કંટેન્ટ પર જાઓ

ગઝલ

12/10/2008

અચાનક

તું આવી જ્યાં ભાગી છૂટે અચાનક

ખાલીપો હૈયામાં ત્યાં ફૂટે અચાનક

સાંજ-હવા-રેત-નદી- ને બસ હું અને તું

ને મીઠી યાદોંનું ધણ છૂટે અચાનક

હું વાતો કરવા બેસું મારી વ્યથાની,

ને લોકો છાતી માથું કૂટે અચાનક

હું શેરોમાં રોપું છું મારી ઉદાસી

ને શબ્દોમાં ઝણઝણ શું ફૂટે અચાનક

થાક્યો પાક્યો પહોંચું છું સુરાલયે હું

કે આ રીતે પણ શ્વાસો છૂટે અચાનક

****

(દૈનિક “પ્રતાપ”,તા.૨૩/૦૧/૧૯૮૮,શનિવાર)

7 ટિપ્પણીઓ
 1. hi Kamleshbhai,
  mane to tamari varta o karta pan ghazal ma ras 6e. ‘achanak’ tamara shabdona sparsh thi zan zani uthu hu achank.
  bas amaj tamari ghazalo sathe mulakat laiye fari fari maliye

 2. kirankumar chauhan permalink

  ગઝલમાં ભલે ન છંદ આવ્યો,
  પણ અમને તો આનંદ આવ્યો.
  કમલેશભાઇ, ક્યારેક ક્યારેક ગઝલ પણ લખતા રહો.

  • દોસ્ત કિરણ
   આખરે તમે મૌન વ્રત તોડ્યું ખરું! આભાર ! બાકી આ ગઝલ વાંચી તમારે હૈયે આનંદાંશ છલક્યો, અમારે મન તો એ જ ખરો આનંદોત્સવ! આમ કૃતિ આનંદલક્ષી (રંગદર્શી ) થઈ!… તો પછી છોડ દોસ્ત છંદની વાત ! પ્રિયતમા આગળ અભિવ્યક્ત થવું હતું, બેખોફ થઈ ગયા_ પછી ભલે ને ગમે તે રીતે હોય!
   માટે મેં “ફાંફાં માર્યા વિનાં” લખ્યું છે. હા…હા…હા…
   તમે મને બ્લૉગ શરૂ કરવાનું વચન આપ્યું હતું… શું થયું ? ગુજરાતી બ્લૉગ જગતને તમારા જેવા કવિઓની ખૂબ જરૂર છે. તો તમારી સાથેસાથ રવિન્દ્રભાઈ- ધ્વનિલ પારેખ- મહેશ દાવડકર-પ્રમોદ આહિરે… બધાં આવતા જાય તો પછી વાહ! મેં વિનયભાઈને તમારા વતી કહી દીધું છે કે કિરણકુમાર ચૌહાણ આવી રહ્યા છે…માટે જલદી આવ! શક્ય હોય તો ‘મિજાજ’ બદલીને આવ !
   પ્રામાણિક પ્રતિભાવ બદલ ફરી ફરી આભાર !

   કમલેશ પટેલ

 3. manshri permalink

  achanak j snehijan ni yaad apavi didhi kamleshbhai..
  sache j dil thi lakahyeli premsabhar gazal..

 4. Nirlep Bhatt permalink

  હું શેરોમાં રોપું છું મારી ઉદાસી, મીઠી યાદોંનું ધણ…..aa shabdprayog bahu gamya.

 5. Jigna permalink

  Mane gazalo khub j game chhe…ane aapni aa અચાનક gazal khub j saras chhe….i loved it….
  થાકયો પાકયો પહોંચું છુ સુરાલયે હું
  કે આ રીતે પણ શ્વાસો છૂટે અચાનક…. Aa be line mane khub j gami👌

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: