૅટેગરીમાં મારું જોઈ, કોઇક મને ફોન કર્યો… હું પવારને એટલા માટે સાથે લઇ ગયો હતો કે જો હિતેશની બાઇક કદાચ સારી હાલતમાં હોય, તો મારે તેને શિફ્ટ કરવાની જરૂર પડશે; તો હું પવાર જોડે અહીં લઈ આવીશ. વળી મનમાં ભય પણ હતો કે રાતનો સમય છે; શહેરમાં છેતરપિંડીના બનાવો બનતા રહે છે’ ક્યાંક કોઇ અજાણ્યાનો મને લૂંટવાનો કારસ્તાન પણ હોય શકે !?  અને વળી ત્યારે ગિરધારી પણ આવ્યો નહોતો. સામાન્ય રીતે હું એપાર્ટમેન્ટ અડધી રાત્રે રેઢું મૂકવાના મૂડમાં નહોતો; તેથી ના છૂટકે મારે પવારને જ લઇ જવો પડ્યો. એ એક્સિડૅન્ટમાં હિતેશની ગાડી આખી ખલાસ થઈ ગઇ હતી, તેથી મારે પવારની જરૂર ના પડી. સદનસીબે તે દૂર ફેંકાઇ ગયો અને તેથી તે બચી ગયો. તેનામાં સાધારણ ઇજાઓ થઇ છે. હું તેને ડૉક્ટરને ત્યાં લઇ ગયો અને ત્યાંથી પછી અહીં લઇ આવ્યો. તે ગભરાઈ ગયો હોવાથી, તેને એકલાને પાંડેસરા મૂકવાના બદલે; હું તેને મારા ઘરે લઈ આવ્યો છું. તમે મારે ઘરે આવી તેને પૂછી શકો છો?” મિ.શર્માએ વિગતે ખુલાસો કર્યો.

મિ.શર્માના અવાજમાં આત્મવિશ્વાસની ઝલક જણાતા માથુરે સહેજ હળવા સ્વરે પૂછ્યું , “જરૂર પડ્યે તેને પૂછીશ મિ.શર્મા! પણ તમે મને એ કહો_ કે તમે પછી ઘરે આવ્યા પછી, પવારને પૈસા અને એક કાગળ લઇ ક્યાં મોકલ્યો હતો?”

” ડૉક્ટરે હિતેશ માટે લખેલી દવા લેવા માટે, મેડિકલ સ્ટૉરમાં!” મિ.શર્મા એ ત્વરિત જવાબ આપ્યો.

” ગિરધારી તું પછી આવેલો ? પાછળના રસ્તેથી ! બરાબર?” માથુરે ગિરધારી સામે જોઈ ફરી પૂછ્યું.

“હા સાહેબ ! હું ‘ત્રિવેણી’ પર આવ્યો ત્યારે પવાર તેની જગ્યા પર નહોતો કે નહોતો ઘરમાં! તેથી મને થયું કે કયાંક ગયો હશે. અને હું ત્યાં ગેટ પર બેસી ગયેલો.!” ગિરધારીએ નિર્લેપભાવે કહ્યું.

” મિ.શર્મા! તમે ગઈ રાત્રે રઘુપતિભવનમાં અચાનક કેમ ગયેલા?”

“સર! હું રાત્રે જમીને બહાર ચાલવા જાઉં છું. ગઇ કાલે રાત્રે મેં અનાયાસ જ જોયું  કે ‘રઘુપતિભવન’ની પ્રશાંત જાદવની ઓફિસની લાઈટ ચાલુ હતી. સામાન્ય રીતે આ રીતે આટલી મોડી એ ઓફિસ ચાલુ રહેતી નથી. મને અચરજ થયું. મોડી રાત્રે હું હિતેશને લેવા માટે નીકળ્યો ત્યારે પણ એ લાઇટ સળગતી જોઈ તેથી મેં એક નજર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઓફિસ પર એક નજર મારી લેવાનું મુનાસિબ માન્યું. પણ ત્યાં જઈ જોયું તો ઑફિસના દરવાજે  બહાર તાળું  લટકતું હતું ! મને થયું કે કોઇ લાઈટ બંધ કરવાનું ભૂલી ગયું હશે. એમ એ વાત મેં ગંભીરતાથી ન લીધી.” મિ.શર્મા રદિયો આપ્યો.

માથુર સ્થિર નજરે તેને જોતા મિ.શર્માની વાત સાંભળી રહ્યો.

ત્યાં તો સબ ઇન્સપેક્ટર વિકાસ પ્રધાન ‘હચ’ અને ‘એરટૅલ’ ની કોલ ડિટેઇલ્સ લઇને આવી પહોંચ્યો.

“સર! બંને કંપનીમાંથી કોલ ડિટેઇલ્સ મળી ગઇ છે.”

“સારું! સોની, તું મિ.શર્મા અને ગિરધારી સાથે જા અને પેલા પવારની શોધી લાવ! તપાસ કર કે એપાર્ટમેન્ટના  કોઈક રહીશે જ તેને મોકલ્યો છે કે કેમ? હનીફ અને વિકાસ તમે બંને જણ, આ  કોલ ડિટેઇલ્સની વિગત ચકાસવા માંડો! ખાસ તો ગઈ રાત્રે ૧૨ વાગ્યા પછીના…ઓ.કે? અને હા, ઠીક યાદ આવ્યું, વિકાસ! તું પ્રશાંત જાદવને ઘરે જઈ આવ્યો ને?”

“જી સર! સોરી સર!  હું કહેવાનું ભૂલી ગયો પ્રશાંત જાદવ એના ઘરે પણ નથી ! તેનાં પત્ની અને બાળકો જોડે મારી વાત થઈ. તેઓ કહેતાં હતાં કે છેલ્લે દસેક વાગ્યે તેમનો ફોન આવેલો. ઘરે તેમણે એક અગત્યની ‘બેઠક’ હોવાથી આવીશ નહીં; એવો સંદેશો આપ્યો હતો. મે‍ તેમની પત્નીના મોબાઇલ પરથી પણ પ્રયત્ન કરી જોયો. ઘરની વ્યક્તિઓના ફોન પણ તેઓ નહોતા ઉપાડતાં! વળી તેમના ઘરનો ફોન બગડેલો છે…મેં ત્યાં જ ઊભા રહી, ક્રૉસ ચૅક કરવા માટે એમના ઘરના નંબર પર ફોન કર્યો કદાચ ઍક્સચેન્જમાંથી ફૉલ્ટ હશે, રીંગ પાસ થાય છે પણ તેમના ઘરે સંભળાતી નથી.” વિકાસ પ્રધાને કહ્યું.

“આ તરફ પવાર નથી ! બીજી તરફ પ્રશાંત જાદવ અહીં તેની ઓફિસ પર નથી કે નથી તેને ઘરે!! તો પવાર અને પ્રશાંત જાદવ બંને જાય ક્યાં ?” હનીફ પાસે વિજયના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ માંગી તેની પર નજર નાખતા નાખતા માથુરે મનોમન વિચાર્યું.

—————————————————————————————————————————–

—-*—–

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૧/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૬ પ્રકાશિત થશે.)

12 ટિપ્પણીઓ
 1. કમલેશભાઇ, ” તા.૧૯/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૧૬ પ્રકાશિત થશે” ??? ટાઇપીંગ ભૂલ લાગે છે.

  • પ્રિય મિત્ર રિતેશભાઈ
   તમારો કિંમતી સમય કાઢી તમે પત્ર લખ્યો અને ધ્યાનપૂર્વક મારા બ્લોગમાં રહેલી ભૂલ તરફ મારું ધ્યાન દોર્યુ તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. કાન પકડી ભૂલ સ્વીકારું છું… જરૂરી સુધારો કરી દીધો છે.

 2. તમારી ભૂલ તો સહજ છે, પણ હું આ કથાના લગાવના લીધે મુંઝવણમાં મુકાઇ ગયેલો એટલે આવી કોમેન્ટ કરેલી. હવે સારુ,આ વખતે જલ્દી વાંચવા મળશે…

 3. Brinda permalink

  Kamleshbhai,

  your thriller is picking up momentum, eagerly wait for next episodes!

 4. કમલેશભાઈ, રહસ્યકથા અત્યારે વાંચી નાખી. પ્રતિભાવ લખવા માટે આંખ રજા આપતી નથી માટે કાલે જણાવીશ.
  31-1-09 1-16 AM

 5. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

 6. Congregations Mr. Kamlesh Patel,

  It was fantastic experience to read this thrilling story. Yet to read installment 16 to 25.

  તેને કહી દે કે તે પ્રશાંત ગોધાણીને ઘરે જતો આવે, અને જો તે હાજર હોય તો તેને સાથે જ અહીં લઈ આવે…

  Installment 15 na upar ae sentence ma typing mistake thai hoi evu janai chhe… Prasand Godhani ni place par Prashant Jadhav hovu joi e mara khyal thi.

  • પ્રિય મિત્ર કેતનભાઇ, નમસ્કાર.ખૂબ ખૂબ આભાર. તમે દર્શાવેલ ભૂલ મુજબ હું જરૂરી સુધારો કરી દઇશ. આપશ્રી જેવા જાગ્રત વાચકો જ મારી અસલી મૂડી છે કે જેઓ મારી સર્જક સજ્જતાની ધાર કાઢતા રહે છે. સમય લઈ આપશ્રીએ મારી રહસ્યકથા વાંચી. આપને ગમી તેનો મને આનંદ છે. ઋણ સ્વીકાર સાથે ફરી એકવાર આભાર.

 7. Password aapo ne sir………..

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: