કંટેન્ટ પર જાઓ

મંથન, ‘મેંગો એપ્સ’ અને 2019

અમારી એવી ને એટલી બધી તાકાત નહીં કે કોઇ ઇનામ /એવોર્ડ મેળવી શકીએ; તેમાંય એવી અપેક્ષા પણ ન રાખીએ. હા, બાળકોને નવું, નક્કર તેમની અલગ ઓળખ ઊભી કરે તેવું કામ કરે તે માટે; સારા માણસ/ નાગરિક તરીકે ઉભરે તે માટે ખાસ થોડી સમજ આપવાનો પ્રયત્ન કરીએ. તો વળી ક્યારેક વિશાળ દિલ ને ખુલ્લા દિમાગથી ચર્ચા કરીએ. હેતુ- તેમના નવી દિશાઓ તરફ ઉડવા તત્પર વિચારો પરથી, એમને સમજી મારી/અમારી શું ભૂમિકા હશે? એ નક્કી કરવાની મથામણ હોય સુધી પહોંચવાનો હોય. તેથી આગળ વધીને કહું એમાં જદોજહદ તો ઘણું કરી, થોડું પ્રત્યક્ષ/પરોક્ષ પ્રોત્સાહન આપવાની જ રહી/હોય/હશે.
આવા પ્રયાસો અને મથામણ વચ્ચે, બહુ બોલકણો નહીં અને જાહેરમાં ઝાઝું પરખાવાનું પસંદ ન કરતો દીકરો મંથન, નવી કંપનીની નોકરીમાં 2019નાં વર્ષમાં બે એવોર્ડ લઇ આવ્યો!! એટલે હરખ થાય જ, પણ વધુ એટલે થાય કે બે પૈકી એક એવોર્ડ, તેની સારા સહકર્મી અને અન્યોને નિઃસ્વાર્થભાવે મદદરૂપ થવા માટે મળ્યો; સહ કર્મચારીઓનાં નોમિનેશન બાદ!👏🏻 કંપનીને તેના આવા સુંદર પ્રયાસ માટે બિરદાવી, એને નોમિનેટ કરનાર એના તમામ સહકર્મચારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 🙏હૃદયપૂર્વક🙏.
મને ખબર નથી, IT ફિલ્ડમાં કદાચ સામાન્ય હશે આવા એવોર્ડ! પણ અમારે મન એ એટલા માટે બહુમૂલ્ય કેમકે અમારાં વિચારબીજનું જતન-સંવર્ધન કરી, એની જાળવણી માટે એ સમજણપૂર્વક મહેનત કરી રહ્યો છે એનું આ પ્રમાણ અમને મળ્યું. બેટા, આ શબ્દોને, અમે તને ભેટી, અંતરતમ ઊંડાણથી પીઠ થાબડી છે એમ સમજી…અમારી લાગણી સ્વીકારજે. દિલથી અભિનંદન બેટા! આવા સરસ કામમાં ક્યારેય પાછી પાની કે કરકસર ન કરશે એવી અપેક્ષા વધારે પડતી નથી જ. તેમ કરવા ઈશ્વર તને સદા શક્તિ અર્પે એવી અભ્યર્થના. શુભકામનાઓ અને આશીર્વાદ!

%d bloggers like this: