કંટેન્ટ પર જાઓ

બ્રાયન ઍન્ડરસન અને “ગદ્યસુર”

14/11/2008
બ્રાયન ઍન્ડરસન અને  “ગદ્યસુર”

પ્રિય મિત્રો,

આપણો આ બ્રાયન ઍન્ડરસન કેટલો  બધો ઝડપી છે તેની આજે વાત કરીશ!

મિત્રો ! હું બ્રાયનને મળ્યો તા.૨૩/૧૦/૨૦૦૮ ના રોજ, મારા મિત્ર શ્રી રવિ ગુલાટીના મેઇલ દ્રારા! પણ આપણા ‘બ્રાયન ઍન્ડરસન ફેન ક્લબ’ની શાખા વિશ્વ અન્ય ખૂણાઓમાં પણ સ્થપાયેલી છે / હશે જ ! મને નહોતી તમને કદાચ હશે! જો ના હોય તો જાણી લો કે  ખરેખર આપણને એ મોડો મળ્યો અને આપણે એમાં મોડા જોડાયા! તો _વાત એમ છે, કે બ્રાયન મને મળ્યો  તે પહેલાં, પહોંચી ગયો હતો તેની માનવતાની મહેંક લઈને  ગુજરાતી બ્લૉગ જગતનાં  વહાલાં વડીલ અને સૌના જાણીતાં આદરણીય શ્રી સુરેશભાઈ જાની પાસે !

મને તો ખબર જ નહિ ! આપણાં આ બ્રાયનના સાહસ વિષે ! બસ, મને તો એમ  જ !  લાવ, કંઈ નહિ તો  આપણા આ બ્રાયનના  જે પણ મિત્રો અને સગાંસંબંધી ખોવાઇ ગયા છે; તેની મુલાકાત બ્રાયનની સાથે સાથે – મારા બ્લૉગ દ્રારા, આપણ બ્લૉગ જગતને કરાવી આપું અને આ રીતે થોડું સબરસ વહેંચું !

તો વાત એમ છે કે આપણા આ બ્રાયનભાઈ  ૨૫ માર્ચ – ૨૦૦૮નાં રોજ, આપણાં વડીલ સુરેશભાઈ હૈયે ‘ તણખો  ‘ કરી,  ત્યાં અદ્દલ મારા જેવી જ વાત કરી ગયા હતા !

શું વાત હશે ? એવી તમને જાણવાની ઇરછા થાય છે ને ! ? તો “ગદ્યસુરમાં નીચેની લિંક પર અવશ્ય જજો. જ્યાં ‘મદદ શીર્ષક હેઠળ આ જ વાત રજૂ થઈ છે…પણ સહેજ અલગ રીતે !

http://gadyasoor.wordpress.com/2008/03/25/help/
અને બ્રાયન શૃંખલાની અન્ય એક રચના  “ગદ્યસુર”માં  તમને નીચેની લિંકથી મળશે. જેનું શીર્ષક છે ‘સ્મશાનગૃહ’ જે સુરેશભાઈના ડલાસ સ્થિત એક મિત્રના સ્વાનુભવ ઉપર આધારિત છે.

http://gadyasoor.wordpress.com/2008/11/05/cremation/
અને આ. શ્રી સુરેશભાઈના શબ્દોમાં કહું તો , “આવી માનવતા ઉજાગર કરતી સત્યકથાઓનો પ્રસાર જ માનવતાને બચાવી શકશે”

બ્રાયન ઍન્ડરસનનાં તમે મિત્ર છો ?

તો  મિત્રો ! શું આપણે  એક કામ કરી કેમ ના શકીએ ?  આ પ્રકારની સત્યધટનાઓ  અને આવા અનુભવો તમને થયા જ હશે_ જે આપણા વાચકો માટે ઉદારહણ રૂપ બની શકે તેમ હોય તો …તમારા કે અન્યના જીવનમાં બનતી આવી ઘટના- સ્વાનુભવ  જો જાણમાં આવે તો ઇ-મેઇલ દ્રારા મને અથવા શ્રી સુરેશભાઈને મોકલશો ? અને મોકલશો તો ખૂબ આનંદ થશે! ( ફક્ત બ્રાયનની પરવાનગીથી, સુરેશભાઈની મંજૂરી વિનાં, અહિ લખી રહ્યો છું ! માફ કરજો સુરેશભાઈ! ) શક્ય હોય તો અમે તેને અમારી રીતે બ્લૉગ પર મૂકીશું. તમે પોતે પણ તમારા બ્લૉગ પર મૂકી શકો છો. આપણું ધ્યેય કૉમન રહેશે- આ બસ બ્રાયનની લાગણીની સાંકળની કડી તૂટવી ના જોઇએ!

√  ‘Do not let this chain of love end with you.’
બ્રાયન શૃંખલાની અન્ય પોસ્ટ તમે ઈતરેતર વિભાગમાં વાંચી શકો છો.

અને તે વાંચવા અહિ ક્લિક કરો.  ઈતરેતર

2 ટિપ્પણીઓ
 1. સુરેશ જાની permalink

  √ ‘Do not let this chain of love end with you.’

  એકદમ સાચી વાત….
  હું માત્ર આ એક જ ધર્મમાં માનું છું – માનવધર્મ.

  બાકી બીજી બધી ઈશ્વર અને મોક્ષની વાતો નકરી સ્વલક્ષીતા છે. માત્ર પોતાની જ ઉન્નતી . સ્વલક્ષી ધાર્મીકતા અને મુડીવાદમાં મને કોઈ જ ફરક દેખાતો નથી.

  માટેર સૌ વાચકોને વીનતી કે એકવીસમી સદીમાં માનવજાતને ઉત્ક્રાન્તીના નવા સોપાનમાં કદમ રાખતી કરવી હોય તો આ ભાવને સતત ઉજાગર કરતા રહીએ.

  આવાજ ઉદ્દેશથી હું દરરોજ એક સુવીચાર ‘ગદ્યસુર’ ઉપર મુકું છું. વ્યસ્ત માણસ એક નાનકડું સુવાક્ય એક દીવસ મમળાવે તો કદીક ક્યાંક તણખો જાગે અને એક દીલમાં માનવતા મહોરી ઉઠે – એ ભાવથી ..

 2. હજુ પણ માનવતા મહેકે છે.
  : http://govindmaru.wordpress.com/

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: