કંટેન્ટ પર જાઓ

એક વાંઝણી ઈચ્છાની વેદના _

07/12/2008

પૂર્વભૂમિકા 

મિત્ર અતુલભાઈ જાનીએ (આગંતુક) આપણા લોકપ્રિય લેખક કાંતિ ભટ્ટનો પત્ર કે જે,”જનેતાનો ગર્ભમાંના બાળકને પત્ર” શીર્ષકથી તેમના બ્લૉગ; “ભજનામૃતવાણી”માં પ્રકટ કર્યો છે. આ પત્રમાં ૨૩ વર્ષની વયે માતા બનવાની હતી એવી એક પ્રોફેસરની પત્નીએ, તેના ગર્ભમાંના બાળકને પત્ર લખ્યો હતો. હા! આપણે પહેલીવાર સાંભળી રહ્યા છીએ કે કોઈ માતાએ, પોતાના ગર્ભમાં રહેલાં બાળકને એક હ્રદયસ્પર્શી પત્ર લખ્યો હોય! જેમાં માતા પોતાના બાળકને બહારના જગતમાં તેના પ્રવેશથી લઈ, જિંદગીના વિવિધ તબક્કે, તેને કેવા પરિબળોનો સામનો, ક્યાં ?અને કેવી રીતે કરવો પડશે? તેની વાત કરી છે. છતાં એ માતા ભૂલતી નથી કે જગતનું એક સનાતન સત્ય વિસરી નથી – જન્મ અને મૃત્યુ. એટલે કે સર્જન! અભિનંદન શ્રી કાંતિ ભટ્ટને તેમના આ સર્જનશીલ પત્ર બદલ અને શ્રી અતુલભાઈને આવી સુંદર રચના બ્લૉગ જગત સાથે શેર કરવા બદલ.

મિત્રશ્રી અતુલભાઈ જાનીના બ્લૉગ પર પ્રસ્તુત શ્રી કાંતિ ભટ્ટની ઉપરોક્ત રચના વાંચવી હોય તો આ અહીં ક્લિક કરો.  જનેતાનો ગર્ભમાંના બાળકને પત્ર

આ પત્ર વાંચતા મને થયું… કે જે માતાને ગર્ભ ના રહેતો હોય તેની વેદના તેની મનોવ્યથા કેવી હશે ?…

કંઈક આવી તો નહીં હોય ને!?_

ને એક કાવ્ય સ્ફુરિત થયું ,  તે અત્રે પસ્તુત છે , “એક વાંઝણી  ઈચ્છાની વેદના _ “

 

એક વાંઝણી  ઈચ્છાની વેદના _ 

 

રોજ

મારાં અસ્પંદ હૃદયનો દરવાજો ખૂલી જાય છે _

મેળે મેળે અચાનક…

 

ને પછી _

ત્યાંથી બહાર નીકળે છે…

પા પા પગલી માંડતો   

એક નાનડિયો…

લઘુવયસ્ક  આકાર !

રૂમઝૂમ રૂમઝૂમ …

રુનક-ઝુનક…

આવે મારી પાસે

જાણે કાનુડો !

 

ને પછી_

જે તરસતી રહી છું સાંભળવાને સદા

બોલે એવું કશુંક કાલું કાલું

 કેમ એ કાલુંઘેલુંય  જરાય  મને  સંભળાતું નથી ?

 

ને પછી ચીંધે છે આંગળી…

થાય છે… ક્યાંક, કશુંક માંગે છે કે શું ?  

કે પછી કદાચ_ કશુંક કહે  છે!?

શું વાત હશે ?…  

મને કશું જ સમજાતું નથી !

ને હું  જોઈ રહું છું તેને અનુરાગથી !

યશોદા સરીખા વાત્સલ્યભાવથી!

 

ને પછી શરૂ થાય છે

વલવલાટ…

કૂદાકૂદ ને દોડમદોડ

ધમાચકડી ને ભાંગફોડ

ને ક્યારેક ધડડડ …અને ક્યાંક ધડડ-ધીબ!!

 

અતૂટ વાત્સલ્ય તેના માટે છતાંય…

ખીજ પણ મારી છે યશોદા સરીખી !

… લાગણીથી તરબતર સ્તો વળી !  

તેથી કોણ જાણે કેમ ?

એમ તો ગળી જાઉં છું ગુસ્સો હંમેશા !

પણ ક્યારેક તો_

થઈ જવાય છે અચાનક !

અકારણ તો નહીં જ હોં કે !_

ધમાલ જો કરે છે તે આટલી શાને ?

 

ને ત્યારે –

તે સન્ન થઈ જાય છે !

ને પછી રિસાઈને

હાંફળોફાંફળો

ચૂપચાપ

પગ પછાડતો

આવ્યો હતો એ જ દરવાજેથી

લગભગ દોડતોક અંદર ભાગી જાય છે…

ને હું રોકું એ પહેલાં તો_

થઈ જાય છે અંદરથી દરવાજો બંધ !

ધડાક કરતોક !!

ને હું સ્તબ્ધ શી !

અવાકી _ માત્ર ક્ષણભરમાં !

….જાણે યુગોથી !

 

બની રહે નિરર્થક પશ્ચાત્તાપથી તરલ આંખની આજીજી…

વ્યર્થ મારી કાકલૂદી ને ફોક મારી મનામણી !

 

રોજ જ

મને થતું કે_

કે આ દરવાજો સદા ….

કેમેય ખુલ્લો રહી જાય તો ­­_

===#===

From → કવિતા

8 ટિપ્પણીઓ
 1. વ્હાલા મિત્ર,

  એક વાંઝણી ઈચ્છાની વેદનાને ખુબ સુંદર શબ્દ દેહ આપ્યો છે. માતૃત્વ એક કળા છે અને તે ધીરે ધીરે વિસ્તૃત થતી થતી જ્યારે આખાયે જગતને આવરી લેશે ત્યારે અહિં દરેક બાળકને અનેક માતાઓ હશે અને દરેક માતાઓને અનેક બાળકો. આ માતૃત્વ વિકસાવવાની દીશા ઈંગીત કરતી શ્રી મીરાભેન ભટ્ટની ‘વહાલી મારી મા’ પુસ્તકની પ્રસ્તાવના આપને જરૂર વાંચવી ગમશે.

  http://bhajanamrutwani.wordpress.com/2008/12/07/matrutva/

  ખુબ ખુબ ધન્યવાદ (તમારા શબ્દોનો સ્પર્શ હ્રદયમાં અનેરી સંવેદના જગાડે છે.)

 2. Suresh Jani permalink

  વાહ ..બાળલીલા અને વાહ.. માનું દીલ ..
  આ બે છે તો માનવ માનવ રહ્યો છે..

 3. કાવ્ય ઘણું હ્રદયસ્પર્શી છે. આપે એક બાળક વગરની માતાની વેદનાને સરસ વાચા આપી છે. હું ઈન્ફર્ટીલીટીના પ્રખ્યાત ડોક્ટરની હોસ્પિટલમાં કામ કરું છું એટલે મેં આવી ઘણી સ્ત્રીને જોઈ છે. પણ હવે તબીબી ક્ષેત્રે ઘણી બધી શોધ થઈ છે. અને વાંઝણા હોવાનું મહેણું હવે કોઈ સ્ત્રીએ સાંભળવું નહીં પડે એવી સારવાર ઉપલબ્ધ છે. જેને એક બાળક પણ અવતરવાની શક્યતા ના હોય તેને એકસાથે બે કે ત્રણ બાળકો અવતરતા પણ મેં જોયા છે.

 4. ફક્ત એક જ ઉદગાર… “વાહ”!!

 5. Ami permalink

  કમલેશભાઈ,

  ખરેખર સરસ કાવ્ય …..માતાની વેદનાને સમજતુ ..હ્રદયસ્પર્શી કાવ્ય છે.
  એક વાંઝણી ઈચ્છાની વેદના માતા સિવાય બીજુ કોઈ સમજી સકતુ નથી.
  ખરેખર’માતા એ સ્નેહ્નની સરિતા છે.’

 6. hi Kamleshbhai,
  vaha khub j saras ek vazhani stree ni vyath…. kharekhar sabdo ma kandarvi aghari 6e parantu tame bahuj saras rite ane vayath kahi 6e
  khubj saras

 7. MANAN BHATT permalink

  ખરેખર માતાની વેદનાને સમજતુ, અતૂટ વાત્સલ્ય અને લાગણીથી તરબતર, હ્રદયસ્પર્શી કાવ્ય છે.

  “વાહ”!!

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: