કંટેન્ટ પર જાઓ

મારી ડાયરીનું એક પાનું

05/10/2008

મારી ડાયરીનું એક પાનું…

ગોવિંદ નિહલાની દ્વારા નિર્દેશીત અદૂભૂત ટી.વી. ફિલ્મ કમ સિરીયલ – ” તમસ ”

(તા.૨૦-૨-૧૯૮૮ ના રોજ મારી ડાયરી પર ટપકાવેલાં વિચારો બ્લોગ ઉપર શબ્દદેહે.)
“આક્રોશ”, “અર્ધસત્ય”,”આઘાત” જેવી સફળ અને ચર્ચાસ્પદ ફિલ્મોના સર્જક,અને શ્રી પ્રમોદ ચક્રવર્તીના એક સમયના સહાયક કેમેરામેન;’શાંતતા કોર્ટ ચાલુ આહે’ના ચીફ કેમેરામેન શ્રી ગોવિંદ નિહલાનીનું અદૂભૂત નવસર્જન એટલે તેમની ટી.વી. ફિલ્મ કમ સિરીયલ – “તમસ”

૨૦ વરસ પહેલાં લખાયેલી “તમસ” નવલકથા માટે સર્જક શ્રીભીષ્મ સહાનીને અકાદમી પુરષ્કાર મળેલો…આ નવલકથામાં શ્રીભીષ્મ સહાનીએ ભારતના ભાગલાનો – એ ઈતિહાસનો ચિતાર રજૂ કર્યો છે.

આપણાં દેશના ભાગલા પડ્યા ત્યારે શ્રીનિહલાની પાંચ વરસના હતા. તેમણે વર્ષો સુધી તો ફિલ્મ જોઈ નહોતી,રૂઠિચુસ્ત પરિવારના સભ્ય હોવાથી તેમણે જોઈલી પહેલી ફિલ્મ “નરસિંહ ભગત” હતી.

“તમસ” નવમી જાન્યુઆરી ૧૯૮૮માં રજૂ થઈ.સાથે જ આખા દેશ આખામાં ઉહાપોહ થયો. ઉહાપોહનું મૂળ એક સુવ્વર હતું…જેને ખાટકી( ઓમપરી ) પાસે એક જમીનદાર ( પંકજ કપૂર ) સુવ્વર મરાવે છે.પછી તે સુવ્વર મસ્જિદ આગળ ફેંકવામાં આવે છે…ને ત્યારબાદ એ ફિલ્મમાં કોમવાદનો જ્વાળામુખી ભભૂકી ઊઠતો હોવાનું દર્શાવેલું…

આ ફિલ્મના સમાંતરે દેશ કોલાહલના અને વાદવિવાદે જોર પકડયું તે દરમિયાન ભાઈશ્રી સિદૂકી કૉર્ટમાં ગયા.હાઈકૉર્ટ અને સુપ્રિમ કૉર્ટ સુધી વાત લંબાયેલી. મુંબઈ હાઈકૉર્ટના જજ શ્રી લેન્ટિનએ પણ ફિલ્મ જોઈ….સુપ્રિમ કૉર્ટે કહયું , ” …ભવિષ્યમાં અંતિમવાદીઓ અને મૂળભૂતવાદીઓ દ્વારા ગુનાની ઉશ્કેરણી થાય ત્યારે તે “તમસ” અટકાવી શકે એમ છે…”તમસ”નો સંદેશો સાર છે અને તે લોકો સુધી પહોંચવો જોઈએ…”

=  =  =

અવતરણ : બધા પાદરીઓ ફાધર વાલેસ નથી હોતા.બધા બાપુઓ મોરારિબાપુ નથી હોતા.બધા મુલ્લાઓ મૌલાના વહિદુદિન ખાન નથી હોતા. પ્રજાએ પોતપોતાના ધર્મમાં રહેલી હઠીલી મર્યાદાઓને ઘઉંમાં રહેલી કાંકરીની માફક વીણી વીણીને દૂર કરવી પડશે.ઈસુ એમાં રાજી રાજી! ( શ્રી ગુણવંત શાહ, કૉલમ-“વિચારોના વૃંદાવનમાં”,દિવ્ય ભાસ્કર, તા.૫/૧૦/૨૦૦૮)

3 ટિપ્પણીઓ
 1. અવતરણ ખૂબ ગમ્યું…!

  ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે… તમારા આ સુંદર બ્લોગ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

  તમારા બ્લોગને મારા લિસ્ટમાં સમાવવા માટે અહીં કોમેંટમાં થોડી વિગતો સાથે મૂકશો તો અપડેટ કરતી વખતે ઉમેરી દઈશ…
  http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/

 2. ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે… તમારા આ સુંદર બ્લોગ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

 3. કેમ છો… મજામાં,
  ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
  ( સંજય બાપુ, અમરેલી. )

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: