કંટેન્ટ પર જાઓ

ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો…..

15/10/2008

ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો…..

લ્યો સાંભળો ઠાલાઠાલા પગરવ હવે,

ને વાટ જોતાં જોતાં કાઢો ભવ હવે.

ભાંગેલ સ્વપ્નો લઈને, સાંધો રાતદિ,

ને સ્પર્શ મીઠો વાગોળો રવ રવ હવે.

અજવાસની આશ લઈ ફરતા રહો,

અંધારનો, લ્યો ઓઢીને પાલવ હવે.

ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો,

તારા વિના આ જીવન ના સંભવ હવે.

આ જિંદગી તો બસ ખુદાનો ખેલ છે,

ને મોહરા જેવો તેમાં માનવ હવે.

==== * ==== * ===== ( “સેતુ” પત્ર માસિક, ૧૯૯૦ )

કોઈક સ્વજનનું જવું, ખાલીપો ભરી દે છે આપણા જીવનમાં. વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે. હા, તેને પંખીઓના આકાશ વચ્ચે વિહરવાની છૂટ,પણ તેની હદ ઉપર નહીં. તે એ હદ સુધી દિવાસ્વપ્નમાં રાચતો થઈ જાય છે કે તે એની અંતિમ વિશે જાણતો, સમજતો હોવા છતાં …તે આગળ વધતો જાય છે,પ્રિય પાત્ર કોઈક એક મોડ પર બીજી કેડીએ વળી જાય છે, વિખૂટું પડે છે. ને ત્યારે ગમે તેવો આકાશની છાતી ધરાવતી માનવી હચમચી જાય છે…નિયતિનો ખેલ અને વ્યથાની ગર્તામાં ધકેલાઇ ગયેલો તે લોહીલુહાણ હૈયે, તે ફરી પ્રિયતમાની આવવાની રાહ જુએ છે…છતાં તે આગળ વધતો રહે છે_ કવિ દુષ્યંત કુમાર લખે છે,તેમ વ્યકિત આશા નથી છોડતી, અને છોડવી પણ ના જોઈએ. Ok. Best luck!!

रह-रह आंखों में चुभती है पथ की निर्जन दोपहरी,

आगे और बठें तो शायद द्र्श्य सुहाने आएंगे॑ .

3 ટિપ્પણીઓ
  1. ખૂબ સરસ. સાચી વાતની સચોટ રજૂઆત.

  2. dil ne kori khati evi vaat tame thoda shabdo ma kahi cheh ane tene vedhak rite samjavi che, jene samjan n pade e pan tame je rite samjavyu che a bhaav ne samji shake che, really, superb, i like it

  3. by the way thanx for visitin my blog, and i like your comment, very nice wz that,

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: