કંટેન્ટ પર જાઓ

બાળગીત

02/10/2008

નાનકડી દીકરીની આંખો વચ્ચે તરવરતું અને મારી નજરે જોયેલું બાળગીત…

મારે ત્યાં બે ખુબ જ કલરફુલ બાળકો છે. મોટો દિકરો મંથન અને નાની દિકરી મિતી. બંનેના સ્વભાવ, રસ-રૂચિ અલગ અલગ. દિકરો મંથન સહેજ અતડો, ભોળો,અભ્યાસમાં લગભગ તીક્ષ્ણ કહી શકાય એવો,અને તોફાની; જ્યારે દિકરી મિતી લાગણીશીલ,કુટુંબ ભાવના ધરાવતી,કૈંક ઈતર વાંચનનો શોખ ધરાવતી અને દીકરાની સરખામણીમાં સહેજ ચબરાક છે. મને બંનેની આવી અલગ અલગ દુનિયા ગમે છે, અને તે બંને જેવા છે એવા જ મને એક સામાન્ય પિતાની જેમ વહાલા છે. પણ બંને એક ઉમદા વ્યક્તિત્વ અને અનોખું પોતીકું – આગવું વિશ્વ ધરાવતી વ્યક્તિ બની રહેશે તો મને ખૂબ આનંદ થશે.

જ્યારે તેઓ બંને અનુક્રમે,આશરે આઠ અને પાંચ વર્ષના હશે ત્યારની વાત છે. દિકરાને ટેવ એવી હતી કે રસ્તામાં જે પડ્યું હોય એ ઘરમાં ઊંચકી લાવે, ઘરના તમામ વ્યકિતને તેની આ ટેવ ના ગમતી. દાદા-દાદીએ તેમની મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય એમ તેને સમજાવવા તેમના અનુભવી ઓજારો વાપરી જોયા. હું અને મારી પત્ની પણ બાળકોને સમજાવવાના પુસ્તકોમાં વાંચેલાં,તમામ પોતિકી સમજ સાથે વિકસાવેલા હથિયારો અજમાવી જોયા. બધું જ  કમનસીબે નાકામયાબ રહ્યું ત્યારે એક દિવસ મારી પત્ની મીનાએ એક કચકચાવીને દીકરાની પીઠ ઉપર દીધી…ને ત્યારે નાદાન એવી મારી દિકરી સહેજ ગભરાતી ગભરાતી મોટાભાઈનો હાથ પકડી ઊભી રહી ગયેલી. તેની આંખ લાચારી, ભાઈ માટેની લાગણી અને ભય સહિત અનેક ના સમજી શકાય એવા ભાવો હતા અને એવી એ ક્ષણે મારી દીકરીની આંખમાં તરવરતું, તેની આંખો વડે જોયેલું, મેં લખેલું આ બાળગીત … આશા છે ગુજરાતી બ્લૉગવર્ડમાં કોઈકને ગમી જાય અને મારી દીકરીની તે દિવસની ના કહી શકાય એવી વ્યથા પહોંચી જાય! ( તા. ૦૨/૦૪/૧૯૮૮ )

મારો ભાઈલું

ધબ્બ દઈને ધબ્બો પડ્યો , સણકે ભાઈનો બરડો,

કમ્મર પકડી વાંકો વળ્યો, હાથી જાણે ઘરડો!

ખાવાનું  એને ભાવે નૈ,ભણવાનું એને ફાવે નૈ

કોઈનું કશું સાંભળે નૈ, વાત કોઈની માને નૈ

દાદાને એ ગાંઠે નૈ, દાદી એને રોકે નૈ

ના…ના..” કરતી મમ્મીની ચીસો, જાણે ગાડીનો બગડેલો પીસો!

એના મનનું કરે છે, કચરો ઘરમાં ભરે છે

રાવ ટીચરની આવે છે, નૉટ-ચોપડા ફાડે છે

તોય મને વ્હાલો છે, ભાઈ સૌને પ્યારો છે

ના…ના…” કરતો ભાઈલું જ્યારે પાડે મોટી ચીસો__!

વળતી હું પંપાળી , ઈનો બરડો કરતી લીસો!!

============= ( તા. ૦૨/૦૪/૧૯૮૮ )

6 ટિપ્પણીઓ
 1. Meena Patel permalink

  વાહ ભાઈ વાહ ભાઈ ! ખુબ જ સરસ ! ભાઇ અને બહેન નુ આ ગીત વાંચી ને તો મને મારુ બચપન યાદ આવી ગયુ. બસ આવી રીતે જ લખતા રહો.

 2. કમલેશભાઈ … લાગણીથી છલોછલ બાળ ગીત ગમ્યું . આવી બીજી રચનાઓ મૂકતા રહેજો.

 3. Ramesh Patel permalink

  પોતીકી લાગે તેવી કૃતિઓ ,જીવનના ભાવ લઈ રમેછે એટલે જ સ્પર્શે છે.

  લો દાદાની દિકરી ખુશી નું બાળાગીત તમે પણ માણો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  બાળગીત~ખુશી
  નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
  એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
  વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
  ખુશી ખુશી હું બોલું
  બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
  મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
  રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
  ખુશી ખુશી હું બોલું
  બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
  મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
  ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
  ખુશી ખુશી હું બોલું
  બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
  શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
  રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
  ખુશી ખુશી હું બોલું
  બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
  મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
  હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
  ખુશી ખુશી હું બોલું
  વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
  નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
  રમેશ પટેલ(આકાશદીપ) ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી

 4. meena patel permalink

  આ. રમેશભાઇ

  તમારી કવિતા ‘ખુશી’ વાંચી. ખુશી તો ખરેખર જ “ખુશી” આપે છે. આજના વિભક્ત કુંટુંબમાં આવી લાગણી ક્યાં જોવા મલે છે ? ખુબ જ સુદંર. અભિનંદન.

 5. Rajesh Patel permalink

  Dear Kamleshbhai,
  Kamleshbhai 2-3 var badhu read kari gayo Aakho bhini chhe ne Lagni o thi bhari chhe , Manthan Meeti ne imaging kari lidha, khub j gamiyo.. Lakhata raho ne vistrata raho, Hamesha Shubh Kamna..

  Rajesh Patel

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: