કંટેન્ટ પર જાઓ

સાવધાન લેખક મિત્રો : શ્રી દીપેશ શાહ નામધારી શખ્શે સાહિત્યચોરી કરી, મારી નવલકથા “ઇન્ફોર્મર” પોતાના નામે, નવલકથાનું નામ ( MURDER IN SURAT ) આપી, https://medium.com ઉપર પોતાના નામે મૂકી દીધી! જો જો તમારું કશું લુંટાયું તો નથી ને??

 

આમ તો અલપઝલપ એફબી પર આવવાનું થાય. પણ આજે નછુટકે આવવું પડયું. કોઈપણ જાતની પરવાનગી વગર કોઈ આખી નવલકથા પોતાને નામે ચઢાવી દે તો કેવું લાગે? આ…અહીં…સાલું લાગી આવે. મારા દિવસ રાતનો આંખ બાળી કરેલો ઉજાગરો- મહેનત-મથામણ બધું એકીસાથે સમેટી ચોરી દેશ છોડી ભાગી ગયું હોય એવું? અરે એથીય વધુ! લાગી આવે!

વાત એવી છે કે બહુમુખી પ્રતિભાના ધની સાહિત્યકાર મિત્ર કિરણસિંહ ચૌહાણનો સંદેશો મળ્યો, મારી થ્રિલર નવલકથા ‘ઇન્ફોર્મર’ બાબતે. ‘તમે જે કોઈ સુધારા-વધારા કે ફેરફાર કરવા હોય તે કરી દો આ વર્ષે આપણે પુસ્તક પ્રકાશિત કરી દઇએ’. મેં કામ ચાલુ કર્યું લગભગ ૪૦% જેવું પૂરું થયું. હવે થયું એવું કે બે દિવસ પહેલા ટેવ મુજબ મેં મારા બ્લોગના https://kcpatel.wordpress.com  ‘ટેગ્સ’નો આધાર લઈ સાવ અમસ્તું જ સર્ચ કર્યું. અને મારા આશ્ચર્ય વચ્ચે  ‘ગુગલ’ દેવએ અચાનક મારી સામે, મારી જ રહસ્યકથા ‘ઇન્ફોર્મર’નો અલગ સ્વરૂપે પ્રસાદ ધર્યો! રંગ રૂપ નોખા! તસ્કરી પણ કેવી? વાહનચોરની જેમ માલિકનું નામ અને રંગ રૂપ પણ બદલાઈ ગયેલાં! કોઈ

GUJJU’S FEELINGS                     

નવું નઝરાણું | સચોટ કટાક્ષ | સાચા પ્રેમની બીજી બાજુ

નામના આ ઉઠાઉગીરએ ચોરીને મારી આખી નવલકથા પોતાને નામે ચિપકાવી દીધેલી મળી! રજીસ્ટ્રેશન પણ બીજા સ્થળે થયેલું છે, જ્યાં કદાચ બહુ ઓછા ગુજરાતીઓ વાચકમિત્રો જતા હશે. https://medium.com/

આ તસ્કરની માહિતી મેળવવા હું https://medium.com/ નો મેમ્બર થયો. ત્યાં કોઇ દીપેશ શાહ નામના ભાઇનું લખેલું મળ્યું! થોડી વધારે શોધખોળ કરતા તેમના સગડ મને મારા બ્લોગ ઉપરની કોમેન્ટ્સમાંથી મળ્યાં! જેમાં તેમણે ૨૯ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ મારી પાસે આખી નવલકથાની પીડીએફ માંગી હતી! પણ ‘મિડીયમ’ ઉપર અન્ય કોઇ વ્યક્તિ નામ-ઠામ મને ન મળ્યા!

https://medium.com/@urdips_gujarati/untitled-b008724a002e

એટલે ધારી લઉં કે આ દુ:સાહસ આ મિત્રનું જ હશે.

શરૂઆતમાં મને થયું કે કોમેન્ટ લખી આ તસ્કરભાઈને તેમણે કરેલી ચોરી બાબતમાં જણાવું અને જે તે પ્લેટફોર્મ ઉપર જાણ કરું. પણ પછી વિચાર્યું એને બદલે સારું એ રહેશે કે આ ભાઇને જાહેરમાં સોશિયલ મીડિયા પર લઈ જાઉં અને મારા વાચકોમિત્રો દ્વારા જાહેરમાં જ એક બે કડવા ડોઝ અપાવડાવું જેથી ફરીવાર આવું ન કરે! મિત્રો, આથી મારે આ નછૂટકે એફબી ઉપર  આ પોસ્ટ લખી તેમનું આ કૃત્ય ખુલ્લું કરવું પડ્યું છે. હું અલગથી તેમની આ ચોરીની જાણ તેમણે જે પ્લેટફોર્મ પર મારી કૃતિ મૂકી છે ત્યાં કરવાનો જ છું. બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય Plagiarism – પ્લેજરિઝમ એટલે કે સાહિત્યચોરી કહેવાય! માટે દોસ્ત દીપેશ શાહ  જો આ તમારું કામ હોય તો વહેલી તકે પોતાની આ ભૂલ સુધારો. તમારા માટે વધુ સારું એ રહેશે આવાં ચોરકર્મ છોડી તેઓ હવે પછી પોતાનું  મૌલિક સર્જન ત્યાં રજૂ કરો.

મિત્ર, એક બાબત તમારી જાણ ખાતર જણાવી દઉં કે મારી આ નવલકથા ‘માતૃભારતી’ એપ

https://www.matrubharti.com/book/4116/chapter-1-lift-ma-khun#   ઉપર અને ‘પ્રતિલિપિ’એપ 

https://gujarati.pratilipi.com/read?id=6755373518708117   

ઉપર મારી મંજૂરી અને પરવાનગીથી મોબાઇલ વપરાશકારો માટે; મારા બ્લોગ “શબ્દસ્પર્શ”ની સાથે પ્રકાશિત થઈ ચૂકી છે. વળી નજીકના ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ થનાર છે. આ વિનંતિ, વિનંતિ નહીં પણ ચેતવણી ગણી મારી નવલકથા _ medium.com_ પરથી હટાવી લો. જેથી મારે ગુજરાતી બ્લોગ જગતનાં જાણીતા ‘પ્લેજરિઝમ’ના એક્સપર્ટ જાસૂસ અને મારા બ્લોગર મિત્ર શ્રી વિનયભાઈને આ કેસ સુપરત ન કરવો પડે!!

https://kcpatel.wordpress.com  ( ૨૦૦૮ થી શરૂ કરેલો મારો બ્લોગ )

ભાઈ શ્રી દીપેશ શાહએ ચોરેલી મારી નવલકથાની  લિંક તથા ફોટો નીચે દર્શાવ્યો છે.  

MURDER IN SURAT

મારી નવલકથાને પોતાને નામે ચઢાવવા મિત્ર શ્રી દીપેશ શાહએ  medium.com ઉપર આપેલું નવું નામ!

PAGE 1

ચોરીને સીધું ચિપકાવી દીધું છે!

ઇન્ફોર્મર

મારી થ્રિલર નવલકથા બ્લોગ ઉપર ( https:/kcpatel.wordpress.com)

PAGE 5

મારી નવલકથાનું પહેલું પેજ

PAGE 6

ભાઇ શ્રી દીપેશ શાહનું twitter એકાઉન્ટ કે જેની પર મેં પોસ્ટ હટાવવા એક અંગત મેસેજ કર્યો હતો.

PAGE 7

જ્યાં ચોરીને પોતાના નામે ચોંટાડી દીધું છે ત્યાંનાં પ્રકરણોનો સ્ક્રિન શોટ

PAGE 8

https://medium.com/@urdips_gujarati/untitled-b008724a002e

  https://twitter.com/urdips_gujarati    તેમનું TWITTER એકાઉન્ટ  અને ફોટો       

 


દોસ્ત દીપેશ, મારી વાર્તા મારા વાચકો માટે એ કેવી રીતે રજુ થવી જોઈએ? આ રહ્યું તેનું ઉ.દા.

એમની પારદર્શિતા જુઓ :

ઍક ગામ હતું.

આ ગામમાં વાર તહેવારે નાત જમાડવાનો રિવાજ હતો.
આ ગામમાં મુસાભાઈ નામે એક ગરીબ માણસ રહેતો હતો. નાતના પ્રત્યેક જમણમાં તે હાજરી આપતો.

એકવાર ગામના માણસોએ આગ્રહ કર્યો કે મુસાભાઈ હવે તમે નાત જમાડો.

મુસાભાઈ બિચારો ના ન કહી શક્યો. જમણવારનો દિવસ નક્કી થયો.
રિવાજ પ્રમાણે ગામમાંથી રસોઈ બનાવવાના વાસણો માગી આવ્યો.
જરૂરત કરતાં વધારે વાસણો ભેગા કરી, તેમાંથી અરધા વાસણો બીજા ગામમાં જઈ વેચી આવ્યો અને આ પૈસાથી
જરૂરી સામગ્રિ ખરિદી.
નક્કી થયેલા દિવસે નાત જમવા બેઠી. રિવાજ પ્રમાણે મુસાભાઈને બે શબ્દો બોલવાના હતા.
પેટ ભરી ને જમજો એમ કહેવાને બદલે મુશાભાઈ બોલ્યા, ”નાત નાતનું જમે, મુશાભાઈના વા ને પાણી.”

મારું કામ પણ આ મુસાભાઈ જેવું છે.ઈંટરનેટમાંથી બધું ભેગું કરી ઈંટરનેટને જ પાછું આપું છું, પણ મુસાભાઈની જેમ જ કહું છું કે “આમા મારૂં કાંઈ નથી.”

તેમણે કશું જ પોતાના નામે ચઢાવવાનો પ્રયત્ન કર્યો નથી. તમે પણ કરો, પણ ખોટી રીતે નહી! એ હું નહીં ચલાવી લઉં_ જરાય નહીં!! વિખવાદ મને ગમતો નથી સાથે સમજાવવા માટે અને સંવાદ માટે હું પુરતો સમય આપું છું એ તમારી જાણ ખાતર. માટે વહેલી તકે તમારી ભૂલ સુધારી લો અને તમારા નામે ચઢાવી દીધેલું મારું સાહિત્ય હટાવી લો એવી હજીય આગ્રહપૂર્વકની પ્રેમભરી વિનંતિ.


 

 

 

એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી

ફિલ્મ ટ્રેલર ‘રુસ્તમ’ જોવા ગયો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ ફિલ્મ જોવી. આ રહ્યાં તેના કારણો…

 • જે તે ફિલ્મ જોવાનું હું અલગ અલગ કારણે પસંદ કરું છું. ક્યારેક હિરોઈન/હીરો ગમતા હોય તો, તો ક્યારેક તેના દિગ્દર્શક; ક્યારેક સ્ટોરી જાણતી હોય તો કે પછી એનો પ્રોમો દમદાર લાગ્યો હોય તો (કહાની- મેં પ્રોમોને આધારે જોઈ હતી) તો ક્યારેક સારા ફિલ્મ ક્રિટીક્સનો રિવ્યૂ વાંચીને જાઉ. ‘એમ.એસ. ધોની’ની પસંદગી ત્રણ કારણથી. એક તો એ મારા પ્રિય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનાં જીવનચરિત્ર પર આધારિત હતી. બીજું તેનો પ્રોમો મને ‘રુસ્તમ’ જોવા ગયો ત્યારે ગમ્યો હતો. ધોનીની જેમ ફિલ્મ ચાલશે એવું ત્યારે વિચારેલું. ત્રીજું મને ગમતાં રાઈટર-દિગ્દર્શક નીરજ પાંડે! જેમને ખાતે ‘સ્પેશ્યલ ૨૬’, ‘બેબી’, અને એવોર્ડ વિનિંગ મજબૂત સ્ટોરી સ્ક્રીપ્ટ અને એકપણ ગીત વિનાની ગતિમય ફિલ્મ ‘વૅડન્સ-ડે’ જેવી ફિલ્મ બોલતી હોય તો તેમની ફિલ્મ અવશ્ય જોવી રહી. આ મારું સાદું ગણિત!
 • એક ખાસ મિત્રએ કહ્યું હતું કે ભાઈ આ ફિલ્મ ના જોવાય! પણ હું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. તેમાં વળી કવિ મિત્ર શ્રી કિરણસિંહ ચૌહાણનો સંદેશો આવ્યો,”મારા બંને દીકરાઓની પણ પ્રબળ માંગ છે કે પહેલા જ દિવસે જોવા જઈશું. હું પણ વિચારું છું, ચાલો સાથે માણીએ!” તેમને ત્યાં પણ ધોનીના બે નાના પણ ‘મોટા’ ફેન છે -પલ્લવ અને નમ્ર. ઘરવાળીએ તો ક્યારનું જ કહી દીધેલું હું તો આવવાની જ. ફર્સ્ટ ડે જ જોવું એવું કંઈ નહીં પણ ગોઠવણ થઈ ગઈ. કવિશ્રીએ ટિકિટ લઈ લીધી એટલે ઔર સરળ થઈ ગયું. ને મેરી તો નિકલ પડી..એક અદભુત નાટક ‘મંછા’ના કલાકાર મિત્ર શ્રી પરેશભાઈ વોરાએ, એમ તો ‘પાર્ચ્ડ’ ચૂકી ના જવાય એવું સપ્રેમ આગ્રહપૂર્વક સૂચવેલું. તેમની માફી સાથે_ હું લાચાર હતો! હવે ‘પાર્ચ્ડ’ ક્રોમકાસ્ટથી ઘરનાં હોમ થિયેટરમાં જોઈશ!
 • ફિલ્મ ધોની બાયોગ્રાફી પર આધારિત હોય, તેમાંય જો “અનટોલ્ડ’ સ્ટોરી હોય તો અચૂક જોવાનું મન થાય.
 • ભારતીય ટીમનાં કે અન્ય ટીમના સારા પ્લેયર મને ગમતા રહ્યાં છે. તેમાંય વિશ્વનાથ, સચિન, સેહવાગ, રાહુલ દ્રવિડ, અઝહર, ગાંગુલી, વિરાટ,રણતુંગા, વિવિયન. મને આ કોઈ પણ પ્લેયરની મેન્ટલ ટફનેશ હંમેશા આકર્ષિત કરતી રહી છે. કુંબલે મને તેની સ્પીડ મિશ્રિત સ્પિન માટે ગમે, પણ વેસ્ટ ઈ. સામેની ટેસ્ટ સિરીઝમાં(કદાચ ૨૦૦૨) જ્યારે તૂટેલા જડબાં સાથે પાટો બાંધી, તેણે બોલિંગ કરી ત્યારે જેટલો રુંવાડા ઊભા થઈ ગયા! રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધૂ આખર સુધી ગોલ્ડ માટે લડી. ભલે સિલ્વર મેડલ મળ્યો પણ બધા ખુશ હતા. કારણ કે તેણે ૧૦૦ ટકા આપ્યા હતા. સારા પ્લેયર આપણને જિદગીની લડાઈમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે. ધોનીની આવી છેલ્લે સુધી પરિણામ પોતાને પક્ષે ના થાય ત્યાં સુધી લડી લેવાની તાકાતથી હું કાયમ અભિભૂત થયો છું. એક તરફ ૧૨૫ કરોડ લોકોની અપેક્ષા અને બીજી તરફ એકલપંડે લડવાનું  હોય…ટેન્સ તો થવાય જ સાહેબ!.
 • મને જાણવામાં રસ હતો કે રાંચી જેવા શહેરમાંથી આ ખેલાડી કેટલા અને કેવા સંઘર્ષ કરી આગળ પહોચ્યો હતો? દેશના અગ્ર હરોળનાં મોટા ખેલાડીને લીડ કરવાની તાકાત ધરાવતો હોય તો એ ક્ષમતા કોણે પારખી!? તેય સફળતાપૂર્વક! કોણે આ ખેલાડીને શોધ્યો? તેને આગળ લાવવા તેના પહેલા કોચથી માંડી અન્ય કોચની શું ભૂમિકા હતી? ખાસ તો પડદા પાછળની વાતો..
 • ધોનીની કરેલ સંઘર્ષની સાથોસાથ વાત જાણવી હતી તેના શાંત, નિશ્ચલ, અડગ મન વિષે! કુતૂહલ હતું કે એ અચલ ,નમ્ર, શીતલ સ્વભાવ-દિમાગ પાછળનું રહસ્ય શું? એ જ્ન્મદત્ત હતું કે પરિસ્થતિ નિર્મિત? કે પછી એણે એ રીતે પોતાને ઢાળ્યો હતો? ઉચાટ ભરી વિકટ પરિસ્થિતિમાં તે કેવી રીતે પોતાને સ્વસ્થ કેવી રીતે રાખી શકે છે? ગજબના ચકરાવે ચઢી જાવ, તેવા નિર્ણયો લે છે. કેમ? કેવી રીતે? વિશ્વકપ જેવી અત્યંત મહત્વની સ્પર્ધામાં, ટીમ મુશ્કેલ સ્થિતિમાં હોય તો બેટિંગ ઓર્ડરમાં કોણ પોતાને પ્રમોટ સાહસ કરે? તેય એ દેશમાં કે જેના ક્રિકેટપ્રેમીઓને વિજયથી ઓછું બીજું કશુય ખપતું ના હોય! જ્યાં ગમે તે ઉચ્ચ દરજ્જાના ખેલાડીને પણ તેની અગાઉની ઉપલબ્ધિ ભૂલી, પહેલા મીડિયાને પછી ચાહકો જરાય બક્ષતા નથી! આમ તો લાંબા સમયથી હું ક્રિકેટ બહુ પ્રમાણમાં જોઉં છું. અગત્યની ટુર્નામેન્ટ કે ગમતાં ખેલાડીની રમત છોડી હવે ક્રિકેટ જોવાનું ઓછું કરી દીધું છે. ને સ્ટેડિયમમાં જોવાનો લ્હાવો હજી મળ્યો કે લીધો નથી. પણ ટીવીના સ્ક્રીન મેં જયારે ધોનીને જોયો છે ત્યારે મને તેની શાંતતા-ત્વરિત નિર્ણયશકિત-સ્પર્શી જાય છે. હું આશ્ચર્યમાં પડી જાઉ એટલો શાંત? છેલ્લા બોલ સુધી ધીરજ આ ખેલાડી કેવી રીતે રાખી શકતો હશે? ઉચાટ તો એનેય થતો જ હશે? એ કેવી રીતે ગેમ રીડ કરે? કેવા અને કેટલા કડવા નિર્ણયો લેવા પડે? શા માટે? અને સૌથી મોટી વાત જ્યારે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત થાય ત્યારે તે સૌથી પાછળ હોય, ખ્યાતિ ખેવના વિના!! વર્લ્ડકપના એ આખરી સિક્સ પછીની તેની સ્થિર, લક્ષ્યવેધી આંખો! ઘણું બધું જાણવું હતું. કદાચ આ ફિલ્મ જોવાથી મારું કુતૂહલ શમે એવી આશા ય ખરી.
 • મને લાગે છે ત્યાં સુધી એ ‘બોર્ન જીનિયસ’ હતો. સચિનની જેમ! પણ મેં સચિનની જેમ તેને નખ કરડતા નથી જોયો! કોઈ કામ તેને મન નાનું નહોતું. રમત માટે કે પોતાના ધ્યેય માટે એ ગમે તે જગ્યાએ રહેવા કે સંઘર્ષ કરવા પ્રતિબદ્ધ હતો. પિતાજીની અત્યંત જરૂરી ઈચ્છા વિરુદ્ધ કે મેદાન પર કોચની મરજી વિરુદ્ધ જવા માટે એનું મન કેટલું અને કેવું ઉપરનીચે થયું હશે? સહેલું અને સરળ લાગે તે કામને ઠોકર મારતા તે અચકાતો નથી. રેલ્વેની ટીસીની નોકરી છોડી એક અડગ નિશ્ચય સાથે! પ્રબળ કુટુંબભાવના તેને હૈયે ખરી જ. પોતાના પિતાજીને કહે છે એક વર્ષ મને આપો, હું કરીને બતાવીશ, નહીં તો તમે કહો તે કરીશ! મતલબ, નિર્ણયો લેતા પહેલા એ બધાને સાથે લેવાનું એના લોહીમાં હતું. યાદ આવે છે ઓસ્ટ્રેલિયા સામે સહેવાગ સાથે મળી એક ઓવર ઇશાંત પાસે કરાવેલી…અને પોન્ટિંગ પેવેલિયનમાં!
 • ફિલ્મનું એક દૃશ્ય જે મને અને કવિમિત્ર કિરણસિહ ચૌહાણને પણ એટલું જ ગમ્યું. કુચબિહાર ટ્રોફીમાં પંજાબ સામેની મેચમાં યુવરાજના પ્રભાવમાં ટીમ કેવી રીતે હારે છે, એનું ધોનીનું પોતીકું વિશ્લેષણ! ગજબનું હતું! પ્રભાવી રીતે ફિલ્માવાયેલું છે! એ સમયે ફિલ્મમાં દર્શાવ્યા મુજ્બ ખ્યાલ આવે કે જયારે તેની ટીમના અન્ય ખેલાડી યુવીને ધ્યાનથી જોવામાં ખોવાયેલા( ક્યા પ્લેયર હૈ!) અને પ્રભાવમાં આવી ગયેલા ત્યારે એ યુવીને નજરઅંદાજ કરતો, ચાર ડગલાં આગળ ઊભેલો દર્શાવ્યો હતો! આમ,એ કોઈના/સામેની ટીમના પ્રભાવમાં પહેલેથી જ ન આવવાવાળો બેબાક ખેલાડી છે!
 • ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે ધોની જન્મ સમયે જ ક્યાંય બીજા ઘરે જ પહોંચી ગયો હોત! પિતા પાનસિંગ પંપ ઓપરેટર હતા, કે જેને અન્ય મધ્યમ વર્ગીય પરિવારના વડીલોની જેમ પોતાના બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા હોય જ!
 • મને ખબર નહોતી કે સ્કૂલ લેવલે કોઈ બીજો છોકરો વિકેટકીપર તૈયાર ના થયો ત્યારે કોચ બેનરજી ગોલકીપર માહીને ક્રિકેટમાં ખેંચી લાવ્યા, ગોલકીપર ધોની તો ક્રિકેટ દડાથી ગભરાતો નહોતો પણ તેણે એ ‘છોટા બોલ’ લાગતો હતો! સરકારી નોકરી ઈચ્છાતા પિતાને, બહેન-માની મદદથી, ‘મહી’ને સપોર્ટ આપવા સમજાવી લે છે! એ મને નહોતી ખબર! તેને હેલિકોપ્ટર શોટ સમોસાને બદલે સંતોષે શિખવેલ, એ પણ નહોતી ખબર. તેની જિદગીમાં સાક્ષી સિવાય પણ કોઈ હતું? ફિલ્મને હિસાબે હતું. પ્રિયંકા! હું તો નહોતો જાણતો. ૩ કલાકનું પેપર ૨.૩૦ કલાકમાં લખી, પેસેન્જર ટ્રેન પકડી પ્રેકટીસ માટે દોડવાનું ઝનૂન અજબ હતું! મેદાન પરની તેની ચુસ્તી-સ્ફૂર્તિ-રનીંગ પાછળ આવા પરિબળો જ તો કારણભૂત નહીં હોય?! પિતાને રાત્રે પીચને પાણી આપતા જુએ ને તે જિંદગીમાં આગળ ઉપર જવાનું મનોમન વિચારે છે. મને નહોતી ખબર કે તેને મિત્રોનો સહકાર કેવો ગજબનો હતો! કોચ બેનરજી કે કપ્તાન ગાંગુલીના તેની ઉપરના અતૂટ વિશ્વાસની વાત થોડી જાણીતી! પણ ક્યારેક ઝોનવાદનાં દબાવમાં ખોટા સિલેક્શનને કરી કારણે વિવાદમાં રહેતી, પસંદગી સમિતિ, હંમેશા ભૂલ નથી કરતી. ઘણીવાર સારા નિર્ણય પણ લે છે. થેન્ક્સ ટુ કિરણ મોરે! જેના ભગવાનજી સચિન હોય! તે સ્કૂલ ક્રિકેટ દરમિયાન રમતા કૈં કેટલાને મેદાન સુધી ખેંચી જતો, આજે જ ખેંચી જ રહ્યો છે!…‘મહી માર રહા હૈ!’ એજ મેદાન, એજ સ્કૂલ જ્યાં તે રમ્યો છે જોવું તો રહ્યું.
 • એ ‘થોડે સે મેં ખુશ થવા વાળો થોડો હતો’ પહેલેથી જ ‘ટ્રાય કરવી હોય તો હમી કર લેગે’ના ઝનૂનવાળો! ‘નબળી ટીમ’ સાથે રમવું એને ગમતું નથી. હક્કથી સ્ટ્રાઈક લેવાવાળો; કહો કે તેનો આત્મવિશ્વાસ કેવો ગજબનો! જેનાથી એ વારંવાર જીત્યો છે અને આપણને ખુશ કરતો રહ્યો છે!
 • મલદે સૂરજ કે મોં પર મલાઇ, બેસબ્રિયાં, પથ્થર કે સબ રાસ્તે, પરવા નહીં, જાગીર તેરી તેરા ખજાના જાયે વહી લે જાયે જહાં… કદમો પે તેરે બાદલ ઝૂકેગે.. (સ્મૃતિ આધારિત) ગણગણવાનું ગમે એવા ગીતો છે.
 • કદાચ ફિલ્મ થોડી ટૂંકી હોત તો સારું થાત, કેટલીક જાણીતી વાતોને વિવાદની વાતો ફિલ્મમાં આવરી લીધી નથી. તો સાથે દિગ્દર્શકની બ્રેક પછી સહેજ પકડ ઢીલી પડી હોવાનું મને લાગ્યું. પણ ધોનીના તમે ચાહક ના હો તો પણ એકવાર નિહાળો તો કશું ખોટું નથી_ચોક્કસ!
 • સુશાંત સિંગ ધોનીના પાત્રમાં ઓતપ્રોત અનુભવાયો. તેની ચાલઢાલમાં કે બોડી લેંગ્વેજમાં, ધોનીની ખૂબ નજીક રહ્યો હોવાનું મને લાગ્યું. મહેનત તો તેણે ધોની બનવા કરી જ છે! અનુપમ ખેર જાનદાર. શાળા કોચ તરીકે રાકેશ શર્મા અને અધિકારી તરીકે કુમુદ મિશ્રા પણ પ્રભાવી રહ્યા.
 • આકરા અને કડક નિર્ણય લેવા ઘરને મામલે કદાચ અચકાયો હશે પણ જ્યારે જિદગી બદલવાની વાત હોય, મેદાન પરની વાત હોય કે કારકિર્દીની વાત હોય તો એ હિમતભર્યો નિર્ણય લે છે. જેઓ ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો સમજી લે કે એટલું સરળ નથી જેટલું દેખાય છે, પણ હા, જો નૈસર્ગિક રમત અને ટેલન્ટ હોય તો યા હોમ કરી પડવું. અન્યથા ઘણી બધી સારી રમતો છે, પડો યા હોમ કરીને…
 • મધ્યમ વર્ગનો એક સંઘર્ષરત પરિવારનો છોકરો ભારતીય ટીમનો સફળ કપ્તાન કેવી રીતે બન્યો? જાણવું જરૂરી હતું. ફિલ્મી સે હી સહી! એક પ્રેરણાત્મક ફિલ્મ તરીકે જોઈ શકાય! જો તમે ‘મિલ્ખાસિંઘ’ કે ‘મેરીકોમ’ જોવા જઈ શકો તો ‘એમ.એસ.ધોની’ કેમ નહીં? હવે કહો ધોની કેટલાએ જોયું?

બે ઐતિહાસિક ઘટનાઓ… અને એક આશાનું કિરણ

બે ઐતિહાસિક ઘટનાઓ… અને એક આશાનું કિરણ

પાકિસ્તાની ત્રાસવાદી અજમર આમીર કસાબને ભારતની પારદર્શી ન્યાયિક પ્રક્રિયા દ્વારા ફાંસીની સજાનું ફરમાન થયું કે દેશના હર્ષાન્વિત  લોકો પોતાની ખુશી છુપાવી ના શક્યા. અતિ હર્ષિત લોક જુવાળ એ સ્વાભાવિક બાબત છે. પોતાના આક્રોશને અભિવ્યક્ત કરવાનો અને પોતાની હૈયાવરાળ કાઢવાનો તેઓને મન આ એક સુવર્ણ અવસર હતો. ૨૬/૧૧ના ભારત પરના ત્રાસવાદી હુમલા બાદ, કસાબનું પકડાવું અને પછી તેને આધારે ધીરેધીરે તબક્કાવાર એ ઘટના ભીતરની વાતો ખૂલવું  ને પછી સરવાળે પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન હાથ આવ્યું અંતિમ સત્ય! જે આપણે બાપોકાર વર્ષોથી કહી રહ્યા છીએ.. એ સત્ય આખી દુનિયા સામે ઉજાગર થયું. પણ મને સવિશેષ આનંદ અને ગર્વ થયો, ભારતીય લોકશાહીની પારદર્શી ન્યાય પ્રણાલીને માટે! તેથી આપણા સૌ માટે આ એક ઐતિહાસિક પ્રકરણ બની રહ્યું છે.  આ આતંક દરમિયાન સ્વજનો ગુમાવનાર નિર્દોષ સામાન્ય જન હૃદયની વેદનાનો શુમાર મને કે તમને ક્યાંથી હોય? તેમના આહત હૈયાને તો નિષ્ઠુર કસાબને ફાંસી આપવામાં આવશે તો પણ ભાગ્યે જ શાંતિ મળશે…

પણ મારે તો આજે આ ઘટનાને સમાંતર, બનેલી બીજી એક ઐતિહાસિક ઘટનાની વાત કરવી છે; કે જેને કારણે લાંબા અંતરાલ પછી હું આ બ્લૉગ પોસ્ટ લખવા માટે સાચું કહું તો મજબૂર થયો! કસાબનો ચુકાદો જાહેર થયો…અને વિવિધ ચૅનલ પર ચાલતી ચર્ચા સાંભળી રહ્યો હતો ત્યારે અચાનક જ આ ઐતિહાસિક ઘટનાની માહિતી મને મળી –  “સ્ટાર ન્યૂઝ” ચૅનલ પરથી! કોણ જાણે કેમ મને એક નવી આશાનું કિરણ દેખાયું એ સમાચારમાં! એ આશાવંત વિચાર સાથે હું સમાચાર જોવા લાગ્યો.

ખૂબ સામાન્ય લાગે એવા એ સમાચાર હતા…સતત સળગતા રહેતા  જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાનો ૨૬ વર્ષીય ફૈસલ શાહ નામનો એક યુવાન તબીબ યુપીએસસી – સિવિલ સર્વિસની પરીક્ષામાં ટૉપર થયો હતો!  એક એવો કાશ્મીરી યુવાન કે જેના પિતા ગુલામ રસુદ શાહને ત્રાસવાદીઓ દ્વારા આઠ વર્ષ પહેલાં ઠાર મારવામાં આવ્યા હતા! કારણ ?…એ ત્રાસવાદીઓને આશરો આપવાની તેના  પિતાજીએ ના પાડી હતી! એક એવો યુવાન કે જેણે વિવાદિત કાશ્મીરના આવા કેટલાય રક્તપાત નજીકથી જોયા હતા! અને જેણે યુપીએસસીની પરીક્ષા માટે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ લીધી નહોતી! એવો ખુલ્લા દિલનો નવયુવાન કે જેણે ભારતીય જનતંત્ર માટેની પોતાની શ્રદ્ધાને આવી અનેકાનેક મુશ્કેલીઓ વચ્ચે પણ જરાય ડગવા દીધી નહોતી – વિંધ્યાચળ સરીખી અચળ અને સ્થિર!

“સ્ટાર ન્યૂઝ” ચૅનલના ઍંકર સાથેનો તેનો નાનકડો ઈંટર્વ્યૂ શરૂ થયો અને પ્રસન્ન હૈયે હું તે સાંભળી રહ્યો. મન કહેતું હતું કે એ રસપ્રદ મુલાકાત લાંબો ચાલે તો સારું! કમનસીબે તેમ ન થયું! પણ ભલે, “સ્ટાર ન્યૂઝ”ને પણ આ નિમિત્ત અભિનંદન આપું છું…આટલો મઝાનો નાનકડો લહાવો આપવા બદલ. એ કાશ્મીરી નવયુવાનની આશાવંત આંખો વચ્ચે નિર્ભેળ આનંદ છલકતો હતો. તે નિખાલસપણે બોલી રહ્યો હતો…તેના પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા ૧૯૯૪ના આઈપીએસ પાસ કરનાર કુપવારા જિલ્લાના અબ્દુલ ગની મીર કે જેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરના ડીઆઈજી –સીઆઈડી છે… પણ મને તો કદાચ સૌથી ઉપર તેની પ્રેરણાશક્તિ, તેનું હૃદય જ લાગી રહ્યું હતું!…જે તેને કહી રહ્યું હતું કે તેણે તબીબી વ્યવસાયમાં નહીં, પણ ક્યાંક બીજે જવું…સિવિલ સર્વિસમાં! પરોક્ષ રીતે તેની પ્રેરણામૂર્તિ તેની માતા મુબીનાનો બની હશે કે જે વ્યવસાયે શિક્ષક હતી અને જેણે અસંખ્ય અવરોધ સામે ક્યારેય પણ હાર માનવાનું સ્વીકાર્યુ નહોતું!  પ્રાંતના લોકોની સેવા કરવા માટેનો એ યુવાનનો તલસાટ, તેની વાતો પરથી સ્પષ્ટ થતો હતો- જાણે ભડવીર અહિંસાનું શસ્ત્ર લઈ એકલપંડે જંગે ચઢવા શસ્ત્રસજ્જ ના થઈ રહ્યો હોય!

એ મુલાકાત  દરમિયાન સ્પષ્ટપણે તેના વિચારોમાં અને તેની દેહભાષામાં એક ગજબનો આત્મવિશ્વાસ જણાતો હતો; કહીશ કે ઉફાણ પર હતો. તે કુપવારાના કાશ્મીરી યુથ, સ્ત્રીવર્ગ અને ભારત માટે કૈંક કરી છૂટવા માટે તત્પર જણાતો હતો. સાથોસાથ પોતાના લક્ષ્ય બાબતે, તેની સ્પષ્ટભાષિતા ઊડીને આંખે વળગે એવી હતી. તેની વાતોમાં એક એવું ઝનૂન હતું, જે અનેકાનેક વિટંબણાને પાર કરવાના તેના અડગ નિર્ધારને દર્શાવી રહ્યું હતું. તેણે પોતાના પિતાને પ્રદેશમાં વરસોથી ચાલતા જૂના વિખવાદમાં ગુમાવ્યા હોવા છતાં; તેણે એ બાબતનો લગીરેય રંજ કે અદાવત રાખ્યા વિનાં – કસાબ કે અફઝલ ગુરુ જેવા અન્ય દિશાહીન યુવાનોની જેમ  બીજી ખોટી દિશા તરફ વળવાને બદલે –  પોતાના એ ઝનૂનને; પોતાના પ્રાંત-પ્રદેશ માટે કશુંક કરી છૂટવા માટે હકારાત્મક દિશામાં વાળ્યું હતું. સામી છાતીએ પડકાર ઝીલી લેવાનો પોતાના આશય સ્પષ્ટ કરતા જ્યારે તે કહી રહ્યો હતો કે…  “કાશ્મીરી યુવાવર્ગ –અંધકાર યુગમાં પોતાની જાતને વેડફી રહ્યો છે. તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. મારે તેમને દિશા આપવી છે અને જણાવવું છે કે તમારા માટે કશું જ અશક્ય નથી!” _ ત્યારે તેનો થનગનાટ કોઈની પણ નજરે ચઢે એવો હતો.  તે સરકારની નીતિઓ – યોજનાઓથી સારી રીતે વાકેફગાર હતો. વળી તેને એ પણ ખબર હતી કે ગરીબ કાશ્મીરી પ્રજા માટે સરકાર યોજનાઓ તો અસંખ્ય બનાવે છે પણ કમનસીબે એક સામાન્ય નાગરિક સુધી પહોંચતા પહેલા જ ભષ્ટાચારીઓ અને વચેટિયાઓ તે આરોગી જાય છે! અન્ય રાજ્યોની જેમ જ! તેણે એક ભષ્ટાચાર મુક્ત શાસન પ્રણાલી તરફ પ્રશાસનને લઈ જવાનો પોતાનો ઈરાદો બાબતે પણ સ્પષ્ટીકરણ કર્યું. એ વાત સાંભળી ત્યારે જ મને લાગ્યું કે ફૈસલને કદાચ હવે કોઈ રોકી શકે તેમ નથી… અને મારો માંહ્યલો બોલી ઊઠ્યો કે ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં કદાચ કેટલીક નિર્ણાયક ક્ષણોમાં – કે કોઈ અવાંછનીય ઘટના દરમિયાન તેણે કોઈક અસરકારક ભૂમિકા અવશ્ય ભજવવાની આવશે! સરકાર અને સામાન્ય નાગરિક વચ્ચે પારદર્શી વ્યવહાર દ્વારા એક માધ્યમ –સેતુ બનવાની તેની દિલી તમન્ના  હોવાથી નિયતિ સિવાય કોઈપણ તાકાત તેને રોકી શકે એમ નથી!

તેની નિખાલસ વાતો અને લાગણીસભર ચહેરાની રેખાઓ આપણા દેશ અને જમ્મુ-કાશ્મીર માટે આશાનું મોટું કિરણ છે. તેને આપણા દેશના પ્રબુદ્ધ લોકોના સમર્થનની અને પ્રોત્સાહનની જરૂર છે; જેથી એ તેના જેવા બીજા અસંખ્ય ફૈસલ શાહને, કાશ્મીર અને દેશની ઉન્નતિ માટે તૈયાર કરી આપે. મિત્રો! મારા માટે આ સમાચાર ભારત- પાકિસ્તાન વચ્ચે ચાલતી – શાંતિ વાર્તાથીય – સવિશેષ છે. તમારા માટે પણ હશે જ… હું તો પૂરો આશાવંત છું કે ફૈસલ મને જ નહીં આપણને કોઈને પણ જરાય  નિરાશ નહીં જ કરે! એ તો વાદળ પાછળની રૂપેરી એક કોર સમાન છે. દોસ્ત ફૈસલ! યુપીએસસીમાં કાશ્મીરના પ્રથમ ટૉપર તરીકે તને ખૂબ ખૂબ અભિનંદન! તારી પ્રગતિ માટે સાચા દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા!  અને હવે પછીના આવનારા કઠિન સમયમાં દરેક પડકાર, દરેક વિટંબણા સામે લડવા, ખુદાતાલાની ખુદાઇ સદા તારી પડખે રહે એવી સૌના વતી ઈશ્વરને પ્રાર્થના.

તણખલું – “…લખવું એ મારા માટે ‘માણસ’ એ અને ‘જીવન’ ને ઓળખવાની ને સાથે સાથે જાતનેય ઓળખવાની-પામવાની પ્રક્રિયા પણ છે ને તમારા સુધી- માણસ સુધી પહોંચવાની સાથે સાથે મારા સુધી પહોંચવાનોય એક સેતુ છે.” ( યોગેશ જોષી, “ઉદ્દેશ”  -ફેબ્રુઆરી ૧૯૯૯, પાનાં નંબર-૨૫૫)

પ્રકરણ – ૨૦ અજાણ્યો કૉલ

પ્રકરણ ૨૦ અજાણ્યો કૉલ

______________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૯ માં વાંચ્યું …

ને પછી  આગળ….

__________________________________________________________________________રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

 __________________________________________________________________________________

પ્રકરણ ૨૦ અજાણ્યો કૉલ

પૂરપાટ દોડતી જીપમાં બેઠેલો માથુરનું દિમાગ પણ ગતિશીલ બની ગયું હતું…

તેના મનમાં પ્રશ્ન ચકરાતો હતો કે પ્રશાંત જાદવને કોણે પતાવી દીધો? એણે વારાફરતી વિકલ્પ વિચારી જોયા… પવાર, તેજપાલ, દિલાવરસિંગ સૈની કે રસેશ ગોધાણી અને મનોમન તાળો મેળવતો  રહ્યો. તે  વિચારતો રહ્યો હતો…હવે પછીની સંભાવનાઓ અને શક્યતાઓનો સરવાળા-બાદબાકી કરતો રહ્યો અને છેવટે તેનાં મનમાં કેટલાંક સ્વીકાર્ય તર્કનું ગણિત બરાબર બેઠું…દરમિયાન મોરે ચૂપચાપ ગાડી હાંકતો રહ્યો.

ગાડી  ઘટનાસ્થળે પહોંચી ત્યારે આજુબાજુ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર જમાદાર સ્થળ પર હાજર હતા; કારણકે પાંડેસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. રાઠોડ પવારને પકડીને કતારગામ ‘રધુપતિભવન’ જવા નીકળી ગયા હતા. માથુરને જોતાં સ્થળ પર હાજર કોન્સ્ટેબલે હરકતમાં આવી ગયા અને વધારે ડંડા બતાવી લોક ટોળાંને પાછળ ધકેલવા માંડ્યા. ટોળું તિતર-બિતર થતું સહેજ પાછળ હટ્યું,  ફૉરેન્સીક અને ફોટોગ્રાફર આવીને પોતાનું કામ શરૂ કરી ચૂક્યા હતા.

પાંડેસરા જી.આઇ.ડી.સી. રોડનો એ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ  ઝોનમાં આવતો હોવા છતાં, એ રોડ કૈંક અંશે નિર્જન જણાતો હતો.. જી.આઇ.ડી.સી.નો છેલ્લો રોડ, આખરી બે મિલની વચ્ચેના પીપળાના ઝાડ નીચેની એકાંત જગ્યા. ખૂનીએ કરેલી સ્થળ પસંદગી હોશિયારીથી કરી હતી. જે બાબત સૂચવતી હતી કે ક્યાં તો તે પારંગત હતો ક્યાં તો પછી તે ખૂબ જ રક્ષાત્મક ‘ગેમ’ રમવા માંગતો હશે! કોઈક દહેશતને કારણે હશે કે પછી સૂઝબૂઝભર્યા  આયોજનના ભાગ રૂપે?…માથુરના મનમાં ગડભાંગ શરૂ થઈ ગઈ.         

માથુરે જોયું તો પ્રશાંત જાદવની ગાડી એક ઝાડ નીચે પાર્ક કરેલી હતી. અડધી ગાડી રોડની બાજુની, ત્રણ-સાડા ત્રણ ફૂટની કાચી સડક પર હતી અને ગાડીનો આગળનો બોનેટનો ભાગ, મુખ્ય ચાર રસ્તાવાળા રોડની વિરૂદ્ધ દિશામાં હતો. એટલે કે પ્રશાંત જાદવ કદાચ ઘરથી અહીં આવ્યો હોવો જોઈએ…કે પછી શક્ય છે કદાચ કોઈકે તેને બોલાવ્યો પણ હોય? કોઈકે તેને ડ્રાઈવિંગ સીટ પર જ ફૂંકી માર્યો હતો. ખૂનીએ એક ગોળી તેનાં લમણાં પર, ડાબી તરફથી મારી હતી અને બીજી ગોળી તેનાં ડાબી બાજુ છાતીના ભાગમાં ઉતારી દીધી હતી. તેનું શરીર જમણી બાજુ લચી પડ્યું હતું અને તેનું ડોકું ડ્રાઈવર સાઇડના દરવાજા તરફ ઢળેલું હતું. આમ, તેનું આખું શરીર ડ્રાઈવર સાઇડના દરવાજા પર રહેલાં તેની ડોક અને સીટબેલ્ટને સહારે લટકી રહ્યું  હતું. તેનો ડાબો પગ સહેજ ઊંચકાઈને સીટ પર આવી ગયો હતો. માથુરે સહેજ વધુ ઝીણવટભરી નજરે જોયું તો તેનું માથું જ્યાં ઢળેલું હતું, એ તરફ તેની લમણે મારેલી ગોળીને કારણે ત્યાં લોહી એક જગ્યાએ કૈંક વધુ પડતું પડ્યું હતું. જ્યારે જમણી બાજુની છાતીના ભાગમાં વાગેલી ગોળીને કારણે ઉડેલું લોહી આજુબાજુ ફેલાઈ ગયું હતું. માથુરની નજર સ્વાભાવિક જ ગાડીની ઇગ્નિશન કી પર ગઈ, જ્યાં તેનો જમણો હાથ, બંધ સ્થિતિમાં રહેલી ઇગ્નિશન કી પર હતો!  

પ્રથમ નજરે જે ધ્યાનમાં આવ્યું તેનો આધાર લઈ માથુર પોતાના તર્કને મનોમન પ્રમાણિત કરવા  ડ્રાઈવર સાઈડ છોડી  ફરીને ગાડીની ખાલી સાઈડ પર ગયો. જ્યાં ઊભા રહી તેણે પ્રશાંત જાદવની લાશનું ફરી નિરીક્ષણ કરવા માંડ્યું. એ તરફ ઊભા રહી, તે ગાડીની ખાલી સાઇડથી લગભગ બે ડગ પાછળ હટી ગયો; પછી તેણે એક આંખ બંધ કરી, જાણે પોતે જ જાદવને ગોળી મારી રહ્યો હોય એમ, પોતાના હાથની આંગળીઓ દ્વારા, રિવૉલ્વર જેવી પ્રતિકૃતિ બનાવી, પ્રશાંત જાદવની લાશ તરફ એક નિશાન તા ક્યું…

ને સહસા તેના મોમાંથી ઉદગાર નીકળી ગયો_”ક્યા બાત હૈ!” અને તેની ધારદાર આંખોમાં વધુ ચમક આવી ગઈ…ને પછી તેણે પોતાની તર્ક-જાલ વધુ ગૂંથવા માંડી…

કદાચ ખૂનીએ અહીં, આ ખાલી સાઈડ તરફ ઊભા રહીને જ ગોળી ચલાવી હતી. સીટ ઉપર અને પ્રશાંત જાદવની છાતીના ભાગ ઉપર, ચારે બાજુ પ્રસારેલું- ઉડેલું લોહી સૂચવતું હતું કે પહેલી ગોળી ત્યાં જ મારવામાં આવી હશે. તે પણ લગભગ પાંચ-છ ફૂટના અંતરેથી જ મારી હશે. ત્યારબાદ ખૂનીએ વિચાર્યું હશે કે કદાચ એક ગોળીથી કામ ન થયું તો?… એ ભયથી જ કદાચ તેણે  બીજી ગોળી લમણાં ઉપર, બરાબરનું નિશાન લઈને મારી હતી; જેથી ત્યાં એક જગ્યાએ જ લોહી દદડીને રેલાયું હતું. તેથી ત્યાં એક જ જગ્યાએ લોહીનો મોટો ધબ્બો  પડ્યો હતો. કદાચ તે છેલ્લા શ્વાસ ગણી રહેલાં પ્રશાંત જાદવની ખૂબ નજીક જઈને ઉતારી આવ્યો હતો. કદાચ એ માટે તે ડ્રાઈવર સાઈડ પર ગયો હશે. એનો મતલબ એ હતો કે પ્રશાંત જાદવનું કાસળ કોઈપણ ભોગે નીકળી જાય તે તેના માટે કે પછી તેના આકાઓ માટે અત્યંત જરૂરી હતું! અહીં માથુરને આ બાબત, ઘણી બધી રીતે સૂચક લાગતી હતી… કયાં તો? ખૂની એટલો અને એવો રિવૉલ્વર નિશાન લેવા પૂરતો નવો નિશાળિયો હતો; કે જે કદાચ પ્રથમવાર ગોળી ચલાવી રહ્યો હતો. જેણે પહેલી ગોળી મારી પ્રશાંત જાદવને પહેલાં લાચાર બનાવવા વાપરી હતી. તેણે સીધું શિરો ભાગનું નિશાન લેવાનું જાણી જોઈને ટાળ્યું હોવું જોઈએ, જેથી ગોળી ચૂકવાનો ભય પણ નહીં. પછી કદાચ કણસી રહેલાં અને ડ્રાઈવર સાઇડના દરવાજા તરફ ઢળી પડેલા જાદવને લમણે બરાબર નજીક જઈ નિશાન લીધું હતું. પણ તે એટલો બધો પણ ડફોળ નહોતો કે તેણે પોતાને કોઈ જોઈ ના જાય તેની કાળજી ના કરી હોય!! વળી ચબરાકીથી તેણે વેરાન વિસ્તાર પસંદ કર્યો હતો. રાત્રિનો સમય અને ડ્રાઈવરની વિરૂદ્ધ દિશામાં ખાલી સાઈડ પર ઊભા રહી તેણે પ્રશાંત જાદવ સાથે વાતચીત આરંભી હશે. જેથી આવતા-જતાં વાહનોની હૅડલાઇટના ઉજાસથી પોતાની ઓળખ છુપાવી શકે અને સાથોસાથ પોતાના હાથમાં રહેલી રિવૉલ્વર ને પણ એટલી જ સિફતથી સંતાડી શકે_ પ્રશાંત જાદવ અને અન્ય રાહદારીઓની નજરથી! પછી તે કદાચ અંદર ગાડીમાં પણ બેઠો હશે; અને પ્રશાંત જાદવ સાથે કોઈક એવા મુદ્દાની ચર્ચા શરૂ કરી હશે, જે એ બંને માટે ખૂબ જ અગત્યની હશે! દરમિયાન કોઈક બાબતે બંનેને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હશે… જે કદાચ ખૂનીએ જાણી જોઈને આરંભી હશે! જેથી તે પોતાના ધારેલા કામમાં સફળ થઈ શકે…ને માથુરનું અટકળ કરતું મન ક્ષણવાર માટે થોભ્યું, અને બીજી જ મિનિટે ફરી ગણતરીમાં પડ્યું…ઊલટી!

ઉગ્ર ચર્ચા?…ના, શકય નથી! પેલો ખૂની ઉગ્ર ચર્ચા શા માટે કરે?! તેણે તો તકનો લાભ લઈ હસતાં હસતાં વિદાય લેતો હોવાનો ડોળ કર્યો હશે. કદાચ પ્રશાંત જાદવની વાત કે શરતો સ્વીકારી લીધી હશે તેને નચિંત અને બેધ્યાન બનાવવા માટે! મતલબ કે તેઓ શાંતિથી છૂટા પડ્યા હશે પછી… જેથી તક ઝડપી,  પ્રશાંત જાદવને વાતમાં રોકી તેણે ચાલાકીથી તેણે પોતાનું કામ પૂરું કર્યું હશે. સાથોસાથ સંભાવના એ પણ હતી કે જ્યારે તેણે રિવૉલ્વર કાઢી હશે ત્યારે જ જાદવનું ધ્યાન તેની પર ખેંચાયું હશે. તેને પોતાના મોતને સામે ઉભેલું જોઈ એણે બનતી ત્વરાથી ત્યાંથી તેણે રઘવાટમાં ત્યાંથી ભાગવાની કોશિશ કરી હશે; ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે અને તેનો ઇગ્નિશન કી સુધી લંબાયેલો હાથ; તે ગાડી ચાલુ કરે તે પહેલાં જ, અચાનક છૂટેલી  ગોળીને કારણે ત્યાંનો ત્યાં જ રહ્યો!…

પછી માથુરે અડસટ્ટે ઘટનાના સમયનો અંદાજ મેળવવા બૉનેટ પર હાથ મૂક્યો. બૉનેટ ઠંડુ હતું. બૉનેટ ખોલાવી રૅડિયેટરનું ઢાંકણ ખોલી, તેનાં પાણીમાં આંગણી ઝબકોળી…એ પ્રણ ટાઢું બોળ હતું!! મતલબ કે ઘટના મોડી રાત્રે  મધ્યરાત્રિ બાદ, બની હોવી જોઈએ. એણે ગાડીની ડૅશબોર્ડ’નાં ગ્લઉ કંપાર્ટમેન્ટ’ માં ખાંખાં-ખોળા શરૂ કર્યા.. ને એના આશ્ચર્ય વચ્ચે એ ખાંખાંવીખી દરમિયાન ત્યાંથી એક ઘડી વાળેલું કાગળ મળ્યું. ક્ષણવાર માટે માથુરને લાગ્યું કે એ કાગળ, આ પ્રકારના કાગળ જેવી  જ અદ્દલ સ્ટેશનરી નું પ્રિન્ટીંગ  પોતે ક્યાંક જોયું છે! તેણે કૈંક કૂતુહલથી, ટેવવશ, એ કાગળ ઉપાડી લીધું. ને પછી તેણે દિમાગને વધારે કષ્ટ આપવાને બદલે, લઈ એ કાગળની ઘડી ખોલી નાંખી! ખોલતા જ તે ઉછળી પડ્યો_ જાણે લોટરી લાગી ના હોય! ને એ ઘડી ખુલતા જ તેને ઝટ યાદ આવી ગયું કે એવી જ પ્રિન્ટિંગવાળું કાગળ તેણે ક્યાં જોયું હતું! એ હતું વિજય રાઘવનની અંગત ડાયરીનું પેલું ” ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું પાનું”! એક નાનકડી નોંધ સાથે! માથુરે વિજયની ડાયરીની અગાઉ જોયેલી નોંધ સાથે આ મળેલા કાગળના અક્ષરનો તાળો મેળવી જોયો. પોતાના અનુભવપરક મનથી નક્કી કર્યું  લીધું કે એ ચોક્કસ વિજય રાઘવનના જ હસ્તાક્ષર હતા! પછી બીજી જ પળે તેણે હસતા હસતા એ કાગળ પોતાના શર્ટના ગજવામાં  સરકાવી દીધું.

પછી માથુરે ફૉટોગ્રાફ્રરને બોલાવી પ્રશાંત જાદવના લમણે વાગેલી ગોળીને કારણે, નીચે પડેલાં લોહીના મોટા ધબ્બા સહિતનો; જાદવની લાશનો કેટલાક ખાસ ફોટો લેવા સૂચવ્યું.

હવે?…માથુર વિચારતો હતો_

પ્રશ્ન એ હતો કે ખૂની રિવૉલ્વર લઈ ગયો હશે? કે પછી આસપાસમાં જ ક્યાંક?…અને બીજું પ્રશાંત જાદવને સામેથી અહીં બોલાવનાર જો પેલો ખૂની જ હોય તો!?…અને જો તેણે જ પ્રશાંત જાદવને અહીં બોલાવ્યો હોય, તો તે પહેલેથી જ અહીં હાજર આવી પહોંચ્યો હશે!…શક્ય છે કે અહીં આવતા-જતા કોઈકે તેને તો નહીં પણ તેની ગાડીને જોઈ હશે!..   અને જો તે પહેલેથી જ અહીં હોય, તો તેણે અહીંથી ભાગવા માટેની વ્યવસ્થા પણ અગાઉથી વિચારી રાખી હશે!.. જો તે ટુ વ્હીલર પર આવ્યો હશે તો ચોક્કસ હાઈસ્પીડ બાઇક પર હશે!…પણ ના તે પોતાની ઓળખ છૂપાવવા ફોર વ્હીલરમાં  જ આવ્યો હોવો જોઈએ…અને જો એમ હોય તો…તો…અનુમાનની શગ પકડીને, તેણે પ્રશાંત જાદવની ગાડીની વિરૂદ્ધ દિશામાં, ચાલવા માંડ્યું. પછી રોડ ક્રોસ કરીને તે સામે પહોંચી ગયો. ખૂની ચોક્કસ ફોર વ્હીલરમાં જ હશે, એવું તેનું તારણ પોતાની આંગળીને ટેરવે રહેલાં, હાથવગા શકમંદને આધારે મૂકી શકાય એમ હતું. તે નિરાશ ન થયો. સામે રોડને આવેલી ત્રણ ફૂટની કાચી સડક પર, એમ તો ઘણાં બધાં નિશાન હતાં; પણ તેનું ધ્યાન રોડ પર ખેંચાયેલા અને ટાયરથી પડેલાં, ધૂળનાં એ નિશાન પર ગયું; જે સૌથી અલગ અને સ્પષ્ટ તરી આવે એવું હતું. એ નિશાન_ ખૂનીએ રોડ પર પોતાની ગાડી, પ્રશાંત જાદવ ની ગાડીની વિરૂદ્ધ દિશામાં ઊભી રાખી હોવાનું અને કામ પૂરું થયા પછી ઉતાવળે ત્યાંથી હટી જવા માટે; પોતાની ગાડી ત્યાંથી જોશભેર ઉપાડી હોવી જોઈએ એવું કશુંક સૂચવતું હતું.

માથુરે રોડ પર સહેજ આછાંપાછાં, ધૂળથી ઊભરી ઊઠેલાં, એ ટાયરોનાં કેટલાંક નિશાનની, ‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ના મૉલ્ડમાં, પ્રતિકૃતિ લેવાનો ફોરેન્સીકવાળાને હુકમ કર્યો…અને પછી ફરી પ્રશાંત જાદવ ની ગાડી પાસે આવ્યો.            

તે બીજીવાર નિરીક્ષણ કરી રહ્યો હતો. કંઈક કશુંક રહી ના જાય એ ફેર તપાસ કરી લેવાની તેની આદત હતી. ને તે દરમિયાન અચાનક તેની નજર પ્રશાંત જાદવના પગ પાસે, સીટ નીચે ક્લચ પૅડલ નજીક પડેલા તેના મોબાઇલ પર પડી. અને તેની આંખમાં, લોટરીમાં પણ ‘જૅક પોટ’ લાગ્યો હોય એમ,  સૂચક ચમક આવી ગઈ! યાર, આ તો હુકમનો એક્કો હાથ લાગ્યો! એવું કશું વિચારતાં તેણે હાથ મોજાં પહેરી મોબાઇલ  ઉઠાવી લીધો.

પ્રશાંત જાદવ ના મોબાઇલની ‘કૉલ લોગ’ ની વિગત રસપ્રદ અને ઉપયોગી જણાતી હતી. માથુરે સૌથી પહેલું કામ ‘મિસ કોલ’ લિસ્ટ જોવાનું કર્યું.  એ લિસ્ટ જોતાં જોતાં તેણે પોતે પ્રશાંત જાદવને કરેલાં, પોતાના મોબાઇલ નંબર તે પર અટક્યો. ત્યાર પછીનો નંબર પ્રશાંત જાદવની ઓફિસનો હતો. જે પણ તેણે પોતે જ કર્યો હતો.. પણ તે પછીનો નંબર?…તેને થયું કે આ નંબર…તો !? એ નંબર જોઈ તેની આંખ ચાર થઈ ગઈ હતી કૉલ ડિટેઇલ્સ જોતી વેળા!…કંઇક જાણીતો નંબર લાગતો હતો! ક્યા વાંચ્યો હતો એ નંબર? તેણે પોતાની યાદશક્તિ પર, જરા જેટલું જોર લગાડ્યું કે તેને યાદ આવી ગયું! એ નંબરના છેલ્લા પાંચ આંકડાઓ- … ૧૦૯૮૭-  તેના નજર સમક્ષ ઝબકી રહ્યા અને વળતી પળે તે બોલી ઊઠ્યો, ‘યસ’!… આ જ તો એ નંબર પર હતો, કે જેની ઉપર પોતે ‘કોલ ડિટેઇલ્સ’ જોતી વખતે પેન્સિલથી રાઉન્ડ કરીને; વધુ ઊંડાણથી અન્ય નંબર જોડે એ નંબરની વિગતનો ઘડ પાડવા-તપાસવા માટે વિકાસ અને હનીફને આપ્યો હતો! 

એ જ નંબર પરથી બે ‘મિસ’ કોલ હતાં_ પ્રશાંત જાદવના મોબાઇલ પર! તે પણ પોતે અહીં પહોંચ્યો તે અગાઉના, હમણાં થોડા સમય પહેલાંના જ હતા!!

‘થેંક્સ દોસ્ત! તું ને યે ગલતી ક્યું કીં?’ તે એવું ધીમેથી ગણગણ્યા વિના ના રહી શક્યો!

 તેણે મોબાઇલ હાથમાં લીધો ને થોડી જ વારમાં મોબાઇલ પર લો બૅટરી સિગ્લનનો સંદેશો આવવા માંડ્યો. માથુરે કોલ લોગ ફાઇલ વધુ ઊંડાણથી ચકાસવાનું વિચારી જ રહ્યા હતા… કે અચાનક પ્રશાંત જાદવના એ મોબાઇલની રીંગ વાગી!

– – – – ૧૦૯૮૭. ફરી એ જ નંબર પરથી કોલ હતો! અને બીજી જ મિનિટે તેના દિમાગમાં એક ઝબકારો થયો!

ત્યાં તો રીંગ બંધ થઈ ગઈ. માથુરે ક્ષણવાર માટે બીજા કોઈક મોબાઇલની બૅટરી એ મોબાઇલ ફોનમાં ક્ષણવાર માટે નાંખવાનું અને કોલ લોગ ફાઇલની વધુ માહિતી પૂરેપૂરી ત્યાં જ જોવા માટે વિચાર્યું; પણ બીજી જ ક્ષણે તુરંત માંડવાળ કર્યું. કારણકે તે જાણતો હતો કે ફરી જ્યારે એ નંબર પરથી ફરી રીંગ આવે ત્યારે પોતે મોબાઇલની બૅટરી બદલતો ન હોય! એ તક હાથથી સરકી ન જાય એ ખૂબ જ જરૂરી હતું! અને ધારો કે આવે તો પોતે શું કરવું ?… તેના તેજતર્રાર દિમાગને શ્રમ તો પડતો જ હતો અને નિર્ણય લેતા પહેલાં સખત તાણ અનુભવાતી હતી…છતાં ભાગતી ઘડિયાળની ટિક ટિક વચ્ચે, પોતે શું કરવું તેના માટે મન મક્કમ કરી લીધું!

તે ઝપાટાભેર, બમણી સ્ફૂર્તિથી કામ કરવા લાગ્યો. પ્રશાંત જાદવના એ એન-૭૦ મોબાઇલમાં ‘માઇ ઓન’ સેકસનમાં તેણે ખાંખાં-ખોળા કરી જોયા. તેને જે જોઈતું હતું તે ત્યાં નહોતું. થોડી મગજમારી પછી ‘ટૂલ્સ’ સેક્સનમાંથી તેને જે જોયતું હતું તે મળી ગયું.

માત્ર ક્ષણનો સવાલ હતો!…પ્રશાંત જાદવના મોબાઇલ ફોનના ‘કોલ રેકોર્ડર’ સોફ્ટવેર ને તેણે ઍક્ટીવેટ કર્યું જ હશે_

ને અચાનક_  

ફરી રીંગ વાગી_

વળતી પળે તે સ્વસ્થતા રાખી, પોતાનો હાથ રૂમાલ માઇક્રોફૉન પર મૂકી, મોબાઇલનો ‘સ્પીકર’ ફોન ‘ઑન’ કરી દઈ, તેણે મોબાઇલથી પોતાનું મોં સહેજ દૂર રાખી, ખૂબ જ ધીમા અવાજે કહ્યું…

“હં…બોલ!_  ”

અને પછી જ્યારે સામેથી કોઇક ગભરાટના માર્યો, એક જાણીતો અવાજ સંભળાયો ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો!  અને સામેથી એ અવાજ સાંભળી, તત્કાલ તેના ચહેરા પર, થોડીવાર પહેલાં જ દેખાતી તાણ દૂર કરતું, ધીરગંભીર સ્મિત ઊભરી આવ્યું. હંમેશાની જેમ _!   

પેલાં ઉતાવળમાં હાંફળોફાંફળો બોલતો હતો. પણ તેનો અવાજ ધીમો હતો!_

“… પ્રશાંત સર!  તમે ટ્રાફિકમાં છો કે શું ?” સામેથી પેલી વ્યક્તિએ કહ્યું. તેને તેણે પાંડેસરા જી.આઇ.ડી.સીનો, વહેલી સવારના પિક અવર્સનો; હજી થોડીવાર અને થોડીવાર પહેલાં શરૂ થયેલા, ટ્રાફિકના વાહનોનાં હૉર્ન નો અવાજ ડિસ્ટર્બ કરી રહ્યો હતો. માથુર પણ તો એમ જ ઈચ્છતો હતો!

“હા!” તે શક્ય એટલું ઓછું બોલી, સામેની વ્યક્તિને પ્રશાંત જાદવ જ બોલી રહ્યો છે! એ વાત પ્રતીતિ કરાવવા માંગતો હતો.

“હું તમને ક્યારનો ફોન કરતો હતો. તમે ઉપાડતાં કેમ નહોતા?”. હું ખૂબ ઉતાવળમાં છું…

“શુંઉઉઉ?…” માથુરે કહ્યું.

“…સર! તમને કદાચ રોડ પર ટ્રાફિકમાં સંભળાતું ન હશે. જરા ગાડી સાઈડ પર લઈ લો, ખૂબ અગત્યની વાત છે. બીજી કોઈ વાત હોત તો તમને પછી પણ કરી લેત; પણ વાત ખૂબ જ અરજન્ટ છે, તેથી મારે તમને હમણાં જ કરવી પડે એમ છે! હવે મને શું કરવું? એ ખબર નથી પડતી! જરા મૂંઝવણ થઈ જાય છે એવી વાત છે. સાંભળો…”

“હં.. થોભ! હવે… બોલ” માથુરે ગાડી થોભાવી ઊભા રાખી હોવાનો કર્યો.

“જાદવ સર! મારા તમને બે સમાચાર આપવાના છે. એક સારા અને એક ખરાબ છે. સાંભળો…ખરાબ સમાચાર એ છે કે અહીં ‘રધુપતિભવ” ઉપર તમારી ઑફિસ  પર પોલીસ આવી છે. કોઈક માથુર સાહેબ કરીને છે. તમારી ઑફિસમાં જ બેઠા છે, પોલીસ સ્ટેશન હોય એમ. મને પણ જવા દેતાં નથી. અને સાથોસાથ છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ  તેમણે પવારને પકડી લીધો હોવાની માહિતી છે. પણ તેમણે એક પણ બે ખોટા માણસને પણ પકડી લીધાં છે. ગિરધારી અને અજય ચેવલી!….”  

ને પછી માથુરે પોતાના મોબાઇલ ફોન કાઢી,  સોનીને “મિસ કોલ’ કરવા માટે બટન પર હાથ મૂકયો.

અને અચાનક અટક્યો. અને બીજી જ પળે પોતાના મોબાઇલમાં, પહેલેથી તૈયાર રાખેલો એક મેસેજ તેણે સોનીને મોકલ્યો …

“પેક અપ!”

—-*—–  

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૮/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૧ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૧૯ બીજું ખૂન

પ્રકરણ  – ૧૯   બીજું ખૂન

________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૯ માં વાંચ્યું …

ને પછી આગળ….

_________________________________________________________

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

_________________________________________________________

પ્રકરણ ૧૯  બીજું ખૂન 

 

પાંડેસરાના પી.એસ.આઇ. રાઠોડની સાથે માથ્રુરની મોબાઇલ ફોન પરની વાતચીત સાંભળી ત્યાં હાજર રહેલા બધાનું અચરજમાં પડી જવું સ્વાભાવિક હતું. કારણકે છેલ્લી બે વારની માથુરની વાતચીત પરથી એટલું સ્પષ્ટ હતું કે પવાર પકડાયો હતો! પણ ઉધના સ્ટેશન પરથી કે પાંડેસરા પરથી? તે સમજ નહોતી પડતી. 

અને સબ ઈન્સ્પેક્ટર વિકાસ પ્રધાન હકીકત જાણવા માટે પોતાની ઉત્સુકતાને વધુ રોકી ન શક્યો.

“માફ કરજો, સર! હું ભૂલ ના કરતો હોઉં તો, મને યાદ છે ત્યાં સુધી પહેલીવાર સોની સરનો ફોન હતો, ત્યારે પણ પવાર પકડાયો હોવાનું તમે કહ્યું હતું; જમાદાર વસાવાને અભિનંદન આપતાં હોવાનું પણ મેં સાંભળેલું. પછી બીજી વાર પાંડેસરાથી રાઠોડ સરનો ફોન આવ્યો ત્યારે પણ પવાર પકડાયો હોવાનું તમે કહ્યું!… મને તો બિલકુલ કશું સમજાયું નહીં સર!”

“વિકાસ! તે બરાબર સાંભળ્યું હતું. પહેલીવાર પણ પવાર પકડાયો હતો અને બીજીવાર પણ પવાર જ પકડાયો છે! પણ તને સાચું કહું તો, પહેલીવારનો સંદેશો ખોટો હતો જ્યારે બીજીવારનો સંદેશો સાચો છે!  પહેલીવાર ખોટો પવાર કેમ પકડવો પડ્યો હતો? તે હું તને પછી કહીશ” કહી તેની સામે જોઈ સહેજ સ્મિત કરી ઉમેર્યુ, “એ વિચાર કે અસલી પવારને આપણે જ્યારે શોધી રહ્યા હતા, ત્યારે તે પાંડેસરામાં શું કરતો હતો?”

 “સર! તે કોઈ મોટા કારભાર માટે જ ત્યાં ગયો હશે! બીજું શું? … શક્ય છે કે કદાચ તેના કોઈ અંગત કામ માટે પણ કદાચ ત્યાં ગયો હોય…નહીંતર એ કંઈ પણ, કોઈને પણ ‘ત્રિવેણી’ પર કહ્યા વિનાં ત્યાં જાય શું કામ?” વિકાસે કહ્યું.

“તારી વાત કદાચ સાચી હોઈ શકે! પણ જાણવું એ રહ્યું કે તે પોતાના કામ માટે ‘રિલાયન્સના વેબ વર્લ્ડ’ પર ગયો હતો કે પછી બીજા? પોતાના મોબાઇલ ફોનનો પ્લાન ચૅઇન્જ કરાવવા ગયો હતો કે પછી કોઈ પ્લાનનો અમલ કરવા? ‘રિલાયન્સ’ ના ફોનનું બિલ ભરવાને બહાને ડિટેઇલ બિલ કઢાવવા? કે પછી…શક્ય છે કે તારી માહિતી મુજબ પ્રશાંત જાદવ, જે કોઈકની સાથે એક ‘અગત્યની બેઠક’ કરવાનો હતો…તે પવાર સાથે પણ હોય!! માટે.. એક મિનિટ…એક મિનિટ_” કહી માથુર ક્ષણવાર માટે અટક્યો. અટક્યો તેવો જ ચૂપ થઈ ગયો! અને પછી બીજી જ મિનિટે આદતવશ આંખો મીંચી ચૂપચાપ બેસી ગયો.

સબ ઈન્સ્પેક્ટર વિકાસ પ્રધાન પણ સમજી ગયો અને તે પણ ચૂપ થઈ ગયો. તેને ખબર હતી કે માથુર સર પોતાની મૂંઝવણનો ઉકેલ, આ રીતે જ હંમેશા શોધતા હતા_ ઘણીવાર!

અજય ચેવલી અને ગિરધારી- બંને અવાચક બની, મૂઢની જેમ બેસીને, બધું સાંભળી રહ્યા હતા.

હનીફે આંખો મીંચી વિચારમગ્ન બેઠેલા માથુરના ચહેરા પરની ખેંચાયેલી રેખાઓ જોઈ, અને મનોમન તેમને કારણ પૂછવા માટે વિચાર્યું; પણ પૂરી હિંમત એકઠી કર્યા પછી પણ તે ના પૂછી શક્યો.

અને પળવાર માટે  ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાં સ્મશાનવત્ શાંતિ થઈ ગઈ.

અકળામણની કેટલીક મિનિટ પસાર થયા બાદ, અચાનક માથુરે આંખો ખોલી, અને પછી વળતી પળે બબડ્યો, ” માય ગોડ, પ્રશાંત જાદવ… યાર હનીફ ! રસેશ ગોધાણી તો ચીખલી પાસે ચૅકપોસ્ટ પર, વલસાડ પોલીસના બંદોબસ્ત હેઠળ અહીં આવી રહ્યો છે; પણ આપણને પ્રશાંત જાદવનો ગઈ રાતથી સંપર્ક નથી થતો ને?!_ “કહી તે ફટ કરતો ખુરશીમાંથી ઊભા થઈ ગયો અને જોરથી લગભગ ચિલ્લાયો, “હનીફ! જલદી પી.એસ.આઇ. રાઠોડને ફોન કરી, કહી દે_ કે પવારને લઈને સીધા અહીં પહોંચે. મને અંદેશો છે કે પ્રશાંત જાદવની જિંદગી સાથે કોઈક રમત રમી રહ્યું છે…”

પછીની બીજી મિનિટ એણે પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો અને સોનીને ફોન લગાડ્યો, ” સોની! ક્યાં છે તું?”

“ઑન ધ ટાર્ગેટ સર! તમારી સૂચના મુજબ, હું પંપ રૂમમાં છું. યાદવ મારી સાથે છે. હજી સુધી કોઈ હિલચાલ નથી. સર! હું તમારા આગળના હુકમની રાહ જોઈ રહ્યો છું. ” સામેથી ધીમા સ્વરે સોનીએ કહ્યું.

“વિઝીબિલિટી કેવી છે?”

“પંપ રૂમની બરાબર બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતી અથવા આવતી-જતી વ્યક્તિ માટે કૉમન ટૉઇલેટ-બાથરૂમની વ્યવસ્થા છે. પંપ રૂમમાં એક નાનકડા સ્ટૉરેજ માટે જગ્યા પણ છે… અને અહીંથી ત્યાં આસાનીથી નજર રાખી શકાય છે સર!” 

“અને સબ્જેક્ટ?”

“સર! મેં હજી હમણાં જ અપ-ડેટ લીધા…હું રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે તમારું સાદું ગણિત સાચું પડે!”

“લગભગ સો ટકા સાચું પડવાની શક્યતા છે, સોની!…પવારને પી.એસ.આઇ. રાઠોડે પાંડેસરાથી પકડ્યો છે. પણ તું ઍલર્ટ રહેજે. બૅસ્ટ લક!”

આ તરફ હનીફ પી.એસ.આઇ. રાઠોડ સાથે વાત કરી રહ્યા હતો, તે દરમિયાન ફરી પાછું કશું યાદ આવ્યું હોય તેમ; માથુરે સોની સાથેની વાત પૂરી કરી, હનીફ પાસેથી મોબાઇલ માગ્યો, ” લાવ હનીફ ! મને આપ!…રાઠોડ! સાંભળ_માથુરે બોલું છું. પેલા પવારને એક અડબોથ લગાવી પૂછ કે તેની સાથે બીજું કોણ હતું? અને છેલ્લે કોની સાથે હતો?”

“સર! માફ કરજો ! પણ મેં દોઢ ડહાપણ વાપરી પહેલાં જ એની સાથે થોડો ટપલી દાવ રમી લીધો છે…અહીં શું કામ આવેલો ?_મેં જ્યારે એવું પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તે પોતાના અંગત કામ માટે આવેલો…અને એમ કહે છે કે તેની સાથે કોઈ નહોતું…પકડાયો ત્યારે પણ તે એકલો હતો. મેં જાતે જ સૌથી પહેલાં તેનો કાંઠલો પકડેલો સર! ” પોલીસ ફૉર્સમાં નવા નવા જોડાયેલા નવલોહિયા રાઠોડે, સગર્વ માથુર પાસે શાબાશીની અપેક્ષાએ જવાબ વાળ્યો. 

“ઍક્સલન્ટ વર્ક રાઠોડ! શાબાશ!” માથુરે તેને જરાય નિરાશ ન કર્યો.

 “થૅંક્યું સર!”

થોડીવારમાં સામે પોલીસ જીપ ઊભી રહ્યાનો અને તેમાં કરગરતા પવારનો અવાજ સંભળાયો.

“સાહેબ સાચું કહું છું… હું તો અહીં મારા અંગત કામ માટે આવેલો.”

“રાઠોડ! ક્યા પ્રકારના અંગત કામ માટે પાંડેસરા આવેલો? એવું એને પૂછ.”

થોડીવાર પછી રાઠોડ સામેથી કહ્યું, “સર! કહે છે કે તેના ‘રિલાયન્સ’ના મોબાઇલ ફોનનું બિલ વધારે આવતું હોય, પ્લાન બદલાવવા માટે ‘રિલાયન્સ’ના ‘વેબ વર્લ્ડ ઍક્સપ્રેસ’માં આવેલો…બીજું કોઈ જ કારણ નથી, એમ કહે છે.”  રાઠોડે કહ્યું.

“સારું રાઠોડ! તું અહીં પહોંચ, પવારને હું રૂબરૂ પૂછી લઉં છું.”

“જી સર” કહી રાઠોડ જવાબ વાળ્યો અને માથુરે ફોન કટ કર્યો.

ત્યાં તો ઈન્સ્પેક્ટર ખન્ના, ‘એસ.એસ.એસ’ ના દિલાવરસિંગ સૈની પાસેથી માહિતી લઈ આવી પહોંચ્યો.

“સર! આ હાર્ડ કૉપી દિલાવરસિંગ  સૈનીએ આપી છે તેમાં પવાર, મહેન્દ્રપાલ સિંગ, દિલાવર સિંહ અને તેજપાલની માહિતી છે. સૉફ્ટ કૉપીમાં તેમના આખા સ્ટાફ્ની માહિતી છે. દિલાવરસિંગ સૈની કહેતાં હતો કે આ તમે જ રાખો, ભવિષ્યમાં તમને પાછી ક્યારેક જરૂર પડશે તો ક્યાં શોધતાં ફ્રરશો? પાછા વારંવારના ધક્કા!” કહી ખન્નાએ  હાર્ડ કૉપી અને સૉફ્ટ કૉપી માથુરને આપી.

“તેજપાલ અને દિલાવરસિંગ ક્યાં છે?” માથુરે પૂછ્યું.

“સર! દિલાવરસિંહએ કહ્યું કે તેજપાલ, પાંડેસરા, દક્ષેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પંચશીલ નગરમાં, એક સ્લમ વિસ્તારમાં રહે છે. ટી.બી.ની બિમારીને લીધે, છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત પણ સારી નથી રહેતી…તમે ક્યાં એ સ્લમ વિસ્તારની ગંદકીમાં પગ ગંદા કરવા માટે આવવાના? હું જાતે જ તેને લઈને માથુર સાહેબે જણાવેલ સ્થળે પહોંચી જાઉં છું, તમે પહોંચો_”

“એકાદ પોલીસ કૉન્સ્ટેબલને તેની સાથે મોકલ્યો કે  નહીં?” માથુરે તેની વાત વચ્ચેથી કાપતા પૂછ્યું.

“ના..ના સર!” કહેતા ખન્ના સહેજ થોથવાયો.

“બધાં પાંડેસરાનું જ કેમ નામ લે છે?” એવું કંઇક માથુર મનોમન ધીમેથી બબડ્યો.

પછી માથુરે ફટાફટ હાર્ડ કૉપીનાં પાનાં પલટાવવા માંડ્યા. બધાના પ્રૉફાઇલ પર નજર નાંખતી વેળા, ક્યારેક તેની નજર ખેંચાતી, તો ક્યારેક સ્થિર થતી. પણ તેણે એ કામ ઝપાટાભેર આટોપી લીધું.

સિટી લાઇટ રોડ પર રહેતાં દિલાવરસિંગ સૈનીની અને સામાન્ય હાલતમાં રહેતાં મહેન્દ્રપાલ સિંગની કરમ કુંડળીમાં ઝાઝો તફાવત માથુરને દેખાયો નહીં. તો પછી તેજપાલ કે પવાર માટે જોખમ ક્યાંથી લેવું? તેણે વિચાર્યું.

ને પછી તેજપાલની વિગત જોઈ. અડ્રેસ જોયું. અને પછી બાઘાની જેમ સન્ન થઈ, સામે નીચે બેઠેલાં અજય ચેવલીને કહ્યું,” ચાલ દોસ્ત ચેવલી! એક-બે કામ કર…આ તારી ઓફિસનું એમએફડી બરાબર ચાલે છે ને?”

“હા સાહેબ!” અચાનક તંદ્રામાંથી જાગ્યો હોય તેમ અજય ચેવલી બોલ્યો.

“તો પછી લે, આ કાગળોની ફટાફટ એક ઝેરોક્ષ કૉપી કાઢી આપ! અને પછી બધાને થોડું પાણી આપ.” કહી તેને તેજપાલ અને દિલાવરસિંગ સૈનીના પ્રૉફાઇલના પેપર તેને આપ્યા.

અજય ચેવલીએ ફટાફટ કૉપી કાઢી, માથુરને આપી.

માથુરે તે કૉપી લઈ ત્યાં ઊભેલા ખન્નાને આપતાં કહ્યું, ” ખન્ના ! તું આ તેજપાલના અડ્રેસ પર જા! અને જોઈ લે કે ત્યાં કોણ કોણ છે? દિલાવર ત્યાં પહોંચ્યો કે નહીં? હું કોઈ તક આપવા માંગતો નથી.”

ત્યાં તો અચાનક નીચેથી એક કૉન્સ્ટેબલ દોડતો દોડતો આવ્યો અને હાંફતા શ્વાસે તેણે કહ્યું, “સર!… સર! હમણાં જ વાયરલેસ પર મેસેજ આવ્યો છે…કાલે મોડી રાત્રે પાંડેસરા, જી.આઈ.ડી.સી.માં એક ખૂન થયું છે. મરનારનું નામ પ્રશાંત જાદવ છે! આ રહ્યું ઘટનાસ્થળનું અડ્રેસ!” કહી તેણે માથુરના હાથમાં અડ્રેસની કાપલી આપી.

“શુંઉઉઉ…? ક્યાં ? “અચંભિત હનીફથી સ્વાભાવિકપણે પૂછાઇ ગયું.

અને ત્યાં ઊભેલા અજય ચેવલીએ રડવા માંડ્યું.

“હા સર! ગઈ રાત્રે…પાંડેસરા, જી.આઇ.ડી.સી. ના વેરાન રસ્તા પર, તેની કારમાં જ કોઈકે તેને ગોળી મારી દીધી છે!” હાંફતા શ્વાસે બોલી રહેલા કૉન્સ્ટેબલના અવાજમાં સહેજ ગભરાટ હતો.

“ઓહ…નો!!” ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ ગયેલા માથુરના અવાજમાં વ્યગ્રતા અને તણાવ સ્પષ્ટ જણાતા હતા. છેવટે પોતે ના ઈચ્છતો હતો તેવું જ થઈને રહ્યું! તે આ ઘટના આખી રાતના ઉજાગરા પછી પણ ના રોકી શક્યો તેનું દુઃખ એના ચહેરા પર સ્પષ્ટ કળી શકતું હતું.

વળતી પળે તેણે સામે પડેલો પાણીનો ગ્લાસ પૂરો ગટગટાવી ને કમિશનર મહેતાનો ફોન આવે તે પહેલા, ફટાફટ  એક કોલ કરી લેવાનું ઉચિત માન્યું. તેણે પોતાનો મોબાઇલ લઈ ફરી સોનીને ફોન કર્યો.

“સોની! એક ખરાબ સમાચાર આપવાના છે. ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માલિક પ્રશાંત જાદવને કોઈકે ગઈ રાત્રે ફૂંકી માર્યો છે! અને_” જવાબમાં સામેથી સોનીના પ્રતિભાવની લગીરેય દરકાર કર્યા વિના તેણે આગળ ચલાવ્યું,”…સાંભળ! હું અત્યારે પાંડેસરા પાસે હું જાઉં છું. અહીં હનીફ અને વિકાસ છે. તું મેનેજ કરી લેશે ને?.. બીજું કોણ છે તારી સાથે? હા, ઠીક યાદ આવ્યું…યાદવ, બરાબર?…ઓ.કે ફાઇન! તારે કદાચ વધારે વાર ન જોવી પડશે. અને હા…તારો મોબાઇલ વાઇબ્રેશન મોડમાં રાખવાનું ચૂકતો નહીં!”

અને ઈશારાથી હનીફ અને વિકાસને, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માં ઊભી કરેલી હંગામી પોલીસ કચેરીનો હવાલો સોંપી તે દોડતો બહાર નીકળ્યો…

સહસા કશુંક યાદ આવ્યું હોય તેમ અજય ચેવલીને કહ્યું, ” તું પણ ચાલ મારી સાથે!”

પેલો હિબકાં ભરતો માથુર સાથે થવા દોડ્યો.

“ચાલ! હવે રડવાનું રહેવા દે! તારા શેઠનો કારભાર કેવો હતો તે તને નથી ખબર?! કદાચ તને ના હોય તો જાણી લે કે તેમણે આજે નહીં તો કાલે આ રીતે જ જવાનું હતું. કાળા કામનો અંત આવો જ આવતો હોય છે, તે તને ક્યાં નથી ખબર ?!…” લિફ્ટ ઉપર આવી રહી હતી, તે દરમિયાન રાહ જોઈ ઊભા રહ્યા હતા ત્યાં તેણે અજય ચેવલીને ટપાર્યો.

ને પેલો ચૂપ થઈ ગયો.   

‘રધુપતિભવન’માંથી નીચે ઊતરી, બહાર મેઈન ગેટ પાસે ઊભા રહેલા મોરેને, તેણે જીપમાં બેસતા પહેલા જરા ઊંચા અવાજે  કહ્યું, ” મોરે! ચાલ, આપણે તાત્કાલિક પાંડેસરા જવું પડશે…એક મર્ડર પણ થયું છે… પવારનું જ કામ લાગે છે…આપણે જરા ઝપાટાભેર જઈશું _ ”

ને પછી ગેટ પર બેઠેલા મહેન્દ્રપાલ સિંગના ચહેરાને તેણે ગાડીનો સાઈડ મિરર સરખો કરી વાંચવાનો યત્ન કર્યો.. જ્યાં મહેન્દ્રપાલ સિંગના એ ચિંતિત જણાતા વ્યગ્ર ચહેરા પર, ખેંચાયેલી તનાવની રેખાઓ વચ્ચે, પોતે સમજી શકે એટલું કહેવા માટે ઘણું બધું હતું. 

“સર! સોની સાહેબ?” પણ મોરે કદાચ સોની સાહેબને, માથુર સાથે ના જોતાં, પોતાની મૂંઝવણમાં હતો. 

માથુર પણ ક્ષણવાર માટે ચોંક્યો પણ બીજી પળે ત્વરાથી મોરેને કહ્યું, ” સોની સાહેબ સાથે મારી વાત થઈ ગઈ છે, તે એક અરજન્ટ ઈન્ક્વાયરી પતાવી સીધા પાંડેસરા પહોંચશે… ચાલ, મને મોડું થાય છે. જલદી કર”

ગૂંચવાયેલો મોરે ગાડીનો સેલ મારતા મારતા પણ, પોતાના સાહેબથી કંઇક ગફલત થઈ રહી હોય; એ ભાવથી જોઈ રહ્યો.

છેવટે ગાડીમાં પણ તેનાથી રહેવાયું નહીં, એટલે તેણે હતી એટલી હિંમત કરી એકવાર રસ્તામાં ફરી માથુરને પૂછી જ નાખ્યું.

‘સર! તમારી ભૂલ તો નથી થતી ને? તમને ખબર છે કે સર! હું ડ્યુટી પર ગાડી છોડી ક્યાંય જતો નથી. આજે પણ હું તો અહીં ગાડી પરને ગાડી પર જ બેઠો છું. મેં તો સોની સરને  ‘રધુપતિભવન’માંથી બહાર નીકળતા જોયા જ નથી?! સર! હું ચોક્કસ કહું છું.”

માથુરે પહેલાં સહેજ ગુસ્સાભરી નજરે મોરે સામે જોયું; અને પછી મોરેનો ચિંતાતુર ચહેરો જોઈ, રહેવાયું નહીં એટલે જોરથી હસી પડતાં કહ્યું, ” ગુડ! મોરે, તું પણ ચબરાક થઈ ગયો છે…તારી વાત સાચી છે…તારા સોની સર ‘રધુપતિભવન’ પર જ છે!! અને હું પણ તારા જેટલો જ આ વાતમાં ચોક્કસ છું.”

પણ માથુરની એવી વાત સાંભળી મોરેના ચહેરા પરની મૂંઝવણ હતી એનાં કરતાં બેવડાઈ ગઈ! માથુરસર તેને થાબડતા  હતા કે તેની સાથે મજાક કરતા હતા તે એને સમજાતું નહોતું! તેમાં વળી એક તરફ તેના સાહેબ, સોની સાહેબ બારોબાર પાંડેસરા ઘટના સ્થળે પહોંચશે એમ કહે છે અને બીજી તરફ તેઓ ‘રધુપતિભવન’ પર જ છે એમ કહે છે! તો પછી સાચું શું?…કદાચ તેઓ રઘુપતિભવન પર હોવાની વાત જ સાચી હતી કારણકે પોતાની નજર ચૂક્યો નહોતો!…ને એમ વિચારતાં તેણે ઍક્સલરેટર પર પગ દાબી દીધો_ ફુલ થ્રૉટલ!

અને પાંડેસરા પહોંચવા માટે તેની જીપ પૂરપાટ ગતિથી દોડવા માંડી. 

—-*—–  

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૧/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૦ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૧૮ પવાર પકડાયો!

પ્રકરણ  – ૧૮   પવાર પકડાયો!

____________________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૮ માં વાંચ્યું …

ને પછી  આગળ….

______________________________________________________________________

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

______________________________________________________________

પ્રકરણ ૧૮  પવાર પકડાયો! 

 

મહેન્દ્રપાલ સિંગ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાંથી  બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જ માથુરે કમિશનર મહેતા સાહેબને ફોન લગાડ્યો અને કૈંક ઊંચા અવાજે કૉરીડોરમાં આવતા જતા અને બહાર ઊભેલા બધાં સાંભળે તેમ બોલવા માંડ્યું, ” સર! માથુરે! હેલો_ હેલો સ..ર! માથુર…તમારો અવાજ બરાબર સંભળાતો નથી…હેલો!_”

“માથુર! તારો અવાજ કાનના પડદા ફાટી જાય એટલો ઊંચો કેમ છે? તું મને ધીમેથી બોલશે તો પણ સંભળાશે!” સામેથી કમિશનર મહેતાએ માથુરને વચ્ચેથી અટકાવતાં કહ્યું.

“સર! અહીં કતારગામમાં જ્યાં હું બેઠો છું, ત્યાં ‘રઘુપતિભવન’માં નેટવર્કની તકલીફ હોય એમ લાગે છે. કદાચ મારા ફોનમાં તકલીફ હોય શકે… મને તમે બોલો છો તે ખૂબ ધીમું સંભળાય છે… અને તમારો અવાજ પણ તૂટે છે…ઊભા રહો, હું બહાર નીકળું છું.. ” કહી માથુર વાત કરતા કરતા બહાર કૉરીડોરમાં નીકળ્યો.

“હું તને હમણાં ફોન કરવાનો જ હતો. સારું, બોલ શું વાત છે?”

“સર! સાંભળો…’વિજય રાઘવન હત્યા’ કેસમાં જરા અપડેટ આપી દઉં. કદાચ તમારી ઉપર તમારા મિત્ર, મિ.શર્માનો ફોન આવશે…કદાચ કોઇક નિર્દોષને પકડ્યો હોવાની ફરિયાદ કરશે. મેં એક-બે શકમંદને પકડ્યા છે. પણ તમારા મિત્ર મિ.શર્મા, તમને ગિરધારી નામની વ્યક્તિ બાબતે ફરિયાદ કરશે…જે મિ.શર્માનો અંગત સેવક છે…ના સર! પણ તો ચિંતા ના કરશો…પ્લીઝ સર! મિ.શર્માને તમે કહી દેજો કે અસલી ગુનેગારને હું છોડતો નથી, અને કોઇ નિર્દોષને કારણ વગર રંજાડતો નથી. તમે પણ એ વાત સારી રીતે જાણો જ છો સર! મને ખબર છે કે તમે મને ક્યારેય તપાસ દરમિયાન બિનજરૂરી પૂછપરછ કરતાં નથી અને મને પૂરી છૂટ આપો છો, તેથી જ હું કામ ઝડપથી પતાવી શકું છું. આ તમને આગોતરી જાણ કરી રાખું છું… પછી વિગતે વાત કરીશ પણ એ તો તમને ખબર છે સર_” માથુરે ખુલાસો કર્યો.

 “ઓ.કે! ઓ.કે. સાંભળ! મારા મિત્ર શર્મા મારી સામે જ બેઠા છે.” સામેથી કમિશનર મહેતાએ કહ્યું.  

જવાબમાં માથુરે સહેજ અવાજ ધીમો કરી કહ્યું, “માફ કરજો…સર! મિ.શર્માને જરા ધીરજ રાખવા કહો. તમે મિ.શર્માને પૂછી જુઓ, અને કહો કે જો તેઓ કહેતા હોય તો ગિરધારીની કબૂલાત તેમને ફોન પર સંભાળવું!  માટે તેમને છોડવાનો તો સવાલ જ નથી. હું એ વ્યક્તિને છોડીશ તો મારી તપાસને અસર થશે. પ્લીઝ સર! મિ.શર્માને શું જવાબ આપવો? એ જરા, તમારી રીતે નક્કી કરી દેજો. સર! આ કેસમાં મારી તપાસ ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. હજી એક શકમંદ ખુલ્લો ફરી રહ્યો છે અને એકાદ બીજાને વેતરી નાખવાની ફિરાકમાં હોય એવું મને લાગી રહ્યું છે. તમને થોડીવાર રહી ફરી પાછો ફોન કરું છું…’

“સારું! હું જોઈ લઉં છું અને શર્મા જોડે વાત કરી લઉં છું. ગિરધારી જોડે તેમની વાત કરાવવાની હાલમાં જરૂર નથી.” એવા કમિશનર સાહેબનો સામેથી પ્રતિભાવ સાંભળી લીધાં બાદ માથુરે કોલ કટ કર્યો.

પણ તેમની નજર મોબાઇલ ફોનના, લાલ કોલ ડિસક્નેકટ બટનની પર નહીં પણ મહેન્દ્રપાલ સિંગ પર હતી જે લિફ્ટ પાસે પહોંચી તો ગયો હતો…પણ તેની ચાલમાં જોવા મળતી લશ્કરી ચાલમાં ચિત્તા જેવી ચપળતા નહોતી તેને બદલે તે ધીમે પગલે ચાલી રહ્યો હતો…કંઇક તો કારણ હશે કે! કે પછી અમસ્તા જ…

એવું વિચારી રહેલો માથુરે, એ જોઈ કૈંક ઉત્સાહિત થઇ એ જ અંદાજમાં બીજો હુકમ કર્યો..” હનીફ! જા તો નીચેથી બીજા ત્રણેક જવાન બીજા બોલાવી લે. અહીં જરૂર પડશે. આપણે ડાયરો ભરવો પડશે એવું લાગી રહ્યું છે.”

હનીફ નીચેથી ત્રણ પોલીસવાળાને નીચેથી બોલાવી લીધા. તેઓને ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસ બહાર  હનીફે ડ્યુટી પર ગોઠવી દીધા!

અચાનક માથુરની આવી વર્તણૂંકની હનીફ  અને વિકાસ પ્રધાનને નવાઈ તો નહોતી. તેઓ જાણતાં હતાં કે આ બાબત હવે કોઇક અણધારી પરિસ્થિતિ માટે કે ઘટના માટે તેઓએ તૈયાર રહેવાનું ગર્ભિત સૂચન જેવી હતી!  ક્યારથી આ બધું જોઈ રહ્યા હતાં, અને  સમજવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ જાણતા હતાં કે માથુર સર ભલે શાંત દેખાતાં હોય પણ જ્યારે ફિલ્ડ પર કામ કરતા હોય અને તેમની ઝડપી અસરકારક નિર્ણયશક્તિ હંમેશા નહીં પણ ઘણીવાર અજબના પરિણામ આપતી હતી. એ નિર્ણયમાં આ પ્રકારની આક્રમકતા તેમની કામ કરવાની આગવી પદ્ધતિનો એક ભાગ હતો… આજનું તેમનું કામ કૈંક એવું તો નહોતું ને ?…તેઓ વિચારતાં હતા.

અને માથુર_

તેનું મન વીજળી વેગે ચાલતું હતું…

ગિરધારી અને અજય ચેવલી સામે હતાં. મિ.શર્મા અને મહેન્દ્રપાલ સિંગ પણ પાસે જ હતાં. દિલાવરસિંગ સૈની પણ મળી જશે. પણ તેજપાલને ચકાસવાનો હતો. પણ આ પવાર, પ્રશાંત જાદવ અને રસેશ ગોધાણી બંને હાથમાં નહોતો..તેમાં વળી પોતે એક જોખમ લીધું હતું. એક ગેમ રમવાનું અને સફળ થાય તો કામ થઇ જાય  એમ હતું…વિકાસ પ્રધાનના કહેવા પ્રમાણે પ્રશાંત જાદવ એના ઘરે પણ નથી! તેનાં પત્ની અને બાળકો ઘરે છે. તેઓના કહ્યા પ્રમાણે પ્રશાંત જાદવે છેલ્લો  ફોન ગત રાત્રે દસેક વાગ્યે કરેલો. અને કોઇની સાથે એક અગત્યની ‘બેઠક’ હોવાથી વાત કરેલી! કોની સાથે હશે એ ‘અગત્યની બેઠક’? અને એનો મુદ્દો શું હશે?.. ‘લાવ, એને જ પૂછી લઉં!’ એવું વિચારી; લાંબી મથામણ બાદ માથુરે ફોન લગાડ્યો પ્રશાંત જાદવને …

તેનાં આશ્ચર્ય વચ્ચે પ્રશાંત જાદવના મોબાઇલ પર આખી રિંગ પાસ થઇ ગઈ, પણ તેણે ફોન ના ઉપાડ્યો! માથુરે ફરી તેની ઑફિસના લેન્ડલાઇન નંબર પરથી પ્રયત્ન કર્યો, તો પણ પ્રશાંત જાદવે ફોન ન ઉપાડ્યો તે ન જ ઉપાડ્યો!! ‘ક્યાંક કોઇ_કશું ઊંધું તો વેતરી રહ્યું તો નથીને?…’તેણે વિચાર્યું. 

“હનીફ! બેટા, જો તો મોબાઇલ કંપની પર ફોન કરી પૂછ તો કે આ નંબર પરથી ક્યાંય બીજે ફોન થયાં રહ્યા છે ખરા? શકય હોય તો તેનું લૉકેશન જાણી લે જે !”

માથુર હનીફને કહી સૂચના આપી જ રહ્યો ને ત્યાં તો તેના મોબાઇલની રીંગ વાગી…સામે રસેશ ગોધાણી હતો !

તેના અવાજ પરથી લાગતું હતું કે તે થોડો ગુસ્સામાં હતો “માથુર સર?…રસેશ બોલું છું! હું તો સપરિવાર સાપુતારા જવા નીકળ્યો છું. પણ ચીખલી પાસે ચૅકપોસ્ટ પર, વલસાડ પોલીસે મને રોક્યો. કહે છે તમારે પરત સુરત જવું પડશે. સુરત પોલીસ કમિશનરનો આદેશ છે…આ તમે શું માંડ્યું છે, સાહેબ? કૈંક સમજાવો આ લોકોને. તમને કહીને, સંદેશો મૂકીને તો હું નીકળ્યો હતો. તો પછી મને શા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે અને_”  

“બહુ આકળા ન થાવ! શાંતિથી મારી વાત સાંભળો રસેશભાઈ ! વિજય રાઘવનનો કેસ આ રીતે વણાંક લેશે એ મને નહોતી ખબર. વિજયની હત્યા માટે, મેં બે શકમંદ પકડી લીધા છે અને આ બાબતે કેટલાંક મુદ્દે, મારી તમારે સાથે ખુલાસા કરવાની સત્વરે જરૂર છે. એટલાં માટે તમને તકલીફ આપવી પડી. બાકી તમે મને અડધી રાત્રે મેસેજ મોકલી લખ્યું હતું કે વહેલી સવારે હું સાપુતારા રવાના થવાનો છું…મેં તમને કશું કહ્યું? અને મેં તમને ‘હા’ નહોતી કહી! બરાબર? તમે મને ફોન કર્યો હતો એ વાત પણ સાચી, તો પણ મેં  ‘ના’ જ કહી હોત! તમને સાપુતારા જવા માટે પરવાનગી થોડી આપી હતી? તમે તો તમારી મરજીથી હંકારી મૂક્યું હતું. અને એક વાત તમને ખાસ કહું કે હજી એક હત્યારો નાસતો ફરી રહ્યો છે; આ સંજોગોમાં તમારા સાથે મને તમારી ફેમિલીની ચિંતા થાય છે. માટે પ્લીઝ !…તમે સમજી શકો છો આ વાત…”

“શું વાત કરો છો માથુર સર! વિજયની હત્યા માટે કોઇ પકડાઇ ગયું?! કોણ છે?” અતિ ઉત્સાહમાં આવી ગયેલા રસેશ ગોધાણીએ સામેથી પૂછ્યું. 

“છે એકાદ બે નમૂના, જે છે તેને કદાચ તમે ઓળખતા પણ ન હશો. તમે રૂબરૂ અહીં આવો એટલે તમને બધી વાત કરું છું. બરાબર?”

“બરાબર, બરાબર સર!!” પોતાના પાર્ટનરની હત્યા માટે શકમંદ પકડાઇ ગયાના સમાચાર સાંભળી રસેશ ગોધાણીનો અવાજમાં એક પ્રકારની ગરમાહટ આવી ગઈ હતી અને તેનો ગુસ્સો ઓગળી ગયો હતો.

“અને હા, સાંભળો રસેશભાઈ! તમારી પોલીસ માટેની સૂગ બાજુ પર મૂકી, પોલીસ પ્રૉટેક્શન માટે ના નહીં પાડતા! તમે ત્યાંથી પોલીસ ટીમ સાથે જ આવજો. સરળતા ખાતર તમે પોલીસની ગાડીમાં બેસી જજો. કારણકે હજી જે હત્યારો એક શકમંદ બહાર આઝાદ ફરી રહ્યો છે કે કદાચ તમને શોધતો પણ હોય…હું તમને ગભરાવી નથી રહ્યો, ફક્ત એલર્ટ કરી રહ્યો છું… તમારી કાર તમારા ફેમિલી સાથે પોલીસનો માણસ લઇ લેશે અને તેમને સુખરૂપ તમારાં ઘરે પહોંચાડી આવશે. એ જવાબદારી મારી. હું ત્યાં હાજર અધિકારીને જરૂરી સૂચના આપી દઉં છું. તમે નચિંત થઈ જાવ…તમે જરા ત્યાં ઊભેલા સબ ઇન્સેપેક્ટરને ફોન આપો..”

“ઓ.કે સર! તમે કહ્યું પછી ના પાડવાનો સવાલ જ નથી.” ખૂબ જ આજ્ઞાંકિત અવાજમાં રસેશ ગોધાણીએ હા કહી.

અને માથુરે જરૂરી સૂચના આપી, કૈંક હાશ સાથે ફોન કટ કર્યો.

“લો સર!’ હચ’માં મારે વાત થઇ છે. પ્રશાંત જાદવે ગત રાત્રિએ દસ વાગ્યે કરેલાં છેલ્લો કોલ નું લૉકેશન પાંડેસરા વિસ્તાર બતાવે છે! ” ત્યાં તો હનીફે માથુરે સોંપેલું કામ પૂરું કરી માથુરને માહિતી આપી. 

“મતલબ કે આપણી પાસે પડેલી આ કૉલ ડિટેઇલ્સ બાદ બીજા કોઇ ફોન થયાં નથી. બરાબર ને?…લાવ તો, મને પ્રશાંત જાદવના મોબાઇલનું કૉલ ડિટેઇલ્સ લિસ્ટ આપ”

માથુરે હનીફ પાસે પ્રશાંત જાદવના મોબાઇલનું કૉલ ડિટેઇલ્સ ધ્યાનથી જોવા હજી તો શરૂ જ કર્યું હતું કે તેના મોબાઇલની રીંગ વાગી…

પાંડેસરા પી.એસ.આઇ. રાઠોડનો ફોન હતો_

 “પવાર?… શું વાત કરે છે? ક્યાંથી? પાંડેસરા રિલાયન્સના વેબ વર્ડ પાસેથી? ગુડ…  શું? પવાર જેવો લાગે છે? અરે, કદાચ એ જ હશે…જરા જો તો રાઠોડ! તેની ડાબી આંખ પાસે ઉપરના ભાગમાં લગભગ એક ઈંચ જેટલું, વાગ્યાનું નિશાન છે?… છે ને? બસ, તો પછી ચોક્કસ એ જ છે. તું લઈ આવ અહીં જ ! હું જોઈ લઉં છું…શું કહે છે? રિલાયન્સના વેબ વર્ડ એક્સપ્રેસમાં ગયેલો, ફોનના પ્લાન બદલાવવા…! જુઠ્ઠુ બોલતો હશે! મરવા માટે બહાર ભટકે છે સાલ્લો! વેલ ડન રાઠોડ!” 

માથુર બોલી રહ્યો હતો તેમ તેમ હાજર રહેલાં બધાં, આશ્ચર્યથી ફાટી આંખે સાંભળી રહ્યા …

કારણકે થોડા સમય પહેલાં મહેન્દ્રપાલ હતો ત્યારે પણ ઉધના સ્ટેશન પરથી પવાર પકડાઇ ગયો એવો સોની સાહેબનો મોબાઇલ પર સંદેશો આવેલો!!

તો પછી પવાર પકડાયો ક્યાંથી? ઉધના સ્ટેશન પરથી કે પાંડેસરાથી? હમણાં પકડાયો તે પવાર હોય તો પહેલાં પકડાયો તે કોણ હતું? અને માથુર સર જે રીતે અભિનંદન આપી રહ્યા હતા, તે રીતે તો બંને વાત સાચી જણાતી હતી!…તો પછી સાચી હકીકત શું હશે?_ 

—-*—–  

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૨૨/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૯ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૧૭ મહેન્દ્રપાલ સિંગ છૂટ્યો!

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૫ માં વાંચ્યું …

ને પછી  આગળ….

 

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

———————————————————————————————-

પ્રકરણ ૧૭     મહેન્દ્રપાલ સિંગ છૂટ્યો! 

મહેન્દ્રપાલ સિંગને માથુરે જ્યારે એમ કહ્યું કે તું હિન્દી ભાષી હોવા છતાં, ગુજરાતી ખૂબ સરસ બોલે છે ત્યારે તે ગૂંચવાયો કે ખરેખર માથુર તેનાં વખાણ કરે છે કે પછી અમસ્તા જ …

અને એની ગડમથલ સમજતાં માથુરને જરાય વાર ના લાગી! હકીકતમાં તો માથુરે તેને તે કેવું ગુજરાતી બોલે છે? એ  ચકાસવા માટે જ ગુજરાતીમાં સવાલ કર્યા હતાં.

અને પછી તેણે મહેન્દ્રપાલ સિંગને કશું પૂછવાનું બાજુ પર મૂકીને, પોતાનો મોબાઇલ કાઢ્યો અને ‘સિંગ સિક્યુરિટી સર્વિસ’ ના માલિક દિલાવરસિંગ સૈનીને ફોન કર્યો, ” મિ. દિલાવરસિંગ?… માથુર બોલું છું, સુરત ક્રાઇમ બ્રાન્ચ!…તમને ખબર જ હશે કે કતારગામમાં આવેલ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટમાં, વિજય રાઘવન નામના શખ્સનું ખૂન થયું છે. ‘વિજય રાઘવનના મર્ડર કેસ’ની તપાસ મારી પાસે છે. આ બાબતે આપણે નજીકના દિવસોમાં મળીશું જ, તે માટે તમારે કદાચ અહીં આવવું પડશે; નહીંતર હું તો આવીશ જ. પણ તે દરમિયાન કેસની તપાસની ગતિ જળવાય રહે એ હેતુથી; તમે મને મળો તે પહેલાં, જો તમને વાંધો ન હોય તો હું તમને કેટલાક પ્રાથમિક સવાલો ફોન પર પૂછવા માંગુ‍ છું…ઓ.કે?”

“__જી!” સામેથી અવાજ આવ્યો.

“મિ. દિલાવરસિંગ! મારે તમને આ રીતે હેરાન કરવા માટેનું એક જ કારણ છે, તે કદાચ તમે સમજી ગયા હશો જ. તે છતાં હું સ્પષ્ટતા કરી દઉં કે અહીં કતારગામના આ બંને એપાર્ટમેન્ટ, એટલે કે ‘ત્રિવેણી’ અને ‘રધુપતિભવન’_બંને ઉપર તમારો જ સિક્યુરિટી કોન્ટ્રેક્ટ ચાલે છે. માટે કેસના પ્રારંભિક તબક્કે આ તપાસમાં, હું તમારા માણસોને ચોક્કસ જવાબદાર ગણી શકું…એ વાત સ્વાભાવિક છે કે તેઓની આ એપાર્ટમેન્ટ બનતી ગુનાખોરી રોકવાનો પ્રથમ જવાબદારી બને છે; અને આ એજન્સીના માલિક તરીકે તમે પણ એટલા જ જવાબદાર છો. ઓ.કે ? આ બંને  એપાર્ટમેન્ટ ખાતે, તમારા ત્રણ માણસો કામ કરે છે_ પવાર, મહેન્દ્રપાલ સિંગ અને તેજપાલ…બરાબર?”

“જી બરાબર!” સામેથી દિલાવરસિંગ સૈનીએ કહ્યું.

“જો કે તમારે એક વાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે પ્રાથમિક તપાસમાં તમારા માણસો આ કેસમાં સંડોવાયા હોય એવું જણાતું નથી. પણ આ બંને એપાર્ટમેન્ટની સુરક્ષાની જવાબદારી તેઓની હોય તેમને હાલ મેં પૂછપરછ માટે રોક્યા છે. અત્યારની પરિસ્થિતિમાં તમારા આ ત્રણેય માણસો મારા શંકાના દાયરામાં નથી.; પરંતુ આ કેસમાં આ ત્રણેય સિવાય અન્ય શખ્સો સંડોવાયેલા છે; એવું સાબિત  કરવા માટે મારે કેટલીક માહિતીની જરૂર છે, જે તમે જ આપી શકો છો. આ માહિતી અમારા માટે જ નહીં પણ તમારા માણસોને નિર્દોષ સાબિત કરવા માટે પણ અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે…”

“તમારે ક્યા પ્રકારની માહિતી જોઈએ છે?” દિલાવરસિંગ સૈનીએ પૂછ્યું.

“જુઓ મિ. સૈની તમારા બે માણસો પવાર અને મહેન્દ્રપાલની પૂછપરછ લગભગ પૂરી થઈ ગઈ છે અને તેમની સાથે વાત કર્યા પછી મને લાગે છે કે તેઓ નિર્દોષ છે, પણ તેમને હું ખાતરીપૂર્વક નિર્દોષ ત્યારે જ કહી શકું જ્યારે તમે મને આ તપાસમાં મદદ કરો. બીજી એક વાત, તમારા ત્રીજો માણસ, કે જે કદાચ અહીં આવતો જ નથી; છતાં તેની ડ્યુટી અહીં બોલે છે. તેની સાથોસાથ તમારી સાથે હું કેટલીક બાબતોની ચર્ચા કરવા માંગું છું ”

“જી સર! તમે કહો તો હમણાં આવી જાઉં…બાકી તમને વાંધો ન હોય તો તમે મને જે પૂછવું હોય તે; ફોન પર પણ પૂછી શકો છો!” સામેથી દિલાવરસિંગ સૈનીએ વિવેક કરતાં કહ્યું.

“સારું દિલાવરસિંગ! તમે સુરતમાં તમે ક્યારથી છો?”

“દસ વરસથી”

“તમે જેની હત્યા થઈ એ વિજય રાઘવનને કે મિ.શર્મા નામની કોઇ વ્યક્તિને ઓળખો છો?”

“ના સર! વિજય રાઘવન સાથે મારે ક્યારેય મુલાકાત નથી થઇ. હા, મિ.શર્માને એકવાર મળ્યો હતો.” દિલાવરસિંગ કહ્યું.  

“મિ.દિલાવરસિંગ! મને ખબર છે કે તમારી એજન્સીનો કોન્ટ્રેક્ટ પ્રશાંત જાદવની ઘણી કન્સ્ટ્ર્કશન સાઇટ પર ચાલે છે…મારે ખાસ તો એ જાણવું હતું કે તમે પ્રશાંત જાદવને અને રસેશ ગોધાણીને કેટલા સમયથી ઓળખો છો? ”

“જુઓ, માથુર સાહેબ! હું રસેશ ગોધાણીને ઓળખતો નહોતો, પણ  જાદવ સાહેબે જ મારી ઓળખાણ તેમની જોડે કરાવેલી. દરઅસલ વાત એમ છે કે મારે પ્રશાંતભાઈ જાદવ સાહેબ સાથે લાંબા સમયથી સંબંધ છે. તમારી વાત સાચી છે, તેમની ઘણી બાંધકામ સાઇટ પર મારા માણસો છે. એ કામના કોન્ટ્રેક્ટ માટે, મારે ઘણા વરસો પહેલાં, મારી તેમની સાથે મુલાકાત થયેલી. એ ઓળખાણ ધીરેધીરે ઘનિષ્ઠ મિત્રતામાં બદલાઈ ગઇ. આજની તારીખમાં તેમની કન્સ્ટ્ર્કશન સાઇટ, તેઓ પોતે જ્યાં રહે છે એ બિલ્ડીંગ ઉપર મારા માણસો ફરજ બજાવે છે; એટલું જ નહીં પણ તેમના મિત્રોને પણ તેઓ મારી એજન્સીના નામની ભલામણ કરે છે. જેથી તેમના મિત્ર વર્તુળમાં પણ ક્યાંક ક્યાંક મારા માણસો કામ કરે છે. મને યાદ છે કે ગત વરસે દિવાળીના દિવસો દરમિયાન જ મને તેમણે ગોધાણી સાહેબની ઓફિસે માણસની તાત્કાલિક જરૂરિયાત હોય, ફાળવી આપવા માટે ભલામણ કરેલી. એ સમયે તો હું રસેશભાઇને મળેલો નહીં, પણ મેં મારા સુપરવાઇઝરને તેમને મળવા મોકલી આપેલા.  ત્યારબાદ એકાદ-બે વાર, મારે મારા માણસોના સરપ્રાઇઝ ચેકીંગ માટે જવાનું થયેલું, ત્યારે તેમની ઉભડક મુલાકાત થયેલી… બાકી કામકાજમાં રસેશભાઇ માણસ ખૂબ જ નિયમિત . બીજી તારીખે પેમેન્ટ પણ સમયસર બિનચૂક મળી જાય! મોટે ભાગે મારા માણસો સાથે જ પૈસાનો ચેક મોકલી આપે છે. આજ દિન સુધી મારે ઉઘરાણી કરવાની જરૂર નથી પડી. તેમની સરખામણીમાં પ્રશાંતભાઇનું કામ જરા બેફિકરાઇવાળું લાસરિયું . વારંવાર ઉઘરાણી કરવી પડે. પેમેન્ટ મળે તો છે પણ કાપકૂપ કરીને, શું કરું સર!? ચલાવી લેવું પડે કારણકે તેઓને કારણે મને ઘણું કામ મળી રહે છે.” દિલાવરસિંગ સૈનીએ વિગતે ખુલાસો કર્યો.  

“પંજાબમાં તમારા ઘરમાલિકના ખૂનના તમે આરોપી હતા અને ૧૯૯૨માં તમારી પર બાંગ્લાદેશી કૈદીઓ પર અત્યાચારને મામલે કોર્ટ માર્શલ સુધી પહોંચેલો, શું એ સાચી વાત છે?”

“કોણે કહ્યું? હા_ ઠીક યાદ આવ્યું મારા માણસોની પૂછપરછ ચાલતી હશે! બરાબર ને? પણ પેલાં ગધેડાં મહેન્દ્રપાલ સિંગ આવી બધી બકબક કરવાની શું જરૂર? અને વિજયની હત્યા સાથે એ વાતનો શું સંબંધ સર? છતાં…તમારી વાત સાચી છે. પણ પહેલાં કેસમાં મારી પરનાં આરોપ ખોટાં હતાં અને હું નિર્દોષ છૂટેલો અને બીજામાં મને ફસાવવામાં આવ્યો હતો. એની વે…માથુર સર!  મારી ફરજ છે, હું જાતે જ આવી, આ બધી માહિતીનો ખુલાસો કરી જાઉં છું તો?_” 

 “પવાર, મહેન્દ્રપાલ સિંગ અને તેજપાલ આ ત્રણેય માણસોને તમે જેની ભલામણથી રાખેલા, તેની પૂરી માહિતી પણ મને આપો. ત્રણેયના સંપૂર્ણ બાયોડેટા, તમે આ સિક્યુરિટી સર્વિસ જ્યારથી ચલાવો છો, એ તથા તમારા પ્રોફાઇલની સંપૂર્ણ વિગતની, એક હાર્ડ કોપી તૈયાર કરી મને આપો. સાથોસાથ તેની તમામ ડેટાની એક સી.ડી પણ બનાવી રાખજો. હું માણસ મોકલું છું ”

 “જી સર!”  

 “હું હમણાં જ ઇન્સપેક્ટર ખન્ના મોકલું છું. તમે માહિતી તૈયાર રાખો! અને હા! તમારાં માણસ તેજપાલને પણ બોલાવી રાખજો … ઇન્સપેક્ટર ખન્ના સાથે તેને પણ અહીં મોકલી આપજો.”

“જી સર! પણ સાચું કહેજો સર, શું આ તપાસ મારા કે મારા માણસો માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે?” ચિંતિત દિલાવરસિંગ સામેથી પૂછ્યું.  

“જરાય નહીં! તમારે ચિંતા કરવાની લગીરેય જરૂર નથી મિ. દિલાવરસિંગ! એમ સમજો કે મારે તમારી ‘ફેવર’ કરવા માટે આ માહિતી જોઇએ છે… કારણકે અમે લગભગ ખૂની સુધી પહોંચી ગયા જ છે અને તે મારી પાસે જ છે. તે પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યો છે.

“અચ્છા?! તમે તો સારા સમાચાર આપ્યા સર! કાતિલ કોણ છે સર?!” દિલાવરસિંગ સૈની ખૂબ જ ઉત્સુકતાથી પૂછી બેઠો.

“ગિરધારી!!” માથુરે ત્વરિત, જાણે કેસ સૉલ્વ કરી દીધો હોય એવા સ્વરે કહ્યું.

એ સાંભળી દૂર ખૂણામાં ઊભેલા ગિરધારીએ, ” સાહેબ હું ખૂની નથી…” એવું કરગરતા સ્વરમાં  કહી ફરી રડવાનું શરુ કર્યું

“ગિરધારી, એ કોણ સાહેબ?” દિલાવરસિંગ નામ જાણવા આતુર હતો.

“મિ.શર્મા કરીને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના સેક્રેટરી છે તેમનો અંગત સેવક છે. વિજય રાઘવનને મારી ગામ ભાગી ગયો હતો.. હત્યાના કારણ બાબતે મોં નથી ખોલતો, હજી પૂછપરછ ચાલુ છે_ એક મિનિટ…એક મિનિટ! પ્લીઝ હોલ્ડ ઓન!” અચાનક તેણે દિલાવરસિંગ સૈનીને ફોન પર રોક્યો … દૂરથી  ઈન્સ્પેક્ટર સોની ‘ત્રિવેણી’ પર જઈ પરત આવી ગયો હતો. માથુરે તેને મોબાઇલના  માઈક પર હાથ મૂકી, ચૂપ રહેવાનો ઇશારો કર્યો. 

 પછી સોની કશુંક કહે તે પહેલાં, તેને બાજુ પર લઇ જઈ કહ્યું ,” મિ.શર્માને ઘરે તો તેમનો ભત્રીજો હિતેશ જ હાજર હશે એટલે તેની વાત છોડ… મને પવાર ના અપડેટ આપ !”

સોનીએ માથુરને ધીમેથી હકીકત જણાવી…

“સર! તમારી વાત સાચી છે. મિ.શર્માના ત્યાં તો તેમનો ભત્રીજો હિતેશ, ઈજાગ્રસ્ત હાલતમાં છે. સાધારણ ઇજાઓ છે. પગમાં થોડી વધુ વાગ્યું છે. મેં તેને પૂછપરછ કરી લીધી છે. મિ.શર્માએ જણાવેલી વાત સાચી છે. પણ પવારને ‘ત્રિવેણી’ના કોઇ પણ રહીશે નથી મોકલાવ્યો! તે આપણી ચિંતાનું મુખ્ય કારણ છે…”

માથુરે સોનીની વાત સાંભળી અને તેને કાનમાં કશુંક કહ્યું  કે તુરંત સોની આવ્યો હતો, તેના કરતાં બમણાં વેગે ત્યાંથી તરત નીચે ચાલ્યો ગયો.

ને માથુરે ફરી દિલાવરસિંગ સૈની સાથે વાત માંડી, ” સૉરી મિ. સૈની! તમને તકલીફ આપી. પણ એક વાત તમે મને એ કહો કે  તમારા માણસોને મોબાઇલ ફોન કેમ નથી આપતા?  અડધી રાત્રે બિચારાને કોઈકની ક્યાંય તાત્કાલિક જરૂર પડી તો શું કરે?  બિચારા તમારા માણસોએ તમારો કે સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરવો હોય કે પછી પોલીસને અગત્યના સંદેશા આપવો હોય તે માટે તેમણે એસટીડી બુથનો ઉપયોગ કરવો પડે છે…. શહેરની ગુનાખોરી રોકવા માટે આ અગત્યના કામ માટે તમારે આ સવલત તમારા માણસોને પૂરી પાડવી જોઈએ. હવે તો મોબાઇલ સેવાઓ પણ સસ્તી થઇ ગઇ છે, અને તમારે તો ગ્રુપ માં આ સેવા લેવાની છે….શકય હોય તો હું તમને તાત્કાલિક એકાદ-બે દિવસમાં તેનો સર્ક્યુલર કઢાવી મોકલીશ. કમિશનર સાહેબનું જાહેરનામું પણ કદાચ બહાર પડશે …પણ હું ઇચ્છું છું કે તમે મારી આ મૌખિક સૂચનાનું પાલન કરો. બોલો ક્યારથી આપો છો ?…   કહી માથુરે મહેન્દ્રપાલ સિંગ  તરફ જોઈ આંખ મિચકારી.

મહેન્દ્રપાલ સિંગ મરક મરક હસી પડ્યો…

“જ…જી…” કદાચ દિલાવરસિંગ સૈની ગેંગ ફેંફેં થઇ ગયો હોવાનું જણાતા માથુર ફોન મૂકી દીધો.

પછી માથુરે મહેન્દ્રપાલ સિંગને કહ્યું, ” તારા બોસને કામ સારૂં કરાવવું છે, પણ સવલતને નામે મીંડું! આ દિલાવર પગાર પૂરો આપે છે તને? કે પછી ગમે તે બહાને  કાપી લે છે? જેટલા પર સહી કરાવે છે તેટલો જ આપે છે કે પછી…?’

“સર! મેં આજ દિન સુધીમાં ક્યારેય પગાર પૂરો નથી લીધો! પાછા સૈની સાહેબ બે વાઉચર પર સહી લે છે એકમાં ઓછી રકમ હોય જે અમને ચૂકવાતી હોય અને બીજામાં વધારે … સર, કેમ? તે મને નથી ખબર!” મહેન્દ્રપાલ સિંગે ઠાવકાઇથી કહ્યું.    

 “અચ્છા મિ. દિલાવરસિંગ સાથે તારે કોઇક બાબતે ખટરાગ જેવું કંઇક ખરું કે?”

“ના સર!” મહેન્દ્રપાલે કહ્યું.

એટલામાં ઘરે ફ્રેશ થવા ગયેલો અજય ચેવલી ત્યાં આવી પહોંચ્યો…

તેને જોતાં જ માથુર બોલી ઊઠ્યો,” લો આ બીજો આવ્યો! ચાલ દોસ્ત ચેવલી, આવી જા લાઇનમાં ! બેસી જા!”

અજય ચેવલીને કશું ના સમજતાં  બાઘાની જેમ ઊભો રહી ગયો.

_ અને મહેન્દ્રપાલ સિંગ કૈંક ફાટી  આંખે જોતો રહી ગયો.

આ તરફ માથુર ફોન પર પોતાની વાતચીત પૂરી કરે તેની ચૂપચાપ રાહ જોઈ રહેલાં હનીફે કોલ ડિટેઇલ્સ લઈ માથુર પાસે આવ્યો,” સર! આ માહિતી કદાચ ઉપયોગી લાગે છે જરા નજર નાંખી દો પ્લીઝ !” કહી તેણે પ્રશાંત જાદવના ફોન પર મધ્યરાત્રિએ થયેલ હાઈ લાઈટર પેનથી માર્કિંગ એક મોબાઇલ ફોન નંબરવાળું પેજ માથુર સામે ધર્યુ…  

ત્યાં તો અચાનક માથુરનો મોબાઇલ રણકી ઊઠ્યો.

સોનીનો ફોન આવ્યો હતો …

“હા! બોલ સોની! શું સમાચાર છે?’ માથુરે ઊઠીને બારી પાસે આવી જતા કહ્યું.

“…” સોનીએ માથુરને સંદેશો આપ્યો.

“શું વાત કરે છે, વાહ! વેરી ગુડ…પવાર પકડાઈ ગયો? ક્યાંથી ? શું ..?ઉધના સ્ટેશન પરથી? મને હતું જ એ જ સાલ્લો લબાડ છે ! ઓ.કે.. કોની ટીમે પકડ્યો?… અચ્છા ! જમાદાર વસાવા? નામ તો પહેલીવાર સાંભળું છું ! સરસ ! તું જરા મારા તરફથી તેને અભિનંદન સંદેશો આપી દેજે ! આપણે અહીં બધાંને હેરાન કરી રહ્યા છે…કોનું નામ આપે છે, શું ગિરધારીનું ..સાલ્લો બહાર જવાનું કહી અહીં જ ભટકતો હતો અને મિ.શર્મા તેને નિર્દોષ કહેતાં હતાં.. આપણો શક સાચો નીકળ્યો..  ” કહી ખૂબ જ ઉત્સાહિત જણાતા માથુરે મોબાઇલ પોતાના ગજવામાં મૂક્યો અને ગિરધારી પાસે ગયા!

તેને ઝાલી બે ગાલ પર બે અડબોથ લગાવી,”બોલ સાલ્લા! તારી કોલ ડિટેઇલ્સ અને તારું લૉકેશન તને ખૂની પુરવાર કરે છે. સાલ્લો તું જ હત્યાની રાત્રે વિજયના ઘરમાં ભરાયેલોને ? વિજયના ઘરની ચાવી ક્યાંથી લાવ્યો? શા માટે તે વિજયને માર્યો? કોણ કોણ છે તારી સાથે …બોલ?”

જવાબ આપવાને બદલે ગિરધારીએ રડવાનું ચાલું રાખ્યું.

પછી માથુર હસતાં હસતાં મહેન્દ્રપાલ સિંગ પાસે ગયા !

તેમના ચહેરા પર હાશ જણાતી હતી. તેમણે મહેન્દ્રપાલ સિંગને કહ્યું, ” આ કેસ લગભગ સૉલ્વ થઇ ગયો છે તું અત્યારે આ બધા પકડાઇ ન જાય ત્યાં સુધી નીચે હાજર રહેજે !ખાસ કરી આ ગિરધારીનો બચ્ચો જોખમી છે. માટે તું સાવચેત રહેજે! પણ તું સાચવજે, તેની પાસે કોઇ હથિયાર પણ હોય શકે છે. જે કોઇ ગેટ પરથી આવ-જા કરે તે તારે ધ્યાન રાખવાનું છે; સમજ્યો ?!”    

“હા! સર મારે પણ દિલાવરસિંગજીને આ વાત જણાવી પડશે કશું ન સમજી શકતો મહેન્દ્રપાલ સિંગે હસતા હસતા રવાના થયો …

—-*—–  

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૧૫/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૮ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૧૬ કૉલ ડિટેઇલ્સ

પ્રકરણ – ૧૬ કૉલ ડિટેઇલ્સ

_________________________________________________________________________
વહી ગયેલી વાર્તા: સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૫ માં વાંચ્યું …

ને પછી આગળ….

__________________________________________________________________________________________________________રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર/

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ
______________________________________________________________________________________________________________
પ્રકરણ – ૧૬ કૉલ ડિટેઇલ્સ

સર્વેલાન્સમાં મૂકેલાં અન્ય નંબરની હનીફ પાસે વિકાસ પ્રધાન સાથોસાથ, વિજય રાઘવનના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ નજર નાંખી રહેલાં માથુરની આંખમાં અચાનક ચમક આવી! ભલે ઘટના સ્થળેથી વિજયનો મોબાઇલ ફોન ન મળ્યો હોય; પણ તેના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ જે હાથ વગી હતી તેમાં કેટલીક હકીકત આશ્ચર્યકારક હતી! અને રહી રહીને તેનું ધ્યાન તેમાં જતું હતું, એ હતા વિજયે રિસીવ કરેલા ત્રણ કોલ !

માથુરે કૉલ ડિટેઇલ્સ‍ જોયું કે વિજયની હત્યાની રાતે ૧-૩૦ વાગ્યા થી ૨-૦૭ વચ્ચે, વિજયના મોબાઇલ પર ત્રણ નંબર પરથી કોલ આવેલા હતા! અને ત્યાર બાદ એક પણ કોલ આવ્યો નહોતો! અને આવેલા ત્રણેય કોલ વિજયે રિસીવ પણ કરેલાં! ૧-૩૦ અને ૨-૦૭ વચ્ચે જે ને કૉલ આવેલા એ નંબર લિસ્ટમાં કેટલાક જાણીતા નંબરની સાથે સૌથી છેલ્લો કોલ ૨-૦૭નો હતો, પણ એ નંબર સર્વેલાન્સમાં નહોતો!

પવારની પૂછપરછ દરમિયાનના તેનાં શબ્દો યાદ આવ્યા….કે વિજયે તેને રાત્રે એક વાગ્યા પછી સુંદરની લારી પરથી ચા લઇ આવવા માટે કહેલું .

માથુરે પેન્સિલથી રાઉન્ડ કરી એ નંબર બતાવી વિકાસ અને હનીફને આપતાં કહ્યું ,” આ નંબર આ તમામ કૉલ ડિટેઇલ્સ કોના કોના નંબરમાં મળે છે તે જુઓ! અને હા, જો વિજયનો ફોન બીજા કોઇ નંબર હેઠળ હજી વપરાશ છે કે કેમ? તે શક્ય હોય તો આ ‘આઇ.એમ.ઈ.આઇ’ નંબર- ૩૫૬૨૯૪૦૧૦૬_ _ _૪૬૭- નંબરને આધારે તપાસ કર.” કહી માથુરે ગજવામાંથી કાપલી કાઢી, “સાથોસાથ આ નંબરને પર અગાઉ કોઇ પર, કદાચ વિજયે તેના મોબાઇલમાં ટ્રૅકિંગ સોફ્ટવેર નાખ્યું હોય, તો તેની પણ તપાસ કરો.”

વીજળીની ગતિએ ચાલતા માથુરના દિમાગમાં અચાનક એક વિચાર આવ્યો અને તેણે બીજી જ પળે તેનો અમલ કર્યો. લગભગ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ઍન્ડ ડેવલેપર્સ’ની ઓફિસને અડીને આવેલા કૉરીડોર સામે છેડે, સોની સાથે પહોંચી ગયેલા મિ.શર્મા, ગિરધારીને અચાનક બૂમ પાડી, “એક મિનિટ મિ.શર્મા !”

કદાચ તેઓએ સાંભળી નહીઁ. તેણે હનીફને તેઓને બોલાવવા જણાવ્યું

“જી, બોલો?” કહેતાં મિ.શર્માએ બહારથી જ પૂછ્યું.

“માફ કરજો, મિ.શર્મા! અંદર આવો, કહું છું.”

“કહો સર?” મિ.શર્મા અંદર દાખલ થતાં જ પૂછ્યું.

“મિ.શર્મા! મને તમારી મદદની જરૂર છે. તમે ગિરધારીને અહીં મારી પાસે મૂકી જાવ, આજના તમારા કામ તમારી જાતે કરવા પડશે! મને લાગે છે કે ગિરધારી મને ઉપયોગી થશે. તેના વગર તમને કામની તકલીફ પડશે પણ ચલાવી લેજો !” માથુરે કહ્યું.

અને ગિરધારીની સાથે સાથે સોની પણ ચમકી ગયો!

ગિરધારી અને મિ.શર્માની પૂછપરછ બાદ તેને પોતાને તો ખાતરી થઈ ગઇ હતી કે કદાચ ગિરધારી તો નિર્દોષ લાગતો હતો; તો પછી સર શા માટે ફરી ?…

“સારું! મને શું‍ વાંધો હોય સર? પણ જો તમને વાંધો ના હોય તો હું‍ જાણી શકું? કેમ તમે ગિરધારીને રોકી રહ્યા છો? ” મિ.શર્માએ કહ્યું.

“મિ.શર્મા! હું તમારા આ અંગત નોકર ગિરધારીની, વિજયની હત્યા માટે શકમંદ તરીકે, વધુ પૂછપરછ માટે રોકી રહ્યો છું ” માથુરે હાજર રહેલાં સૌને ચોંકાવી દીધા. ગિરધારી બાપડો તો ધ્રુજવા જ માંડ્યો.

અત્યાર સુધી શાંત જણાતા મિ.શર્માના ચહેરા પરનો ગુસ્સો કોઇપણ કળી શકે એમ હતું, ” સર! તો પછી એ પણ કહો કે ક્યા પુરાવાને આધારે ?”

“મિ.શર્મા! વખત આવ્યે તમને કહીશ, હમણાં નહીં.!” માથુરે મિ.શર્માની પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું.

‘તે મારે તમને હમણાં ન જણાવી શકીશ!”

“મને લાગે કે તમે ભૂલ કરી રહ્યા છો મિ.માથુર! તમારે તે મને જણાવવું જોઇએ, હું અબ ઘડી મહેતા સાહેબને ફોન કરી જાણ કરું છું’ મિ.શર્માનો અકળાટ વધ્યો.

“મિ.શર્મા! તમારે જણાવું હોય તો વાંધો નથી પણ મારી પાસે પૂરતા પુરાવા છે… આ કૉલ ડિટેઇલ્સ મારા હાથમાં છે. જેમાં ગિરધારીના ગુના અંગેના પ્રથમદર્શી પુરાવા છે” માથુરે ત્યાં પડેલી કૉલ ડિટેઇલ્સ બતાવી કહ્યું.

હાજર રહેલાં બધાં બાધા બની માથુરની વાત સાંભળી રહ્યા હતા.

ત્યારે મિ.શર્માએ તેમની આદત મુજબ બબડવાનું શરૂ કરી દીધું, ” મે‍ સાંભળેલું કે પોલીસ નિર્દોષ લોકોને રંજાડે છે અને ખોટા ગુનામાં સડોવે છે આજે મેં જોઈ પણ લીધું ! આ તમે ઠીક નથી કરી રહ્યા સર ! હું તો જાઉં ને ?” કહી માથુરના જવાબની હા- ના ની પરવા કર્યા વિનાં, ગિરધારી તરફ ફરી બોલ્યા, “ગિરધારી ચિંતા ના કરતો! હું હમણાં કંઇક કરું છું !” પછી ઇન્સપેક્ટરે સોની તરફ નજર નાંખી કહ્યું ,”તમારે શું તપાસ કરવાની છે મિ. સોની? પવાર માટે ને? ચાલો, તે પણ બતાવી દઉં! પવાર બિચારો કોઈના કામ માટે પણ નીકળ્યો હશે તો પણ તમે એને_ એને જ શું! તમે લોકો તો મને પણ ફસાવી દેશો!…” કહી તેણે બબડતા, પગ પછાડતા ત્યાંથી ચાલવા માંડ્યું અને ચાલતાં ચાલતાં પોતાનો મોબાઇલ ફોન કાઢી કોઈકને નંબર લગાડવા માંડ્યો.

સોની પણ ગડમથલમાં તો હતો જ પણ ગિરધારીના દેખતા માથુર સરને પૂછે પણ કેવી રીતે? …

એટલે તેણે ચૂપચાપ મિ.શર્મા સાથે જવા પગ ઉપાડ્યા. એટલે માથુરે તેને કહ્યું , “સોની, ‘ત્રિવેણી’ પર જાય છે તો સાથે સાથે મિ.શર્માના પેલાં ડાઈંગ સુપરવાઇઝર ભત્રીજા હિતેશની ખબર કાઢતો આવજે ! હું હવે કોઇ પણ ચાન્સ લેવા માંગતો નથી.! ત્યાં સુધીમાં હું જરા ગિરધારી સાથે એક બે વાત કરી લઉં ” કહી તેણે સોનીને જવાનો ઇશારો કર્યો માથુર પોતાની જગ્યા પરથી ઊભો થઇ ગયો; અને આ બધું સાંભળી હચમચી ગયેલો, ખૂણામાં ઊભા રડી રહેલા ગિરધારી પાસે પહોંચ્યો.

તેને ખભે હાથ મૂકી કહ્યું,” શું કામ રડે છે? મેં તને એમ થોડું કહ્યું કે તું ખૂની છે?”

ગૂંચવાયેલા ગિરધારીએ નકારમાં માથું હલાવ્યું.

“તો પછી શા માટે રડે છે? હું કહું છું તેમ તું કરશે તો તને વાંધો નહીં આવે! જો સાંભળ….” કહી તેને ખભે હાથ મૂકી માથુરે અંદરના રૂમમાં લઈ ગયા, અને તેને ધીમે અવાજે ક્યાંય સુધી કશું કહેતાં રહ્યાં…

આશ્ચર્યથી આ બધું જોઇ રહેલાં હનીફ અને વિકાસ પ્રધાને જોયું કે અંદરના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે ગિરધારી જે જોરથી ડૂસકાં ભરતો હતો તે હવે ધીમા પડી ગયા હતા! બંને વિચારી રહ્યા હતા કે માથુર સરે તેના કાનમાં શું કહ્યું ?!

એટલામાં તો મહેન્દ્રપાલ સિંગ ઉપર આવી પહોંચ્યો.

“સર ! તમે મને બોલાવ્યો?”

“હા! મહેન્દ્રપાલ મારે તને કેટલીક અગત્યની વાત પૂછવા છે?

“બોલો સર!”

“તું કેટલા વખતથી ‘સિંગ સિક્યુરિટી સર્વિસ’માં કામ કરે છે?

“ત્રણ વર્ષથી”

“છેલ્લે કઈ રેજિમેન્ટમાં હતો?”

“વિંધ્યા હિલ રેજિમેન્ટ સર!”

“ક્યારે નિવૃત્ત થયો?”

“૨૦૦૫માં સર!”

“અહીં તું ક્યાં રહે છે? ઘર પોતાનું છે?”

”બમરોલી ‘પ્રિયંકા ટાઉનશીપ’માં પાસે, ૧૦ બાય ૧૦ની ભાડાની ખોલી છે સર?”

“તારી સાથે કોણ કોણ રહે છે?”

“મારા અપંગ પિતા, મારી ઘરવાળી અને ત્રણ છોકરીઓ. એમ તો ચાર છોકરી છે પણ મોટીને પરણાવી દીધી છે.”

“મને ખબર છે, યાર પાલ! દીકરીને સાસરે વળાવવી, એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ ! પરણાવ્યા પછી સાસરી પક્ષને પરંપરાથી ચાલતાં નિયમ મુજબ રાજી રાખવાનું કામ ભારે છે.

“જી સર! તમારી વાત સાચી છે. મુશ્કેલી તો ખૂબ રહે છે. પણ ભગવાનની મહેરબાની છે… બીજી દીકરી પણ ૨૦૦૦/- હજાર રૂપિયા કમાઇ લાવે છે તેથી દાળ-રોટલી મળી રહે છે…પણ સાચું કહું તો સાહેબ તકલીફ તો રહે છે.

“તને અહીં નોકરી પર કોણે રખાવેલો? મતલબ કે કોના હસ્તક તને “એસ.એસ.એસ”માં નોકરી મળેલી?”

“સર! મારી રેજિમેન્ટનો દોસ્ત તેજપાલ અહીં એસ.એસ.એસ લાંબો સમયથી નોકરી કરે છે. તેણે “એસ.એસ.એસ”ના માલિક દિલાવર સિંગ વાત કરી મને અહીં નોકરી અપાવવી છે.

“નિવૃત્તિ પછી તરત શું કર્યું?”

“સર! દેશમાં નોકરી શોધી! જોઈએ એવી મળી નહીં અને સુરત જેવી નોકરીની મજા બીજે ક્યાં છે? તેથી હું અહીં આવી ગયો.”

“પવાર સાથે તને કેટલું બને અને કેટલા સમયથી ઓળખે?”

“અહીં‍ ‘રઘુપતિભવન’ પર નોકરીએ આવ્યો ત્યાર પછી, સર!”

“ખન્ના સાહેબને તું નીચે મળ્યો ને? ”

હકારમાં મહેન્દ્રપાલ સિંગે માથું હલાવ્યું.

“ખન્ના સાહેબે મને થોડીવાર પહેલાં કહ્યું કે તારા બોસ દિલાવર સિંગ બહુ કડક સ્વભાવના છે??”

“હા! કડક ખરા, શું કરીએ સર અમારું કામ જ એવું છે કે કડપ રાખવી પડે!… મેં તો સાંભળ્યું છે કે કોઈ ગુનામાં પણ સંડોવાયેલા છે…કદાચ તેમની ઘરમાલિકના ખૂનનો ગુ્નામાં તેઓ આરોપી તરીકે હતાં, પણ નિર્દોષ છૂટી ગયેલા! તેમના તીખા સ્વભાવને કારણે પંજાબના ભટી‍ડાના એક પી.એસ.આઇ. સાથે તેઓ જાહેરમાં બાખડી પડેલા! ખોટું થતું હોય તો તેમનાથી સહન થતું નથી અને તે છેવટે તેમની સામેના ગુનામાં નોંધાઈ જાય છે. એટલે તો તેમણે પોતાનું વતન છોડી આ સ્થળ પસંદ કર્યું. પણ સર, તમે આ વાત તેમને ના કહેશો_ નહીં તો મારી નોકરી જતી રહેશે! “મહેન્દ્રપાલ સિંગે કહ્યું.

“તું ચિંતા ના કર પાલ! તેને આ વાત નહીં કહીશ ! પણ એક વાત ચોક્કસ કહીશ કે તું ગુજરાતી સરસ બોલે છે, આટલું સરસ ગુજરાતી, કોઇ હિન્દી ભાષી વ્યક્તિ બોલતી હોય એટલે સારું લાગે છે !”

કશું ન સમજી શકેલો મહેન્દ્રપાલ સિંગ, માથુર સામે, શું કહેવું એ ભાવથી ઘડીક જોઈ રહ્યો…

ત્યારે પોતાના દોડતા દિમાગમાં, હવે પછીની વ્યૂહરચના અને પ્રશ્ન ગોઠવવામાં પરોવાયેલો માથુર પણ તેની તરફ સ્થિર નજર જોઇ રહ્યો હતો…

( ક્રમશઃ )

—————————-

સર્વેલાન્સમાં મૂકેલાં અન્ય નંબરની હનીફ પાસે વિકાસ પ્રધાન સાથોસાથ, વિજય રાઘવનના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ નજર નાંખી રહેલાં માથુરની આંખમાં અચાનક ચમક આવી! ભલે ઘટના સ્થળેથી વિજયનો મોબાઇલ ફોન ન મળ્યો હોય; પણ તેના મોબાઇલ ફોનની કૉલ ડિટેઇલ્સ જે હાથ વગી હતી તેમાં કેટલીક હકીકત આશ્ચર્યકારક હતી! અને રહી રહીને તેનું ધ્યાન તેમાં જતું હતું, એ હતા વિજયે રિસીવ કરેલા ત્રણ કોલ !

માથુરે કૉલ ડિટેઇલ્સ‍ જોયું કે વિજયની હત્યાની રાતે ૧-૩૦ વાગ્યા થી ૨-૦૭ વચ્ચે, વિજયના મોબાઇલ પર ત્રણ નંબર પરથી કોલ આવેલા હતા! અને ત્યાર બાદ એક પણ કોલ આવ્યો નહોતો! અને આવેલા ત્રણેય કોલ વિજયે રિસીવ પણ કરેલાં! ૧-૩૦ અને ૨-૦૭ વચ્ચે જે ને કૉલ આવેલા એ નંબર લિસ્ટમાં કેટલાક જાણીતા નંબરની સાથે સૌથી છેલ્લો કોલ ૨-૦૭નો હતો, પણ એ નંબર સર્વેલાન્સમાં નહોતો!

પવારની પૂછપરછ દરમિયાનના તેનાં શબ્દો યાદ આવ્યા….કે વિજયે તેને રાત્રે એક વાગ્યા પછી સુંદરની લારી પરથી ચા લઇ આવવા માટે કહેલું .

માથુરે પેન્સિલથી રાઉન્ડ કરી એ નંબર બતાવી વિકાસ અને હનીફને આપતાં કહ્યું ,” આ નંબર આ તમામ કૉલ ડિટેઇલ્સ કોના કોના નંબરમાં મળે છે તે જુઓ! અને હા, જો વિજયનો ફોન બીજા કોઇ નંબર હેઠળ હજી વપરાશ છે કે કેમ? તે શક્ય હોય તો આ ‘આઇ.એમ.ઈ.આઇ’ નંબર- ૩૫૬૨૯૪૦૧૦૬_ _ _૪૬૭- નંબરને આધારે તપાસ કર.” કહી માથુરે ગજવામાંથી કાપલી કાઢી, “સાથોસાથ આ નંબરને પર અગાઉ કોઇ પર, કદાચ વિજયે તેના મોબાઇલમાં ટ્રૅકિંગ સોફ્ટવેર નાખ્યું હોય, તો તેની પણ તપાસ કરો.”

વીજળીની ગતિએ ચાલતા માથુરના દિમાગમાં અચાનક એક વિચાર આવ્યો અને તેણે બીજી જ પળે તેનો અમલ કર્યો. લગભગ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ઍન્ડ ડેવલેપર્સ’ની ઓફિસને અડીને આવેલા કૉરીડોર સામે છેડે, સોની સાથે પહોંચી ગયેલા મિ.શર્મા, ગિરધારીને અચાનક બૂમ પાડી, “એક મિનિટ મિ.શર્મા !”

કદાચ તેઓએ સાંભળી નહીઁ. તેણે હનીફને તેઓને બોલાવવા જણાવ્યું

“જી, બોલો?” કહેતાં મિ.શર્માએ બહારથી જ પૂછ્યું.

“માફ કરજો, મિ.શર્મા! અંદર આવો, કહું છું.”

“કહો સર?” મિ.શર્મા અંદર દાખલ થતાં જ પૂછ્યું.

“મિ.શર્મા! મને તમારી મદદની જરૂર છે. તમે ગિરધારીને અહીં મારી પાસે મૂકી જાવ, આજના તમારા કામ તમારી જાતે કરવા પડશે! મને લાગે છે કે ગિરધારી મને ઉપયોગી થશે. તેના વગર તમને કામની તકલીફ પડશે પણ ચલાવી લેજો !” માથુરે કહ્યું.

અને ગિરધારીની સાથે સાથે સોની પણ ચમકી ગયો!

ગિરધારી અને મિ.શર્માની પૂછપરછ બાદ તેને પોતાને તો ખાતરી થઈ ગઇ હતી કે કદાચ ગિરધારી તો નિર્દોષ લાગતો હતો; તો પછી સર શા માટે ફરી ?…

“સારું! મને શું‍ વાંધો હોય સર? પણ જો તમને વાંધો ના હોય તો હું‍ જાણી શકું? કેમ તમે ગિરધારીને રોકી રહ્યા છો? ” મિ.શર્માએ કહ્યું.

“મિ.શર્મા! હું તમારા આ અંગત નોકર ગિરધારીની, વિજયની હત્યા માટે શકમંદ તરીકે, વધુ પૂછપરછ માટે રોકી રહ્યો છું ” માથુરે હાજર રહેલાં સૌને ચોંકાવી દીધા. ગિરધારી બાપડો તો ધ્રુજવા જ માંડ્યો.

અત્યાર સુધી શાંત જણાતા મિ.શર્માના ચહેરા પરનો ગુસ્સો કોઇપણ કળી શકે એમ હતું, ” સર! તો પછી એ પણ કહો કે ક્યા પુરાવાને આધારે ?”

“મિ.શર્મા! વખત આવ્યે તમને કહીશ, હમણાં નહીં.!” માથુરે મિ.શર્માની પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું.

‘તે મારે તમને હમણાં ન જણાવી શકીશ!”

“મને લાગે કે તમે ભૂલ કરી રહ્યા છો મિ.માથુર! તમારે તે મને જણાવવું જોઇએ, હું અબ ઘડી મહેતા સાહેબને ફોન કરી જાણ કરું છું’ મિ.શર્માનો અકળાટ વધ્યો.

“મિ.શર્મા! તમારે જણાવું હોય તો વાંધો નથી પણ મારી પાસે પૂરતા પુરાવા છે… આ કૉલ ડિટેઇલ્સ મારા હાથમાં છે. જેમાં ગિરધારીના ગુના અંગેના પ્રથમદર્શી પુરાવા છે” માથુરે ત્યાં પડેલી કૉલ ડિટેઇલ્સ બતાવી કહ્યું.

હાજર રહેલાં બધાં બાધા બની માથુરની વાત સાંભળી રહ્યા હતા.

ત્યારે મિ.શર્માએ તેમની આદત મુજબ બબડવાનું શરૂ કરી દીધું, ” મે‍ સાંભળેલું કે પોલીસ નિર્દોષ લોકોને રંજાડે છે અને ખોટા ગુનામાં સડોવે છે આજે મેં જોઈ પણ લીધું ! આ તમે ઠીક નથી કરી રહ્યા સર ! હું તો જાઉં ને ?” કહી માથુરના જવાબની હા- ના ની પરવા કર્યા વિનાં, ગિરધારી તરફ ફરી બોલ્યા, “ગિરધારી ચિંતા ના કરતો! હું હમણાં કંઇક કરું છું !” પછી ઇન્સપેક્ટરે સોની તરફ નજર નાંખી કહ્યું ,”તમારે શું તપાસ કરવાની છે મિ. સોની? પવાર માટે ને? ચાલો, તે પણ બતાવી દઉં! પવાર બિચારો કોઈના કામ માટે પણ નીકળ્યો હશે તો પણ તમે એને_ એને જ શું! તમે લોકો તો મને પણ ફસાવી દેશો!…” કહી તેણે બબડતા, પગ પછાડતા ત્યાંથી ચાલવા માંડ્યું અને ચાલતાં ચાલતાં પોતાનો મોબાઇલ ફોન કાઢી કોઈકને નંબર લગાડવા માંડ્યો.

સોની પણ ગડમથલમાં તો હતો જ પણ ગિરધારીના દેખતા માથુર સરને પૂછે પણ કેવી રીતે? …

એટલે તેણે ચૂપચાપ મિ.શર્મા સાથે જવા પગ ઉપાડ્યા. એટલે માથુરે તેને કહ્યું , “સોની, ‘ત્રિવેણી’ પર જાય છે તો સાથે સાથે મિ.શર્માના પેલાં ડાઈંગ સુપરવાઇઝર ભત્રીજા હિતેશની ખબર કાઢતો આવજે ! હું હવે કોઇ પણ ચાન્સ લેવા માંગતો નથી.! ત્યાં સુધીમાં હું જરા ગિરધારી સાથે એક બે વાત કરી લઉં ” કહી તેણે સોનીને જવાનો ઇશારો કર્યો માથુર પોતાની જગ્યા પરથી ઊભો થઇ ગયો; અને આ બધું સાંભળી હચમચી ગયેલો, ખૂણામાં ઊભા રડી રહેલા ગિરધારી પાસે પહોંચ્યો.

તેને ખભે હાથ મૂકી કહ્યું,” શું કામ રડે છે? મેં તને એમ થોડું કહ્યું કે તું ખૂની છે?”

ગૂંચવાયેલા ગિરધારીએ નકારમાં માથું હલાવ્યું.

“તો પછી શા માટે રડે છે? હું કહું છું તેમ તું કરશે તો તને વાંધો નહીં આવે! જો સાંભળ….” કહી તેને ખભે હાથ મૂકી માથુરે અંદરના રૂમમાં લઈ ગયા, અને તેને ધીમે અવાજે ક્યાંય સુધી કશું કહેતાં રહ્યાં…

આશ્ચર્યથી આ બધું જોઇ રહેલાં હનીફ અને વિકાસ પ્રધાને જોયું કે અંદરના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે ગિરધારી જે જોરથી ડૂસકાં ભરતો હતો તે હવે ધીમા પડી ગયા હતા! બંને વિચારી રહ્યા હતા કે માથુર સરે તેના કાનમાં શું કહ્યું ?!

એટલામાં તો મહેન્દ્રપાલ સિંગ ઉપર આવી પહોંચ્યો.

“સર ! તમે મને બોલાવ્યો?”

“હા! મહેન્દ્રપાલ મારે તને કેટલીક અગત્યની વાત પૂછવા છે?

“બોલો સર!”

“તું કેટલા વખતથી ‘સિંગ સિક્યુરિટી સર્વિસ’માં કામ કરે છે?

“ત્રણ વર્ષથી”

“છેલ્લે કઈ રેજિમેન્ટમાં હતો?”

‘રાજપૂતાના રેજિમેન્ટ સર!

“ક્યારે નિવૃત્ત થયો?”

“૨૦૦૫માં સર!”

“અહીં તું ક્યાં રહે છે? ઘર પોતાનું છે?”

”બમરોલી ‘પ્રિયંકા ટાઉનશીપ’માં પાસે, ૧૦ બાય ૧૦ની ભાડાની ખોલી છે સર?”

“તારી સાથે કોણ કોણ રહે છે?”

“મારા અપંગ પિતા, મારી ઘરવાળી અને ત્રણ છોકરીઓ. એમ તો ચાર છોકરી છે પણ મોટીને પરણાવી દીધી છે.”

“મને ખબર છે, યાર પાલ! દીકરીને સાસરે વળાવવી, એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ ! પરણાવ્યા પછી સાસરી પક્ષને પરંપરાથી ચાલતાં નિયમ મુજબ રાજી રાખવાનું કામ ભારે છે.

“જી સર! તમારી વાત સાચી છે. મુશ્કેલી તો ખૂબ રહે છે. પણ ભગવાનની મહેરબાની છે… બીજી દીકરી પણ ૨૦૦૦/- હજાર રૂપિયા કમાઇ લાવે છે તેથી દાળ-રોટલી મળી રહે છે…પણ સાચું કહું તો સાહેબ તકલીફ તો રહે છે.

“તને અહીં નોકરી પર કોણે રખાવેલો? મતલબ કે કોના હસ્તક તને “એસ.એસ.એસ”માં નોકરી મળેલી?”

“સર! મારી રેજિમેન્ટનો દોસ્ત તેજપાલ અહીં એસ.એસ.એસ લાંબો સમયથી નોકરી કરે છે. તેણે “એસ.એસ.એસ”ના માલિક દિલાવર સિંગ વાત કરી મને અહીં નોકરી અપાવવી છે.

“નિવૃત્તિ પછી તરત શું કર્યું?”

“સર! દેશમાં નોકરી શોધી! જોઈએ એવી મળી નહીં અને સુરત જેવી નોકરીની મજા બીજે ક્યાં છે? તેથી હું અહીં આવી ગયો.”

“પવાર સાથે તને કેટલું બને અને કેટલા સમયથી ઓળખે?”

“અહીં‍ ‘રઘુપતિભવન’ પર નોકરીએ આવ્યો ત્યાર પછી, સર!”

“ખન્ના સાહેબને તું નીચે મળ્યો ને? ”

હકારમાં મહેન્દ્રપાલ સિંગે માથું હલાવ્યું.

“ખન્ના સાહેબે મને થોડીવાર પહેલાં કહ્યું કે તારા બોસ દિલાવર સિંગ બહુ કડક સ્વભાવના છે??”

“હા! કડક ખરા, શું કરીએ સર અમારું કામ જ એવું છે કે કડપ રાખવી પડે!… મેં તો સાંભળ્યું છે કે કોઈ ગુનામાં પણ સંડોવાયેલા છે…કદાચ તેમની ઘરમાલિકના ખૂનનો ગુ્નામાં તેઓ આરોપી તરીકે હતાં, પણ નિર્દોષ છૂટી ગયેલા! તેમના તીખા સ્વભાવને કારણે પંજાબના ભટી‍ડાના એક પી.એસ.આઇ. સાથે તેઓ જાહેરમાં બાખડી પડેલા! ખોટું થતું હોય તો તેમનાથી સહન થતું નથી અને તે છેવટે તેમની સામેના ગુનામાં નોંધાઈ જાય છે. એટલે તો તેમણે પોતાનું વતન છોડી આ સ્થળ પસંદ કર્યું. પણ સર, તમે આ વાત તેમને ના કહેશો_ નહીં તો મારી નોકરી જતી રહેશે! “મહેન્દ્રપાલ સિંગે કહ્યું.

“તું ચિંતા ના કર પાલ! તેને આ વાત નહીં કહીશ ! પણ એક વાત ચોક્કસ કહીશ કે તું ગુજરાતી સરસ બોલે છે, આટલું સરસ ગુજરાતી, કોઇ હિન્દી ભાષી વ્યક્તિ બોલતી હોય એટલે સારું લાગે છે !”

કશું ન સમજી શકેલો મહેન્દ્રપાલ સિંગ, માથુર સામે, શું કહેવું એ ભાવથી ઘડીક જોઈ રહ્યો…

ત્યારે પોતાના દોડતા દિમાગમાં, હવે પછીની વ્યૂહરચના અને પ્રશ્ન ગોઠવવામાં પરોવાયેલો માથુર પણ તેની તરફ સ્થિર નજર જોઇ રહ્યો હતો…

—-*—–
( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૮/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૬ પ્રકાશિત થશે.)

‘મિજાજ ‘ : કિરણકુમાર ચૌહાણનો અને ગુજરાતી ગઝલનો

મિજાજ : કિરણકુમાર ચૌહાણનો અને ગુજરાતી ગઝલનો

 

ગઝલસંગ્રહ - 'મિજાજ'

ગઝલસંગ્રહ - 'મિજાજ'

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ  ‘..ગુજરાતી પુરસ્કૃત ગઝલની ત્રીજી પેઢીનાં એક મહત્વનાં નામ તરીકે’ જેની ગણના કરી છે; જે રાજ્ય અને રાજ્ય બહારના કવિસંમેલન અને દૂરદર્શન,આકાશવાણી,ટીવી ચેનલો પર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે; જેણે ગઝલ, હઝલ ઉપરાંત નાટક, ગીત, નવલિકા અને હાસ્ય નિબંધ જેવા અન્ય સાહિત્ય ક્ષેત્રમાં પણ પોતાનું પ્રદાન કર્યું છે; જેણે આ અગાઉ ૨૦૦૩માં પ્રથમ ગઝલસંગ્રહ ‘સ્મરણોત્સવ‘, ૨૦૦૫માં હઝલસંગ્રહ ‘ફાંફા ના માર‘ એમ બે સંગ્રહ આપ્યા છે… એવા સુરતના મારા કવિ મિત્ર કિરણકુમાર ચૌહાણ ૨૦૦૮માં  હવે તેમનો નવો ગઝલસંગ્રહ ‘મિજાજ’ લઈને આવ્યા છે.

 

ગઝલસંગ્રહની અર્પણવિધિ માટે કિરણે જે શબ્દો લખ્યાં છે એ તો તમારે વાંચવા જ રહ્યા…

સામાન્ય ભાવકની હેસિયતથી કહું તો કિરણની ગઝલો મને ગમવાનુ‍ એક કારણ તેની સરલ અને નિખાલસ રજૂઆત છે. તે પણ એકદમ  સ્વાભાવિક બોલચાલની ભાષામાં, જરાય આયાસ વિના તે આપણી સાથે વાતચીત  કરતાં હોય એમ લખે છે. ગુજરાતી ભાષા વાંચી શકતી કોઈપણ વ્યક્તિ આ સંગ્રહમાં રમમાણ થઈ શકે છે.

કિરણ કેવી સરસ વાત લખે છે…

લાંબી ટૂંકી મજલ લખે છે,

આ માણસ પણ ગઝલ લખે છે.

શબ્દકોશ નારાજ થઈ ગયા,

એવું સીધું સરલ લખે છે.

‘દર્શક’જીએ  ક્યાંક કહ્યું છે…ઉત્તમ કૃતિઓ જીવનને મધુર કરે છે. અને તે પણ કશી જોરજબરાઇ વિના. બારણાની તિરાડમાંથી ફૂલોની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે. આવું સાહિત્ય ચિત્તમાં પ્રવેશી આનંદ-લહરથી વાચકને ડોલાવી દે છે… ‘મિજાજ’ આપણા ચિત્તને ડોલાવી દે એવો સંગ્રહ છે. જેમાં અસલી સુરતી મિજાજ અને કિરણના કવિ મિજાજની સાથોસાથ વ્યક્તિત્વની આછેરી ઝલક પણ મળી રહે છે…તેને નજીકથી જાણનાર આ બાબતે સુપેરે પરિચિત છે જ.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કિરણ મને મળવા ઘરે આવ્યો ત્યારે તેણે બહું આત્મવિશ્વાસથી કહ્યું… ‘ હવે તો બાંય ચડાવીને જ લખવું છે…’ અને એ વાતની પ્રતીતિ સંગ્રહના લગભગ દરેક પાનાં ફેરવતાં આપણને  સતત થતી રહે છે.

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,

પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઉઠાવીને !

ના મળે અધિકાર, ત્યારે ગર્જના કરવી પડે,

નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

ઝેર સમું જીવન દઉં છું, જીવી લેશે?

મેં પણ કીધું ‘લાવો…કોણે ના પાડી!’

ભૂલી ગયાં કે બ્રહ્મ તણા અંશ છો તમે?

ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં !

કવિ શ્રી રાજેશ વ્યાસે સાચું જ કહ્યું છે તેમ અહીં વાંચવા -મમળાવવા ગમે એવા અનેક હ્ર્દયસ્પર્શી  શેર છે.

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,

આપણી વચ્ચેનું અંતર બહુ નથી.

રહ્યું એક આંસુ આ પાંપણને વળગી,

આ સૂકાતી આંખોનો શણગાર થઇને.

કોઈ દિ’ એને ભરોસે બેસવું સારું નહીં,

આપણી આ હસ્તરેખા સાવ નફ્ફ્ટ હોય છે.

બધાંયે વક્ષનો કકળાટ એક જ વાત પર ચાલ્યો,

કુહાડીમાંય હોવાનો અમારી ડાળનો હાથો.

જેને નથી કમાડ કે દીવાલ,બારી, છત,

તાળુંય કેમ મારવું મનનાં મકાનને.

અને આજની મધ્યમ વર્ગીય કૌટુંબિક સમસ્યાને વણી લેતાં કેટલાંક મનભાવન શેર વિનાં આ પોસ્ટ અધૂરી ગણાશે…

અધૂરી લાગણી,ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતાં હો,

અને દીકરી પૂછાવે,”પપ્પા ક્યારે ઘેર આવો છો?”

બાપ સઘળું સોંપી દીકરાને કહે,

“મારા માટે થોડી મિલકત રાખજે !”

બાળક જ્યાં ખોળાંમાં આવ્યું,

માની છાતી દરિયો થઈ ગઈ.

રાતભર બાપે દબાવી ખાંસીને,

એ જ ચિઁતા,’છોકરાં જાગી જશે! ‘

સાવ નાની વાતમાં ઘર છોડીને ચાલ્યા ન જાવ,

છાતીનો અડધોઅડધ વિસ્તાર ખાલી થાય છે.

વાચકને ગુજરાતી કવિતા અને ગુજરાતી સાહિત્યની વધુ નજીક લઈ જવા હોય તો સર્જકે પાસે મારા જેવો સામાન્ય ભાવક શી અપેક્ષા રાખે છે, તે સમજવા માટે કિરણનો સંગ્રહ ‘મિજાજ’ એક ઉત્તમોત્તમ ઉદાહરણ છે. કિરણને દિલની શુભેચ્છાઓ… આ રીતે જ એક મનભાવન કાવ્યસંગ્રહ ૨૦૦૯ના અંત સુધીમાં આપવાનું હું તેની પાસે વચન લઈ ચૂક્યો છું…મિત્રો, તે સો ટકા આપણને નિરાશ નહીં કરે !!

આ પુસ્તક મેળવવું હોય તો નીચેના સ્થળેથી મેળવી શકાય છે. પુસ્તકની કિંમત ૬૦/- છે.

( ટપાલ ખર્ચ માફ )

સાંનિધ્ય પ્રકાશન

૧૦૦, શાંતિકુંજ સોસાયટી,

પાલનપુર જકાતનાકા,

મીની વિરપુર રોડ, સુરત-૯

ઇ-મેલ: kirankumarchauhan9@gmail.com.

પ્રકરણ – ૧૩ હૅન્ડબૅગ

પ્રકરણ  – ૧૩    હૅન્ડબૅગ


વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦,  ૧૧, અને ૧૨ માં વાંચ્યું …

 

ને પછી  આગળ….


રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    


પ્રકરણ  – ૧૩    હૅન્ડબૅગ 

 


સામે પ્રશાંત જાદવનો ઊંઘણશી એવો  ક્લાર્ક ઝીણી- લાલ ચટાક થઈ ગયેલી આંખ મસળતો ઊભો હતો !!!

બધા તેને અને તે બાઘો થઈ તે માથુર અને સાથે ઊભેલી પોલીસ ટીમને જોઈ રહ્યો હતો !… તેણે ફરી વાર પોતાની આંખો ચોળી, મોટાભાગના સાદા ડ્રેસમાં હતા પણ સામે ઊભેલા વ્યક્તિઓની આંખમાં દેખાતી કડપ જોઈને તે લગભગ અવાચક ઊભો હતો.

“અલ્યા તું? તું પ્રશાંત જાદવનો ક્લાર્ક છે ને ? ” કહેતાં માથુર સહિત બધા પ્રશાંત જાદવ ઑફિસમાં ઘૂસ્યા.  

“હા…પણ તમે !? ” પેલો ગૂંચવાતો હતો.

“પોલીસ !” સોનીએ કહ્યું.

ને પેલાના મોતિયા મરી ગયા! 

” તારું નામ અજય ચેવલી છે ને ? ” માથુરે ઑફિસમાં નજર ફેરવતા ફેરવતા કહ્યું …ને ત્યારે સોનીને પણ ક્ષણવાર માટે માથુરને સહેજ અચરજથી  જોઈ રહ્યો !- વિચારતો હતો કે સર તો એને પહેલીવાર મળી રહ્યાં હતા!  

” હા સાહેબ !? ”

“અલ્યા ! તું અહીં શું કરી રહ્યો છે?”

“રાત્રે સુવા માટે આવેલો સાહેબ.”

“કેમ ? તારું ઘર નથી”

“છે ને સાહેબ !”

“તો પછી અહીં કેમ સૂતો હતો ?”

“મને તો પ્રશાંત સરે અહીં સાંજે સૂવાનું કહેલું. તેમનો ફોન આવેલો… દિવસે જ અહીં આવવાના હતા; પણ અગત્યનું કામ આવી જવાથી તેમનાથી દિવસે આવી શકાયું નહોતું…એમ કહેલું.”

“તો તું ઘરે નથી ગયો?”

“ગયો હતો ને  સર ! પણ તેમનો લગભગ સાંજે પાંચેક વાગ્યે મારા ઘરે ફોન આવેલો. મેં તેમને પૂછ્યું, તો કહેતા હતા કે તેઓ ગમે ત્યારે અગત્યનું કામ હોવાથી રાત્રે અહીં આવશે!  માટે મને અહીં જ સૂઈ રહેજે…રાત્રે તને અને તારા ઘરનાને શા માટે હેરાન  કરવાના?” એમ કહેલું

“ઑફિસમાં આ રીતે પહેલીવાર રાત રહ્યો છે ?”

“ના સર ! ક્યારેક પ્રશાંત સર કામ હોય તો મને સૂચના આપે છે. ક્યારેક મારા ઘરે લાઈટ-પાણીની તકલીફ હોય ત્યારે હું જાતે અહીં રાત્રે રહું છું.” 

 “તું ક્યારે અહીં આવેલો ?”

“ગઈ કાલે સાંજે”

“કેટલા વાગ્યે? ”

“સાંજે છ વાગ્યા પછી.”

“છ પછી એટલે? કેટલા વાગ્યે ? છ… સાત… સાડા સાત…?”

“જી… જી સમય તો મને બરાબર ધ્યાન નથી પણ અહીં આવવા નીકળ્યો તે અગાઉ ‘બાટલીબૉઈ’ કંપનીની પાંચ ત્રીશ વાગ્યાની શિફ્ટ પૂરી થયાની સાઇરન વાગેલી એટલે…

“હવે તું મને એ કહે_ કે આ દરવાજો તેં અંદરથી બંધ કરેલો હતો !… તો પછી બહાર તાળું કેમ ?” મોરેના હાથમાં રહેલી ટોમીમાં લટકતા તૂટેલા તાળાંને બતાવતા માથુરે તેને પૂછ્યું. 

ને સાંભળી અજય ચેવલીની પૂરી ઊંધ ઊડી ગઈ..!

“શું વાત કરો છો સાહેબ ? દરવાજાને બહારથી તાળું? હું શું કામ તેમ કરું ? મેં બહારથી દરવાજો લૉક કરવા કોઈને કહ્યું નથી !”…પેલો ગભરાયો.

“કોને કામ સોંપેલું ? સાચું કહેજે… મેં આ ઍપાર્ટમેંટમાં તપાસ કરાવી, તો એક બે જણે એવું  કહ્યું કે તું અંદર હોય, લાઈટ સળગતી હોય ત્યારે અચૂક બહાર તાળું લટકતું હોય!! …આ ઍપાર્ટમૅન્ટના રહિશોએ છેલ્લા એક માસથી આ બાબતે તારી પર ખાનગીમાં વૉચ મૂકેલી છે…તે તને ખબર છે?”  માથુરે અંધારામાં તીર છોડ્યું.

ઘડીક મોરેના હાથમાં તૂટેલા તાળાંને તો ઘડીક માથુરને જોઈ રહેલો અજય ચેવલીએ ત્યારે કૈંક ગભરાટમાં પોતાની જાત સંકોરવા માંડી અને થોડો આધોપાછો થતા બોલ્યો, “ના સાહેબ ના ! તદ્દન ખોટી વાત છે મારે શું જરૂર બહારથી તાળું મારવાની ? મેં કોઈને એમ કરવા કહ્યું નથી.”

“કેમ તને આમ ઊંઘણશીની જેમ સૂઈ રહેવાની ટેવ હોય તો તારા શેઠ પ્રશાંત સર  કે પછી કોઈ બીજો કોઈ તારો મિત્ર બીજી ચાવી લઈને પછી આવી જાય ..” પ્રશાંત ગોધાણીની ઑફિસમાં તીણી  નજર ફેરવી રહેલા માથુરે  શક્યતા દર્શાવતા કહ્યું.

“સાહેબ ! પ્રશાંત સર પાસે બીજી ચાવી રહે છે, એ વાત સાચી, પણ મેં તમે કહો છો તેવું કશું નથી કર્યું…અને તમે જ મને કહો કે જો મારા બોસ કે અન્ય કોઈપણ જો ઑફિસમાં આવવાનું હોય તો હું અંદરથી દરવાજો શું કામ બંધ કરું ? તો…તો.. બહારથી કોઈ આવી જ ન શકે !!” ક્લાર્ક અજય ચેવલીએ દલીલ કરી .

 

“દોસ્ત અજય, હું પણ એ જ વિચારી રહ્યો છું કે તું તો અહીં સૂવા માટે આવ્યો હતો ને ? … તો પછી આ લાઈટ બંધ કરી સૂઈ રહ્યો હોત, પણ તમે તો સાહેબ, આખી રાત જાગતા રહ્યા હતા !… તો પછી દરવાજો અંદરથી શા માટે બંધ? આ કાગળનાં ઢગલામાં ચોરી કરવા જેવું  શું છે ?” ઑફિસના સ્વિચ બૉર્ડ પાસે જઈ લાઇટની સ્વિચ બંધ કરતા માથુરે કહ્યું.

ને અજય ક્ષણવાર માટે લગભગ ચૂપ થઈ ગયો …

“દરવાજો તો મેં અમસ્તો જ બંધ કરી રાખ્યો હતો…કે અચાનક ઊંઘ આવી જાય તો !? … હું તો_ પ્રશાંત સરનો ફોન આવ્યો, પછી તરત સૂઈ ગયેલો !” ગૂંચવાયો ગયેલા અજયે ખુલાસો કર્યો.

“પ્રશાંતનો ફોન ક્યારે આવેલો ?”

“ગઈકાલે મોડી રાત્રે, તે કદાચ જ અહીં આવશે એમ કહેતાં હતા…પછી અડધી રાત્રે હું ક્યાં ઘરે જવાનો માટે ? _ ”

“સારું…સારું, તું મહેન્દ્રપાલ સિંગને ગઈકાલે તું મળેલો ? ઓળખે છે ને એને ?”

” ના ! તમે એપાર્ટમેન્ટના વૉચમેનની વાત કરો છો ને સાહેબ ? હું તેને નહોતો મળ્યો !”

“તુ અહીં છે, એ બાબતની એને ખબર નથી ?”

” મને શું ખબર સાહેબ?  પણ…કદાચ ના હશે સાહેબ ! કારણકે હું આવ્યો, ત્યારે ઍપાર્ટમૅન્ટનાં દરવાજા પર કોઈ નહોતું !”

“હવે અજય, તું મને એ કહે_ કે શું તુ આખી રાત જાગતો હતો ?… અને ભાઈ મારા આ વીજળીનો દુર્વ્યય શા માટે કરે છે ? બધા ઉપકરણની સ્વીચ બંધ કરવાની ટેવ પાડ !”  રૂમમાં ફરી રહેલા માથુરે, સ્ટેન્ડ બાઇ મૉડમાં ચાલી રહેલા વૉલ માઉંટેડ ટીવી અને ડીવીડી પ્લૅયરને,  રિમૉટથી બંધ કરતા કહ્યું.

“ના..ના સાહેબ!…હું ક્યાં જાગતો હતો ?” કહેતા પેલા થોથવાયો.

એ એવું બોલ્યો, કે અકળાયેલો સોની તેનો કાંઠલો ઝાલવા લગભગ તેની પાસે પહોંચી ગયો, “કેમ અલ્યા! જુઠ્ઠુ બોલે છે?…ઊંધો લટકાવી; હાડકાં તોડી નાંખીશ !!”

“ના..ના.. સાહેબ ! હું જુઠ્ઠું નથી બોલતો ? ” પેલાએ ગભરાઈ જતા કહ્યું

ત્યાં તો  માથુરે આવી તેને ખભે હાથ મૂકતાં કહ્યું, “…અજય ! તું આ  સાહેબને ઓળખતો નથી…બહુ કડક છે..” પછી મોરે તરફ ફરી કહ્યું, “…આ મોરે સાહેબને પૂછ…ગઈકાલે પેલા સુરત બૉમ્બ કાંડમાં પકડાયેલા ઈબ્રાહીમને ઈન્ટેરોગેશન રૂમમાં, બરફની લાદી પર સૂવાડી, તેને બંને હાથ-પગ બાંધી સોની સાહેબે જે દીધી છે… મોરે ! ઈબ્રાહીમ, સોની સાહેબના હાથનો માર ખાતા ખાતા શું કહેતો હતો ? …હા, યાદ આવ્યું, કહેતો હતો – આના કરતાં અમારી  યુપી પોલીસ સારી !!” કહી માથુર હસ્યો…અને પછી અજય ચેવલીના કાનમાં ધીરેથી ગણગણ્યા, “અજય ! સાહેબને બધી ખબર છે_ કે તું રાત્રે જાગતો હતો !…મહિના પછી તો તારા લગ્ન છે ને? ખોટું બોલવામાં પોલીસના ચક્કરમાં ફસાયો; તો તારી પત્ની મયૂરીને તું શું કહેશે ?”

માથુરે ‘મોરે સાહેબ!’ એવું સંબોધન કરતાં, પોતાનું હસવું માંડ ખાળી મોરે, કૈંક શરમાઈને ત્યાંથી ભાગ્યો_

માથુરે જોયું કે પેલો અજય પણ ગલવાઈ ગયો હતો ! …અને એ ગભરાટમાં, તેની ચકળવકળ ફરતી આંખ ક્યાં જઈ અટકતી હતી; તે પણ માથુરે નોંધ્યું…

વળતી મિનિટે માથુર ગયો અને ટીવી સ્ટેન્ડ પર પર પડેલી એક ચામડાંની નાની હૅન્ડબૅગ લઈ આવ્યો !

માથુરે જઈને એ હૅન્ડબૅગ ખોલી.. અંદર જોયું !…અને બીજી જ મિનિટે સોનીને કહ્યું, “સોની ! ચાલ રહેવા દે એને હવે !…મને એણે ખાનગીમાં ખુલાસો કરી દીધો છે!”

પછી પેલા કલાર્કને ક્હ્યું,” અલ્યા, આ હૅન્ડબૅગ  અને તેમાં રહેલો ‘નાસ્તો’ તારો છે ને?” અને પછી તેના જવાબની રાહ જોયા વિનાં આગળ ચલાવ્યું _  ” લે સાચવીને અંદર રૂમમાં હમણાં મૂકી દે! આ સોની સાહેબ માંગે ત્યારે આપજે !” કહી સોની તરફ જોઈ આંખ મિચકારી; પેલી હૅન્ડબૅગ અજય ચેવલીના હાથમાં પકડાવી દીધી.

પેલાંએ નીચી નજરે, ચૂપચાપ માથુરના હાથમાંથી હૅન્ડબૅગ  લઈ લીધી અને અંદર ના રૂમમાં ચાલ્યો ગયો…એ પણ કદાચ જાણતો હતો કે વધુ ખુલાસો કરવાનો વખત આવ્યો હોત તો પોતે આ હૅન્ડબૅગ પોલીસને બતાવ્યા વિના છૂટકો નહોતો !  

સોનીને થોડી નવાઈ તો લાગી કે માથુર કેમ આમ કહે છે …

” સર ! નાસ્તો ? શું નાસ્તો હતો ?”

“એકાદ બે ‘રેસિપિ”ની સીડી છે !! જે તારી ઉંમરની વ્યક્તિએ જોવી યોગ્ય નથી !!”  મૂછમાં મરકતા મરકતા કહ્યું.

” …. !”  ગુસ્સે ભરાયેલા સોનીના મોં માંથી એક ગંદી ગાળ નીકળી ગઈ…”આખી રાત એ સાલ્લો જાગતો રહ્યો …પોતે સૂતો નહીં અને આપણને પણ..”

“સોની ! આ ભાઈને ઘરે ફ્રેશ થવા જવા દેજે .”

“પણ સર ! તમે એના લગ્નનું કશું કહી રહ્યા હતા ! તે વાત જરા મારા મગજમાં બેઠી નહીં !… વળી તમે તો એને પહેલીવાર મળી રહ્યા છો…તો પછી એની ઘરવાળીનું નામ ..!? ”  સોનીએ માથું ખંજવાળતા કહ્યું.

“સોની ! આપણે જ્યારે એના ઘરે ચાવી લેવા ગયા, ત્યારે તું એના ઘરનાને ચાવી બાબતે પૂછપરછ કરતો હતો; ત્યારે મારી અનાયાસ નજર પડી ગયેલી…તેની લગ્નની કંકોત્રી કંકુ છાંટણા કરેલી,  હું બેઠો હતો ત્યાં જ દિવાલ પર ચોંટાડેલી હતી !  જેમાં તેની ભાવી પત્નીનું હતું…અને ટીવી શૉ કેસમાં બંનેના બાજુ બાજુમાં ફોટાઓ હતા અને_ !!”

– ‘ રિશ્તોં મેં દરાર આયી…

માથુરે કંઈક આગળ બોલવા જતો હતો કે તેના મોબાઇલ પર જગજીતના અવાજમાં  રિંગ વાગી…

—-*—–  

 ( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૫/૧/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૪ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૧૨ ઑફિસમાં હલચલ !

પ્રકરણ  – ૧૨ ઑફિસમાં હલચલ !


વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે વાંચ્યું અને…

 

ને પછી  આગળ….


રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ


પ્રકરણ-૧૨ ઑફિસમાં હલચલ !

 

‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસની ચાવી લેવા પ્રશાંત જાદવના કલાર્કને  ઘરે ગયેલી પોલીસ ટીમ-તે ઑફિસ પર છે – એવી માહિતી મળતા, તેઓએ રઘુપતિભવન તરફ જવા માટે ગાડી ફેરવી.

ટીમ રઘુપતિભવન નજીક પહોંચી ત્યારે દરેકનાં મનમાં બે જ પ્રશ્ન ચકરાતા હતા …શાંત જાદવનો ક્લાર્ક ક્યાં હશે ? અને પ્રશાંત જાદવની ઑફિસમાં કોણ હશે?

દૂરથી જ માથુરે  ગાડીમાંથી જ ‘રઘુપતિભવન’ બિલ્ડિંગની ઉપર નજર નાંખી…’ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની પ્રશાંત જાદવની ઑફિસની લાઈટ હજી સળગી રહી હતી.! ‘ત્રિવેણી’ પર નજર નાંખી, પવાર એના સ્થાન પર નહોતો!  મહેન્દ્રપાલ સિંગ ખુરશી પર પગ ચઢાવી બેઠો હતો…

ત્યાં ઈન્સ્પેક્ટર  ખન્ના સોનીની સૂચના મુજબ પહેલાં પહેલાં જ પહોંચી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી ચૂક્યો હતો.

પોતાની વોચસ્પૉટ છોડી થોડે દૂર હનીફ પણ હાજર હતો. માથુરે તેને રઘુપતિભવનથી દૂર ગાડી ઊભી રખાવી બોલાવ્યો.

જીપ નજીક આવી ધીમેથી બબડ્યો, “સર ! સૅલ્યુટ કરવાની તો તમારી ના છે એટલે ..” – કહી હનીફ એક મજૂરની, જેમ બે હાથ જોડી ઊભો રહ્યો.

“હનીફ ! ચાલ રહેવા દે હવે ! મે તને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની બાજુમાં પડતી સાંકડી ગલીનો રસ્તો ક્યાં જાય છે તે તપાસ કરવા કહેલું ” માથુરે હનીફને પૂછ્યું.

” સર ! હું ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના  પાછળના ભાગમાં તપાસ કરી આવ્યો છું. તમે મને એક સાંકડી ગલી બાબતે પૂછેલું; તે ગલી, સીધી પાછળના ખેતરમાં થઈને, પોસ્ટલ સોસાયટીમાં નીકળે છે. આ દેસાઈ ફળિયાના લોકો તેનો ઉપયોગ કરે છે, પણ કદાચ ‘ત્રિવેણી’ ના રહીશોના પ્રમાણમાં ઓછો !”

“મતલબ કે ‘ત્રિવેણી’ પર, એ ગલીમાંથી પાછળ આવવું-જવું શક્ય છે..કદાચ પેલો મિ.શર્માનો અંગત પગારદાર સેવક..શું નામ એનું ? હા.. પેલો ગિરધારી ! ગઈ કાલે રાત્રે તેં એને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના ગેટ પર બેઠેલો જોયો હતો એ ! ત્યાંથી જ આવ્યો હશે..”

“શકય છે સર ! ગિરધારી ત્યાંથી જ આવ્યો હોવો જોઈએ ! હું સો ટકા સ્યૉર છું, કે એ મારી નજર સામે તો આવ્યો જ નહોતો સર !” …હનીફે કહ્યું. તેણે હજી તેના હાથ જોડી રાખ્યા હતાં !

” અલ્યા હનીફ ! હાથ છોડ અને કહે બીજી કશુંક શું અજુગતું લાગ્યું હતું ?”

“સર! જુઓ પેલો મહેન્દ્રપાલ કદાચ મને જોતો જ હશે ! માટે હું હાથ તો નથી જ છોડવાનો !” , હનીફ  કહ્યું અને પછી ઉમેર્યુ, “સર! બાકીની વાત તો તમને ખબર છે; માત્ર મને નવાઈ ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાં લાઈટ સળગતી રહી તેની નહીં; પણ નવાઈ મને ત્યારે લાગી જ્યારે રાત્રે એકાદવાર કોઈ વ્યક્તિ અંદર હિલચાલ કરી રહી હોય એમ જણાયેલું. કદાચ મારો ભ્રમ પણ હોય છતાં થોડી ખાતરી પણ છે કે અંદર નક્કી કોઈક છે ! તે વખતે હું સામે આ ‘ત્રિવેણી’ની પાછળ ગલીમાંથી કોઈ રસ્તો છે કે કેમ ? _ તે તપાસ કરવા ગયો હતો, એટલે… જરા દૂરથી જોયેલું ! તમને ફોન કરવાનો હતો,  ત્યાં તો ખબર પડી કે તમે અહીં જ આવવા માટે નીકળી ચૂક્યા છો એટલે – ”

“સરસ ! તેં તો મને ખૂબ સારા સમાચાર આપ્યા ! આખી રાત એ સળગતી લાઈટ મને પજવતી રહી છે; તે તો ખરેખર બત્તી સળગાવી દીધી !”

“હવે હું નીકળું છું…મહેન્દ્રપાલને હવે થોડો વહેમ ગયો હોય, એવું મને લાગે છે સર ! પેલાં ડેકોરેટરર્સવાળા  માણસો  પણ મને કહેવા લાગ્યા છે, હનીફભાઈ આટલી વારમાં તો બે મંડપ ઊભાં થઈ જાય. કામ કરીએ કરીએ ને કેટલુંક ધીમું કરીએ…! બસો બીજા વધારે આપી કામ લંબાવ્યું છે !”

માથુરે ઈશારાથી હા કહી.

આ તરફ પોલીસની ગાડી જોઈ એટલે મહેન્દ્રપાલ સિંગ તેની જગ્યા પરથી ઊભો થઈ ગયો હતો. તે જરા કૂતુહલથી માથુરને, હનીફ સાથે વાત કરતાં જોઈ રહ્યો હતો !_ ‘શું પૂછતાં હશે ? કદાચ ખૂન થયું હોય તો… પોલીસવાળા છે, ગમે તેને ગમે તે સવાલ કરી નાંખે’…તે વિચારતો હતો.

જીપ આગળ પહોંચી રઘુપતિભવન પર. માથુરે મહેન્દ્રપાલ સિંગને બોલાવ્યો. પોતાની ઓળખ આપી અને તેની પાસે રાખેલા મુલાકાતી રજિસ્ટર માંગ્યું.

“તમે લોકો નિયમિત આ રજિસ્ટરમાં નોંધ કરો છો. ?” માથુરે મહેન્દ્રપાલ સિંગને પૂછ્યું.

“હા સર! ”

“તો  તો_ ગઈકાલ આવેલ બધી વ્યક્તિઓની અહીંથી વિગત મળી રહેશે.!”

“હા સર! ”

મુલાકાત રજિસ્ટરમાં માથુર ઉતાવળે મુલાકાતીઓની યાદી જોઈ રહ્યો હતો ક્યાંક કશુંક મળી જાય એ આશામાં !  ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’, પ્રશાંત જાદવ કે નવમા માળ ના ઉલ્લેખ સાથેની તમામ ઍંટ્રી તેણે ધ્યાનથી જોઈ…ત્યાં આખા દિવસમાં કોઈ પણ મુલાકાતી ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્ ડેવલેપર્સ’ની ઑફિસે આવ્યો નહોતો !!

“મહેન્દ્રપાલ સિંગ ! ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસમાં કોણ છે ?” માથુરે મહેન્દ્રપાલ સિંગને અચાનક સીધો સવાલ કરી ચોંકાવી દીધો.

“હં..કોઈ નહીં ! સાહેબ !” મહેન્દ્રપાલ સિંગ જરા થોથવાયો.

“તને ચોક્કસ ખબર છે, ને કે ત્યાં કોઈ નથી?”

“હા સર! હું ડ્યુટી પર આવ્યો છું, ત્યારબાદ અહીં કોઈ નથી આવ્યું!”

“તારો ડ્યુટી ટાઈમ શું છે ?”

” સર ! સાંજે સાતથી સવારે સાત.”

“અચ્છા! તું મને એ કહે કે અહીં આ મુલાકાત રજીસ્ટરમાં, તમે લોકો જાણીતાની પણ નોંધ કરો છો ?”

“હું સમજ્યો નહીં સાહેબ !” તેણે પોતાની મૂંઝવણ જણાવી.

“જેઓ રોજીંદી અહીં અવરજવર રહેતી હોય એવા, કે અહીં ફ્લૅટ ના ધરાવનાર તું વ્યક્તિગત રીતે જાણીતો હોય એવી વ્યક્તિઓ..”

“કરવી જ પડે ને સાહેબ ! સોસાયટીના પ્રમુખનો હુકમ છે. રહિશો સિવાયની કોઈપણ વ્યક્તિ હોય, નોંધ તો કરવી જ પડે.. છતાં પણ ક્યારેક તો ચલાવી લેવું પડે ને સાહેબ ! બહુ જાણીતા હોય તો ક્યારેક ઍન્ટ્રી નથી કરતો !”

“જાણીતા – એટલે..? તારે હિસાબે ?”

“સાહેબ, એવું છે કે …લો,  હવે તમને ગઈ કાલે રાતની જ વાત કરું. ખાલી પાંચ મિનિટ… ફકત પાંચ મિનિટ માટે શર્મા સાહેબ આવેલા…તો હું કાંઈ એવી નોંધ થોડો કરવાનો હતો ? તેમનો તો અહીં ફ્લૅટ પણ છે…મારેય બે આંખની શરમ તો રાખવી  જ પડે ને! ખરું કે નહીં ?”

” સાચી વાત છે તારી ! એટલી તો સંબંધમાં શરમ રાખવી જ પડે ને.. અરે ઘારોં કે આજે રાતે હું આવું, તો તું કાંઈ થોડી નોંધ કરવાનો ? કરશે…?’ કૈંક ખંધુ હસતાં માથુરે તેને કહ્યું.

“શું સાહેબ, તમે ગરીબ માણસની મશ્કરી કરો છો !” મહેન્દ્રપાલ સિંગ વિવેક કર્યો.

“પાલ યાર ! શર્મા સાહેબ ગઈકાલે રાત્રે કયારે આવેલા ? તારા ધ્યાનમાં છે ખરું?”

“રાત્રે સમય તો સાહેબ ધ્યાનમાં નથી, પણ અહીં ગાડી લઈને ક્યાંક જતાં હતા, તે પહેલાં ઊભા ઊભા આવી ગયેલા.”

“તારી ડ્યુટી દિવસપાળીમાં હોય છે કે રાતપાળીમાં ?”

“મોટે ભાગે રાતપાળીમાં ”

માથુરના ભવાં તણાયા ! અચાનક કશું યાદ આવી ગયું હોય એમ તે મહેન્દ્રપાલ સિંગ તરફ ફર્યો.., ” એક મિનિટ, એક મિનિટ મહેન્દ્રપાલ ! તારી ડ્યુટી નો સમય તે સાંજે સાત થી સવારે સાત નો કહ્યો ને? પણ હું ગઈકાલે સવારે વિજય રાઘવનની લાશનું નિરીક્ષણ કરવા આવ્યો, ત્યારે તો અહીં કોઈ નહોતું… કેમ ?”

“જી સર ! ગઈ કાલે તેજપાલ આવ્યો નહોતો ! તેની સવારની ડ્યુટી હોય છે અને હું કાયમ રાતપાળીમાં આવું છું. એમ પણ તેજપાલ  બરાબર હાજરી પૂરાવતો નથી. એટલે દિવસે, ગિરધારીની ઍપાર્ટમેંટવાળાઓએ કામચલાઉ વ્યવસ્થા કરી રાખી ગાડું ગબડાવ્યે રાખ્યું છે…પણ ગિરધારી પણ બે દિવસ નહોતો એટલે અહીં કોઈ નહોતું.”

“અચ્છા ! અચ્છા ! મહેન્દ્રપાલ, તારી પાસે મોબાઇલ ફોન નથી ?”

“ના સર !”

“આ તો તકલીફવાળું કામ છે ? રાત્રે જો તારે આકસ્મિક સંજોગોમાં કંઈ જરૂર પડી, તો તું ત્યારે શું કરે છે ? તારી કંપની કે આ ‘રઘુપતિભવન’વાળા તને એક આટલી સવલત નથી આપતા  ફોન વગર તો મુશ્કેલી પડી જાય !”

“આ આગળ વિરજીભાઈનું દૂધ વેચાણ કેન્દ્ર છે, ત્યાં તેમનું STD-PCO છે. રાત્રે બાર વાગ્યા સુધી તો ફોન બહાર હોય અને પછી વહેલી સવારે વિરજીભાઈ ચાર સાડાચારે તો ઊઠી જતા હોય …રાત્રે ૧૨ થી ૪ ના અગત્યના સમયમાં થોડી મુશ્કેલી પડે. પણ હજી સુધી એવી જરૂર નથી પડી સર !”

“અલ્યા એ તો જ ખરો સમય છે કાળા કામો કરવાનો ..અને પેલા વિરજીનું ડબલું ન ચાલતું હોય ત્યારે તો ?..આ કઈ જાતની સિક્યુરિટી !  એક ફોન તારે રાખવો જ જોઈએ ” માથુરે તેને ટપાર્યો.

મહેન્દ્રપાલ સિંગને કશું સમજાયું નહીં હોય તેમ ફાંફાં મારવા લાગ્યો…

તેને એમ જ વિચારતો મૂકી માથુરે ખન્નાને બોલાવ્યો.

અને પછી સહેજ ઊંચા અવાજે તેણે ખન્નાને ખાસ  સૂચના આપી, ” ખન્ના ! હું ઉપર જાઉં છું, નવમા માળે  ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ પર. ત્યાં હમણાં કોઈ આવવું જોઈએ નહીં ! તું અહીં જ ઊભો રહેજે !  તપાસમાં પૂરી થાય ત્યાં સુધી અહીંથી કોઈ બહાર પણ ન જશે ! અને’ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરથી પણ !…જરૂર પડે તો મહેન્દ્રપાલ સિંગની મદદ લે જે_” અને પછી મહેન્દ્રપાલ સિંગ તરફ ફરી વાત પૂરી કરતાં કહ્યું….” મહેન્દ્રપાલ ! આ ખન્ના સાહેબ કહે તેમ કરજે ! બરાબર ?”

“જી સર !”

બધાં નવમા માળે પહોંચ્યા. દરમિયાન માથુરનું મગજ વીજળીવેગે ચાલતું હતું…’હનીફ કહેતો હતો કે ઉપર રાત્રે અંદર કંઈક ગતિવિધિ જણાય હતી !…પ્રશાંત જાદવનો ક્લાર્ક પોતાને ઘરે; અહીં ઑફિસ પર જતો હોવાનું કહી, નીકળ્યો હતો !… પ્રશાંત જાદવ અને તેનો ક્લાર્ક બંને ઑફિસ પર જ હશે ? શું બંને સાથે હશે ?… હોવા તો સાથે જ જોઈએ ! અને તો એ બે, અત્યારે સાથે મળી શું કરી રહ્યાં હશે ?…’

જ્યારે ઉપર પહોંચ્યા ત્યારે તેમને બીજો આંચકો લાગ્યો…

જોયું તો ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસની દરવાજે તાળું લટકતું હતું !

માથુરે પણ વિચારમાં પડી ગયો !_ “જો અહીં તો તાળું હોય…તો પછી, અંદર કોણ હશે ?…જે લાઇટ સળગતી રાખી કામકાજ કરી રહ્યું છે?”

આવી ગડમથલ કરતાં માથુરે તાળું ખેંચી જોયું. લૉક બરાબર હતું. પછી થોડીવાર ડૉર બેલ વગાડી જોયો, પણ અંદરથી કશો પ્રત્યુત્તર ના મળ્યો !

” મોરે! જા દોડ જલદી ! તારી ગાડીની ટોમી લઈ આવ !”

” કેમ સર! ?”  મોરેથી ઉત્સુકતાવશ પૂછાઇ ગયું.

“ભરોસો નહીં,  આજે કદાચ તારે ગુનો કરવો પડશે એમ લાગે છે! તું તારે જા, ટોમી લઈ આવ, એટલે કહું છું..” માથુરે કહ્યું.

મોરે દોડતો જઈ ટોમી લઈ આવ્યો.

માથુરે તેને ટોમીથી તાળું તોડવાનો હુકમ કર્યો.

મોરેએ ટોમી તાળાં પાસે ભેરવી, તેને મચડવા માંડ્યું…

દસ પંદર મિનિટ સુધી મોરે અને સોનીએ સાથે બંને જણાએ જોર કર્યું, ત્યારે સહેજ તકલાદી લાગતું એ તાળું તૂટ્યું.

તાળું તૂટ્યું પણ ખરું, પણ ધક્કો મારી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી જોયો, તો દરવાજો ખૂલ્યો નહીં …!! ત્યારે બધાં ચકિત થઈ ગયા.

બહાર તાળું અને અંદરથી દરવાજો બંધ !

મોરે અને સોની જોરથી જોરથી દરવાજો ઠોકવા માંડ્યો…

માથુર દરવાજો તોડી નાખવાનો હુકમ આપવાનું વિચારતો જ હતો કે એક ધીમો અવાજ સંભળાયો, “એક મિનિટ …આવું છું ..!”

અવાજ સંભળાતા માથુરે બધાને રોક્યા.

ને પછી બધાં ના આશ્ચર્ય વચ્ચે થોડીવાર રહી અંદરથી દરવાજો ખૂલ્યો…

માથુરના મોં માંથી તેને જોતા જ શબ્દો સરી પડ્યા_ !

” અલ્યા તું !?”

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૮/૧/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૩ પ્રકાશિત થશે.)

વિદ્રોહ

વિદ્રોહલંડનના હિથ્રૉ ઍરપોર્ટ પરથી ઉપડેલા બૉઈંગનું આઠમી મિનિટે અપહરણ થાય છે. ૨૦૧ બંધક સાથેના આ વિમાનનો ત્રાસવાદીઓ મુંબઈ શાંતાક્રુઝ ઍરપોર્ટ પર કબજો રાખે છે. આ અપહૃત વિમાનમાં બંધક બનેલી ઈતિ પોતાના પતિને ભાર્ગવને ભારતના રક્તપિત્ત સારવાર કેંદ્રમાં મૂકવા આવી હતી, તે પણ ફસાઈ છે. પોતાના પતિના વકરેલા રક્તપિત્ત રોગથી, પોતાને અને સ્વજનોને દૂર રાખવાના હેતુથી ભારત આવેલી ઈતિ, ખરેખર જાણતી હોય છે કે રક્તપિત્ત સ્પર્શજન્ય રોગ નથી…છતાં રોગગ્રસ્ત ભાર્ગવને સહન શકતી નથી !એક તરફ ભય ગમે ત્યારે મોત આવે એનો ભય અને બીજી તરફ ત્રાસવાદીઓની સાથેની એ વિદારક  ક્ષણો વચ્ચે  ઈતિની મનોગ્રવેગી વ્યથા ! છેવટે એક સંવેદનપ્રેરક ઘટના બાદ શું થાય છે ?

શબ્દસૃષ્ટિના માર્ચ ૧૯૯૭ ના અંકમાં પ્રકાશિત, એકી બેઠકે લખાયેલી મારી એકમાત્ર આ નવલિકા, વિદ્રોહ અત્રે અહીં રજૂ કરી રહ્યો છું. જે મારી અત્યંત પ્રિય નવલિકાઓ પૈકીની એક છે.


વિદ્રોહ

 

“મેં આપ સબ કો એકબાર ફિર સે બોલ દેતા હૂં… મહેરબાની કરકે  પ્લેન મેં કોઈ ગરબડ કરને કી કોશિશ ના કરે ! નહીં તો મેં _”  કહી, વધુ કશુંક કહેવાને બદલે ત્રાસવાદી કમાંડરે, પોતાની તેજાબી નજર અને રિવૉલ્વરનું નાળચું બૉંઈગના તમામ ઉતારુઓ પર ઝડપથી ફેરવ્યું.

“મનજિત ! અગર કોઈ જરા બી ગડબડ કરે…તો ગિરા દેના ! “, કહી, બૉંઈગના તમામ ઉતારુઓને બીજા ત્રાસવાદીઓની નજરકેદમાં મૂકી , તે  કૉકપીટ તરફ ચાલ્યો ગયો.

પૅસેંજરોની ગભરામણનો કોઈ પાર નહોતો ! બૉંઈગના તમામ ૨૦૧ માણસોની જિંદગી ત્રણ ત્રાસવાદીઓના હાથમાં ઝૂલતી હતી. લંડનના હિથ્રૉ ઍરપોર્ટ છોડ્યાની, આઠમી મિનિટે જ બૉઈંગનું અપહરણ કરી લેવાયેલું , તેથી અપહરણના છેલ્લા ત્રીશ કલાકનો માનસિક ત્રાસ, અપહરણકારો અને ઉતારુઓ,બંને માટે થકવી નાખનારો હતો.

હું પણ અસ્વસ્થ હતી….

મેં બારી બહાર નજર નાંખી. શાંતાક્રુઝ ઍરપોર્ટ પર અંધારાને ઓળા ઊતરવા માંડ્યા હતા. ક્યાંય કશી હિલચાલ નહીં, બધું જ સૂમસામ !

“…. કદાચ આખું ઍરપોર્ટ કોર્ડન કરી લેવાયું હશે ! ટોચના રાજકારણીઓ, અધિકારીઓ , મધ્યસ્થીઓ , લશ્કરી-અર્ધ લશ્કરી , એ.ટી.એસ. અને એન.એસ.જી. નાં દળોનો ખડકલો થઈ ગયો હશે , પણ – કદાચ જ અમને બચાવી શકશે ! ” મેં વિચાર્યું … અને બહારથી નજર હટાવી લીધી.

“આ સરકારી માણસો શા માટે વાટાઘાટ લંબાવ્યે રાખે છે ? તેમનું કોઈ સ્વજન બાનમાં નથી એટલે…? તેઓ જાણતા જ હોય છે, કે આ ઉગ્રવાદીઓ જાત જાતની ધમકી આપી, પોતાના સાથીદારોને મુક્ત કરાવી લે છે; તો પછી શા માટે તેમને એન્કાઉટર  જ _? ” એવું કશુંક કહેવા , બાજુમાં બેઠેલાં ભાર્ગવ તરફ , હું સહેજ જમણી તરફ ઝુકી; પણ માંડ દશ ફૂટ દૂર ઊભેલા ત્રાસવાદીને જોઈ, હું ચૂપ રહી.

ભાર્ગવે મારી તરફ જોયું. તે સહેજ હસ્યો. મારા મનની અકળામણ તે કદાચ કળી ગયો હતો ! આવા ભયત્રસ્ત વાતાવરણ વચ્ચે,તેની ગજબની સ્વસ્થતા જ મને વધુ અકળાવતી હતી !

હું સુડતાળીસ થઈ હતી અને તે માર્ચમાં પચાસ પૂરાં કરી ચૂકયો હતો. છેલ્લાં બાવીસ વર્ષના લગ્નજીવનમાં પોતે ક્યારેય ભાર્ગવને આટલો શાંત જોયો નહોતો ! વહેંત છેટે ઊભેલા મોતનો જાણે કોઈ ભય જ ના હોય તેમ અચલ…

હંમેશા તણાવમાં રહેતો, જિંદગીના દરેક વળાંક પર, નિર્ણય લેતી વખતે દ્વિધામાં રહેતો – એ ભાર્ગવ  –  તો આજે નહોતો જ !

ઋત્વીકને સહેજ તાવ આવે કે તે ઉપર-નીચે થઈ જતો, રાતભર તેની પથારી પાસે જાગતો બેસી રહેતો ! અરે, મને પણ સહેજ ઠોકર વાગે કે એનો જીવ કપાઈ જતો, ” ઈતિ ! સવારે મૉટેલ પર જાય તે પહેલાં ડૉ.મહેતાની પાસે થઈને જજે  ! ડૉ. મહેતા, ‘ડ્રેસિંગની જરૂર નથી’ એમ કહે, તો કહેજે  – ‘ભાર્ગવે કહ્યું છે , માટે કરી આપો !’ “…. ને પછી ભગવાનને કોસતાં બબડતો , “…આ બધી ઉપાધિઓ આપવા માટે, ઉપરવાળાને પણ બીજું કોઈ મળતું નથી લાગતું ! આવેઆવે, અને આપણી ઉપર ! ”

દરેક વ્યક્તિમાં , કામમાં તે અંગતપણે રસ લેતો – પછી તે મૉટેલ હોય કે પેટ્રોલ પંપ, હું – ઋત્વીક – મમ્મી – ડૅડિ – કોઈ પણ હોય ! પણ _ તે પોતાની જાતની કાળજી રાખવામાં જ કોણ જાણે કેમ…!?

હું તો કિનારે જ ઊભી હતી, અને અચાનક ચઢી આવતાં મોજાંની જેમ ભાર્ગવ પોતાની જિંદગીમાં આવ્યો હતો, ને પોતે કંઈક સમજે, તે વિચારે તે પહેલાં તો ખેંચાઈ ગયેલી…

‘ ઈતિ ! છોકરાંઓ તો આપણા ભારત તરફનાં જ સારાં ! આ લંડનના છોકરાં-છોકરીઓ તો સાવ જ વંઠેલ હોય છે ! ” એવું મમ્મી-પપ્પા માનતાં.

‘ આ વર્ષે તો ખાલી હાથ જવું જ નથી !’ એવા પાકા નિશ્ચય સાથે મમ્મી-પપ્પા સાથે હું ભારત આવેલી. હંમેશાની જેમ બે મહિનાના ટૂંકા ગાળામાં મારે છોકરો પસંદ કરવાનો હતો. હું જોતાંજોતાં થાકી હતી. જલદી, લંડન પાછાં ફરવાની, સ્વજનો સામે વિદ્રોહ કરી, ધનેશ સાથે જ…! એવી ઈચ્છા રહી રહીને જોર કરતી; પણ સ્વજનો માટેની અતૂટ લાગણી, મજબૂત બેડીની જેમ મારા પગમાં પડી હતી.

લંડન પાછાં ફરવાનું અઠવાડિયું જ બાકી રહ્યું હતું…કે અચાનક મમ્મી- ડૅડિએ નવસારી નજીકના ગામમાંથી ભાર્ગવને શોધી કાઢ્યો ! કુશળ ઍન્જિનિઅર હતો. મધ્યમ વર્ગનો હતો. શાંત સ્વભાવનો, રંગે શ્યામ અને દેખાવમાં સાધારણ – વિદેશી વાતાવરણમાં મારી બાજુમાં ઊભો રહે એવો તે બિલકુલ નહોતો. મને તેનામાં, તેના અભ્યાસ સિવાય કશું જ ગમે  એવું નહોતું; તેથી મારાથી હંમેશાની જેમ ‘ના’ થઈ ગઈ !પણ _

મારાં પણ સત્તાવીસ પૂરાં થયાં હતાં. છેલ્લાં ચાર વર્ષની જેમ, સતત મને લગ્ન કરાવ્યા વિના, પરત લંડન જવું મમ્મી-ડૅડિને પણ મંજૂર નહોતું ! ભાર્ગવ અમારા લંડનના કામકાજમાં ધ્યાન આપી શકે એટલું ભણેલો અને હોંશિયાર તો હતો જ ! તેઓ તેમની રીતે સાચા જ હતા ! છેવટે તેઓના દબાણ સામે ઝૂકી, મેં મારી જિંદગી સાથે મોટું સમાધાન કરેલું.

એ લગ્નનાં જોતજોતાંમાં બાવીસ વર્ષ પૂરાં થઈ ગયા. એ લગ્ન પછીના, લંડનથી ભારતના ત્રીજા ફેરે, તે અપહરણમાં અટવાયાં; ને અહીં શાંતાક્રુઝમાં…

અચાનક મેં ભાર્ગવને તેની સીટ પરથી ઊભો થતો જોયો !

” શું કરે છે, ભાર્ગવ ? બેસી જા !” કહી ગભરાટમાં હું તેનો હાથ પકડવા ગઈ; પણ તે પહેલાં તો મને અવગણતો, તે પોતાના જમણા હાથની, નખ આગળથી બટકી ગયેલી, ટચલી આંગળી ઊંચી કરતાં અડધો ઊભો થઈ ગયો હતો _!

” પ્લીઝ, મારે જરા… ”  તેણે સામે ઊભેલા ત્રાસવાદીને વિનંતી કરી.

તેને બાથરૂમ જવું હતું.

” રાજન ! ઇસ કો જરા લે કે જા તો ! ” સામે ઊભેલાએ ત્રીજા ત્રાસવાદીને કહ્યું.

પણ મારી નજર સામેથી હટતી નહોતી, ભાર્ગવની પેલી નખ આગળથી બટકી ગયેલી ટચલી આંગળી…

– એટલો જ સ્તો, મારે ભારત આવવું પડ્યું હતું !

લગ્ન પછી, અમે બંને એકબીજા સાથે ના છૂટકે ઘસડાતાં રહ્યાં હતાં. મને ક્યારેય ભાર્ગવમાં ધનેશ મળે એમ નહોતો ! પાંચ-સાત મહિનાનું, મનમેળ વિનાનું દૈહિક આકર્ષણ – અને પછી ઋત્વીક! તે પછીની હરેક ક્ષણે, હું ભાર્ગવને કારણ-અકારણ અવગણતી રહી અને અમે એક-બીજાથી દૂર હડસેલાતાં ગયાં !

એટલું બધું કદાચ ન પણ થાત, જો ભાર્ગવની પીઠ પરનું, નાનું, અંડાકાર, સહેજ લાલ ચકામું _

મારી નજર તો અચાનક જ પડી ગયેલી, તેની પીઠના જમણા ભાગ ઉપર ! હું ચોંકી ! મારું મન તોફાને ચઢ્યું. કશું સૂઝતું નહોતું. રહી રહીને પેલું, વાળ વિનાનું અંડાકાર ચકામું મારી નજર સમક્ષ આવી જતું. કેટલાય દિવસ સુધી, હું રોજ ભાર્ગવની પીઠ પર હાથ ફેરવી, જોતી રહી – તેનો ફેરફાર !

પણ પછી એક દિવસ રહેવાયું નહીં. પીનકુશનમાંથી ટાંકણી કાઢી મેં પેલા લાલ ચકામા પર હળવેથી ભોંકી, ” – કૈંક  લાગે છે, ભાર્ગવે ? ”

”  ના ! ”  તેને આશ્ચર્ય થયું.

મેં ધ્રૂજતા હાથે, ફરી, જગ્યા બદલી, સહેજ વધુ જોરથી ટાંકણી ભોંકી – ” હવે ? ”

” ના…! કશું નથી લાગતું ! કેમ…શું વાત છે, ઈતિ ? ”

મારા હાથમાંથી ટાંકણી છૂટી ગઈ ! મારાથી હળવી ચીસ પડાઈ ગઈ ! ને પછી હું ધ્રુસકે ધ્રુસકે  રડી પડેલી, “ભાર્ગવ ! તેં દગો કર્યો ! તારે લગ્ન પહેલાં – મને, મારાં મમ્મી-પપ્પા ને આ વાત કહેવી જોઈતી હતી…”

” તું શું કહેવા માંગે છે ? કૈંક સ્પષ્ટ કહે તો સમજ પડે ! ” તે ગૂંચવાયેલો હોય એમ લાગતું હતું.

”  શું ? ખરેખર તને ખબર નહોતી ભાર્ગવ ? ”

”   શું …?”

” – કે તને લેપ્રસી… !”  હું વધું કશું બોલી શકી નહોતી.

” લેપ્રસી…? અને મને ? શું વાત કરે છે ? કોણે કહ્યું ? “_  તેને ચોંકી જતાં પ્રશ્નોનો ખડકલો કરી દીધો.

“_ આ તારી પીઠ પરનું લાલ ચકામું સંપૂર્ણ સંવેદનહીન છે, ભાર્ગવ…!! ”

ને ત્યારે – તે ફાટી આંખે, ફર્શ પર બિછાવેલી, ઇમ્પૉર્ટેડ લાલ જાજમને જોતાં, અવાક બની મને સાંભળી રહ્યો !

“તું તો ઠીક, પરંતુ તારા મા-બાપ પણ આવી ગંદી રમત…  ” મારાથી મન મૂકી આક્રોશ ઠલવાઈ ગયો.

એમ પણ હું મારાં લગ્નથી નાખુશ હતી જ, તેમાં વળી આ નવો ફણગો…

ત્યાં તો ભાર્ગવ બાથરૂમ જઈને આવી ગયો.

“અબ… કલ સુબહ મેં જાના !” કહી પેલો ત્રાસવાદી ભાર્ગવની સામે જોઈ ઘૂરક્યો. હું ક્ષણવાર માટે ધ્રૂજી ઊઠી ! પણ, ભાર્ગવના ચહેરા પર કૈંક ના સમજાય એવું સ્મિત રમતું હતું !

મેં પ્લેનની બારી બહાર જોયું. ઠંડીની સાથેસાથે અંધારું જામતું જતું હતું અને રાતનો સન્નાટો ભયાનક લાગતો હતો .

ને ત્યાં અચાનક તો કૉકપીટમાંથી બહાર આવી, પેલો ત્રાસવાદી કમાંડર કૈંક ગુસ્સાથી બરાડ્યો, ”  મનજિત ! યે ગવર્મેન્ટ સાલી બહોત ચીકચીક કર રહી હૈ. અબ બોલતે હૈ – ઔર છ ઘંટે કી મોહલત દો. પ્રધાનમંત્રી કી વિપક્ષો સે બાતચીત ચલ રહી હૈ. મૈં ને દો ઘંટે કી આખરી વૉર્નિંગ દે દી હૈ, ફિર ભી, ઉન્હોંને હમારે સાથીઓ કો નહીં છોડા તો – પ્લેન ફૂંક દેંગે ! સાલ્લો ને- મજાક સમજ રખ્ખી હૈ ! ”  કહી તે આવ્યો હતો, એના કરતાં વધુ જોરમાં પગ પછાડતો પાછો વળી ગયો.

– ને ભયનું લખલખું પ્રસરી ગયું બૉઈંગમાં ! બધાં ફફડતાં હતાં !

મારી નજર ભાર્ગવ પર પડી, તે પણ ધ્રૂજતો હતો – ભયથી નહીં, પણ ઠંડીથી !

તે પોતાની બટકી ગયેલી આંગળીઓથી ઝાલી, તેનો કોટ પહેરવાનો ધ્રુજારો યત્ન કરી રહ્યો હતો _ ને અભાનપણે, તેને કોટ પહેરાવવા માટે મારો હાથ લંબાઈ ગયો ! વર્ષોથી ભાર્ગવ તો ઘણુંબધું એકલપંડે કરવા માટે ટેવાયેલો હતો, એ વાત તો હું જાણતી જ હતી; છતાં પણ …

આમ પણ ભાર્ગવને ઠંડી વધારે લાગતી. રૂમ હીટર વગર તેને લગીરેય ચાલતું નહીં ! રાત્રે પણ તે હંમેશા, પતલી ચાદરની અને તેની ઉપર ગોદડી લઈ, ઓઢોમોઢો કરી સૂઈ જતો_તેના અલગ રૂમમાં !

” સતત તેનાં સંસર્ગમાં રહેશો – તો બધાંને ચેપ લાગશે ! ”  એવું કૈંક કહીં, મમ્મીએ જ ભાર્ગવને અલગ રૂમ ફાળવી આપી હતી.

શરૂ શરૂમાં તો ભાર્ગવે દવા પણ લીધી, પરંતુ એક તરફ મારા સહિત, ઘરનાં સ્વજનનો અણગમો અને બીજી તરફ આ રોગ તરફની તેની નબળી પ્રતિકારક શક્તિ ! ને ધીરેધીરે તેના શરીર પર વધુ ચિહ્નનો દેખાવા માંડ્યા. તેના પૂરા શરીર પર નાના-મોટા સોજાઓ આવ્યા. તેના ચહેરાની ત્વચા સહેજ સખત, સહેજ જાડી બની અને તેના પર પાતળી કરચલીઓ દેખાવા માંડી. તેનાં હાથ, પગ, નાક, કાનની બૂટ…કશું જ બાકી બચ્યું નહોતું !

ડૉક્ટરો સાથે ચર્ચા પછી, હું પણ જાણતી થઈ હતી – કે આ રોગ વારસાગત નથી, છતાં પણ મને અંદરખાને ભય હતો..કે અવારનવાર ભાર્ગવના સંસર્ગમાં આવવાથી, ક્યાંક ઋત્વીકને પણ_ ! અને એવા ભયજનિત વિચારથી ખેંચાઈ, હું વારંવાર ઋત્વીકનું મેડિકલ ચૅક-અપ કરાવતી રહેતી…રોજ નવડાવ્યાં પછી તેનું શરીર પૂરેપૂરું ચકાસી લેતી ! એ ક્રમ ઋત્વીક સમજતો થયો ત્યાં સુધી ચાલ્યો ! પણ પછી તો – ”  હું પપ્પા ને વળગીને સૂઈ જાઉં, તો પણ મને કંઈ નથી થવાનું ! ” – એવું કહી ઋત્વીક સૌને અવગણતો.

જો કે ભાર્ગવે તેની તરફે કોઈ કચાશ છોડી નહોતી ! બધાંને પ્રેમથી મળવાની કોશિશ કરતો… પણ તેનાં શરીર પર, જળોની જેમ ચોંટેલા ચકામાંઓ – કદાચ ઋત્વીક સિવાય, બધાંને તેની તરફ ઢળતાં રોકતાં હતાં.

મારી અવહેલના, તેની બેદરકારી, વિદેશની ખૂબ મોંઘી સારવાર,  મમ્મી-પપ્પાનો રુક્ષ વહેવાર…ઘણા બધા અવરોધો હતા તેની સારવારમાં !

ને છેવટે ‘કેસ’ હાથમાંથી સરકતો ગયો…

“તમારા લોકોને લીધે – મરી જિંદગી નરક થઈ ગઈ ! ધનેશ – શું ખોટો હતો ? દેખાવડો હતો…પૈસાપાત્ર હતો..વિદેશી રીતભાતથી ટેવાયેલો હતો…બસ ! આપણાથી ઊતરતી જ્ઞાતિનો હતો એટલું જ ને ?!…”

“… મારે માથે એક રોગિષ્ટને મારી, તમને લોકોને શું મળ્યું ? ” …હું અવારનવાર સ્વજનો પર મારો આક્રોશ ઠાલવતી.

મારી કાયમની આવી કચકચથી કંટાળી, એકવાર મમ્મીએ મને ભાર્ગવથી છૂટવાનો ઇલાજ સૂચવ્યો; ” – તું એક કામ કર ! ભાર્ગવને ઇંડિયા મૂકી આવ…’રક્તપિત્ત સારવાર કેન્દ્ર’માં !! આપણે થોડા પૈસા ડૉનેટ કરીશું _ ને એ લોકો તેની સંપૂર્ણ  કાળજી પણ રાખશે…સાથોસાથ આપણે પણ ભયમુકત થઇશું ! ”

“પણ મમ્મી, હવે આ ઉંમરે _! લોકો શું વિચારશે ? મારું મન નથી માનતું…! ”

” સમાજના ભયથી અને ભાર્ગવની ઉંમરનો વિચાર કરી તું અહીં અટકી જશે, તો આપણી પ્રગતિ રૂંધાઈ જશે ! આપણા ધંધાદારી સંબંધો બગડી રહ્યા છે. ભાર્ગવનો ભયાવહ કુરૂપ ચહેરો જોઈ, કોણ આપશે છોકરી ઋત્વીકને ?” મમ્મીએ વળતી દલીલ કરી.

પોતે મક્કમ મનથી, મને-કમને પોતાની મમ્મીનું સૂચન સ્વીકારી લીધું ! પરંતુ ઋત્વીકે હંમેશાની જેમ તેના પિતાની તરફદારી કરી, ” મમ્મી ! આ રોગ કૌટુંબિક-વારસાગત નથી એવું તો તું જાણે જ છે… ને છતાં પણ, તું પપ્પાને ‘સારવાર કેન્દ્ર’માં મૂકવા તૈયાર થઈ ગઈ…હા, તે સંસર્ગજન્ય રોગ છે: પણ પપ્પા તો આમેય અહીં અલગ રૂમમાં રહે છે, કારણ વિના કોઈને મળત નથી- કે નથી કોઈને બીજી રીતે હેરાન કરતાં…ને ત્યાં ‘સારવાર કેન્દ્રવાળા’ તેમનું કેવુંક ધ્યાન રાખશે ? કમ સે કમ અહીં તેઓ આપણી આંખ આગળ તો છે _પોતાની ઈચ્છા…આકાંક્ષા…જરૂરિયાત…બાબતે બે શબ્દો આપણને કહી, હળવા તો થઈ શકે છે; ને ત્યાં – ના! મમ્મી, ના ! તું કૈંક મોટી ભૂલ કરી રહી છે…! ”

ક્ષણવાર માટે ઋત્વીકની ધારદાર સાચી દલીલ સાંભળી,  હું બે ડગ પાછળ હઠી ગઈ -પણ છેવટે લાગણીના તંતુઓ, નિર્ણાયક મનોબળ સામે તૂટી પડ્યા ! હું ભારત આવવા નીકળી, ભાર્ગવ સાથે… ને ત્યાં _

– પેલાં ત્રાસવાદીઓ વચ્ચે ફરી કંઈક ગુસપુસ થઈ. તેમનાં ચહેરા પરની રેખાઓ તંગ હતી _! કદાચ સરકાર સાથેની ખેંચતાણથી તેઓ કંટાળ્યા હતા.

મારી નજર ભાર્ગવ પર પડી. તે હસ્યો ! કંઇક અજબ, જુસ્સાદાર ! તેના ચહેરા પર એ હાસ્ય વધુ ભયાનક લાગતું હતું !

” શું વાત છે, ભાર્ગવ ? મોત સામે ઊભું છે, અને તું આમ _?” કૈંક અકળામણ અનુભવતાં હું તેને પૂછી બેઠી.

“_ ઈતિ ! અહીં ‘બાન’ તરીકે મને તો આ બધું જ રોજીંદી ઘટમાળમાંથી પસાર થઈ રહ્યો હોઉં એવું લાગે છે! મને હસવું આવે છે, તારી હાલત જોઈને ! તું મોતથી છેડો ફાડવા ગઈ _ને, લે, આ જો, એ સામું ઊભું !…”  કહી તે ફરી ગર્ભિત હસ્યો !

આજીવન મેં તેને કહેવામાં કશું જ બાકી રાખ્યું નહોતું, પરંતુ આજે જ્યારે તે પહેલીવાર કૈંક કડવું બોલ્યો, એટલાં બે શબ્દો સાંભળવાની પણ મારામાં હિંમત નહોતી. તેથી હું તેને રોકવા ઇચ્છતી હતી _”  પ્લીઝ…ભાર્ગવ !”  હું અકળામણથી બોલી ઊઠી.

– અને ભાર્ગવ પણ ક્યાં જુઠ્ઠું બોલતો હતો…! તેનો રોગ અમને વળગી ના જાય, એ માટે અમે તેને બધી રીતે અળગો કરી નાંખ્યો હતો ! તેનાં કપડાં, વાસણ, રૂમ, ભોજન – બધું જ અલગ…અલગ…!

“શા માટે હું આજ દિન સુધી ભાર્ગવને અવગણતી રહી હતી ?” વિચારોની ચડસાચડસીમાં હું સ્વગત પ્રશ્ન પૂછી બેઠી…કે વિચારોએ દિશા બદલી !!

” …આ બધામાં ભાર્ગવનો શું વાંક ? કદાચ તેની પીઠ પરના ચકામાં બાબતે તે અજાણ પણ હોય, એવું પણ બન્યું હોય કે કદાચ તેનાં મા-બાપએ જ આ વાત તેનાથી છુપાવી હોય…નહીંતર, હકીકત જાણતો હોત તો તેણે જ સામેથી મને ‘ના’ કહી દીધી હોત ! _અરે, કદાચ મારી જ, જો તેના જેવી હાલત હોત તો…બિચારાએ જીવ રેડી દીધો હોત, મારી સારવારમાં…!”

“…ભારતના ‘સારવાર કેન્દ્ર’માં રહેવાથી ભાર્ગવને ક્યાં કશો ફર્ક પડવાનો હતો ? પણ તેની ગેરહાજરી ઘરનાને તો જરૂર ખૂંચશે જ ! તે સતત ઘરમાં તરવરતો રહેતો. ભલે તે અલગતાના કોશેટામાં પુરાયેલો હોય, ભલે તેની વાતો પર, સૂચનો પર,  કોઈ ધ્યાન ન આપતું હોય…પણ, વાતવાતમાં તેની ટકોર, તેની દોડાદોડ, તેનો ઉત્સાહ – તેનું અસ્તિત્વ હર પળે બધાંને કૈંક વિચારવા માટે મજબૂર કરતું હતું ! જોકે, તેને તો બધું જ કોઠે પડી ગયું હતું – બધાની સાથે-સાથે રહી, અલગ-અલગ જીવવાનું !…”

” તેં છેવટે તારી મરજીનું જ કામ કર્યું ને, મમ્મી ! નાંખી આવીને પપ્પાને ‘સારવાર કેન્દ્ર’માં ! હવે તારા જીવને શાંતિ થઈ હશે, કેમ ? …તું  ખૂબ નિષ્ઠુર છે, મમ્મી !” મને અચાનક ઋત્વીક યાદ આવી ગયો. તેના હૈયામાં, તેના પિતા માટે ધરબાયેલી લાગણી બાબતે, પોત સારી પેઠે અવગત હતી. તેથી ભાર્ગવને મૂકી, ઘરે પહોંચ્યા પછીની પરિસ્થિતિનો સામનો કરવાનું કામ,  કદાચ સહેલું તો નહોતું જ !

“…ખરેખર ! ઋત્વીક કહે છે એટલી બધી હું નિષ્ઠુર છું… ? કે પછી…ધનેશને લીધે _ ? ધનેશ ના મળ્યો, તેના માટે શું ભાર્ગવ એકલો જવાબદાર હતો ? મમ્મી-પપ્પા અને પોતે… હા, કદાચ ધનેશ માટે પોતે પણ વિદ્રોહ કરી શકી હોત ! આ બધી બાબત માટે ભાર્ગવ નિર્દોષ છે, એવું જાણવા છતાં પોતે તેને અવગણતી રહી હતી _ ”

” –  બસ ! અબ કોઈ બાતચીત નહીં ! સા…લ્લે, બેકાર કી બાતેં કરકે વક્ત નિકાલ રહે હૈ… ” ત્યાં તો એવું કશુંક બોલતો બોલતો પેલો ત્રાસવાદી કમાંડર,  ફરી કૉકપીટમાંથી બહાર આવ્યો ! પછી _ ” …મનજિત, રાજન ! દેખો, દશ મિનિટ બાદ, હમ બૉઈંગ ઉડા દેંગે ! તૈયાર રહેના… ” ગુસ્સામાં એવું બોલી, તે આમથી તેમ આંટા ફેરા મારવા માંડ્યો.

મારું હૈયું ધબકાર ચૂકી ગયું ! ઊંચા શ્વાસે મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું… ૮-૫૦ થઈ હતી ! દશ મિનિટ પછી _ એટલે કે નવ વાગ્યે ! એક વિનાશક વિસ્ફોટ…ને પછી બધું જ _

– એ ભયજનિત વિચાર માત્રથી ક્ષણાર્ધમાં તો મારું શરીર પરસેવાથી તર થઈ ગયું !

મેં ફરી ભાર્ગવ સામે જોયું. ભયગ્રસ્ત ઉતારુઓ વચ્ચે એ જ એકલો, આંખો મીંચી બેઠો હતો ! તેના ચહેરા પર ભયની એક રેખા સુધ્ધાં જણાતી નહોતી ! હું વિચારમાં પડી _ને મને તેના આછાં લાલ ચકામાંવાળા કપાળ પર હાથ મુકવાની ઈચ્છા થઈ આવી…!

આ તરફ ત્રાસવાદીઓનો ગણગણાટ સહેજ વધ્યો હતો – તેઓ ઉતાવળે ‘ઑપરેશન’ પૂરું કરવા માટે કામે લાગી ગયા હતા.

ભાર્ગવ હજીય આંખો બંધ કરી, સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો હતો ! … શું વિચારતો હશે ? મનોમન ખુશ થતાં કદાચ મને જ કોસતો હશે –  ‘સારું જ થયું, જે થયું તે ! છેવટે મરવાનીને મારી સાથે ! મને હડહડ કરવામાં વળી ક્યાં કશું બાકી રાખ્યું હતું ? ‘

_ કે પછી વિચારતો હશે -” હવે આ ઉંમરે ‘સારવાર કેન્દ્ર’માં ! અરે, ઈતિની જગ્યાએ કોઈ બીજી લાગણીશીલ સ્ત્રી હોત…તો કદાચ _ ”

ત્યાં તો મારા મનના વલોવાતા ઉચાટ વચ્ચેથી, ફરી પેલો સામે ઊભેલા મોતનો ભય સળવળ્યો – ને હું ઝાઝું કશું વિચારી ના શકી… મેં ફરી મારી ઘડિયાળમાં નજર નાંખી ! નવ વાગ્યાને ઉપર પાંચ મિનિટ થઈ હતી ! –  ”  કદાચ મારી ઘડિયાળ આગળ હશે, નહીંતર તો ક્યારનું, આ બધું જ – ફુરચેફુરચા થઈ ગયું હોત… ” હું વિચારતી હતી _ કે લોહીના લાલ રંગથી લિસોટાયેલા,  અસંખ્ય ટુકડાઓ મારી નજર સમક્ષ ઘડાકાભેર ઊડી રહ્યા.

”  – કમાંડર ! બૉમ્બ મા ટાઈમર ચલતા નહીં હૈ…શાયદ બિગડ ગયા હૈ …ફિર ભી- મેં દેખતા હૂં! લેકિન, થોડા વક્ત લગેગા !  “એકાએક કૈંક દબાયેલા અવાજે એક ત્રાસવાદી બોલ્યો.

” ક્યા _? ક્યા બકતા હૈ ? પહેલે દેખા નહીં થા ક્યા ? સાલ્લો, એક કામ ભી ઠીક સે નહીં કર શકતે _! ચલ, જલદી સે ચૅક કર … ” કહી ત્રાસવાદી કમાંડરે, ગુસ્સાથી મુઠ્ઠી ભીંસોટી, પગ પછાડ્યા – અને પછી કૈંક બમણાં ઝનૂનથી, આમથી તેમ આંટાફેરા મરવા માંડ્યો !

જિંદગીની આખરી ક્ષણો મારા હાથમાં હતી. મારું મન ફરી મોત તરફથી હટી, ભાર્ગવના વિચારોમાં પરોવાયું… કે કોઈક અદ્રશ્ય બળથી, અચાનક હૈયે સંતાપની ભરતી ચઢી…અને આંખોમાં બંને કાંઠેથી ઉદ્વેગ છલોછલ છલકી ઊઠ્યો ! હૈયું બોલતું હતું, કે ક્ષણવાર માટે – જો આ સમય સ્થિર થઈ જાય…તો આજ દિન સુધી અવ્યક્ત રહેલા, લાગણીભીનાં બે શબ્દો, કહી દઉં ભાર્ગવને _

– કે અચાનક ઝમતી નજર વચાળેથી મેં જોયું, તો ભાર્ગવે આંખો ખોલી હતી !

તે કૈંક આશ્ચર્યથી મને જોઈ રહ્યો હતો !

” રડવાનું  ના હોય, ગાંડી !” મને લાગ્યું કે હંમેશની જેમ ત કૈંક એવું જ બોલશે – પણ તે કશું જ ના બોલ્યો !! તેના ચહેરા પરથી લાગતું હતું કે તે કશુંક કહેવા તો ઈચ્છતો જ હતો – કે પછી કશુંક કરવા…

– તેણે કોટનાં ગજવામાંથી તેનો જમણો હાથ બહાર કાઢ્યો ! બટકી ગયેલી આંગળીઓવાળો એ હાથ, મારી આંખો સુધી લંબાયો અને પછી મારી ઝાંખી, તરલ નજર સુધી…લગોલગ પહોંચી ગયો ! હું વલોવાતા હૈયે તેના એ હાથના સ્પર્શને ઝંખી રહી…!

ત્યાં તો ત્રાસવાદી કમાંડર ફરી ગર્જ્યો, ” – એક ઔર રાસ્તા હૈ મેરે પાસ, હમારી શક્તિ કા અંદાઝા દિખાને કે લિયે _! હમેં હર હાલ મેં ઇસ ‘મિશન’ કો પૂરા કરના હૈ ! ઔર…ઈસ કે લિયે હમ એક કે બાદ એક… ” કહી તેણે પોતાની રિવૉલ્વરનું નાળચું બૉઈંગ ઉતારુઓ પર ધીરે ધીરે ફેરવવા માંડ્યું…તેની નિર્દય આંખો પહેલો શિકાર શોધતી હતી !  _તે અચાનક ઈતિ પર સ્થિર થઈ ગઈ! કદાચ તેના માટે એ જ સૌથી નજીકનું, સૌથી સહેલું નિશાન હતું !

હું ચોંકી ! ફક્ત ટ્રિગર દબાવવાની જ વાર હતી…મારી આંખોમાં ભય ફાટફાટ થતો હતો…

અને મોતથી બચવા, આકળા થઈ ભાગતા શ્વાસો – ડરનાં માર્યા ક્યારે ડગલું ચૂકી જાય તે કહેવું મુશ્કેલ હતું ! મેં મારું કંપતું શરીર સીટ પર સમેટી લીધું !

ત્યાં તો ત્રાસવાદી કમાંડરની ટ્રિગર પરની આંગળી, સહેજ પાછળ હઠી…ને સાયલૅન્સર ચઢાવેલી રિવૉલ્વરમાંથી હળવો અવાજ થયો _

” ફિસ્સ….! ”

ને પછી બધું જ ક્ષણવારમાં બની ગયું _

ભયથી કંપતી મારી અર્ધખુલ્લી આંખે મેં ભાર્ગવને તેની સીટ પર ઊભો થતાં જોયો…તેનાં બટકી ગયેલી આંગળીઓવાળો હાથ મારી તરફ ત્વરિત ગતિથી લંબાયો – ખૂબ જોરથી…! ને પછી – હું કંઈક સમજુ તે પહેલાં તો – હળવો ધક્કો…ને હું મારી સીટ પરથી નીચેની તરફ ફંગોળાઈ…ગોળી તેના ડાબા ખભા પર આછેરો ઘસરકો કરતીક નીકળી ગઈ- સીધી સીટના બૅક-રૅસ્ટમાં…! વેદનાથી કણસતો ભાર્ગવ મારી સીટ તરફ ઝૂકી પડ્યો …ને લોહીની પાતળી સેર ઊડી..ને, ઊતરી…તેના ખભેથી…તે મારા હાથ સુધી ! – કૈંક અભાનપણે તેના બટકી ગયેલાં આંગળીઓવાળો હાથ આવી ગયો મારા હાથમાં…!

બૉઈંગ આખું જ સ્તબ્ધ અને અવાક્ !!

અસ્વસ્થતાની થોડીક ક્ષણો પસાર થઈ ગઈ…ને પછી મારી સાડીના છેડાથી, તેના ખભા પરનો ઘા દબાવતા, લાગણીભીનાં સ્વરે મેં ભાર્ગવને કહ્યું,  ”  ભાર્ગવ ! એક વાત કહું ? વર્ષોથી પહેલાં સ્વજનો સામે વિદ્રોહ કરવાની એક તક ગુમાવી, મેં એક મોટી ભૂલ કરેલી ! પણ હવે, જો કદાચ આ અપહરણમાંથી બચી, હું પરત લંડન જઈશ…તો સ્વજનો સામે; તેમને ચોંકાવી નાંખનાર એક વિદ્રોહ  મંડાણ કરીશ _ ઋત્વીકને અત્યંત પ્રિય એવી એક ‘અમૂલ્ય ભેટ’ તને પરત આપીને !! ”

******

મિત્રો

આપણને બ્લૉગ જગતમાં બ્લૉગ લેખકને સૌથી મોટો ફાયદો એ છે કે તેઓને વાચકનો પ્રતિભાવ તુરંત મળી જાય છે. જે લેખકને મન સાચો પુરસ્કાર હોય છે. પરંતુ આ નવલિકા પ્રકાશિત થયા બાદ પ્રતિભાવ રૂપે કેટલાક સન્માનીય સાહિત્યકારો અને ભાવકોના  પત્રો મળ્યા હતા. મારે માટે અત્યંત અમૂલ્ય એવા એ પત્રો પણ આ સાથે રજુ કરું છું.

1.        એક જુદા જ વિષયને લઈને આવતી  વાર્તા “વિદ્રોહ”  તમને ગમવી જોઈએ. આ વાર્તા ઉત્તમ છે એવું નથી પણ એમાં પ્રતીતિ કરતા પ્રશ્નો છે…અને જે રીતે નિરૂપણ થયું છે તેમાં વાર્તાની ગતિ અને એકથી વધુ ઘટનાઓના તાણાવાણા ગુંથવામાં લેખક ઠીક ઠીક સફળ રહ્યા છે તે નોંધવું ઘટે.

( વિવેચક અને લેખક શ્રી રવીન્દ્ર પારેખ , “નવ ગુજરાત ટાઇમ્સ” – ‘વાર્તા વૈભવ’ વિભાગ તા. ૨૦/૪/૯૭ )

2.       ઘણા સમય પછી એક સરસ વાર્તા વાંચવા મળી. તમે પાસે હોત તો મારી ખુશી વ્યક્ત કરતાં તમારો બરડો થાબડી દીધો હોત. ખાસ્સા દૂર છો એટલે પત્ર લખું છું… પણ ક્યારેક મળી જશો ત્યારે તમારા ખભાનું આવી બન્યું સમજજો. એ લાગણી અત્યારે મનમાં સંઘરી બેઠો છું.

( વાર્તાકાર સ્વ. કનુ અડાસી, વડોદરા. તા. ૭/૩/૯૭)

3.       એક સાહિત્યકારની રૂએ કોઈપણ જાતની ઓળખાણ વગર આ પત્ર લખી રહ્યો છું. શબ્દસૃષ્ટિ ના અંકમાં આપની વાર્તા વિદ્રોહ વાંચી. ખૂબ જ ગમી. પૂરી કરીને તરત મુંબઈની લોકલમાં જ આપને આ પત્ર લખી રહ્યો છું.

અભિનંદન …એક અદ્દભૂત વાર્તાના પ્રસવ બદલ. વધુ ને વધુ લખતા રહો એવી શુભેચ્છા !

[ સાહિત્યકાર શ્રી દિલીપ રાવલ, ‘ધ્રુવિ’ કોમ્પ્લેક્ષ,અંબાડી નગર,વસઈ (વૅસ્ટ ) મુંબઈ.તા. ૧૫/૫/૯૭]

4.       અંતનિર્હિત સત્યનું સચોટ નિરૂપણ, સરસ ‘થીમ’  અને ખૂબ સુંદર માવજત. મુખ્ય પાત્ર ‘ઈતિ’ ના મનોભાવનું હ્રદયસ્પર્શી આલેખન. વાર્તાની શરૂઆત – ઘટનાક્રમનો વિકાસ યથાયોગ્ય અને રસભંગવિહિન.

(  ડૉ.સનત જોશી, તબીબી અધિકારીશ્રી,  સુરત મહાનગરપાલિકા, ‘લક્ષ્મીકાંત નગર’, કતારગામ, સુરત )

5.       “વિદ્રોહ” મને ખૂબ ગમતી હ્રદયસ્પર્શી  વાર્તાઓ પૈકીની એક વાર્તા છે.

( કિરણ ચૌહાણ – સુરતની યુવા પેઢીના ગઝલકારોમાં મોખરાનું સ્થાન ધરાવતા ગઝલકાર )


વાર્તાવિશ્વ

વાર્તાવિશ્વની અન્ય વાર્તાઓ વાંચવા નીચેની નવલિકાઓના શીર્ષક પરની લિંક પર ક્લિક કરો.↓પ્રકરણ – ૧૧ યક્ષપ્રશ્ન – ઑફિસમાં કોણ?

પ્રકરણ  – ૧૧   યક્ષપ્રશ્ન – ઑફિસમાં કોણ ?

__________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતિકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ એપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે વાંચ્યું અને…

ને પછી  આગળ….

_______________________________________________________________________________________________________________________

 

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

_______________________________________________________________________________________________

પ્રકરણ  – ૧૧   યક્ષપ્રશ્ન – ઑફિસમાં કોણ ?

માથુર સોનીને ફોન કરવા મોબાઇલ હાથમાં તો લીધો પણ વિચારતો હતો કે આ રસેશ ગોધાણી અચાનક સાપુતારા જવા માટે કેમ તૈયાર થઈ ગયો!? તે ઘરે નથી કે નથી તેની ઑફિસ ઉપર! તો એ સામાજિક પ્રસંગનું કારણ આપી ગયો ક્યાં? ફેમિલી સાથે છે એમ તો કહે છે પણ ખરેખર સાથે હશે ખરું ?  કે પછી…

માથુરે ફોન સોનીને ફોન કર્યો…હવે સોનીને બોલાવી લેવો જરૂરી હતો.

“તું અત્યારે રસેશ ગોધાણીના ઘર પાસે જ છે?”

“જી સર!”

” હમણાં રસેશ ગોધાણીનો એસએમએસ હતો. તે વહેલી સવારે સાપુતારા નીકળી જવાનો છે.”

“તો સર હું અહીં શું કરી રહ્યો છું?… સમજાતું નથી સર!”

 “કોલ ડિટેઇલ્સ મળતાં હજી આવતા કેટલી વાર લાગશે?”

” કદાચ કલાકથીય વધુ સમય નીકળી શકે છે”

” સારું તું એક કામ કર. રસેશ ગોધાણી નથી તેના ઘરે કે નથી તેની ઑફિસે. તો પછી ત્યાં વૉચ રાખવાનો કોઈ મતલબ નથી. તું કોલ ડિટેઇલ્સ લેવાનું કામ વિકાસ પ્રધાનને સોંપી દે. અહીં આવી જા. આપણે કતારગામ સાથે જ જઈએ. હા! ભૂલ્યા વિના  સાથે આપણી ઑફિસથી મોરેને બેસાડી લાવજે. કદાચ તેની મદદની જરૂર પડે. આપણે ‘ત્રિવેણી’ પર પાછા જવું પડે એમ છે… ”

લગભગ અડધો કલાક બાદ ઇન્સપેક્ટર સોની મોરે સાથે તેના ઘરે હતો.

” સોની! શું લાગે છે આ કેસમાં? તારી દૃષ્ટિએ પ્રથમદર્શી પુરાવા શું સૂચવે છે.?”

” સર! હું તો માનું છું કે ખૂની ખૂબ હોશિયારીથી કામ કરી રહ્યો હોય એવું જણાય છે. તે કોઈ પુરાવા છોડવા માગતો નથી…સાથોસાથ મને એવું લાગે છે કે તે તપાસને ગેર માર્ગે દોરવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે.”

“બીજું?”

” મારું માનવું છે કે તેમણે વિજયને મારવા માટે કોઈ પ્લાન તૈયાર કર્યો હોવો જોઈએ! તમે શું કહો છો સર ?”

” તારી વાત સાચી છે પ્લાન તો હત્યા માટે બનાવેલો જ હતો. મેં જ્યારે વિજય રાઘવનની લાશ ‘ત્રિવેણી’  એપાર્ટમેન્ટ પર સૌ પ્રથમ વાર જોઈ…ત્યારે મને  થયું કે લિફ્ટમાં ખૂની પહેલેથી હાજર હશે!  શક્ય છે કે વિજય અને ખૂની બંને સાથે જ લિફ્ટમાં નીચે આવ્યા હશે. બંને કદાચ એકબીજાને સારી રીતે ઓળખતા હશે. ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના રહીશની હેસિયતથી, પોતાના એ મહેમાન માટે, વિવેક સાથે વિજયે લિફ્ટનો દરવાજો ખોલ્યો હશે. લિફ્ટનો દરવાજો ખોલી, જેવો વિજયે એક પગ બહાર મૂક્યો _ કે પેલા ખૂનીએ વિજયને બોલાવ્યો હશે!  અને જેવો વિજય તેની તરફ ફર્યો કે તરત જ પેલાએ; ‘પૉઈંટ બ્લૅંક રેંજ’થી ગોળી છોડી હશે_ ”

“સર! એક મિનિટ! આપ એવું કેવી રીતે સમજી રહ્યાં છો કે તેણે મતલબ કે ખૂનીએ  વિજયને બોલાવ્યો હશે ?” માથુરને વચ્ચેથી અટકાવી સોનીએ ઉત્સુકતા બતાવી.

” બહુ સીધી વાત છે સોની! જો ખૂનીએ લિફ્ટની બહારથી વિજય પર ‘પૉઈંટ બ્લૅંક રેંજ’થી ગોળી છોડી હોત, તો વિજયની લાશ અંદરની તરફ લિફ્ટમાં પડી હોત. મતલબ એમ કે આપણને એમ લાગી રહ્યું છે કે ખૂની લિફ્ટમાં જ હશે અને કદાચ વિજયને ઓળખતો પણ હશે!  તને યાદ હોય તો ગોળી વિજયની છાતીમાં જમણે ખૂણે વાગી હતી…અને જો લિફ્ટમાં નીચે સુધી સાથે આવ્યા પછી, હત્યારાએ વિજય પર પાછળથી ગોળી છોડી  હોત – એને બોલાવ્યા વિના – તો વિજયની લાશ કદાચ ઊંધે મોં પડી હોત! પણ તેમ થયું નહોતું!”

“એટલે?”

“_એનો અર્થ એમ થયો કે વિજયે લિફ્ટનો દરવાજો ખોલ્યો હશે!  ખૂનીએ વિજયને બોલાવ્યો હશે અને વિજય ફર્યો હશે કે તરત પલકારામાં ફિસ્સ્…. ‘પૉઈંટ બ્લૅંક રેઇંજ ‘ગોળી છૂટી! અને વિજય સહેજ  દૂર, ફર્શ પર સીધે મોં ફેંકાયો! અને તે પણ એટલા જોરથી કે તેનાં માથાનાં પાછલાં ભાગમાં મોટું ઢીમચું ઊઠી ગયું!…અને તેથી પડ્યો ત્યારે તેનો પગનો ઘૂંટણ સુધીનો ભાગ લિફ્ટના દરવાજામાં જ રહ્યો_ ?”

” પણ સર! એવું  પણ શક્ય છે કે ખૂની પહેલેથી જ લિફ્ટમાં સંતાય રહ્યો હશે.જેવો વિજય બહારથી આવ્યો અને જેવો લિફ્ટનો દરવાજો ખોલી અંદર પગ મૂકવા ગયો કે પેલાએ ગોળી છોડી હોય!” સોનીએ બીજી શકયતા રજૂ કરી.

“મને પણ એ વિચાર આવેલો… પણ લાગે છે કે હકીકતમાં આપણે હમણાં આગળ વિચાર્યું એમાંનું કશું જ થયું ન હશે!”

” શું? આમાંની બધી જ સંભાવના સાચી નથી સર!?”

” કદાચ…હા! આ બધી શકયતાનો છેદ ત્યારે જ ઊડી ગયો હોવાનું મને લાગ્યું જ્યારે મેં લિફ્ટની અંદરની ફ્લોર પર ખૂણામાં લોહીનો નાનકડો ધબ્બો જોયો! કે જો ખૂનીએ અંદરથી ખૂન કર્યું હોય તો લોહીનો ધબ્બો અંદરની ફ્લોર પર પડવાની શક્યતા લગભગ નહિવત છે! અને બહારથી ખૂન ક્રર્યુ હોય તો લાશ બહાર ના પડે! એ લોહીનો ધબ્બો એટલી હદ સુધી સુકાય ગયો  હતો કે ‘ત્રિવેણી’ પર મધ્ય રાત્રિનાં ગાળામાં જ ખૂન થયું હોય એમ સૂચવી રહ્યું છે!  આપણે લગભગ ૭-૩૦ની  આસપાસ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પર પહોંચી ગયા હતા. એ લોહીનો ધબ્બો જોઈને જ મને થયું કે વિજયનું ખૂન અહીં નથી થયું પણ ક્યાંક બીજે કરવામાં આવ્યું છે!… અને તે પણ મોડી રાત્રે!”

“તો પછી સર! હવે ?”

“મને લાગે છે કે આપણે કતારગામ જઈએ અને પેલો પ્રશાંત જાદવ, ‘રઘુપતિભવન’ના  નવમા માળે  ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ પર શું કરે છે તે જોઈએ! લગભગ આખી રાત એની ઑફિસની લાઈટ ચાલુ રહી છે!  એ શું સૂચવવા માગે છે? તે આપણને કશુંક કહી રહ્યો છે કે કશુંક કરી રહ્યો છે! મારે મન એ થોડો કોયડો બનતો જાય છે. અરે! હું જ્યારે મહેન્દ્રપાલસિંગને મળી ને ત્યાંથી હટ્યો કે તરત જ મહેન્દ્રપાલ ત્યાંથી લગભગ ૧૫ મિનિટ ગૂમ રહ્યો હતો એવું હનીફ મને કહેતો હતો. વિચારું છું ફરી આપણે ત્યાં જઈ જરા ફેર તપાસ કરી લઇએ તો કેમ રહેશે?”

” બરાબર સર! તો આપણું હવે પછીનું આયોજન ‘ત્રિવેણી’ પર જવાનું છે, એમ ને? હં…કદાચ, એમ જ બરાબર રહેશે; કારણકે સવારે આપણા હાથમાં  કૉલ ડિટેઇલ્સ અને પી એમ રિપોર્ટ પણ હશે. ”

“હા!  કહી માથ્રુર ઊભો થઈ ગયો. સોની તેમની સાથે થયો.

જીપમાં બેસતા જ સોનીએ માથુરને કહ્યું, ”  સર!”

“પહેલાં ‘રધુપતિભવન’ પર તો પહોંચીએ પછી એનું કંઈ કરીશું! પણ તું ખન્નાને વાત કરી સિક્યુરિટી  થોડી વધુ ટાઈટ કરી દે. ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ અને ‘રઘુપતિભવન’માંથી થતી તમામ હિલચાલની માહિતી મને મળવી જોઈએ… ખાસ કરીને મિ.શર્મા અને પવાર જેવા શકમંદ જો ઘરમાંથી બહાર તો તેની પાછળ આપણા સ્ટાફના માણસો હોવા જોઈએ; જેથી કોઈ છટકી ના જાય.”

“જી સર! પણ સર આપણે એક કામ કરીએ. પ્રશાંત જાદવનો પેલો ક્લાર્ક જેની પાસે ઑફિસની ચાવી રહે છે; તેને સાથે લઈ, પછી જ તેની ઑફિસે જઈએ. ના કરે નારાયણ જરૂર પડી તો સાક્ષીમાં પણ કામ આવશે!”

“મને લાગે છે કે આપણે તું કહે એમ જ કરીશું. મોરે સોની સાહેબ રસ્તો બતાવે છે તે પ્રમાણે લઈ લે !” માથુરે કહ્યું.

તેમને થોડીવારમાં કતારગામ પહોંચી ગયા…પ્રશાંત જાદવના ક્લાર્કના ઘરે.

પણ પ્રશાંત જાદવના કલાર્કને ઘરે તપાસ કરતા જે જાણવા મળ્યું તેનાથી આખી તપાસ ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ!

પ્રશાંત જાદવનો ક્લાર્ક તો ગઈ કાલે સાંજે જ ઑફિસ જવાનું કહી તેના ઘરેથી નીકળી ગયો હતો!  અને રાત્રે આવવાનો નથી એવો સ્પષ્ટ સંદેશો આપતો ગયો હતો !!

અને બધાં મારતી જીપે રઘુપતિભવન પર પહોંચ્યા..

ત્યારે બધાનાં મનમાં આવા જ પ્રશ્નો મનમાં રમતાં હતા!

_’ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાં અંદર કોણ હશે? પ્રશાંત જાદવ કે તેનો ક્લાર્ક? બંને  કે  કોઈ ત્રીજું ? કોઈ નહીં કે પછી…!!!

—-*—–  

( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે……

( પ્રિય વાચક મિત્રો__તા.૧/૧/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૨ પ્રકાશિત થશે.)

ટેલિવિઝન ટૅરરિઝમ – પર ‘અભિયાન’ના સંયુક્ત તંત્રી અને “NBA” નું પોસ્ટમૉર્ટમ

ટેલિવિઝન ટૅરરિઝમ – પર ‘અભિયાન’ના સંયુક્ત તંત્રી અને “NBA”  નું પોસ્ટમૉર્ટમ 

 મારા ટેબલ પર આજનું (તા. ૧૯/૧૨/૨૦૦૮)  દિવ્ય ભાસ્કર અખબાર છે. તેના મુખ્ય પેજ અત્યંત અગત્યના સમાચાર છે જેના વિષે હું આજે બે વાત કરીશ. આ સમાચારમાં તાજેતરમાં બનેલી ત્રાસવાદી ઘટના બાદ “નેશનલ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન” દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ દરમિયાન ઈલક્ટ્રોનિક મીડિયાને અનુસરવા માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.  જેમાં દેશહિત માટે મને ગમતા કેટલાક નિર્દેશ નો  અહીં જરૂરથી  ઉલ્લેખ કરીશ. મૃતકો અંગેના સમાચારમાં તેમના સન્માનનું ધ્યાન રાખવું , બંધકની સંખ્યા અને ઓળખની જાણકારી ન આપવી, હિંસક સંઘર્ષ અને સાંપ્રદાયિક હિંસા સમયે લોકરુચિનું ધ્યાન રાખવું.   

 

મિત્રો હું કંઈક કહું એના કરતાં સમભાવ ગ્રૃપના ગુજરાતી મૅગેઝિન ‘અભિયાન’ના સંયુક્ત પ્રમુખ તંત્રી દીપલબેન ત્રિવેદીનો તા. ૨૦/૧૨/૨૦૦૮નો ” ટેલિવિઝન ટૅરરિઝમ – જવાબદાર કોણ ?”  લેખ અચૂક વાંચવા જેવો છે. તેમની છણાવટ અને અવલોકન અત્યંત વિશદ અને  રસપ્રદ તો છે જ પણ સૌથી અગત્યની વાત કે એમાં તટસ્થતા અને સત્ય  છે. સાથોસાથ તેમણે જાગરૂક  પત્રકારની સાચી છબી રજૂ કરે એવા સત્વશીલ સ્તુત્ય લેખ તૈયાર કર્યો છે. મને મનોમન થતું  હતું કે ઈલક્ટ્રોનિક  મીડિયા ના આ બકવાસ અને વાહિયાત  રિપોર્ટીંગ પર કોઈ સંપૂર્ણ ઑથોરીટીથી  લખે  અને લોકોમાં આ બાબતની જાગૃતિ પેદા કરે. આ કામ તેમણે એક જવાબદાર તંત્રીને છાજે એ રીતે કર્યું છે.  ટેલિવિઝન ન્યૂઝ  એ હકીકતમાં પૈસા કમાવા અને ટીઆરપી વધારવાનું માધ્યમ બની ગયું છે. દેશ પર થયેલા આતંકી હુમલામાં પત્રકારોએ  શું ભૂમિકા ભજવી અને ખરેખર કેવી ભજવવી જોઈએ તે આ લેખ પરથી સમજી શકાય છે.

મતલબ કે હવે ઈલક્ટ્રોનિક મીડિયાએ હવે સત્વરે – ઈંટ્રોસ્પેક્શન – કરવાનો સમય આવ્યો છે. બસ! આપણી જવાબદારી એ બને છે કે ઈલેક્ટોનિક મીડિયાના આ પ્રકારના વાહિયાત રિપોર્ટીંગ સામે જરૂર પડ્યે એક જૂથ થઈ અવાજ ઉઠાવવાની ! બ્લૉગર મિત્રોની ભલે તાકાત ઓછી હોય પણ ક્યાંક એક નાનકડો મુદ્દો- સ્પાર્ક- આગળ જતાં કદાચ  કોઈક માટે સારી  પ્રેરણાશક્તિ  બની રહે ! 

 

આ નિર્દેશના સંદર્ભમાં મેં મારી પોસ્ટ મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને કોમન મેન’”  માં ઉલ્લેખ કર્યો હતો એ નીચેના બે મુદ્દામાં કદાચ મારા બ્લૉગના નવા વાચક વર્ગને રસ પડશે.

2.        ટાઇમ્સ ન્યૂઝ ચેનલ  પર ઈઝરાયેલથી ડૉ. કેદારએ કહ્યું કે આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિધ્ધિ અને નામના જોઈતી હતી જેને મીડિયાવાળા પૂરી પાડી હતી. કેટલીય ન્યૂઝ ચેનલ, તેના ઢગલાબંધ  પ્રતિનિધિઓ , કેટલાંકના અનુભવી , તો કેટલાંકના સાવ બબૂચક જેવા રેઢિયાળ પ્રતિનિધિઓ અને હોડ સૌથી પ્રથમ ન્યૂઝ આપવાની.! નરીમાન હાઉસ અને તાજ પરના ઓપરેશન પૂર્ણ થતાં NSG  ચીફ મિ.દત્તા  નિવેદન આપવા ઊભા રહ્યા ત્યારે સ્કૂલના છોકરાઓથી પણ ખરાબ વ્યવહાર મીડિયા પત્રકારોનો હતો. શોરબકોર અને હોહા ! ઘણાં દિવસના ભૂખ્યા હોય તેવું વર્તન હતું. એક ઓફિસરની વિનંતી છતાં તેઓ બેકાબૂ હતા. તેઓએ સેલ્ફ ડિસિપ્લિન રાખવાની જરૂર હતી. હા! સાચી વાત છે કે આપણા લોકશાહી દેશમાં આપણને બધું જાણવાનો અધિકાર મળે છે. આપણે ત્યાં ઘણું બધું  ફ્રી અને ફૅર ! મને ખ્યાલ છે ત્યાં સુધી અમેરિકામાં ૯/૧૧ દરમિયાન મીડિયા લોહીથી લથપથ લાશ બતાવવાનું ટાળ્યું હતું. અને જ્યારે આખા દેશના આબાલવૃદ્ધ ટીવી સામે બેસી ગયા હોય તો આવા દ્ર્શ્યો ટાળી શક્યા હોત. મીડિયા જવાબદારીભર્યુ અને આત્મ સંયમ ધરાવતું વર્તન કરે એ જરૂરી બની ગયું છે.

5.        જો ચેનલ જોઈને ત્રાસવાદીઓ પોતાની સ્ટ્રેટેજી નક્કી કરતા હોય તો સરકાર દ્વારા કરવામાં આવેલ ચેનલ ‘બ્લૅક આઉટ’ આપણા કમાન્ડોઝ અને બાનમાં લીધેલ વ્યક્તિઓના હિતમાં હોય, તેને કદાચ  સહ્ય ગણી શકાય. શું તેને મીડિયા જગતના બ્લૅક ડે તરીકે ગણવો યોગ્ય છે ? પણ જો તમે ત્રાસવાદીઓની ‘બ્લડી આઇઝ’ બની જતા હો તો આપણે સરકારના આ પગલાંને આવકારવું રહ્યું.

મિત્રો! મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડેઅને કોમન મેન  શીર્ષક હેઠળ મારી સંપૂર્ણ પોસ્ટ તમે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.  

https://kcpatel.wordpress.com/2008/11/30/305/

પૉસ્ટમાર્ક :    નાગરિક એકતા સામે ન્યુક્લિયર બૉમ્બ પણ નબળો છે. ( પંજાબના સુપરકોપ ગીલ ) 

પ્રકરણ – ૧૦ ત્રીજી વ્યક્તિ

પ્રકરણ  – ૧૦     ત્રીજી વ્યક્તિ

_________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પૂછપરછ દરમિયાન અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યુ? તે આપે વાંચ્યું અને…

ને પછી  આગળ….

____________________________________________________________________________________________________-

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  “ રહસ્યકથા – ઈન્ફોર્મર 

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

________________________________________________________________________

પ્રકરણ  – ૧૦    ત્રીજી વ્યક્તિ

હનીફને હળવો ચમકારો કરાવી  માથુર સાઇકલ પર  આગળ નીકળી ગયો. શેરીની આગળનો ગાયત્રી મંદિર આગળના વણાંક આગળ સ્ટ્રીટ લાઈટ લગભગ નહીંવત હતી. એ ત્યાં ઊભો રહ્યો અને દૂર દેસાઈ ફળિયાને  બીજે છેડે સ્ટ્રીટ લાઈટના અજવાળે યાદવ હજી ઓટલા પર બેઠેલો હતો. એને થયું કે જરા યાદવને મળીને નીકળી જાઉં …એવું વિચારી તે આગળ વધવા જતો હતો કે એક નવી નકોર મારુતિ ‘સ્વીફ્ટ’  ગાડી દેખાય અને તેણે યાદવને તેની જગ્યા પરથી ઊભો થતો જોયો. તેને સમજતા વાર ના લાગી કે એ મારુતિ મિ.શર્માની જ હોવી જોઈએ.

ફક્ત ક્ષણેક માટે થોભ્યો અને બીજી ક્ષણે જ તેણે જોરથી સાઇકલ દોડાવી !

તેણે વિચારી લીધું હતું કે યાદવે હવે શર્માની ગાડી ઊભી રાખવાની કોઈ જરૂર નથી. ન કરે નારાયણ કાલે મારે યાદવનો શર્મા સામે ઉપયોગ કરવો પડે તો…શા માટે યાદવને મિ.શર્મા સામે છતો થવા દેવો?…

એક તો એકદમ સાંકડો વણાંક, બીજું અવરોધકની તરીકે યાદવે રિપેરીંગ માટે ઊભી રાખેલી ગાડી અને  ત્રીજું યાદવનું તેની જગ્યા પરથી ઊભા થવું -તેથી મિ.શર્માની ગાડી સ્વાભાવિક જ ધીમી પડી ગઈ હતી. યાદવ પણ લગભગ મિ.શર્માની ગાડીને અટકાવવા માટે લગભગ ત્યાં સુધી પહોંચી જ ગયો હતો..

અને માથુરે સહેજ દૂરથી જ મોટા અવાજે બૂમ પાડી, “આનંદ ભાઉ ! ઓ ભાઉ ..! માઝ  ઘર યેથે  આહે ! આઈ તુલા  બોલવતે આહે  ! ચલા!!”  

અને કામ થઈ ગયું . સહેજ ગૂંચવાયેલાં  યાદવનું ધ્યાન માથુર પર ગયું. મિ.શર્માનું ધ્યાન પણ માથુર પર ગયું. ત્યાં સુધીમાં તો માથુર રોડથી ઊંધી દિશામાં નીચું મોં કરી સાઈકલનું લૉક જાણે તેના વ્હીલ સ્પૉકમાં લાગી જતું હોય એવો ડોળ કરવા માંડ્યો…ભલે તેણે ડ્રેસ બદલ્યો હતો છતાં પવાર કે મિ.શર્મા તેને ચહેરાથી ઓળખી શકે એમ હતા. તે શક્ય એટલી કાળજી રાખવા માગતો હતો. વાંકા વળતી વખતે ઘડીભરમાં તેણે  તો તીક્ષ્ણ નજરે મિ.શર્માની બાજુમાં બેઠેલા પવારને જોઈ લીધો હતો.

યાદવ પણ પરિસ્થિતિ પામી ગયો હતો. માથુરનું આમ અચાનક બૂમ પાડવું સૂચક હતું કે કામ થઈ ગયું છે- ઑલ ક્લીયર ! અને તેણે શર્માની ગાડી અટકાવવાની  વિચાર માંડવાળ કર્યો. તે મિ.શર્માની તરફ જવાનું છોડી માથુરે તરફ વળી ગયો .. ઊંધી દિશામાં! “હો ..! વિઠ્ઠલ ભાઉ !! …” અને પછી આગળ અટકી ગયો…

ને ત્યાં સુધીમાં તો મિ.શર્માની ગાડીનું ગિયર આગળ વધવા માટે બદલાઈ ચૂક્યું હતું.

“મરાવી નાંખશો સર! આગળ આવડતું જ નહોતું ! બચી ગયો ! તમને ખબર તો છે કે મને તમારી જેમ મરાઠી નથી આવડતું ! તો પછી..”

 “અલ્યા શું કરું? માથે ટોપી પહેરેલી છે અને અંદર પવાર બેઠેલો હતો ! મારે કદાચ તારો કાલે ઉપયોગ કરવો પડે તો? જોખમ લીધાં વિના છૂટકો જ નહોતો ! મનેય ક્યાં વધારે આવડે છે !! ”

યાદવને લાગ્યું કે માથુર સાહેબે ભલે આત્મવિશ્વાસથી કામ ક્રર્યુ હોય તો પણ તેમના ચહેરા પર હળવા તનાવ પછીની શાંતિ તરવરતી હતી.

“યાદવ! તું મને એ કહે કે પાછળની સીટ પર કોઈ બીજું બેઠેલું દેખાતું હતું ખરું ?”

“ના. કોઈ બેઠેલું જણાતું નહોતું. આગળ પવાર હતો!… હનીફને કહી દઉં કે પાછળથી કોઈ ઊતરે છે કે કેમ ? તે જોઈ લેશે ! ”

“ના તે જરૂર નથી. એમ તો એના ધ્યાનમાં હશે.  હું તેને મળી આવ્યો છું…પણ તું હવે તારી નાટક મંડળી હવે સમેટી લે! ગાડી રેડી રાખ! આપણું  અહીં ઊભા રહેવું જોખમી છે. બાકીનું કામ હનીફ જોઈ લેશે! કદાચ થોડીવારમાં પવારને મેં મહેન્દ્રપાલ સિંગ હસ્તક  મારો એક સંદેશો મોકલાવ્યો છે; અને  પહોંચતાં જ મને શોધવા અહીં  દોડતો આવી શકે છે ! તું પણ પેલાં પિંડકને ઊઠાડ અને ભાગ! ! લવકર !! ”

“શું સર ?”

“જલદી કર !!”

“જી સર!” કહી તેણે, માથુર સામે નજર મેળવી, જવા માટે સૂચક સંમતિ લઈ લીધી. બીજી પળે ગજવામાંથી ચાવી કાઢી દોટ મૂકી પોતાની ગાડી તરફ. માથુરે પણ પોતાની જીપ પાસે પહોંચવા પૂરી તાકાતથી સાઇકલ હાંકી.

પોતાની જીપ પાસે પહોંચી સાઇકલ પાછળની સીટ વચ્ચે નાંખી, માથેથી મહારાષ્ટ્રીયન  ટોપી કાઢી આગલી સીટ પર ફેંકી; માથુરે જીપ ચાલુ  કરી. હજી થોડો આગળ ગયો કે તેને મનમાં થયું હનીફ જરાય લાપરવાહ રહે તે પાલવે એમ નહોતું. તેણે હનીફને ફોન લગાડ્યો.

“હનીફ મિ.શર્મા અને પવાર હમણાં મારુતિમાં આવ્યા તેં જોયા?”

“હા સર!”

“કોણ કોણ અંદરથી બહાર આવ્યું? કેટલી વ્યક્તિ હતી ?”

“ત્રણ વ્યક્તિ અંદરથી બહાર આવેલી સર! ચશ્માધારી મિ.શર્મા તો દૂરથી જ ઓળખાઈ ગયા અને બીજી વ્યક્તિ પવાર જ હતી જે આગળથી ઊતર્યો હતો; પણ કાળું પૅન્ટ પહેરેલી ત્રીજી વ્યક્તિ જે પાછળથી ઉતરી તે મારાથી ન ઓળખાઈ! તે જરા લંગડાતા ચાલતી હતી અને ચાલતી વખતે  મિ.શર્મા અને પવારના ખભાનો તે સહારો લઈ રહી હતી ?”

“શું? તું ફરી કહે એ વ્યક્તિએ શું પહેર્યુ હતું ? કાળો પૅન્ટ ? ”

 ” જી સર !”

” એ વ્યક્તિ પછી ક્યાં ગઈ ? તેં એ જોયું ?”

“જી સર એ તો મિ. શર્મા સાથે જ ગ્રાઉન્ડ ફલૉરના એક ફ્લૅટ માં ગઈ!”

“ચોક્કસ હનીફ ? દૂરથી તને એ ખ્યાલ આવતો હતો ખરો કે એ બરાબર લિફ્ટની સામેનો ફ્લૅટ છે  ? ”

“ચોક્કસ સર!”

“ફ્લૅટ નં. ઍ – ૪!  મિ.શર્માનું ઘર! લિફ્ટની સામેવાળો ફ્લૅટ! ” માથુર ફોન પર હળવેથી બબડ્યો તે હનીફને પણ સંભળાતું હતું.! ને પછી માથુરનો સ્પષ્ટ અવાજ હનીફે સાંભળ્યો, ” હનીફ ! પવાર પછી ક્યાં ગયો ?”

“એના ઘર તરફ પેલા પંચખૂણિયા ફ્લૅટ તરફ ગયો હતો સર !”

“શું મિ.શર્માની ગાડી આવી ત્યારે મહેન્દ્રપાલ સિંગ ત્યાં હતો ?”

” મહેન્દ્રપાલ સિંગ ત્યાં જ હતો સર !  એણે પોતાની ખુરશીમાં બેઠા બેઠા દૂરથી પવારને હાથ કર્યો તે પણ  મેં જોયો.”

“શું મહેન્દ્રપાલ સિંગ પવારને મળવા ‘ત્રિવેણી’ પર નહોતો  ગયો ?” માથુરે સહેજ આશ્ચર્ય પામતાં પૂછ્યું.

“ના. સર હજી હમણાં પણ મહેન્દ્રપાલ સિંગ તેની જગ્યા પર જ બેઠો છે….અને સર! એક મિનિટ ફોન પર વાત કરું છું ત્યારે જોઉ છું હમણાં પવાર મિ.શર્માના ઘર પાસે આવ્યો છે. હવે મિ.શર્મા તેના ખભે હાથ મૂકી બહાર પૅસેજમાં ચાલતા ચાલતા મુખ્ય દરવાજાની તરફ આવી રહ્યા છે. અને મિ.શર્મા હાથમાં કાગળ કે પૈસા જેવું કશુંક છે….”

“સારું હનીફ! ખાસ ધ્યાન આપજે અને જોતો રહેજે કે પવાર મહેન્દ્રપાલ સિંગને મળવા જાય છે કે મહેન્દ્રપાલ સિંગ પવારને ! ”

“જી સર ! ”

“અને બીજું પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસની લાઇટ હજી ચાલુ છે કે બંધ?”

 “જી સર હજી ચાલુ જ છે.”

“સારું મારો ફોન ન આવે ત્યાં સુધી ત્યાંથી હટતો નહીં ! ”

“પણ સર! હું ભૂલી જાઉં તે પહેલાં એક વાત કહીં દઉં કે આ ત્રિવેણી ની વૉચમેનની ખુરશી પર કોઈક બેઠું છે ! અને તેને હું નથી જાણતો!…

”  કદાચ ગિરધારી હશે!? ‘ત્રિવેણી’ના રહિશોના નાનામોટા પરચૂરણ કામ કરે છે! મિ.શર્માનો અંગત પગારદાર નોકર ! પણ એ ક્યારે આવ્યો ?”

“મેં તો તેને આવતા નથી જોયો !”

“સારું હનીફ! તું આજે સ્પૉટ છોડે તે પહેલાં ‘ત્રિવેણી’ની બાજુમાંથી પડતી સાંકડી ગલી ક્યાં બહાર નીકળે છે ? તે નજર નાંખતો આવજે.” કહી માથુરે ફોન કટ કરી એક્સિલરેટર પર પગ દબાવ્યો.  ઘડિયાળમાં નજર નાંખી સવારે પોણા ચાર થવા આવ્યા હતા.

ઘરે જાઉં કે ઑફિસ જાઉં એવી દ્વિધામાં – ચાલ ઘરે જ  જરા ફ્રેશ થઈ ને પછી ફરી ઑફિસ જઈશ!- એવું વિચારી તેણે ગાડી ઘર તરફ વાળી. તે હજી ઘરના પગથિયાં ચઢતો જ હતો કે તેનો મોબાઇલ રણકી ઊઠ્યો. સામે સોની હતો… “સર ! મેં રસેશ ગોધાણીની પાકી બાતમી મેળવી લીધી છે કે તે નથી ઑફિસમાં કે નથી તેના ઘરે ! તેના ઘરે તાળું લટકે છે ! તપાસ કરતા ખબર પડી કે તે કોઈ સંબંધીને ત્યાં સહકુટુંબ લગ્ન પ્રસંગમાં ગયા છે. હું અજાણ્યો બની  તેમનું લૉકેશન અને ગતિવિધિ જાણવા પીસીઓ પરથી ફોન કરું છું. રીંગ જાય છે પણ ઉપાડતો નથી.”

“બરાબર! મેં જે નંબરો આપેલા તેની કૉલ ડિટેઇલ્સ, રાતનો સમય છે એટલે મેળવવાની તકલીફ પડતી હશે નહિ?”  

“સર ‘ઍર ટેલ’માંથી સવારે કૉલ ડિટેઇલ્સ મળી જશે અને હવે ‘હચ’માં જવાનું વિચારું છું મેં તેના અધિકારી અમિતાભ ભાટિયા મારો મિત્ર છે તેની જોડે વાત કરી દીધી છે અને બઘી વાત જણાવી દીધી છે તે કલાક દોઢ કલાક્માં માહિતી ઉપલબ્ધ કરાવી આપશે!  વિચારું છું. અહીં જ એકાદ કલાક  ‘સોમનાથ ટી સ્ટૉલ’ પાસે રસેશ ગોધાણીની રાહ જોઈ બેસું ! ત્યાં સુધીમાં ‘હચ’ની કૉલ ડિટેઇલ્સ આવી જાઈ તો લઈને જ આવું..”

“તેં તારા મોબાઇલમાં વિજય રાધવનના ફ્લૅટમાં દાખલ થતી વ્યક્તિના વિઝ્યુલ્સ લેવાનો પ્રયત્ન કરેલો, તે દ્ર્શ્યો કેવા છે ?”

“સૉરી સર! મેં કેટલીયવાર એ ક્લિપ જોઈ ! અંધકારને લીધે ક્લિપના દ્ર્શ્યો  નબળાં છે. કશું જ કળાતું નથી. માત્ર હલનચલન જોઈ શકાય છે…પેલી વ્યક્તિનો ચહેરો ઓળખાતો નથી.!”

“સારું ! હું તને પાછો ફોન અડધો કલાક – કલાકમાં કરું છું. ત્યાં સુધી રસેશના ઘર પાસેથી હટતો નહિ ! ”

ઘરે જઈ બાથરૂમમાંથી  ફ્રેશ હજી બહાર જ આવ્યો કે પત્નીએ દૂધનો ગ્લાસ ધરતા કહ્યું, “બળી આ નોકરી છે હજી ઘરે આવ્યા નથી કે ફરી શરૂ !  આ તમારા મોબાઇલમાં પહેલા રીંગ વાગી અને પછી કંઈક મેસેજ આવ્યો હોય એવો ઍલાર્મ વાગતું હતું ”

માથુરે એક મિસ્ડ કોલ જોયો એ રસેશ ગોધાણીનો હતો ! અને એક મેસેજ પણ હતો રસેશ ગોધાણીનો ! તેમાં માફી માગતા તેણે લખ્યું હતું કે તે આજે વહેલી સવારે તે સાપુતારા જવા રવાના થશે !!  

દૂધનો ગ્લાસ ગટગટાવી માથુરે એક લાંબો શ્વાસ લઈ સોફામાં અડધો કલાક લંબાવ્યું …

રસેશ ગોધાણી …સાપુતારા !!! અચાનક…

પછી પંદર વીસ મિનિટ સુધી મનમાં વિચારોની ઘડભાંગ બાદ તેણે મોબાઇલ ઉઠાવ્યો … સોનીને ફોન કરવા !

 

—*—–  

 ( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૨૫/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૧૧ પ્રકાશિત થશે.)

ચંદ્રકાંતભાઈ અને વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

ચંદ્રકાંતભાઈ અને  વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

હમણાં થોડા દિવસ પહેલા મારી ‘બ્રાયન ઍન્ડરસન’ કડીની  પ્રથમ પોસ્ટમાં જેને ઉલ્લેખ કર્યો હતો; એ ૧૭૦૦૦ ઑપરેશનમાં ઓ. ટી. ટૅકનીશ્યન તરીકે ફરજ બજાવનાર શ્રી વિનોદભાઈની સાથે હું ફોન પર વાત કરતો હતો,  ત્યારે મારા ઑફિસમાં અવારનવાર આવતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અમારા સહકર્મચારીનું અચાનક આવવાનું  થયું.તેમનું નામ ચંદ્રકાંતભાઈ પટેલ.

“કોણ વિનોદભાઈ છે.” તેમણે મારી વાતચીત પરથી અનુમાન બાંધ્યું.

મેં હકારમાં માથું હલાવ્યું.

“પછી મને આપજો. મારે  વિનોદભાઈનું કામ છે.” તેમણે મને વિનંતી કરી.

મેં મારી વાત પૂરી થતાં તેમને ફોન આપ્યો.

“વિનોદભાઈ! સી. ડી. પટેલ બોલું છું. મારે તમારું એક કામ છે. આ કમલેશભાઈ પાસે છે એ વૉકીંગ ટ્રાઈપોડ કેટલાની છે? ” તેમના  હાથમાં મારી તાજેતરના અકસ્માત બાદ હું વાપરતો હતો એ સ્ટીક હતી.

” — ” વિનોદભાઈએ કિંમત કહી.

“કામ? કામ એવું છે મારે આવી ત્રણથી ચાર સ્ટીક  જોઈએ છે.  વૃદ્ધાશ્રમમાં મારી બધી ડોહીઓની આપવાની છે! બિચારીઓને બહુ આબદા પડે છે.”  આ ચંદ્રકાંતભાઈ પટેલનો પોતિકો અંદાજ છે, વાતચીતનો! તેઓ સ્પષ્ટવક્તા, હાજર જવાબી, ઊર્જસ્વી  વ્યક્તિ  અને કર્મઠ  કર્મચારી છે.

ને કોણ જાણે કેમ અચાનક  મારા કાન સતેજ થઈ ગયા…

“સારું! એવું કરો વિનોદભાઈ, તમે કહો છો તેમ આ રવિવારે આપણે બંને સાથે વૃધ્ધાશ્રમ જઈશું. તમે પહેલાં  જોઈ લો કે ડોહીઓની જરૂરિયાત કેવી છે, પછી આપણે નક્કી  કરીશું!”

વૃદ્ધાશ્રમ? ડોહીઓ?..” મેં ચંદ્રકાંતભાઈ પર પ્રશ્નોનો મારો ચલાવી દીધો.

“…કમલેશભાઈ!  હું દર રવિવારે  વૃદ્ધાશ્રમમાં જાઉં છું. છેલ્લાં ૧૨  વર્ષથી.  બધા ઘરડાઓને  મળું છું. તેઓની મુશ્કેલીઓ જાણી તેમને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું તો એકવાર  ત્યાં  એમ જ ચાલ્યો ગયેલો. પણ પછી મને તો મઝા પડી. હવે તો ડોહીઓ વગર મને પણ નથી ગમતું અને તેમના અમારા વગર!”

અમે સુરતીઓ દર રવિવારે બહાર ફરવા જવામાં અને ફાસ્ટ ફૂડ ખાવામાં ઉસ્તાદ છીએ. તેવા સમયે ચંદ્રકાંતભાઈએ પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે એક અલગ ખૂણો શોધી લીધો હતો!

” મદદમાં શું કરવાનું આવે?” મેં પૂછ્યું.

“મોટી ઉંમરને કારણે કે ઘરમાં કોઈ વડીલને રાખવા કે તેમની મુશ્કેલીઓ સમજી પ્રેમથી હલ  કરવાવાળું કોઈના હોય ત્યારે લોકો  વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને મૂકી આવે! કહો કે નાંખી આવે છે! આ બધાં કેટલાક ઘરડાં બિચારા શરીરે અશક્ત અને બિમાર હોય તેઓની  રોજીંદી દૈનિક દેહક્રિયાઓ તેમની પથારીમાં પર જ કરે છે તો ક્યારેક થઈ જાય છે! આ  દરમિયાન ક્યારેક તેઓ શરીર પણ ગંદુ કરી નાંખે છે. ક્યારેક મૅનેજરનો ફોન આવે છે.  હું  જાઉં પછી તેઓના નવડાવું છું. પાઉડર ચોપડી આપું. તેમના ગંદા કપડાં ચાદર તકીયા થોડા  ધોઈને ચોખ્ખા કરી નાંખું છું. જેથી સફાઈ કામદારને સૂગ ન લાગે!!  તેઓને નવી ચાદર પાથરી નવા કપડાં પહેરાવી તૈયાર કરું છું. આ કામમાં મારી પત્ની એટલા જ સમભાવથી મને મદદ કરે છે તે પણ પોતાની મરજીથી !!.”

તેમણે એક સાથે મને અનેક આંચકા આપ્યા! જ્યારે આ રીતની સેવા કરવા ઘરનાં સ્વજનો નાકનું ટીચકું  ચઢાવતાં  હોય ત્યારે નિઃસ્વાર્થભાવે આ સેવા કાર્ય કરવું ઘણી મથામણ માંગી લેતુ કામ છે; પણ જો તેમાં પોતાની પત્નીનો આવો સહયોગ મળી રહેતો હોય તો એનાથી રૂડું બીજું શું?  (  ખાનગીમાં કહીં દઉં તો અને અત્રે ઉમેરી દઉં કે ચંદ્રકાંતભાઈના પત્ની એક શાળાના આચાર્યા છે!! અને ચંદ્રકાંતભાઈ બૂમ પાડે એટલે ઑફિસમાં બેલદાર હાજર હોય છે!)

“ક્યારેક ડોહીઓની દવા લઈ આવું છું. ક્યારેક એકાદને  બહાર ફરવા લઈ જાઉં છું. થોડા સમય પહેલાં બધી ડોહીઓને એક દાતા પાસે એક એક લૂગડું  અપાવ્યું. ને પછી થોડા દિવસ પછી તો ચણિયો-બ્લાઉઝ-ટુવાલ… બધું આપમેળે આવતું ગયું. હું તો સાચા સેવાભાવથી પ્રયત્ન કરું છું. ક્યારેક  તેઓને ભાવતી વસ્તુ ઘરથી અથવા બજારમાંથી લઈ જાઉં છું. રવિવારે સાંજે જઈને  એટલે  વૃદ્ધાશ્રમની બહારના બગીચામાં બેસીએ. તેઓ મારી અને મારી પત્નીની રાહ જોતી  બેઠી હોય. પછી તેમની સાથે મન ભરી વાત કરું છું. હળવો થઈ જાઉં છું કમલેશભાઈ!…” ચંદ્રકાંતભાઈના પ્રસન્નતાપૂર્ણ ચહેરા પર એક અજબનો સંતોષ છલકાતો હતો; જેની મીઠાશ તેમના હૈયાં સિવાય બીજા કોઈને થોડી પામવા મળે?!

ચંદ્રકાંતભાઈ એ આગળ વાત ચલાવી ” હમણાં થોડા દિવસ પહેલાં એક પૈસાદાર ભાઈ પોતાની માતાને અહીં મૂકવા આવેલા. મને મૅનેજરે ફોન કર્યો કે આ ભાઈને સમજાવવાનું કામ તમારું! હું ગયો. મેં કહ્યું જુઓ ભાઈ તમારી પાસે પૈસા છે. ઘર છે. એક રૂમ તમારી માને આપી દો.  તમારાથી કે તમારી પત્નીથી તમારી માનો ઝાડો પેશાબ સાફ ન થતો હોય તો ૨૫૦૦/- કે ૩૦૦૦/- કોઈ નર્સ કે જરૂરિયાતમંદ બહેન રાખી લો. એ  બહાને એક વ્યક્તિને રોજી મળશે. માને પોતાના સ્વજનો સાથે ઘરમાં રહેવાનું અને તનાવમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવા પોતીકા માણસો મળી રહેશે. તે મનથી રાજી રહેશે અને તમને આશીર્વાદ આપશે  ને તમારા બચપણમાં પોતાના દિકરાના ઝાડા પેશાબ  સાફ કરેલા તેનું થોડું ઘણું વળતર મળશે. અને કમલેશભાઈ પેલાં ભાઈ જ્યારે પોતાની માને પરત સાથે લઈ ગયા ત્યારે હું તો રાજીરાજી!”

“ગઈ કાલે મારી દીકરી જેને મેં ઘર મૉર્ગેજ પર મૂકી પગપાળા નોકરી કરવાની તૈયારી સાથે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા મોકલી હતી તેણે પોતાનો ખર્ચ જાતે કાઢવા માંડ્યો છે તેથી એક જૂની વાન લઈ લીધી છે. ..જેથી  રવિવારે ડોહીઓને સાથે ફરવા લઈ જવી હોય તો જઈ શકાય…અમે છેલ્લા સાત આઠ વરસથી નવું વરસ તેમની સાથે જ ઉજવીએ છીએ…છેલ્લે ગયો ત્યારે મેં જોયું કે એકાદ બે જણને ચાલવાની તકલીફ પડે છે તેથી મને  આ વૉકીંગ સ્કીકનો વિચાર આવ્યો…કોઈને કોઈ તો હરિનો લાલ દાતા મળી જશે જ! ” તેમણે આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.

મને ક્ષણવાર માટે મારા અપંગ પિતાશ્રીનું સ્મરણ થયું…અને  ચંદ્રકાંતભાઈને આ માનવ સેવાના અમૂલ્ય કાર્યમાં નાનકડા યોગદાન દેવા અચાનક જ મારા અંતરના ઊંડાણમાંથી  દ્રવિત હૈયે શબ્દો સરી પડ્યા, “ચંદ્રકાંતભાઈ! ચિંતા ના કરશો એ વૉકીંગ  સ્ટીક માટે દાતા તમને મળી ગયો! ”

ચંદ્રકાંતભાઈનો  લાગણીથી તરબતર આ “ડોહી” શબ્દ મને આટલો  મીઠો લાગ્યો તો પછી એ ડોશીઓને ચંદ્રકાંતભાઈનો આ “ડોહી” શબ્દ   કેટલો વ્હાલો અને પોતીકો  લાગતો હશે! અને એથીય વ્હાલા  હશે  ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની…કદાચ  પોતાની જાતના જણતરથીય વધુ !!

√  ‘Do not let this chain of love end with you.’

———————————————————————————————-

મિત્રો

જેમના એક લેખની માહિતીને આધારે હું બ્લૉગ પર ગુજરાતીમાં લખતો થયો  એવા મિત્ર હિમાંશુભાઈ ના નવા સુંદર બ્લૉગ – સાયબરસફર- પર આપણને રસ પડે એવી સ્ટોરી છે જે અગાઉ ચિત્રલેખામાં પ્રકાશિત થઈ ચૂકી છે… પ્રેરક પહેલ વિભાગમા એ મળશે. લિંક આ સાથે મૂકી રહ્યો છું.

એ પાથરે અંધ આંખે અજવાળા
http://www.cybersafar.com/index.php/prerak-pahel/181-2009-01-04-03-32-52.html

ઇન્ટરનેટ પર રક્તદાન
http://www.cybersafar.com/index.php/useful-services/46-blood-donation.html

પ્રકરણ – ૯ વેશ-પલટો

પ્રકરણ  – ૯ વેશ-પલટો


વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર , ગિરધારી ,મિ.શર્મા,પરસોત્તમ ભરવાડ, અને રસેશ ગોધાણી ની પૂછપરછ  આદરે છે. પૂછપરછ દરમિયાન અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે …

ને પછી  આગળ….


રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  ” રહસ્યકથા – ઈન્ફોર્મર

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ


પ્રકરણ  – ૯ વેશ-પલટો

માથુર વિચારમાં પડી ગયો સોનીના શબ્દો હજી તેના કાનમાં અથડાયા કરતા હતા.. “સર! પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ ખાતેની પોતાની ઑફિસ ખોલીને બેઠેલો છે..અને હજી લાઈટ ચાલુ છે! ”

” અત્યારે પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ની ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માં શું કરી રહ્યો  ?! પ્રશ્ન એક હતો પણ તેનું મન એ એક તણખાંથી જ વધુ વેગીલું બની ગયું હતું..”મિ.શર્મા, મહેન્દ્રપાલ સિંગ,  દિનેશ બાવા, ગિરધર, પવાર, રસેશ ગોધાણી,  અને પ્રશાંત જાદવ!  વિજયની આસપાસ ફરતી આ વ્યક્તિમાંથી કોણ હશે? કડી જોડવા તે અધીર થયો હતો. સોનીએ કહેલી વાતથી તેણે મનોમન મેળવેલી કડીમાં એક સેંધ પડી ગઈ હતી…

ત્યાં તો સોનીનો ફોન આવ્યો, “સર?”

“તને મેં ઘરે જઈ આરામ કરવા કહ્યું હતું ને? ” માથુરે સોનીને ટકોર કરી.

“ઘરે જઈને પણ શું કરું  સર!  ઊંઘ જ નથી આવવાની ? એના કરતા કંઈક કામ કરું તે સારું! હવે આગળ શું ?” સોનીએ ઉત્સુકતા બતાવી.

” આગળ? સોની મને લાગે છે કે વિજય રાઘવનની હત્યાથી જ વાત પતી જશે એવું લાગતું નથી. અંકોડા વધુ ગૂંચવાતા જાય છે.” માથુરે કહ્યું.

“મતલબ ? પણ કદાચ એક નહીં વધારે ભેજાં અહીં કામ કરી રહ્યાં છે.  જો પરિસ્થિતિ હાથમાં ન રહી તો હવે કદાચ મને લાગે છે કે રસેશ ગોધાણીનો વારો છે?”

“શું? ”

“હા! કારણ તું જાણે છે, રસેશ  એ  વિજય રાઘવનનો પાર્ટનર છે અને તેની હિલચાલ અને ગભરાટ મને કંઈક આ પ્રકારનો અંદેશો સૂચવે છે ! અને તારે ઊંઘ બગાડવી હોય તો એક કામ કર ”

“બોલો સર ? ”

“જો ઊંઘ ના જ આવતી હોય તો હું કેટલાક નંબર આપું છું. તેની મોબાઈલ કોલની માહિતી મેળવવાની કોશિશ કર! અને શકય હોય તો  રસેશ ગોધાણીના ઘર પાસે જા! અને તે ના જાણે તેમ જાણવાની કોશિશ કર કે તે ક્યાં છે ? તેનો ફોન નથી આવ્યો કે તે શહેર છોડી બહારગામ ફરવા જવાનો છે મતલબ કે તે શહેરમાં જ હોવો જોઈએ. પણ ધ્યાન રાખજે કે કામ સાવધાનીથી થવું જોઈએ!”

“જી સર! પછી હું ઑફિસે આવું કે પછી..?”

“પછી હું તને જણાવું છું.મને પણ એક કામ યાદ આવ્યું છે. મને જરા ઉતાવળ છે…” સોનીની વાત વચ્ચેથી કાપતાં માથુરે કહ્યું. અને પછી સોનીના જવાબની રાહ જોયા વિના તેણે ફોન મૂકી દીધો.

પોતાની ઑફિસમાંથી નીકળી માથુર ઝડપથી સીધો લૉકર રૂમમાં પહોંચી ગયો. એક કબાટ ખોલી તેમાંથી એક જુનવટ કપડાંની જોડ કાઢી. તે થોડાં ગંદા લાગતાં હતા. માથુર કપડાં તેના નાક પાસે લઈ ગયો અને સૂંઘતાં જ સહેજ  નાકનું ટીચકું ચઢાવ્યું. પણ બીજી જ મિનિટે તે ગતિશીલ બની ગયો. થોડીવારમાં તો પોતાના સાદા કપડાં બદલી તેણે એક મેલો પાયજામો, જૂની કફની અને માથે સફેદ ટોપી પહેરી લીધી ! તે  ઝૂંપડપટ્ટીમાં રહેતો કોઈ સાદો -સામાન્ય માણસ લાગતો હતો; કે જેના દીદારના ઠેકાણા નહોતા. અને જે કેટલાય દિવસથી નાહ્યો ન હોય એવો – અદ્દલ ઝૂંપડાંવાસી મહારાષ્ટ્રીયન લાગતો હતો.

ઓફિસની બહાર નીકળી તેણે મોરેને શોધી જોયો. બહાર ડ્યુટી બજાવતો હવાલદાર રતિલાલ સોસા ઉતાવળે તેની પાસે આવ્યો…માથુરના કપડાં જોઈ તે સમજી ગયો હતો કે સાહેબ કે કોઈ અત્યંત ખાનગી કામ માટે વેશ બદલી નીકળ્યા હશે. એ પોતે અને એના પોતાના અધિકારીઓને કેટલીયવાર આવા બહુરંગી વેશભૂષામાં જોયા હોવાથી તેને એ વાતની નવાઈ ન લાગી.

“સોસા! મોરે ક્યાં છે?”

“સર! બાજુના પોલીસ કવાર્ટસમાં! તુકારામના ઘરે! કહેતો હતો કે તુકારામ એકલો છે મળતો પણ આવું અને સાથેસાથે જરા હાથ મોં ધોઈ આવું.   બોલાવી લાવું સર ?” હવાલદાર સોસાએ કહ્યું.

“ના! રહેવા દે. એને આરામ કરવા દે. કાલે કદાચ વધારે દોડધામ કરવાની થશે….ઠીક છે,સોસા ! તું મને એ કહે કે આપણા માળીની સાઇકલ ક્યાં છે?”

“સ્ટોર રૂમની બાજુમાં મૂકેલી છે. બિચારાને ખાતાએ જે સાઇકલ આપેલી એ ઘર પાસેથી ચોરી થઈ ગઈ છે. ૩૦૦/- રૂપિયાવાળી બીજી જૂની સાઇકલ લાવીને મૂકી ગયો છે. સાહેબ તેને_ ”

“સારું સારું! એ સાઇકલ ચાલુ હાલતમાં છે કે પછી ?”

“ચાલુ જ છે…પરમ દિવસે તે કાતરની ધાર કઢાવવા એ સાઇકલ પર જ ગયેલો.”

“સરસ!  તું ફટાફટ જા અને એ સાઇકલના ટાયરમાં હવા છે કે નહીં તે જોઈ લે અને જો હોય તો લઈ આવ અને પેલી જીપમાં મૂકી દે… અને સાંભળ મારા ટેબલનાં ખાનામાં જીપની બીજી ચાવી છે તે લઈ આવજે !”

“જી! ” કહેતો હવાલદાર રતિલાલ દોડ્યો.  જાણતો હતો કે આવા સમયે કેવી ઝડપ અને ગતિથી કામ કરવાનું હતું.

લગભગ બે મિનિટ બાદ માથુરે પોતાની જીપ જાતે હંકારતો કતારગામના રસ્તા પર હતો. દશ મિનિટ પછી  ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ લગભગ અડધો કિલોમીટર દૂર પહોંચી તેણે જીપ ઊભી રાખી. સાઇકલ બહાર કાઢી અને તેની પર બેસી આગળ વધ્યો.

‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના નજીક પહોંચતાં. તેણે ત્રાંસી આંખે દેસાઈ ફળિયાને નાકે જોયું.  સ્ટ્રીટ લાઈટના અજવાળે તેણે જોયું કે એક વ્યક્તિ  મારુતિ ગાડીનું સમારકામ  કરી રહ્યો હતો અને બીજો નજીકના ઓટલો પર બેઠેલો હતો…ઓટલા પર બેઠેલી વ્યક્તિએ માથુરને જોયો અને દૂરથી જ બૂમ પાડી…” એ સાઇકલ ! ક્યાં જાય છે અત્યારે?”

માથુર સમજી ગયો તે યાદવ હતો. યાદવની પાસે જવાને બદલે તેણે સાઇકલ જોરથી આગળ દોડાવા માંડી ! યાદવ પાછળ દોડ્યો ! સ્ટ્રીટ લાઇટથી દૂર આછાં અંધારામાં પહોંચતાં જ માથુરે ઝડપ  ધીમી કરી નાંખી અને ત્યાં સુધીમાં તો તેની પાછળ દોડેલા યાદવએ તેનું પાછલું સીટ કૅરિયર પકડી લીધું હતું.

“કેમ અલ્યા ઊભો નથી રહેતો? હું કંઈ અમસ્તો  બૂમ નથી પાડતો.”  ગુસ્સા ભરાયેલાં યાદવએ  કૅરિયર છોડી પાછળથી માથુરને બોચીમાંથી ઝાલ્યો.

“ભાઈ, હું… અત્યારે ‘ત્રિવેણી’  પર જાઉં છું! મહેન્દ્રપાલ સિંગને મળવા !!” યાદવ પકડતા જ માથુરે કહ્યું.

“કેમ?”

“માથુરે સાહેબે કહ્યું છે એટલે !!” માથુરે હળવાશથી કહ્યું.  યાદવના હાથની પકડ ધીમી થઈ ગઈ. ગજવામાંથી બૅટરી કાઢી અને મોં પર ફેંકી. અને વળતી પળે જ સૅલ્યુટ ઠોકવા જતો હતો કે માથુરે તેનો હાથ પકડી અટકાવ્યો …”ના યાદવ ! અહીં નહિ ! કોઈએ જોઈ જશે તો મુશ્કેલી થઈ જશે.!”

” આઈ એમ ઍક્સ્ટ્રીમલી સૉરી સર! મેં તમને ઓળખ્યા જ નહિ! તમે ? આમ અડધી રાત્રે સર? અમને કોઈકને  કહ્યું હોત ! મને એમ કે આટલી રાત્રે કોણ છે? અને તે પણ ‘ત્રિવેણી’ તરફ જતું હોય એટલે… સર ”

“અરે યાદવ! મને તો આનંદ છે કે તેં મને પકડ્યો. મારા માણસો કેટલા સતર્ક છે તે પણ મને ખબર પડી ને ! ગુડ વર્ક યાદવ ! મિકેનિક માં કોને ઊંચકી લાવ્યો છે? ”

“નૂતન ! માફ કરજો સર !  બે બાટલીના પૅગ  પીવડાવીને જ લઇ આવ્યો છું… ગાડી નીચે શાંતિથી સૂઈ તો રહે ! મારુતિમાં રિપેરીંગ જેવું તો કશું કરવાનું નથી. મને જરૂર પડે એટલે સહેજ પગ હલાવું ફરી ઊભો થાય અને બે ચાર મિનિટ આમ તેમ કરે ફરી પાછો નીચે સૂઈ જાય ! અહીંના સ્થાનિક બે ચાર લોકો આવી ગયા. શું થયું ? એમ પૂછતાં હતા. મેં કહ્યું “ઍસ્સાર”માંથી આવું છું. કંપનીની ગાડી છે, તેથી કંપનીના માણસો સામાન લઈને આવે કે પછી બ્રેક ડાઉન વાન આવે પછી જ આગળનું કામ ચાલશે.”

“બીજું કશુંક ખાસ ?”

” પેલાં બંને જેની સાથે તમે સવારે વાત કરતા હતા .. પવાર અને મિ. શર્મા થોડીવાર પહેલાં સાથે બહાર ગયા !”

“સરસ! ”

“સારું તું જા! હું હમણાં ફરી આવું છું. અને સાંભળ… હું પરત ના આવું ત્યાં સુધી જો મિ.શર્મા ગાડી લઈને આવતાં દેખાય, તો પૂછ્પરછને બહાને રોકી રાખજે. મારે થોડીવારનું જ કામ છે. ધ્યાન રાખજે!  સાથે પવાર છે કે નહીં ? બરાબર ? ” કહી યાદવના જવાબની રાહ જોયા વિના માથુરે સાઇકલના પૅડલ મારી મૂક્યા.

તે સાઇકલ લઈ ‘રઘુપતિભવન’ ના ગેટ પાસે પહોંચ્યો. ગેટ  પર મહેન્દ્રપાલ સિંગ બેઠેલો હતો. પણ તેને જોતો ના હોય તેમ ‘રઘુપતિભવન’માં, ઉપરની તરફ  નજર નાંખતો તે આગળ વધ્યો. એ બહાને તેણે જોઈ લીધું કે ‘રઘુપતિભવન’માં ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ લાઈટ હજી ચાલુ  છે કે કેમ? અને સાથોસાથ તે મહેન્દ્રપાલ સિંગને તેની બેફિકરાઈનું દર્શાવવા માંગતો હતો.

તેણે મહેન્દ્રપાલ સિંગ  ‘રઘુપતિભવન’ના મુખ્ય દરવાજા પાસે જ્યાં બેઠો હતો ત્યાંથી  આગળ ‘ત્રિવેણી’ તરફ જવા માંડ્યું.

એટલે મહેન્દ્રપાલ સિંગને તેની ખુરશીમાંથી ઊભો થઈ તેને બૂમ પાડી, “એ કાકા ! કિધર જા રહે હો ?”

માથુર સાઇકલ પરથી ઊતરી તેની પાસે ધીમી ચાલે ગયો…અને શક્ય એટલો ગભરાટ ચહેરા પર લાવતા કહ્યું, ” વહાઁ વો સામને વાલી બિલ્ડીંગ પે ! મેરા ભાંજા વહીં પે વૉચમેન હૈ. ”

“ક્યા નામ હૈ ઉસકા ?”

“પવાર”

“ક્યોં? ક્યોં  મિલના હૈ ઉસે ? ક્યા બાત હૈ ?” મહેન્દ્રપાલ સિંગે સહેજ કરડાકીથી પૂછ્યું

“દેખિયે સાબ! હમારે ઘર કા એક સંદેશા દેના થા ઉસે ”

“વો તો બહાર ગયા હૈ.  લેકિન પવારને તો કભી અપને કિસી ચાચા કે બારે મેં નહીં બતાયા?”

“મેં ઉસકે દૂર કા ચાચા લગતા હૂં ….કબ તક લૌટેગા?  ડ્યુટી છોડ કે આધી રાત કો ક્યૂં ગયા ? ” માથુરે તેના અવાજ વધુ સ્પષ્ટ કરી વજનદાર કરી દીધો, જેથી મહેન્દ્રપાલ સિંગ  બીજી લમણાઝીક ના  કરે.

“શાયદ દેર લગેગી ! હમારે એક સાબ કે સાથ ગયા હૈ ! ”

“ક્યા શર્મા સાબ કે સાથ ગયા હૈ ?”  માથુરે બીજો તેને વધુ ઠંડો કરવા પૂછી નાખ્યું.

“જી…જી ! આપ શર્મા સા’બકો જાનતેં હૈં ?”

“પવાર બાત બાત મેં કભી ઉસકા નામ લેતા રહેતા હૈ !”

“ચાચા ! ક્યા બાત હૈ ? મુઝે બતા દિજીએ. મેં પવાર કો બતા દૂંગા. હમ લોગ એક હી કંપની મેં કામ કરતે હૈ ! ” મહેન્દ્રપાલ સિંગના અવાજમાં નરમાશ આવી ગઈ.

“દેખિયે …ક્યા નામ આપકા ?”

“જી ! મહેન્દ્રપાલ સિંગ !”

“દેખિયે પાલ સાબ ! મેં બહોત જલદી મેં હૂં ! ઐસે તો મેં આપકો બતાતા નહીં,  લેકિન આપ સાથ મેં હી કામ કરતેં હો ઔર આપકી  એક હી કંપની હૈ, તો બતાને મેં કોઈ દિક્કત નહીં …” કહી માથુર સહેજ  અટક્યો  પછી આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરતો હોય તેમ જોવા લાગ્યો. ત્રાંસી આંખે મહેન્દ્રપાલ સિંગની અકળામણ વધી જાય એ રીતે, સહેજ ગંભીરતાથી ધીમા અવાજે, મહેન્દ્રપાલ સિંગના કાન નજીક મોં લઈ જઈને કહ્યું, . ..આપ કિસી કો બતલાઓગે તો નહીં ના_?”  મહેન્દ્રપાલ સિંગે કંઈક અવઢવથી નકારમાં માથુ હલાવ્યું, એટલે માથુરે આગળ ચલાવ્યું, ” દેખિયે ભાઈ સાહબ ! મેં ઠહેરા ગરીબ આદમી ! મુઝે ક્યા પતા? પવાર યહાઁ ક્યા કરતા હૈ? કહાઁ આતા જાતા હૈ ? મેં ભલા, મેરી મિલ કી નોકરી ભલી!  મેં બાલ બચ્ચેવાલા આદમી હૂં!_”

“ચાચા બાત ક્યા હૈ ?” મહેન્દ્રપાલ સિંગ કદાચ અકળાયો હતો !

“ભૈયા આજ મેરે ઘર પે અભી અભી પુલિસ આયી થી !! પવાર કે બારે મેં પૂછ રહી થી !  યહાઁ પે કિસી કા  ખૂન હૂઆ હૈ, ઉસ મેં પુલિસ કો પવાર પે શક હૈ ! આધા ઘંટે તક ઠોસ દેકેં મુઝે પૂછ રહે થે! કહેતે થે અગર ઝૂઠ બોલોગે તો ડાલ દેંગે અંદર !  પવાર ભાગા તો નહીં ના? યહીં પર હૈ ક્યા ?…. મેં ને પોલીસ કો બોલ દિયા કે સાબ વો તો ઐસા કર હી નહીં શકતા! વો કર શકતા હૈ ક્યા ? ” એક સાથે અનેક ગૂંચવી નાંખે તેવી વાત કહી માથુરે ફરી આજુબાજુ જોયું અને પછી અટક્યો …જાણી જોઈને !

“ફિર ? આપને ક્યા કહાઁ ?” માથુરના પ્રશ્નોના જવાબ આપવાને બદલે મહેન્દ્રપાલ સિંગે સામો માથુરને પ્રશ્ન  કર્યો.

“મેં ને બોલ દિયા કે સાબ પવાર મહેનતી લડકા હૈ ..વો ઐસા નહીં કરેગા ? મેં તો ઉસે યહીં બતાને આયા થા, ઔર સાથ મેં પૂછ ભી લેતા કે ઉસને સચમુચ …કહી શર્મા સાબ કો ઉલ્લૂ બના કે ..વો હૈ તો યહી પે ના ? ”

“હા…હા ! વો યહી પર હૈ અભી આ જાયેંગા. ઉસને કુછ નહીં કિયા ચાચા આપ ચિંતા મત કરો ! ”

“ચિંતા તો હોંગી હી ન ભૈયા ચાર ચાર બચ્ચે હૈ ઉસકે ! કહીં કુછ ગલત કામ મેં ફસ ગયા તો મેં ઉસકે બાપ કો ક્યા જવાબ દૂંગા ? આપ  બતાઓ ,  અબ મેં ક્યા કરું ? મેં તો ઉસ કે પિતાજી સે બાત કરને સે પહેલે ઉસે પૂછને કે લિયે યહાઁ આયા થા_”

“ઠીક હૈ ચાચા ! આપ ચિંતા મત કિજીએ ! વો ઐસા નહીં કર શકતા ! આપ જાઈએ મેં ઉસે બાત કર લૂંગા ! ” મહેન્દ્રપાલ સિંગ માથુરને કહ્યું.

ત્યાં તો દૂરથી મંડપ બાંધકામવાળા સાથે બેઠેલો હનીફ, એક ભસતાં કૂતરાને મારતો મારતો લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો. એ બંનેની તરફ જોઈને બોલ્યો,  ” મહાનગરપાલિકા સાલ્લાઓનો નિકાલ કરી નાંખે છે, તો પણ ક્યાંથી  પાછા આટલા બધાં આવી જાય છે ! કોર્પોરેશનની હૉસ્પિટલમાંથી  ૧૦૦/- રૂપિયાનું એક, એવા ત્રણ ઈંજેક્શન મારા છોકરાંએ  હજી પંદર દિવસ પહેલાં જ પૂરાં કર્યા છે.  બોલો કાકા ગુસ્સો આવે કે નહીં ?” તેણે માથુરને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરતાં તેની ખૂબ નજીક આવી કહ્યું…તેની નજર સ્થિર માથુર પર જ ખોડાયેલી હતી.

“આતા હૈ ભાઈ, ગુસ્સા આતા હૈ !…” કહી માથુર મહેન્દ્રપાલ સિંગ તરફ ફરી બોલ્યો , ” ચલિયે પાલ  સા’બ મેં ચલતા હૂં !”  અને પછી સાઇકલ લઈ હનીફ ની સાથે ચાલતા ચાલતા  તેની તરફ નજર મેળવી બોલ્યો, “_ મુઝે  આપ સે જ્યાદા ગુસ્સા  આયા થા. ક્યૂં કિ મુઝે  તો ખુદ  મહાનગરપાલિકા કી હૉસ્પિટલ  મેં કૂત્તે વાલા સૂઇ ના મિલને સે બહાર સે ૩૦૦/- રૂપિયા વાલી દેની પડી થી !!”

હનીફ હજીય તેને ધ્યાનથી ગૂંચવણભરી નજરે જોઈ રહ્યો હતો.!

‘રઘુપતિભવન’થી દૂર વાત કરતાં કરતાં કોળીવાડને છેડે પહોંચતા   તેણે ધીમા સ્વરે કહ્યું, ” બેટા હનીફ !! ઉપર ‘રઘુપતિભવન’ મેં સે પ્રશાંત જાદવ કબ બહાર નીકલતા હૈ ? વો પક્કા કરકે  કલ સુબહ મેરી ઑફિસ મેં મુઝે મિલ ! મેં તેરી બરાબર કી ખબર લેતા હૂં .. સાલ્લા ! તુને શાદી કબ કી ? તેરી શાદી મેં મુઝે ક્યોં નહીં બુલાયા ?”

“સર…!” એવું કશુંક બોલવા જતાં અટકી ગયેલા  હનીફના હાથમાંથી લાકડી છૂટતા છૂટતા રહી  ગઈ!

અને તે સ્તબ્ધ મૂર્તિ બની દૂર અંધારામાં સાઈકલ પર માથુરને ઓગળી જતો જોઈ રહ્યો !

સહસા તેની નજર પાછળ ‘રઘુપતિભવન’ના મુખ્ય દરવાજા પર પડી… મહેન્દ્રપાલ સિંગ  ત્યાં નહોતો.!!

—-*—–

( ક્રમશઃ )

≈ વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૭/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ ૧૦  પ્રકાશિત થશે.)

એક વાંઝણી ઈચ્છાની વેદના _

પૂર્વભૂમિકા 

મિત્ર અતુલભાઈ જાનીએ (આગંતુક) આપણા લોકપ્રિય લેખક કાંતિ ભટ્ટનો પત્ર કે જે,”જનેતાનો ગર્ભમાંના બાળકને પત્ર” શીર્ષકથી તેમના બ્લૉગ; “ભજનામૃતવાણી”માં પ્રકટ કર્યો છે. આ પત્રમાં ૨૩ વર્ષની વયે માતા બનવાની હતી એવી એક પ્રોફેસરની પત્નીએ, તેના ગર્ભમાંના બાળકને પત્ર લખ્યો હતો. હા! આપણે પહેલીવાર સાંભળી રહ્યા છીએ કે કોઈ માતાએ, પોતાના ગર્ભમાં રહેલાં બાળકને એક હ્રદયસ્પર્શી પત્ર લખ્યો હોય! જેમાં માતા પોતાના બાળકને બહારના જગતમાં તેના પ્રવેશથી લઈ, જિંદગીના વિવિધ તબક્કે, તેને કેવા પરિબળોનો સામનો, ક્યાં ?અને કેવી રીતે કરવો પડશે? તેની વાત કરી છે. છતાં એ માતા ભૂલતી નથી કે જગતનું એક સનાતન સત્ય વિસરી નથી – જન્મ અને મૃત્યુ. એટલે કે સર્જન! અભિનંદન શ્રી કાંતિ ભટ્ટને તેમના આ સર્જનશીલ પત્ર બદલ અને શ્રી અતુલભાઈને આવી સુંદર રચના બ્લૉગ જગત સાથે શેર કરવા બદલ.

મિત્રશ્રી અતુલભાઈ જાનીના બ્લૉગ પર પ્રસ્તુત શ્રી કાંતિ ભટ્ટની ઉપરોક્ત રચના વાંચવી હોય તો આ અહીં ક્લિક કરો.  જનેતાનો ગર્ભમાંના બાળકને પત્ર

આ પત્ર વાંચતા મને થયું… કે જે માતાને ગર્ભ ના રહેતો હોય તેની વેદના તેની મનોવ્યથા કેવી હશે ?…

કંઈક આવી તો નહીં હોય ને!?_

ને એક કાવ્ય સ્ફુરિત થયું ,  તે અત્રે પસ્તુત છે , “એક વાંઝણી  ઈચ્છાની વેદના _ “

 

એક વાંઝણી  ઈચ્છાની વેદના _ 

 

રોજ

મારાં અસ્પંદ હૃદયનો દરવાજો ખૂલી જાય છે _

મેળે મેળે અચાનક…

 

ને પછી _

ત્યાંથી બહાર નીકળે છે…

પા પા પગલી માંડતો   

એક નાનડિયો…

લઘુવયસ્ક  આકાર !

રૂમઝૂમ રૂમઝૂમ …

રુનક-ઝુનક…

આવે મારી પાસે

જાણે કાનુડો !

 

ને પછી_

જે તરસતી રહી છું સાંભળવાને સદા

બોલે એવું કશુંક કાલું કાલું

 કેમ એ કાલુંઘેલુંય  જરાય  મને  સંભળાતું નથી ?

 

ને પછી ચીંધે છે આંગળી…

થાય છે… ક્યાંક, કશુંક માંગે છે કે શું ?  

કે પછી કદાચ_ કશુંક કહે  છે!?

શું વાત હશે ?…  

મને કશું જ સમજાતું નથી !

ને હું  જોઈ રહું છું તેને અનુરાગથી !

યશોદા સરીખા વાત્સલ્યભાવથી!

 

ને પછી શરૂ થાય છે

વલવલાટ…

કૂદાકૂદ ને દોડમદોડ

ધમાચકડી ને ભાંગફોડ

ને ક્યારેક ધડડડ …અને ક્યાંક ધડડ-ધીબ!!

 

અતૂટ વાત્સલ્ય તેના માટે છતાંય…

ખીજ પણ મારી છે યશોદા સરીખી !

… લાગણીથી તરબતર સ્તો વળી !  

તેથી કોણ જાણે કેમ ?

એમ તો ગળી જાઉં છું ગુસ્સો હંમેશા !

પણ ક્યારેક તો_

થઈ જવાય છે અચાનક !

અકારણ તો નહીં જ હોં કે !_

ધમાલ જો કરે છે તે આટલી શાને ?

 

ને ત્યારે –

તે સન્ન થઈ જાય છે !

ને પછી રિસાઈને

હાંફળોફાંફળો

ચૂપચાપ

પગ પછાડતો

આવ્યો હતો એ જ દરવાજેથી

લગભગ દોડતોક અંદર ભાગી જાય છે…

ને હું રોકું એ પહેલાં તો_

થઈ જાય છે અંદરથી દરવાજો બંધ !

ધડાક કરતોક !!

ને હું સ્તબ્ધ શી !

અવાકી _ માત્ર ક્ષણભરમાં !

….જાણે યુગોથી !

 

બની રહે નિરર્થક પશ્ચાત્તાપથી તરલ આંખની આજીજી…

વ્યર્થ મારી કાકલૂદી ને ફોક મારી મનામણી !

 

રોજ જ

મને થતું કે_

કે આ દરવાજો સદા ….

કેમેય ખુલ્લો રહી જાય તો ­­_

===#===

પ્રકરણ – 8 પડછાયો

પ્રકરણ  – 8 પડછાયો

——————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ  ઘટનાસ્થળે  પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું  " ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? " ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ  આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી  હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે. મિ.શર્મા અને પરસોત્તમ ભરવાડની પૂછ્પરછ બાદ માથુર અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં રસેશ ગોધાણીની મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે. …

ને પછી  આગળ….

પ્રકરણ-૧ – લિફટમાં ખૂન )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – ૨ સિગારેટનો ટુકડો )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – 3  "સ્પેશિયલ ટિપ " )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ- ૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – હત્યાનો ખોટો સમય )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – ગોધાણીની અકળામણ )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – પોલીસ પ્રૉટેક્શન )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._

——————————————————————————————————————————–

પ્રકરણ  – 8 પડછાયો

માથુર સાથે ચર્ચા થયા મુજબ પોતે ગોઠવેલી વૉચ અંગે તમામ વ્યક્તિની સ્થિતિ બાબતે સોની ટેવ મુજબ મનોમન ફરી આકલન કરી રહ્યો હતો. આખરે પોતાના માણસોના જાનનું પણ એમાં જોખમ રહેલું હતું. થતું હતું માથુર તેની ગણતરીમાં સાચા પડે તો સારું. ક્યારેક પૅનિક થતું આ જૉબમાં, પણ આ કામમાં રહેલું સાહસ અને રહસ્યનું તત્વ તેનો રસ આ કામમાં તેને પરોવાયેલો રાખતા હતા. બાકી આજની રાત તેણે અહિ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની અગાશી પર અંધારામાં કાઢવાની જરૂર શું હતી.? મસ્તીથી ઘરેડમાં જીવતાં બીજા પોલીસ ઑફિસરોની જેમ જ તે પણ ઘસઘસાટ ઊંઘતો હોત પથારીમાં! આ તો સાલ્લું ઑફિસનું કામ પણ ઘરે લઈ જવાનું …મનમાં ઘટનાઓના અંકોડા જોડાયા જ કરે તમે ના ઇરછો તોપણ !

લાગ જોઈ તે પવારની નજર ચૂકવી ‘ત્રિવેણી’ પર આવી ગયો હતો ! જ્યારે પવાર  મહેન્દ્રપાલ સિંઘ પાસે  રાત્રે સાડા બાર વાગ્યા થોડી વાર માટે ગયો ત્યારે! ત્યારનો તે ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની પાણીની ટાંકી પાસે બેઠો હતો… અને બધી જંપી ગયા પછી કંઇક બનશે એની રાહ જોઈ રહ્યો હતો!

– ને તેમ બન્યું પણ ખરું !

તે  વૉકી ટૉકી પર ‘રઘુપતિભવન’થી દૂર ઊભેલા હનીફને "મહેન્દ્રપાલ સિંગ" પર કડી નિગરાની રાખવાનું કહી રહ્યો હતો કે અચાનક ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની લાઈટ ગઈ ! તેણે ત્વરાથી ઘડિયાળમાં જોયું, રેડિયમ કાંટો રાત્રિનાં ર-૩૦ દર્શાવતા હતાં. તે જલ્દીથી પોતાની પૉઝિશન પરથી ઊઠ્યો અને ઝપાટાબંધ પગથિયાં ઊતરતો પહોંચી ગયો  નવમા અને દસમા માળના પગથિયાં પાસે ! પગથિયાની RCC વૉલની આડશ લઈ સંતાઈને તેણે પોતાની નજર સ્થિર કરી દીધી બરાબર લિફ્ટના દરવાજાની સામે જ વિજય રાઘવનનો ફ્લૅટ I-4 પર !

તેણે વધારે રાહ જોવાની પણ જરૂર ન પડી. થોડી વાર પછી આછા અંધારામાં  તેણે જોયું કે એક પડછાયો બિલ્લીપગે વિજય રાઘવનના ફ્લૅટ તરફ સરકી રહ્યો હતો. તેની ચાલ ઝડપી હતી પણ તેમાં એક ખામોશી હતી અને સ્વસ્થતા. તેના પૅંન્ટનો કલર તો ખબર નહોતો પડતો પણ શર્ટ કાળા કલરનું હોવાનું સોનીએ અનુમાન લગાવ્યું. ત્યાં સુધીમાં તો પેલો પડછાયો વિજયના ફ્લૅટ પાસે પહોંચી ગયો હતો. તેને આશ્ચર્ય વચ્ચે તેણે ત્યાં ખૂબ હળવેથી તેણે વિજયના ફ્લૅટના દરવાજાનો આગળો હળવેથી ખોલી અંદર સરકી ગયો ! તેનું આશ્ચર્ય  પામવું સ્વાભાવિક હતું કારણકે વિજયના ઘરનું તાળું તો પોતે માર્યું હતું તેના ઘરમાંથી લઈને અને તેની ચાવી પોતાની પાસે હતી.! માથુર સાહેબે જાણી જોઈ ના પાડી હતી દરવાજો સીલ કરવાની !

ક્ષણવાર માટે સોનીને થયું પણ ખરું કે માથુર સાહેબની સૂચના અવગણી પેલાને ઝડપી લઉં. પણ પછી કંઇક કાચું કપાઈ જવાના અંદેશાથી અને ઉપરીના આદેશને બિનજરૂરી ના અવગણવાની પોતાની આદતવશ તે અટકી ગયો. તેણે ઝપાટાભેર પેન્ટના સાઈડ પૉકેટમાંથી પોતાનો મોબાઇલ કાઢી તેનો કેમેરો નાઇટમૉડ પર ઍક્ટીવેટ કરી, વિજયના દરવાજા પર ફોકસ કરી દીધો.

થોડી વાર, કદાચ ત્રણ ચાર મિનિટ જ થઈ હશે કે સોનીને ફરી વિજયના ઘરના દરવાજા પાસે હળવી હલનચલન જણાય. એ દરવાજો જરા સરખો ખૂલ્યો , પેલી વ્યક્તિ આજુબાજુ જોયું. બહાર કોઈ નથી તેની ખાતરી કરી  તે બહાર આવી ગયો.! સોનીએ તેના મોબાઇલ કેમેરામાં જોયું કે વિજયના ફ્લૅટના દરવાજાને તેણે હળવેથી બંધ કરી દીધો. સોનીએ તેનો ચેહરો ઓળખવાની મથામણ કરી જોઈ પણ ઝાઝું અંધારામાં ઉકેલાતું નહોતું. ત્યાં તો સોનીએ જોયું તો એ પડછાયો પોતાના ગજવામાંથી કશું કાઢી રહ્યો હતો. અને પછી સોની કશું વિચારે તે પહેલાં તો તેણે પોતાનું કામ પતાવી દીધું હતું.  તે વિજયના દરવાજાને તાળું મારી રહ્યો હોય એવું જણાતું હતું ! ફરી તે નીચેની તરફ જવા, દાદર પાસે પહોંચ્યો. પછી આવ્યો હતો,  એનાથી બમણી ઝડપે નીચે દાદર પરથી ઊતરવા માંડ્યો.

પેલી વ્યક્તિ  માંડ એક માળ નીચે ઉતાર્યો હશે કે સોનીએ પોતાના  સ્થાન પર ઊભો થઈ ગયો. તેણે  નીચે દાદર પર નજર દોડાવી પેલો પડછાયો દેખાય તો તે કઈ તરફ જાય તે જોવા માટે ! પણ અંધારામાં કશું સમજી શકાતું નહોતું. પેલો પડછાયો અંધારામાં ઓગળી ગયો હતો.

પછી સોની બે ત્રણ પગથિયાં કૂદાવતો વિજયના ફ્લૅટ પાસે ગયો. મોબાઇલ ચાલુ કરી તેના આછાં અજવાળામાં દરવાજાનાં નકૂચા પર નજર નાંખી! દરવાજાને ફરી તાળું લાગી ગયું હતું ! પોતે સવારે મારેલું એ જ તાળું હતું ! ચાવી તો બે જ વ્યક્તિ પાસે હતી એક પોતાની પાસે અને બીજી મિ.શર્મા પાસે ! કૈંક વિચારતાં તેણે ગજવામાં હાથ નાંખ્યો. વિજયના ફ્લૅટની એ ચાવી પોતાની પાસે જ હતી! કોણ હશે ..? તેને થયું ..હાથ મોજાં પોતાના ગજવામાં છે ! કરી નાંખું સાહસ ! ખોલી નાંખું દરવાજો ચાલ્યો જાઉં અંદર !

છેવટે થોડી મથામણ પછી,  અંદર પેલી વ્યક્તિ શું કરી આવી તે જોવાની થોડી ઇરછા તેણે માંડમાંડ રોકી !

સોની હજી તો તે આગળ કશું વિચારે તે પહેલા તો એક ઝબકારો થયો અને  ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની પૅસેજ લાઇટ ફરી ઝળહળ થઈ ઊઠી !

તે હતી એટલી તાકાત એકઠી કરી, ત્યાંથી દાદર પર થઈ ઉપરની તરફ ભાગ્યો !

અહિ કોઈની નજરમાં આવી તે  વાત લંબાવવા માગતો નહોતો. બે ત્રણ પગથિયાં, કડક તાલીમ છતાં, કૂદાવતા જવાનું સહેલું નહોતું. અગાશીમાં પહોંચ્યો ત્યારે થોડો હાંફી રહ્યો હતો.

થોડા શ્વાસોશ્વાસ સ્થિર થયા. ભૂખ લાગી હતી. ગજવામાં હાથ નાંખ્યો. છેલ્લી ફાઈવ સ્ટાર પડેલી હતી.  ગજવામાંથી ફાઈવ સ્ટાર કાઢી તેણે ચગળવા માંડી. ખાતા ખાતા માથુરને ફોન કરવા વિચારતો હતો. પણ માથુર સરને રિપોર્ટ આપતા પહેલા બહારની પરિસ્થિતિ શું છે તે જાણવું જરૂરી હતું…તેણે ચોકલેટ પૂરી થતાં સુધી વિચારી લીધું હતું.

થોડી વાર પછી તેણે હનીફને ઢંઢોળ્યો ,  "હનીફ, મહેન્દ્રપાલ સિંગનું શું સ્ટેટસ છે ? "

ઑબ્જેક્ટ ત્યાં જ છે સર! તેની ખુરશી પર જ બેઠો છે !

"તું આમતેમ નથી થયો ને ? "

"ના સર!"

"તેની કોઈક બીજું મળવા માટે આવેલું ? "

"બીજું ખાસ? "

"ના સર! પણ સર ‘ત્રિવેણી’ની લાઇટ થોડી વાર પહેલા ગયેલી અને લગભગ આઠ દસ મિનિટમાં જ પાછી આવી ગયેલી. એની પ્રૉબ્લેમ સર ? "

"નો"

"બીજું ?"

"હા સર! હમણાં પાંચેક મિનિટ પહેલા જ તે મિ.શર્મા સાથે બહાર ગયો છે. નવી નકોર મારુતિ સ્વીફ્ટમાં ! "

"ઓકે હનીફ ! હું કહું પછી તું અહીંથી હટજે… અને પવાર કે મહેન્દ્રપાલ સિંગ આમ તેમ જતા દેખાય તો મને કહેજે ." સોનીએ  વાત પૂરી કરી. પછી હમણાં બનેલી ઘટનાનો ચિતાર આપવા માથુરને ફોન જોડ્યો, કારણકે સમય વેડફવો કદાચ મોંધો પડી શકે એમ હતો.

"શું ખબર છે ? " સામેથી હેલોને બદલે  માથુરનો સીધો પ્રશ્ન આવ્યો.

"સર તમે સાચા હતા સર ! મારું ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરનું રાત્રિ રોકાણ વ્યર્થ નથી ગયું"

"એમ ? શું થયું ? "

જવાબમાં સોનીએ માથુરને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પર લાઈટ ગયા બાદ  વિજય રાઘવનના ફ્લૅટ પર બનેલી તમામ  હકીકત  જણાવી. માથુરે એકપણ સવાલ કર્યા વિના સોનીની વાત ધ્યાનથી સાંભળી.

એકીશ્વાસે બોલી રહેલો સોનીની ‘ત્રિવેણી’ પર બનેલી પૂરી ઘટનાનો વાત સાંભળ્યા બાદ માથુરે પ્રતિભાવમાં ખૂબ હળવેથી સોનીને એટલું જ કહ્યું , "ચીમનીના કાચના અને સિગારેટના ટુકડાંવાળી પેલી પ્લાસ્ટિકની બૅગ ટી.વી શૉ કેસ પાછળ લેવા ગયેલો!  બિચારો કમનસીબ ! એને ક્યાં  ખબર હતી કે એ  બૅગ તો ફૉરેંસિક વિભાગમાં છે!  ખન્ના તપાસ માટે આપી આવ્યો છે ! "

"કોણ સર?  "સોની ઉત્સુક્તાથી પૂછી બેઠો.

"એ તને પછી કહું છું. તું મને એ કહે કે પેલા પવારના શું સમાચાર છે? " માથુરે તેને ટાળી વળતો પ્રશ્ન કર્યો.

"હા સર ! પવારને હમણાં થોડી વાર પહેલા જ મિ.શર્મા ગાડીમાં બેસાડી ક્યાંક લઈ ગયા છે." સોનીએ કહ્યું.

" ગુડ! સોની  તું મને એ કહે કે ‘ત્રિવેણી’ની લાઇટ ગયેલી ત્યારે મિ.શર્મા ક્યાં હતાં ખબર છે ? "

"સર! યાદવ અને હનીફ સાથે ચર્ચા થયા મુજબ મિ.શર્મા ક્યાંક બહારથી ગાડીમાં આવ્યા. પવાર સાથે કંઇક વાતો કરી અને પછી બંને કયાંક બહાર સાથે ગયા. પણ ચોક્કસ માહિતી છે કે ‘ત્રિવેણી’ની લાઇટ ગયેલી ત્યારે મિ.શર્મા ત્યાં નહોતા! "

"સર ! મને કહ્યું નહિ કે પેલી વિજયનો ઘરમાં ઘૂસેલી વ્યક્તિ કોણ હતી ?" સોનીએ ફરી અધિરાઈથી પૂછ્યું.

"એ તને કહું છું પણ તે પહેલાં તું  ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરથી હટી જા. ઘરે જા, અને  આરામ કર ! કાલે સવારે આપણે મળીશું ! ત્યારે વધારે વાત કરીશ. તું  પેલો પવાર મિ. શર્મા સાથે બહારથી આવે તે પહેલાં ભાગ ! જરૂર પડે તો ફનીફ અને યાદવને બોલાવજે ! ‘રઘુપતિભવન’ પર બેઠેલા "મહેન્દ્રપાલ સિંગનું ધ્યાન હટાવવા ! ઝડપ રાખજે. હવે કોઈ વિજયના ઘરે આવવાનું નથી !"

"જી સર ! " કહી ફોન કટ કરવા જતો હતો કે સહસા કૈંક યાદ આવી જતાં સહસા તે ફરી હળવેથી ફોન પર ઉતાવળે બોલી ઊઠ્યો ,  "સર..સર..! એક મિનિટ હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો.!"

"શું ?"

" સર ! પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ ખાતેની પોતાની ઑફિસ ખોલીને બેઠેલા છે . હજી લાઈટ સળગે છે.! "

"શું ? અત્યારે પ્રશાંત જાદવ ત્યાં છે ?! ‘રઘુપતિભવન’ આ સમયે એ શું કરી રહ્યો છે.? " માથુરને ન સમજાયેલા હોય એવા પ્રશ્નો તેને જ ઉકેલવા દેવાનું વિચારતો, સોની ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના દાદર તરફ હળવા પગલે પહોંચ્યો અને હનીફને બેક અપ માટે બોલાવી ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ છોડવા નીચે ઉતરી ગયો.

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૧/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૯ પ્રકાશિત થશે.)


મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’

મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’

//brisbanetimes.com.au/) A reporter talks on her phone as smoke is seen coming from Taj Hotel in Mumbai. REUTERS/Arko Datta (INDIA)

આતંકી હુમલો-(લિંક અહીંથી મળી- http://brisbanetimes.com.au/) A reporter talks on her phone as smoke is seen coming from Taj Hotel in Mumbai. REUTERS/Arko Datta (INDIA)

પ્રિય મિત્રો

આજે જ્યારે હું પોસ્ટ  લખવા બેઠો છું ત્યારે મુંબઈના ત્રણ સ્થળે આતંકવાદીઓએ કબજામાં લીધેલ ત્રણેય સ્થળ આપણા જાંબાઝ બ્લૅક કૅટ કમાન્ડોઝ, મરીન કમાન્ડોઝ  (મારકોસ), મુંબઈ પોલીસના વિવિધ વિભાગો  અને ફાયર બ્રિગેડના ગ્રાઉન્ડ સપોર્ટની મદદથી મુક્ત કરાવ્યા છે. બાનમાં લીધેલાં ભારતીય અને વિદેશી ઘણા ભાગ્યવાન નાગરિકોને છોડાવી લીધી છે. પરંતુ કમનસીબે આતંકીઓએ તેમાં લગભગ ૧૯૫થી વધુ નિર્દોષ નાગરિકોને રહેંસી નાંખ્યાં છે. લગભગ ૩૫૦થીય વધુ લોકો ઘાયલ કર્યા છે. આ ઘટના દરમિયાન  મૃત્યુ પામેલા આ તમામ નિર્દોષ નાગરિકો અને  વીર સપૂત  એવા શહીદીને વરેલા જાંબાઝ સિપાઈઓને હું મારા તમામ વાચક મિત્રો વતી, ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પુ છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના ઘરના સ્વજનોને આ સંકટ સમયમાં દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આ સંકટ સમયે દેશવાસીઓએ હંમેશાની જેમ હિંમત, ધીરજ  રાખી  એક સાચા ભારતીય તરીકે સારું કાર્ય કર્યું જ છે, પણ કદાચ હવે આપણી જવાબદારી વધી જાય છે.

આદરણીય સુરેશભાઈએ ‘ગદ્યસુર’ ( http://gadyasoor.wordpress.com/2008/11/28/mumbai_blast/) પર બ્લૅક -બ્લૅંન્ક –  પોસ્ટ મૂકી એક અનુભવી અને વિદ્વાન બ્લૉગર તરીકે સરાહનીય કાર્ય કર્યું છે.

આ બે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ મેં ટીવી ન્યૂઝ ચેનલ પર જોઈ/સાંભળી અને તેને સંલગ્ન હકીકત પેપરમાં વાંચી;  બાદ મેં જે કાંઈ અનુભવ્યું છે તે આજે અહીં વ્યક્ત કરી રહ્યો છું. જેમાં આપણા ટીવીના ન્યૂઝ  મીડિયા માટે કેટલીક ગમતી -અણગમતી વાત છે.

1.        સૌ પ્રથમ તો મરીન કમાન્ડોઝ, બ્લૅક કૅટ કમાન્ડોઝ,  મુંબઈ પોલીસ અને ફાયર વિભાગ, તથા જાણ્યા-અજાણ્યા તમામને જે હિંમત શૌર્ય અને બહાદુરીથી ત્રાસવાદીઓનો સફાયો કર્યો તે અભિનંદનને પાત્ર છે તેમને આપણે સૌ એક મંચ પરથી સૅલ્યુટ કરીએ છીએ. તાજ હોટલનું ઓપરેશન પૂરું થતા કેટલાક બ્લૅક કૅટ કમાન્ડોનો ટાઇમ્સ ન્યૂઝ ચેનલના  પ્રતિનિધિએ ઇંટર્વ્યૂ  લીધો. તેમાં તેમની દિલેરી, દેશભક્તિ અને દેશ માટે મરી ફીટવાની તમન્ના  એવી છલકાતી હતી કે સાંભળતા મારી આંખો સહજ ભીની થઈ ગઈ! ટાઈમ્સના એ પ્રતિનિધિ પણ મારી જેમ જ ભાવુક જણાતા હતા!

2.        ટાઇમ્સ ન્યૂઝ ચેનલ  પર ઈઝરાયેલથી ડૉ. કેદારએ કહ્યું કે આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિધ્ધિ અને નામના જોઈતી હતી જેને મીડિયાવાળા પૂરી પાડી હતી. કેટલીય ન્યૂઝ ચેનલ, તેના ઢગલાબંધ  પ્રતિનિધિઓ , કેટલાંકના અનુભવી , તો કેટલાંકના સાવ બબૂચક જેવા રેઢિયાળ પ્રતિનિધિઓ અને હોડ સૌથી પ્રથમ ન્યૂઝ આપવાની.! નરીમાન હાઉસ અને તાજ પરના ઓપરેશન પૂર્ણ થતાં NSG  ચીફ મિ.દત્તા  નિવેદન આપવા ઊભા રહ્યા ત્યારે સ્કૂલના છોકરાઓથી પણ ખરાબ વ્યવહાર મીડિયા પત્રકારોનો હતો. શોરબકોર અને હોહા ! ઘણાં દિવસના ભૂખ્યા હોય તેવું વર્તન હતું. એક ઓફિસરની વિનંતી છતાં તેઓ બેકાબૂ હતા. તેઓએ સેલ્ફ ડિસિપ્લિન રાખવાની જરૂર હતી. હા! સાચી વાત છે કે આપણા લોકશાહી દેશમાં આપણને બધું જાણવાનો અધિકાર મળે છે. આપણે ત્યાં ઘણું બધું  ફ્રી અને ફૅર ! મને ખ્યાલ છે ત્યાં સુધી અમેરિકામાં ૯/૧૧ દરમિયાન મીડિયા લોહીથી લથપથ લાશ બતાવવાનું ટાળ્યું હતું. અને જ્યારે આખા દેશના આબાલવૃદ્ધ ટીવી સામે બેસી ગયા હોય તો આવા દ્ર્શ્યો ટાળી શક્યા હોત. મીડિયા જવાબદારીભર્યુ અને આત્મ સંયમ ધરાવતું વર્તન કરે એ જરૂરી બની ગયું છે.

3.        જાહેરખબરની કરોડોની આવક હોવા છતાં કોઈપણ પત્રકાર બુલેટપ્રૂફ જાકીટમાં નહોતો !  શું તેમની સંસ્થા તેમને એક બુલેટપ્રૂફ જાકીટ આપી શકી એમ નથી ?  જેઓ જીવના જોખમે આ ઘટનાનું લાઇવ કવરેજ કરવા માટે ગયા હતા. પોલીસ રિફૉર્મ્સની ડાહી ડાહી વાત કરતા મીડિયા મેનેજરોને  શું પોતાનો પ્રતિનિધિ કે કેમેરામેનનો ખ્યાલ નથી. ? અરે! ઓપરેશન પૂર્ણ થયા બાદ પોલીસ પણ તેમને અટકાવવા  માટે નહોતી… NSG  ચીફ મિ.દત્ત  જ્યારે એમ કહે છે કે આ જગ્યા સૅનેટાઇઝ કરવાની બાકી છે તે છતાં ત્યાં જવા માટે દોડાદોડ ! ન કરે નારાયણ ત્યાં ત્રાસવાદીઓએ પ્લાંટ કરેલા ઍક્સ્પ્લોઝીવ ફાટે તો_ કોને દોષ દઈશું ? શું કહીશું આને ?

4.        હા! મીડિયા સારું કામ કર્યું જ છે. પણ ક્યારેક કેવું અને કેટલું વાહિયાત અપમાનજનક વર્તન કરે છે તેનો તેઓને ખ્યાલ નથી રહેતો.. હું ભૂલ ન કરતો  હોઉં તો  ગુજરાતના મુખ્ય મંત્રીનો  આજ તક ચેનલ પર આ ઘટના સંદર્ભમાં  ચાલતો ઇંટર્વ્યૂ (કદાચ પૂરો થવા આવેલો ) લગભગ કાપીને નાખીને તેના મહિલા ઍન્કર રાખી સાવંતનો ઈંટર્વ્યૂ ચાલુ કરી દીધો !! આપકા ક્યા કહેના હૈ ઈસ બારે મેં! ભલે પછી મા. નરેન્દ્ર મોદીની વાત દમ હોય કે  ન હોય !  પણ આખરે તો ગુજરાતના મુખ્યમંત્રી છે. મા. નરેન્દ્ર મોદીને એક ગુજરાતી તરીકે જે દુ:ખ થયું તેના કરતા મને વધુ થયું!  એટલું જ દુ:ખ મને છાકટા થયેલા ઓસ્ટેલિયન ક્રિકેટરોએ  મંચ પરથી શરદ પવારને ધક્કો મારેલો ત્યારે થયેલું.

5.        જો ચેનલ જોઈને ત્રાસવાદીઓ પોતાની સ્ટ્રેટેજી નક્કી કરતા હોય તો સરકાર દ્વારા કરવામાં આવેલ ચેનલ ‘બ્લૅક આઉટ’ આપણા કમાન્ડોઝ અને બાનમાં લીધેલ વ્યક્તિઓના હિતમાં હોય, તેને કદાચ  સહ્ય ગણી શકાય. શું તેને મીડિયા જગતના બ્લૅક ડે તરીકે ગણવો યોગ્ય છે ? પણ જો તમે ત્રાસવાદીઓની ‘બ્લડી આઇઝ’ બની જતા હો તો આપણે સરકારના આ પગલાંને આવકારવું રહ્યું.

6.        આપણા દરેક નાગરિકના યુવા વર્ગની બે વરસની લશ્કરી સર્વિસ ફરજિયાત નહિ તો વૈકલ્પિક બનાવી તેને સરકારી અને ખાનગી નોકરીમાં અનામતનો લાભ આપી શકાય. તેથી એક ‘સિવિલ ડિફેંસ સિસ્ટમ’ ઊભી કરી શકાશે અને આમ આવનારી પેઢી માટે એક અનુશાસિત અને સમર્પિત વર્ગ તૈયાર કરી શકીશું. અખંડ ભારત માટે આવા સુસજ્જ સમાજની જરૂર  છે.

7.        આધુનિક ટેકનોલોજી જેટલી ઉપયોગી છે એટલી ખતરનાક પૂરવાર થઈ શકે છે જો તેનો જવાબદારીથી ઉપયોગ ન કરવામાં આવે. જે આપણે બૉમ્બ ધડાકામાં વાઈ-ફાઈ હેકીંગ દ્વારા મોકલાવાયેલ મેઇલથી જાણ્યું જ છે. છતાં મોબાઇલ કંપનીઓ આજે પણ ગ્રાહક મેળવવાની અને  નંબર વન થવાની હોડમાં અધૂરા દસ્તાવેજી પુરાવા લઈને પણ કનેકશન ચાલુ કરી આપે છે. અમદાવાદ બ્લાસ્ટ સમયે મીડિયા (કદાચ ‘આજ તક’ ) દ્વારા આ બાબતે સુંદર સ્ટોરી તૈયાર કરાયેલ હતી. છતાં કદાચ આજની તારીખમાં પણ ઠેરનું ઠેર ! જો મોબાઇલ કંપની અનુશાસન ન રાખે તો ટ્રાઈ શું કરી રહી છે ?  અહીં અમલીકરણ સખ્તીથી થાય એ જરૂરી છે.

8.        કોઈ પણ નેતા જો ગંદા રાજકારણ રમી પોતાનો રોટલો શેકવા તૈયાર થાય  કે સસ્તી  પ્રસિધ્ધિ માટે મીડિયાનો ઉપયોગ કરી, ચઢી આવતા માનવ અધિકાર સંગઠનો,  જો બીન જરૂરી હોહા કરતા જણાય; તો  હવે લોકોએ જાતે ઐક્ય સાધી વિરોધ કરવો રહ્યો. બધાં લોકો નાત જાતનો ભેદ રાખ્યા વિના, નેતાઓએ પક્ષાપક્ષીનું રાજકારણ ભૂલી, અને સરકારી સંસ્થા સાથે સંકળાયેલ કર્મચારીવર્ગ લાંચ-ભષ્ટાચારથી પર રહી; ઐક્ય સાધી દેશદ્રોહીઓને જવાબ આપે એ જરૂરી છે.

9.        ગેરકાયદેસર નાગરિકોને લોકોએ  વણી વણી હાંકી કાઢવા જોઈએ. શું મહારાષ્ટ્રમાં એમએનસીએ કે પ.બંગાળની આમ જનતાએ આ કામ કરવા જેવું નથી.?

10.      મેચ જોવા આવતા બાંગ્લાદેશ,પાકિસ્તાનના નાગરિકો અહીં આવ્યા પછી ગુમ થઈ જાય છે.! ત્યારે સરકાર અને પોલીસ શું કરે છે.? એક તરફ તમે સરહદ કાંટાળીવાડથી સીલ કરો છો અને બીજી તરફ રેલવે અને બસ વ્યવહાર ચાલુ કરો છો ! ચાલુ કરો તેનો પણ વાંધો નથી પણ તેનું મજબૂત અને વ્યવસ્થિત સ્કેનીંગ/મોનિટરીંગ  જરૂરી છે. જો તમે ત્યાંથી આવતા નાગરિકોને એક સ્થળે બેસાડી તેની પરે વૉચ ના રાખી શકતા હોય તો  શા માટે ટ્રેન વ્યવહાર અને બસ વ્યવહાર ચલાવવો જોઇએ ?

11.      ફાસ્ટ ટ્રેક અલગ કોર્ટ, કડક કાયદા, સિવિલ ડિફેંસ,અદ્યતન હથિયારથી સજજ પોલીસ ફોર્સ  અને લશ્કરી દળ , સુરક્ષા દળો માટે યોગ્ય  પગારધોરણ, એક એવી ફેડરલ એજન્સી જ્યાં તમામ ઈન્ટલીજન્સ એજન્સી દ્રારા આપવામાં આવેલ ફીડનું સંકલન, આકલન અને ઍક્ઝીક્યુશન થતું હોય.

મજબૂત સ્ટોરી સ્ક્રીપ્ટ અને એકપણ ગીત વિનાની નિરજ પાંડેની  ગતિમય ફિલ્મ વૅડન્સ-ડે તમે જોઈ જ હશે. ગતિમય એવી કે કેટલાક દ્ર્શ્યો તો જાણે ફટાફટ ‘ફ્લીપ’ થાય, દર્શકે સજાગ રહી ફિલ્મ માણવી પડે અને દ્રશ્યોના અંકોડા મેળવવા પડે ! તેમાં પ્રાણ પૂરે છે સુંદર સિનેમેટ્રોગ્રાફી અન કાબિલેદાદ બેકગ્રાઉન્ડ સ્કોર!  બહુ બોલકો નહિ એવો અંત ધરાવતી જકડી રાખે એવી ફિલ્મ છે !  અનુપમ ખેર અને જીમ્મી શેરગીલનો અભિનય પણ અત્યંત સરાહનીય છે. જો ન જોઈ હોય તો જરૂરથી માણજો. તમારા પૈસા ત્યારે વસૂલ થઈ જશે, જ્યારે તમે અભિનેતા નસીરુદ્દીન શાહને તેના એક  દૃશ્યમાં અનુપમ ખેર સાથે વાતચીત જોશો. મુંબઈની આતંકવાદી ઘટના પછી એક સામાન્ય માણસ- કૉમન મેન- જે વેદના,વિમાસણ, આક્રોશ અને બદલાના ભાવથી પીડિત એ કોમન મેનના મનોભાવને આબેહૂબ  નસીરે જાન રેડી પ્રતિબિંબિત કર્યા છે. અને સાથે છે નિરજ પાંડેના ધારદાર સંવાદ! કમિશનર રાઠોડની ભૂમિકા ભજવતા અનુપમ ખેર, ન હિંદુ કે ન મુસલમાન એવા  એક શખ્સ (નસીર)ને જ્યારે એમ પૂછે છે કે કૌન હો તુમ? જવાબ મળે છે  “… મેં વો હૂં જો બસ મેં ચઢને સે પહેલે ડરતા હૂં… મેં વો હૂં જો દાઢી ટોપી પહેનને સે ડરતા હૂં. ..મેં વો હૂં બરસાત, બ્લાસ્ટ મેં મરતા હૂં… ભીડ મેં સે કિસી એક ચહેરો કો ઢૂંઢ લિજીએ  મેં વો હૂં… ” ખૂબ ધ્યાનથી નસીરને સાંભળજો તેના ચહેરાની હળવી થતી તો ક્યારેક ખેંચાયેલી રેખાઓ ક્ષણવાર માટે તમને એ રીતે ખેંચી જશે કે  તમને એમ થશે જ કે  એ નસીર નહિ તમે બોલી રહ્યા છો ! બસ આજ તો એ વાત છે જે તમે કહેવા ધારો છો અને જ્યારે કહો છો તો ક્યાં તો ખોટી રીતે અથવા ખોટા માધ્ય્મ દ્રારા !

અને સાચું કહું તો મુંબઈની આતંકી ઘટના બાદ મને ફરી ફરીને નસીરૂદ્દીનનો એ આગ લગાડતો અને વેદનાથી આક્રોશિત એ ચહેરો યાદ આવ્યા કરે છે …ચહેરાની એવી રેખાઓ કે જે આમ ભારતીય તો શું ? કોઈ પણ દેશના- કોમન મેનના – ચહેરા પર ઊભરી આવે છે આવી દરેક  ત્રાસવાદી ઘટના બાદ !

અવતરણ આજે અવતરણમાં આ. હરસુખ થાનકી સાહેબના બ્લૉગ પર તાજેતરમાં મુકાયેલી, થાનકી સાહેબ અનુવાદિત, સુરેન્દ્ર ચતુર્વેદીની કવિતાની લિંક આપું છું. મિત્રો ગમશે જ ! શીર્ષક છે ” કાગળની હોય કે લોખંડની… તલવાર એટલે તલવાર

પ્રકરણ – ૭ પોલીસ પ્રૉટેક્શન

પ્રકરણ  – ૭ પોલીસ પ્રૉટેક્શન

———————————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ  ઘટનાસ્થળે  પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું  ” ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ  આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી  હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે. મિ.શર્મા અને પરસોત્તમ ભરવાડની પૂછ્પરછ બાદ માથુર અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં રસેશ ગોધાણીની મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે…

ને પછી  આગળ….

( પ્રકરણ-૧ – ૧ લિફટમાં ખૂન )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – ૨ સિગારેટનો ટુકડો )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – 3  “સ્પેશિયલ ટિપ )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ- ૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – હત્યાનો ખોટો સમય )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – ગોધાણીની અકળામણ )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._

—————————————————————————————————————————————————-

પ્રકરણ  – ૭ પોલીસ પ્રૉટેક્શન

માથુર વિચારતો હતો કે આ રસેશ ગોધાણી પોતાની વાતથી ખરેખર ગભરાયો હતો… પછી થયું, તે ગભરાવાનો ડોળ તો નથી કરી રહ્યો ને?

તેને માપવો તો રહ્યો જ !

“જુઓ મિ.ગોધાણી ! મારે તો અનુમાન કરી તાળો મેળવવો પડે છે અને આ તર્ક તો મારી અનુમાનશૃંખલાની એક માત્ર કડી છે. તેથી હું જ્યારે એક કહું કે  વિજય રાઘવનનો દુશ્મન તમારો દુશ્મન હોય શકે છે ત્યારે તમારે લગીરેય ગભરાવાની જરૂર નથી ! આ તો સંભાવના  છે કે આમ થઈ શકે! હું બેઠો છું ને! ચાલો, હું એક કામ કરું ! તમારા માટે આજથી પોલીસ પ્રૉટેક્શનની વ્યવસ્થા કરી દઉં છું બસ!”  માથુરે કહ્યું.

“ના..ના..! મારે માથુર સાહેબ પોલીસ પ્રૉટેક્શનની શું જરૂર ! એવું ના કરતાં !” માથુરના મોંઢેથી -પોલીસ પ્રૉટેક્શન-  શબ્દ માંડ હજી નીકળી જ રહ્યો હશે કે રસેશ ગોધાણી બોલી પડ્યો.

માથુર માટે પણ આ કૈંક અકળાવી નાંખતી પળ હતી.. શા માટે રસેશ ગોધાણી પોલીસ પ્રૉટેક્શનની ના પાડે છે ?_ “તમને વાંધો શું છે? આખરે હું તો તમારા હિત માટે આમ કરવા વિચારું છું.”  તેણે ગોધાણીને કહ્યું.

“સર! મારી તો સાદી સમજ એવી છે કે મને  પોલીસ પ્રૉટેક્શનની મળવાથી મારાં કામકાજ પર તેની અસર પડશે. ડગલે ને પગલે મને તમારા આર્મ્ડ પોલીસ જવાન દેખાશે ને તે મારા મન પર સતત અણજાણ ભયની યાદ તાજી કરાવ્યા કરશે. મારા ક્લાયન્ટને પણ કદાચ ખોટો મેસેજ જશે કે આ રસેશ ગોધાણી એવા તે કેવા કામ કરે છે કે તેને પોલીસ પ્રૉટેક્શનની જરૂર પડી ! તમે મારી મુશ્કેલી સમજી શકો છો મિ. માથુર !” રસેશ ગોધાણીએ કૈંક વાજબી જણાતી સ્પષ્ટતા કરી.

“હા ! તમારી મથામણ સમજી શકું છું. કદાચ તમારી જગ્યાએ હું હોત તો મેં પણ એમ જ કહ્યું હોત…પણ પોલીસ પ્રૉટેક્શનની એવો અર્થ થોડો છે કે પોલીસ તમારી આસપાસ હથિયાર લઈને જ ફરતી રહે. તે વગર હથિયાર વગર હોય શકે છે પછી તે તમારો પટાવાળો, ચોકીદાર કે વહીવટી સ્ટાફનો માણસ હોય શકે છે -સાદા ડ્રેસમાં ! તમે પણ બે ચાર દિવસમાં તેને ભૂલી જશો કે આ પોલીસ કર્મચારી છે. અને આપણે ક્યાં આજીવન આ વ્યવસ્થા રાખવાની છે. કેસ સૉલ્વ થતાં બીજી મિનિટે હું પ્રૉટેક્શન હટાવી લઇશ.” માથુર કહ્યું.

“બસ, છોડોની સાહેબ ! આ  પ્રૉટેક્શનની વાતે મારે જે મળશે તેને ખુલાસા કરતાં ફરવું પડશે ! તેમાં વળી આ પ્રિંટ અને ટીવી મિડિયા મારું જીવવું હરામ કરી નાખશે. મને એક વખત વિતી છે.  મારી ઑફિસની સફાઈ કામદારની દાદર પરથી પડી. હેડ ઈંન્જરી થઈ. ઍક્સ્પાયર્ડ થઈ ગઈ. રોજ સવાર પડે ચાર જણ ઊભા હોય! એકની એક વાત. વારંવારના ખુલાસા. છતાં સાચાનું ખોટું કરે અને પૈસા આપી મોં બંધ કરાવીએ તો જ છૂટે ! માફ કરજો સાહેબ ! તમારી પોલીસ પણ આમાંથી બાકાત નથી !” રસેશ ગોધાણીએ તેની દલીલ વધુ મજબૂત કરી.

“તો હું તમારી ચોક્કસ ના સમજું ? કારણકે  મિડિયાવાળાનો ભય તમને એકલાને નથી. તમને પ્રૉટેક્શન ના આપીશ અને ન કરે નારાયણ કંઈક અણચિંતવ્યું બન્યું; તેઓ તો અમારા માથે માછલાં ધોવામાં પણ કશું બાકી ના રાખશે. અને એક આમ નાગરિકના રક્ષણની મારી પ્રાથમિક ફરજ છે મિ. ગોધાણી !”  માથુરે કહ્યું.

“પણ માથુર સાહેબ પોલીસ પ્રૉટેક્શન લેવાથી ખૂની નજરમાં ન હોઈશ તો પણ આવી જઈશ…એના કરતાં બહેતર છે કે_ ”  ગોધાણી આગળ બોલતાં બોલતાં કોણ જાણે કેમ અટકી ગયો ! અને પટાવાળાને બોલાવવા બેલ માર્યો…અને માથુરને પ્રશ્ન કર્યો, “માથુર સર ! શું ચાલશે ઠંડુ કે પછી ગરમ?”

“કશું જ નહીં ! હા.. તમે શું કહેતાં હતાં_ શું બહેતર છે મિ. ગોધાણી ? ” પણ માથુરે એમ છોડે એમ નહોતો.

“જી…જી- હું કહેતો હતો કે બહેતર છે કે હું અહીંથી ચૂપચાપ દૂર નીકળી જાઉં !!” રસેશ ગોધાણીએ સહેજ થોથવાતા કહ્યું.

“દૂર-! મતલબ ?” માથુર સહેજ આશ્ચર્યચકિત થઈ જતાં પૂછ્યું.

“મતલબ કે કોઈ હિલ સ્ટેશન કે પછી સિંગાપોર, મલેશિયા કે દુબઈ …થોડા દિવસ કાઢી આવું. ત્યાં સુધીમાં તો બધું ઠરીઠામ થઈ જશે !” રસેશ ગોધાણીએ પોતાની મથામણને તોડ ના છૂટકે માથુર આગળ રજૂ કર્યો.

“હં…શું કરશો ?” રસેશ ગોધાણીની વાત સાંભળી માથુર પણ ક્ષણવાર માટે ગૂંચવાયો…પણ પછી સમય ગુમાવ્યા વિના વળતી પળે કહ્યું , “બરાબર ! તમારો વિચાર ખોટો તો નથી જ, મિ.ગોધાણી ! છતાં એક અડચણ છે, તમને આમ હું અહીં જવાની કેવી રીતે છૂટ આપું ? મારી તપાસ અવરોધાય શકે છે કારણકે માત્ર એટલું જ છે કે તમે વિજયના પાર્ટનર છો અને મને વારંવાર તમારી જરૂર પડી શકે છે ! અગત્યની માહિતીના વેરીફિકેશન માટે ! તમે સમજી શકો છો, હું શું કહેવા માંગુ છું તે ! ”

“મને તો એમ કે મેં તમારી અડધી મુશ્કેલી હલ કરી દીધી ! પ્લીઝ સર! એમ છેલ્લા બે વરસથી  પત્ની અને બાળકો સાથે બહાર ગયો નથી. તમે રજા આપો તો આજે  જ  નીકળી જાઉં!” રસેશ ગોધાણીએ કહ્યું.

“સૉરી મિ.ગોધાણી ! હું તમને મંજૂરી આપી  શકું એમ નથી. એના કારણો મેં તમને જણાવ્યા અને તે તમે સમજી શકો છો….” માથુરે ઊભા થતા કહ્યું. પછી ગોધાણી ફરી કંઈક કહે તે પહેલાં જ કૈંક ચેતવણી સૂચક સ્વરમાં કહ્યું “આભાર મિ. ગોધાણી! હું રજા લઇશ. પણ એવું લાગે છે કે આપણે જલ્દીથી ફરી મળવાનું થશે. અને પ્લીઝ! મહેરબાની કરી મને પૂછ્યા વિના શહેર છોડશો નહિ ! કોઈ કારણસર ખૂની તમારા માટે આફતરૂપ બની શકે છે. હજીય કહું છું પોલીસ પ્રૉટેક્શનની… ”

“ના..! ના ! જરૂરી નથી. થેક્યું સર ! તમે ખરેખર મને ખૂબ મદદ કરી રહ્યા છો. પોલીસ માટેની મારી અગાઉની માન્યતા મારે તમારી આ મુલાકાત બાદ બદલવી જ પડશે. ” રસેશ ગોધાણીએ માથુરને સસ્મિત આભારવશ કહ્યું.

“ઈટ્સ માય પ્લેઝર ! – અને હા ! હું તમને એક વાત કહેવાનું ભૂલી જ ગયો. પોલીસ પ્રૉટેક્શનની માટે તમને ના પાડવાનો અધિકાર છે…પણ તમારું રક્ષણ કરવાની મારી ફરજ છે…તેથી જરૂર પડ્યે, હું મારી આ ફરજ સંનિષ્ઠપણે બજાવી શકું તે માટે ;તમને પૂછ્યા વગર  મારા કેટલાક અધિકાર અને સત્તાનો હું ઉપયોગ કરતા ખચકાઇશ નહિ. જેમાં તમને આપવાના પોલીસ પ્રૉટેક્શનની મુદ્દો પણ સામેલ છે.!  ઓકે !  ”

ગોધાણીએ કશો જવાબ ના આપ્યો. માત્ર હા કે ના કહું એવા ભાવ સાથે એક અસમંજસની   સ્થિતિમાં કોઈકે પગમાં ખિલા ઠોકી દીધા હોય એમ તેની ખુરશી પાસે ઊભેલોને ઊભેલો રહી ગયો.

રસેશ ગોધાણીની અવઢવ સમજી શકાય એવી હતી અને તે માથુરે બહાર જતા જતા જાણી તો લીધી જ પણ વધારી પણ દીધી હતી.

ગોધાણીને વિચારતો મૂકી બહાર નીકળ્યો અને જીપમાં બેસતા જ મોરેને કહ્યું , “મોરે ! આવકવેરા ખાતાની મુખ્ય કચેરીએ લઈ લે !”

લગભગ એકાદ કલાક રહી માથુર ઇન્કમટેક્સ ઑફિસમાંથી બહાર આવ્યો. મોરેએ જોયું કે તેના સાહેબ કંઈક ગૂંચવણમાં છે. એવા સમયે શું કરવાનું તે એને ખબર હતી! માત્ર ચૂપ રહેવાનું અને સ્લૉ સ્પીડથી ગાડી ચલાવતાં રહેવાનું.

લગભગ દસેક મિનિટ પછી કપાતા જતા રોડને સ્થિર નજરે નિહાળી રહેલાં માથુરે અચાનક તેને કહ્યું , “મોરે ! હવે ‘ત્રિવેણી’ ઍપાર્ટમેન્ટ પર નથી જવું ઑફિસે જ લઈ લે !અને હા, ‘આતિથ્ય’ કે ‘ગોરસ’માંથી આપણા માટે એકાદ-બે પંજાબી ડિશ લઈ લે આજે તું પણ મારી જેમ ભૂખો જ હશે !”

ઑફિસે પહોંચી, પેટ પૂજા કરી તે આરામથી બેઠો. આખા દિવસની દોડધામથી તે થાક્યો હતો. આંખો મિંચી તે ક્યાંય સુધી કશુંક વિચારતો રહ્યો…પણ પછી ક્યારે આંખ મળી ગઈ તે એને ખ્યાલ જ ના રહ્યો.

મોડી રાત્રે કોઈક તેને ઢંઢોળી રહ્યું હોય એમ લાગ્યું. આંખો ખોલી જોયું તો ચપરાસી પાટીલ રિસીવર પકડી ઊભો હતો, “સર ! સોની સાહેબનો ફોન છે ! અર્જન્ટ છે એમ કહ્યું એટલે_”

“હા ! બોલ સોની !” માથુરે રિસીવર હાથમાં લેતાં કહ્યું.

“સર ! ત્રિવેણી ઍપાર્ટમેન્ટની સામે આવેલા ‘રધુપતિભવન’ ઍપાર્ટમેન્ટ પર એક ચોકિયાત ડ્યુટી પર આવ્યો છે.”

“શું નામ છે ? ”

“મહેન્દ્રપાલ સિંગ!”

“ઇન્ટરેસ્ટિંગ શું છે સોની ? ”

“સર ! એ પણ ‘એસ.એસ.એસ.’ નો જ માણસ છે – એક્સ મિલીટરીમેન !.”

“અરછા! સરસ ! વૉચમાં શું સ્થિતિ છે ? ”

“ચાર માણસો વૉચ પર ગોઠવી દીધા છે. બે માણસ  દેસાઈ ફળિયાને નાકે છે. યાદવ મિકેનિક તરીકે સાથે છે. હનીફને મંડપ  ડેકોરેશન સામાન ભરેલી લારી સાથે  ‘રઘુપતિભવન’થી દૂરના ઘર પાસે ઊભો રાખ્યો છે. સર!”

“‘ત્રિવેણી’ ઍપાર્ટમેન્ટ ઉપર કોણ છે ?”

“હું જાતે જ રહીશ! જરૂર પડ્યે મારી ઓળખ આપી શકું છું…તમારી સાથે સવારે ત્યાં હતો એટલે વાંધો નહિ! મિ.શર્મા પછી ક્યારે કામ આવવાના ! તમારું શું કહેવું છે સર ? ચાલશેને ? ”

“વાહ ! સોની ! ચાલશે નહિ દોડશે ! પણ રાત્રે તારે ખૂબ ઍલર્ટ રહેવું પડશે. કારણકે આજે રાત્રે ‘ત્રિવેણી’ પર કદાચ બનશે એવી મને આશંકા છે. તું ભલે સાદા વેશમાં હોય ,પણ લોડેડ હથિયાર સાથે રાખજે. બટ નો ફાયરિંગ! જસ્ટ વૉચ ! ”

“યસ સર!!” સોનીએ માથુરનો આદેશ સ્વીકારતા કહ્યું.

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૦૪/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૮ પ્રકાશિત થશે.)

પ્રકરણ – ૬ ગોધાણીની અકળામણ

પ્રકરણ  – ૬ ગોધાણીની અકળામણ

_____________________________________________________________________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ  ઘટનાસ્થળે  પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું  ” ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ  આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી  હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે. મિ.શર્મા અને પરસોત્તમ ભરવાડની પૂછ્પરછ બાદ માથુર અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે જવા ત્યાંથી રવાના થાય છે …

_____________________________________________________________________________________________________________________________________________________________________________________________

ને પછી  આગળ….

( પ્રકરણ-૧ લિફટમાં ખૂન )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – ૨ સિગારેટનો ટુકડો )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – 3  “સ્પેશિયલ ટિપ )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ- ૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – હત્યાનો ખોટો સમય )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._

____________________________________________________________________________________________________________________________________________________________________________________________

પ્રકરણ  – ૬ ગોધાણીની અકળામણ

માથુર નીચે ઉતરી ફટાફટ  મોરે સાથે જીપમાં ગોઠવાયો.

જીપ હજી  ‘ત્રિવેણી ઍપાર્ટમૅન્ટ’ની તુરંત શરૂ થતાં રોડના ઢોળાવ ઉતરી જ રહી હશે કે આગળની સીટ પર બેઠેલાં માથુરની નજર  અચાનક રોડની  જમણી તરફ ચાલતા દૂધનાં ડેપો ઉપર ગઈ.  અચાનક ઝબકારો થયો હોય તેમ તેણે મોરેને જીપ ઊભી રાખવાનો હુકમ કરતાં કહ્યું ,”મોરે ગાડી ઊભી રાખ અને પેલાં દૂધવાળાને બોલાવી લાવ તો” !

મોરેએ સત્તાવાહી અવાજમાં પેલાં દૂધવાળાને બૂમ પાડી_ ” એ દૂધ ! અહિ આવ તો !!”

પેલો ધ્રૂજતો ધ્રૂજતો આવ્યો.

“શું નામ છે તારું ?”

“વિરજી, સાહેબ!”

“આ દૂધ વેચાણ કેન્દ્ર તારું જ છે કે પછી તું કામ કરે છે ?”

“હા! સાહેબ મારું જ છે. એની પાછળ જ મારું ઘર છે.”

“સરસ! વિરજી આ સામે ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટમાં ખૂન થયું, એ વિજય રાઘવનને તું ઓળખે છે ખરો ? ”

“હા”

“હવે મને તું એ કહે કે આ વિજય તારે ત્યાંથી કયારે દૂધ લઈ જતો હતો ?”

“સાહેબ મને ખબર છે ત્યાં સુધી તો તેમનું દૂધ સામે પરસોત્તમભાઈ ત્યાંથી જ આવતું હતું. મારે ત્યાંથી તો જ્યારે પરસોત્તમભાઈ ત્યાંનું દૂધ બગડે, બિલાડી બગાડી ગઈ હોય ત્યારે કે પછી દૂધ લાવવાનું રહી ગયું હોય ત્યારે જ લઈ જતા. મતલબ કે મહિને પંદર દિવસે એકાદવાર!  ખૂબ અટકી પડે ત્યારે ! ”

“વિરજી ! આજે સવારે તારે ત્યાં દૂધ કેટલાં વાગ્યે આવ્યું હતું ?”

“સવારે સાડા ચાર વાગ્યે ”

“ચોક્કસ ?! મારે સુમુલમાં ફોન કરી પૂછવાની જરૂર નથી ને ?”

“ના ! સાહેબ ચોક્કસ એટલા માટે કહું છું કે અગિયારમાં ધોરણમાં ભણતી મારી દીકરીની પરીક્ષા ચાલતી હોય તેને વાંચવા માટે હું સાડા ચાર વાગ્યે ઊઠાડું છું;  ઍલાર્મ વાગ્યું અને દૂધની ગાડી આવેલી. તમને વિશ્વાસ ના હોય તો તમે સુમુલ પર ફોન કરી પૂછી શકો છો!  ”

“વિરજી, ગઈ કાલે રાત્રે તમારી શેરીની લાઇટ ગયેલી કે ?” માથુરે ખૂબ ધીમા અવાજે વિરજીને પૂછ્યું.

“ના સાહેબ !” હવે સહેજ ચોંકવાનો વારો માથુરનો હતો… પણ તેના ચહેરાનાં ભાવ તેના હૈયાની વાતને પ્રદર્શિત કરતાં નહોતા. સામેની વ્યક્તિને હંમેશા નિર્લેપ જણાતો ચહેરો તેના વ્યક્તિત્વનું વણસૂલઝ્યું પાસું હતું.

“આજકાલ દૂધનો ભાવ શું ચાલે છે ? સાલું વારેવારે સુમુલવાળા દૂધનો ભાવ વધારે છે અને ખબર નથી રહેતી..ઘરવાળી જ્યારે  કહે આ મહિને પૈસા વધારે આપજો દૂધનો ભાવ વધી ગયો છે, ત્યારે ખબર પડે_ હમણાં તો આવું બે ત્રણ વાર થયું એટલે તને પૂછું છું !”

“એક રૂપિયો ગયા મહિને વધ્યો છે સાહેબ ! સાડા અગિયાર રૂપિયા ”

“અરછા વિરજી! આ વિજયનો સ્વભાવ કેવો હતો ? ”

“સાહેબ ભગવાનનો માણસ હતો ! હંમેશા હસતા રહેતા સામા મળ્યા હોય તો સામેથી આપણને સાહેબજી કહે. પછી હું હોઉં , રાજુ અસ્ત્રીવાળો હોય કે પછી કરોડપતિ સુરેશભાઈ!  ”

“સારું વિરજી તું જા ! તારા ઘરાક તારી રાહ જુએ છે. ” માથુરે તેને ખભે પ્રેમથી હાથ મૂકતાં કહ્યું.

માથુરને લાગ્યું કે વિજય રાધવન માટે આ જ કદાચ સાચો અભિપ્રાય હતો…અને વિરજી ત્યાંથી રવાના થયો એટલે તેણે મોરેને જીપ ચાલુ કરવા  ઇશારો કર્યો.

“કઈ તરફ સર?”

“મોરે!  આપણે વિજય રાઘવનના પાર્ટનર રસેશ ગોધાણીની ઑફિસે જઇશું ..” અને પછી ગજવામાંથી એક કાપલી કાઢી ઍડ્રેસ વાંચતા બોલ્યો, “A / ૩૮, ‘હની’ ટાવર,  ભૂલકાં ભવન સ્કૂલ સામે અડાજણ ”

લગભગ અડધો કલાક પછી માથુર રસેશ ગોધાણીની ઑફિસ પર હતો.

“હજી હમણાં જ મારી પર મિ.શર્માનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી . મારો ફોન બગડેલો હતો એટલે હું સવારથી મારા તમામ ક્લાયંટ અને મિત્રોનો સંપર્ક કરી શકતો નહોતો…મારો તો જમણો હાથ કપાઈ ગયો માથુર સર ! .” માથુરેને લાગ્યું કે  પોતાના ખૂબ જ ઉત્સાહી અને હોંશિયાર પાર્ટનરની હત્યાથી તે ખૂબ  જ વ્યથિત જણાતો હતો.

માથુરે તેને આશ્વાસન આપ્યું અને પછી તે જરા શાંત થયો હોવાનું જણાતા પૂછ્યું, “વિજય રાઘવન તમારો ક્યારથી પાર્ટનર હતો.?”

“શું વાત કરું  માથુર સાહેબ? વિજયે  પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક  કર્મચારી તરીકે મારી સંસ્થામાં જ  નોકરી શરૂ કરી હતી ! ઉત્સાહ થનગનાટ એની રોમેરોમમાં ભર્યા હતાં. અભ્યાસુ તો હતો જ વળી પોતે મેળવેલ જ્ઞાનનો  તે સુપેરે ઉપયોગ કરવાનું પણ જાણતો હતો. સમય જતા મારું કામકાજ ઘણું જ વધી ગયું. તેથી  મેં જ તેને મારી સંસ્થામાં ૩૦%નો પાર્ટનર બનાવ્યો. બદલામાં તે મારા એક શાખાનું કામ વ્યક્તિગત રીતે જવાબદારીથી સંભાળતો હતો ! ”

“મિ.ગોધાણી ! માઠું ના લગાડશો ! પણ તમારી બંને વચ્ચે કોઇક બાબતે અણબનાવ કે એવું કશું તાજેતરના દિવસોમાં બન્યું હતું ખરું ?”

“સવાલ જ પેદા થતો નથીને  માથુર સાહેબ ! તમે મારા સ્ટાફને કે પછી મારાં ફેમિલી મેમ્બરને પૂછી શકો છો ! મારી નીતિ રહી છે કે કામકાજમાં બે પૈસા નફો થાય તો વહેંચીને ખાવો. મારો જીવ સંતોષી છે એથીય વિશેષ તો વિજયનો હતો. ક્યારેક સંજોગવશાત્ મારો હાથ ભારે હોય તો પ્રેમથી કહી દેતો – રાહવા દો સામટો હિસાબ સમજી લઈશું…મારે ક્યાં તમારું  ઘર પારકું છે બે ટાઈમની મારી થાળીની જોગવાઈ હું તમારે ત્યાં કરી લઇશ.- ” રસેશ ગોધાણીએ ત્વરિત પ્રતિભાવ આપતા કહ્યું.

“ઓકે મિ.ગોધાણી ! વિજયનો કોઈ દુશ્મન હોય એવી કોઈ વ્યક્તિ કે એવી કોઈ ઘટના તમારા  ધ્યાનમાં હોય તો _”

ક્ષણવાર માટે રસેશ ગોધાણીએ વિચારમાં પડી ગયો…તે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય એવું માથુરેને લાગ્યું. તેને ક્યાંક કોઈક વાતે ભય હોય તો… એમ વિચારી, તે દૂર કરવા કહ્યું , “જો તમે કશું જાણતા હોય તો તમે ભય રાખ્યા વિના કહો ! હું તમારી મદદ કરવા જ  તો આવ્યો છું !”

“હં…ના…ના ! માથુર સાહેબ એવી કોઈ વાત હું જાણતો નથી ! અને જાણતો હોઉં તો મને તમને કહેવામાં શું વાંધો ?  એક વાત ચોક્કસ કે વિજય હંમેશા ઝગડાથી દૂર રેહનારો , શાંત સ્વભાવનો માણસ હતો. એટલે હું ખાતરીપૂર્વક કહી શકું કે તેની કોઈ સાથે દુશ્મની ના જ હશે! ”

“તમારી સંસ્થામાં કોઈક સાથે ખટપટ થઈ હોય, કદાચ તમારી જાણ બહાર…? ”

“ના ! તમે મારા કર્મચારીઓને પૂછી શકો છો !” રસેશ ગોધાણીએ વિશ્વાસથી કહ્યું.

“વિજય આ સિવાય કોઈ બીજું કામ કરતો હતો ખરો ? મતલબ કે તમારી સંસ્થાના કામકાજ સિવાયનું અન્ય કોઈ કામ જે એક જરૂરિયાતમંદ વ્યક્તિ બે છેડા મેળવવા માટે વધારેની આવક ઊભી કરી મેળવે છે _”

માથુરને લાગ્યું કે ગોધાણી ખપ પૂરતા જ જવાબ આપવા ટેવાયેલો હતો. ક્ષણવારની શાંતિ બાદ તેમણે રસેશ ગોધાણીને કહ્યું , “જુઓ મિ.ગોધાણી ! તમને વિજય રાઘવનની બાબતમાં આટલી બધી  ઊંડાણથી પૂછપરછ  કરવાનો મારો એક માત્ર હેતુ એ છે કે તમે રહ્યા વિજય રાઘવનના પાર્ટનર ! તમને વિજયની અંગત બાબતોની જાણ  તો  હશે જ …” કહી એક ક્ષણ માટે તે થોભ્યો; અને પછી જાણે કશુંક ગર્ભિત ઈશારો કરતો હોય એ ભાવથી હળવા સ્વરે  બોલ્યો “મારા આ સવાલ પાછળ હું એક બીજી શક્યતા જોઈ રહ્યો છું  મિ.ગોધાણી !  તે એ કે વિજયનો દુશ્મન , કદાચ તમારો દુશ્મન હોઈ શકે !  અને તો_” કહી  માથુરે જાણી જોઈ વાક્ય અધૂરું છોડી દીધું અને જાણે આગળ કશું જ કહેવાનું  ન હોઈ એમ નિર્લેપભાવે નીચી નજર કરી શર્ટના ઉપરનાં પૉકેટમાંથી સિગારેટનું પૅકેટ બહાર કાઢ્યું  અને પૂછ્યું , “તમને વાંધો ન હોય, તો હું એક સિગારેટ…?”

“શું ગરીબ માણસની મશ્કરી કરો છો સાહેબ ! મારે તો આખા દિવસમાં બે પૅકેટ થઈ જાય છે ” કહી રસેશ ગોધાણીએ, ટેબલને એક ખૂણે મૂકેલી ઍશ-ટ્રે  માથુરે  સામે આગળ મૂકતા કહ્યું , “ચાલો હું પણ તમને કંપની આપું ! ” તેણે ફૉરિન બ્રાંડનું પૅકેટ બહાર કાઢ્યું અને માથુર સામે ધર્યુ .

માથુરે નકારમાં માથું હલાવી  પોતાની સિગારેટનો હળવો કસ  લેતાં કહ્યું , ” ‘ફોર સ્કવૅર’ !! હું ભૂલ ના કરતો હોઉં તો વિજય પણ  ‘ફોર સ્કવૅર’ જ  પીતો હતો ! બરાબરને મિ.ગોધાણી ? ”

” હં …હા…!”

માથુર તીક્ષ્ણ નજરે જોઈ રહ્યો ! તેના અધૂરી કે  મૂંઝવી નાંખતી  વાતોની અસર રસેશ ગોધાણી પર સાફ જણાતી હતી. તેની અકળામણ,  સિગારેટ સળગાવતી વેળા,  ધ્રૂજી રહેલા તેના હાથ પરથી સાફ કળી શકાય એમ હતી. ઝપાટાભેર ખેચાતો એક એક સિગારેટનો કસ, રસેશ ગોધાણીની અત્યાર સુધી શાંત જણાતા, અવ્યક્ત રહેલાં તેના વ્યક્તિત્વના બીજા પાસાં તરફ માથુરનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા.

કંઈક પ્રસન્નતાથી, માથુરે હળવે રહી પોતાની સિગારેટ અડધી પી ઍશ-ટ્રેમાં  હોલવી નાંખી ! અને  સામે રહેલો પાણીનો ગ્લાસ ઊઠાવી લીધો ..! અને પછી ખૂબ ધ્યાનથી રસેશ ગોધાણીની આગળ દોડતી અકળામણ વાંચવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડી !

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૨૭/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૭ પ્રકાશિત થશે.)

બ્રાયન ઍન્ડરસન અને “ગદ્યસુર”

બ્રાયન ઍન્ડરસન અને  “ગદ્યસુર”

પ્રિય મિત્રો,

આપણો આ બ્રાયન ઍન્ડરસન કેટલો  બધો ઝડપી છે તેની આજે વાત કરીશ!

મિત્રો ! હું બ્રાયનને મળ્યો તા.૨૩/૧૦/૨૦૦૮ ના રોજ, મારા મિત્ર શ્રી રવિ ગુલાટીના મેઇલ દ્રારા! પણ આપણા ‘બ્રાયન ઍન્ડરસન ફેન ક્લબ’ની શાખા વિશ્વ અન્ય ખૂણાઓમાં પણ સ્થપાયેલી છે / હશે જ ! મને નહોતી તમને કદાચ હશે! જો ના હોય તો જાણી લો કે  ખરેખર આપણને એ મોડો મળ્યો અને આપણે એમાં મોડા જોડાયા! તો _વાત એમ છે, કે બ્રાયન મને મળ્યો  તે પહેલાં, પહોંચી ગયો હતો તેની માનવતાની મહેંક લઈને  ગુજરાતી બ્લૉગ જગતનાં  વહાલાં વડીલ અને સૌના જાણીતાં આદરણીય શ્રી સુરેશભાઈ જાની પાસે !

મને તો ખબર જ નહિ ! આપણાં આ બ્રાયનના સાહસ વિષે ! બસ, મને તો એમ  જ !  લાવ, કંઈ નહિ તો  આપણા આ બ્રાયનના  જે પણ મિત્રો અને સગાંસંબંધી ખોવાઇ ગયા છે; તેની મુલાકાત બ્રાયનની સાથે સાથે – મારા બ્લૉગ દ્રારા, આપણ બ્લૉગ જગતને કરાવી આપું અને આ રીતે થોડું સબરસ વહેંચું !

તો વાત એમ છે કે આપણા આ બ્રાયનભાઈ  ૨૫ માર્ચ – ૨૦૦૮નાં રોજ, આપણાં વડીલ સુરેશભાઈ હૈયે ‘ તણખો  ‘ કરી,  ત્યાં અદ્દલ મારા જેવી જ વાત કરી ગયા હતા !

શું વાત હશે ? એવી તમને જાણવાની ઇરછા થાય છે ને ! ? તો “ગદ્યસુરમાં નીચેની લિંક પર અવશ્ય જજો. જ્યાં ‘મદદ શીર્ષક હેઠળ આ જ વાત રજૂ થઈ છે…પણ સહેજ અલગ રીતે !

http://gadyasoor.wordpress.com/2008/03/25/help/
અને બ્રાયન શૃંખલાની અન્ય એક રચના  “ગદ્યસુર”માં  તમને નીચેની લિંકથી મળશે. જેનું શીર્ષક છે ‘સ્મશાનગૃહ’ જે સુરેશભાઈના ડલાસ સ્થિત એક મિત્રના સ્વાનુભવ ઉપર આધારિત છે.

http://gadyasoor.wordpress.com/2008/11/05/cremation/
અને આ. શ્રી સુરેશભાઈના શબ્દોમાં કહું તો , “આવી માનવતા ઉજાગર કરતી સત્યકથાઓનો પ્રસાર જ માનવતાને બચાવી શકશે”

બ્રાયન ઍન્ડરસનનાં તમે મિત્ર છો ?

તો  મિત્રો ! શું આપણે  એક કામ કરી કેમ ના શકીએ ?  આ પ્રકારની સત્યધટનાઓ  અને આવા અનુભવો તમને થયા જ હશે_ જે આપણા વાચકો માટે ઉદારહણ રૂપ બની શકે તેમ હોય તો …તમારા કે અન્યના જીવનમાં બનતી આવી ઘટના- સ્વાનુભવ  જો જાણમાં આવે તો ઇ-મેઇલ દ્રારા મને અથવા શ્રી સુરેશભાઈને મોકલશો ? અને મોકલશો તો ખૂબ આનંદ થશે! ( ફક્ત બ્રાયનની પરવાનગીથી, સુરેશભાઈની મંજૂરી વિનાં, અહિ લખી રહ્યો છું ! માફ કરજો સુરેશભાઈ! ) શક્ય હોય તો અમે તેને અમારી રીતે બ્લૉગ પર મૂકીશું. તમે પોતે પણ તમારા બ્લૉગ પર મૂકી શકો છો. આપણું ધ્યેય કૉમન રહેશે- આ બસ બ્રાયનની લાગણીની સાંકળની કડી તૂટવી ના જોઇએ!

√  ‘Do not let this chain of love end with you.’
બ્રાયન શૃંખલાની અન્ય પોસ્ટ તમે ઈતરેતર વિભાગમાં વાંચી શકો છો.

અને તે વાંચવા અહિ ક્લિક કરો.  ઈતરેતર

પ્રકરણ-૫ હત્યાનો ખોટો સમય

પ્રકરણ  – ૫ હત્યાનો ખોટો સમયવહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે.

ને પછી…. આગળ

પ્રકરણ-૧ ( લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

પ્રકરણ – ૨  ( સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

પ્રકરણ – 3 ( સ્પેશિયલ ટિપ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

પ્રકરણ- ૪  ( સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._


હત્યાનો ખોટો સમય


ધ્રૂજતા  મિ.શર્માની પાસે જઈ માથુરે ફરી પૂછ્યું, મિ.શર્મા કારણ હું સમય આવ્યે કહિશ…તમે એ ફ્લૅટની વિગત મને આપો.

ના..ના.. માથુર સાહેબ ! દર અસલ વાત એમ છે કે એ ફલેટ મેં મારી બહેનને આપવા માટે રાખ્યો હતો. સંજોગવશાત્ મારા બનેવીને, તેઓ જે કંપનીમાં કામ કરે છે ત્યાં ક્વાર્ટર મળી ગયું ; તેથી હાલમાં તેઓને જરૂરત નથી. આમ આ ખાલી ફ્લૅટ પડ્યો પડ્યો ખરાબ થતો હતો. તેથી હજી એક મહિના પહેલાં જ, ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ ના માલિક પ્રશાંત જાદવે આ ફ્લૅટ પોતાની ઑફિસ ખોલવા માટે ભાડે માંગ્યો – તે પણ ફકત ચાર મહિના માટે ! તેમણે સારું એવું ભાડું અને ડિપોઝીટ આપવાની ઓફર કરી અને હું ના ન પાડી શક્યો! મિ.શર્માએ ગભરાતા ગભરાતા કહ્યું.

કોઈ દલાલ હસ્તક આપ્યો છે, કે પછી તમારી પ્રશાંત જાદવ સાથે ઓળખાણ છે ?”

ના! મારી કોઈ ઓળખાણ નથી. દિનેશ બાવા, કરી અહિના એક મોટા બ્રોકર હસ્તક મારે તેમને આ ડિલ થયેલી.

મિ. શર્મા! પ્રશાંત જાદવ કે દિનેશ બાવા, બન્ને જણ વિજય રાઘવનને ઓળખે છે ?”

હા! બંનેના ઇન્કમટેક્સ- સેલ્સટેક્ષનું કામકાજ વિજય રાઘવન જ જોતો હતો !મિ.શર્માની ચહેરાની  રેખાઓ જોઈ, તે કંઇક ગૂંચવાયેલા હોય એવું માથુરને લાગ્યું

અરછા.!અરછા! તો મિ. પ્રશાંત જાદવ અને દિનેશ બાવા બંને વિજયના ક્લાઇંટ છે એમ ને !?” માથુરના ચહેરા પરનું આશ્ચર્ય કદાચ મિ.શર્માથી પણ છાનું રહ્યું નહોતું.

તેને ગડમથલમાં ઔર વધારો કરતાં માથુરે અચાનક મિ.શર્માને કહ્યું, “મિ.શર્મા આપણે હવે નીચે જઈશું ?” કહી માથુર દાદર તરફ વળ્યો. તેઓ અડધા પગથિયાં નીચે ઉતાર્યા હશે કે સામેથી ત્રિવેણી એપાર્ટમેન્ટનો ચોકીદાર પવાર આવતો દેખાયો; એટલે તેને વચ્ચેથી અટકાવી માથુરે કહ્યું, “અરે પવાર! તું કઈ તરફ જાય છે ?ચાલ, તો જરા ! મને તારો પંચખૂણિયો ફ્લૅટ બતાવતો ખરો ! મેં આજ સુધી પંચખૂણિયો ફ્લૅટ નથી જોયો ! કેવો છે એ તો જોઉ!

પવારની ચાલ લથડી અને અવાજ થોથવાયો … જી..? જી …! સાહેબ, ચાલો! પણ સાહેબ એ ફ્લૅટ બહુ ગંદો છે.

મિ.શર્મા! તમારા ત્રિવેણી ઍપાર્ટમેન્ટનો છે, એવો પંચખૂણિયો ફ્લૅટ શું અપશુકનિયાળ હોય છે ?.. હું નથી કહેતો! પણ હમણાં જ કોઈ બોલતું હતું !” દાદર ઊતરતા ઊતરતા માથુરે મિ.શર્માને પૂછ્યું.

અંધશ્રદ્ધાળું લોકો તો એમ જ કહે છે સર! બાકી હું પણ એમ નથી માનતો !” મિ.શર્માએ કહ્યું.

પવાર તું શું માને છે ? “ દાદર ઊતરતા ઊતરતા પવારને ખભે હાથ મૂકતાં માથુરે  કહ્યું.

સાહેબ1 મને ગરીબને શું ખબર પડે ? બાકી અમને જ્યાં રહેવાના જ ફાંફાં હોય, ત્યાં આવી બધી લમણાંકૂટ કોણ કરવા બેસે

વાત કરતા કરતા તેઓ , પવાર જ્યાં રહેતો હતો; ત્રિવેણી ઍપાર્ટમૅન્ટના પંચખૂણિયા ફ્લૅટમાં પહોંચ્યા.

હું જરા બે મિનિટમાં આવું છું! માથુર સર !મિ.શર્માએ દાદર ઊતરતા જ  પૅસેજ તરફ માથુરને કહ્યું.

જરા જલદી પાછા આવજો ! મને તમારી વારે ઘડી જરૂર પડે છે. યુ નો વેરી વેલ મિ.શર્મા! અહિ તો મને કોઈ ઓળખતું નથી, કે ?” માથુરે કહ્યું.

મિ.શર્મા હકારમાં માથું હલાવતા ત્યાંથી રવાના થયા.

પવારનો એ ફ્લૅટ ખરેખર પંચખૂણિયો  હતો. કદાચ જમીનનો ટુકડો જ પંચખૂણિયો હશે અને એવી કટોકટ જગ્યામાં આસપાસથી વધુ જમીન મળી શકે એમ ના હશે કે શું ; આર્કિટેકે  એ જગ્યા પર કદાચ ના છૂટકે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની ડિઝાઈન આ રીતની તૈયાર કરી હશે પવારના ફ્લૅટમાં દાખલ થતા જ માથુરે અનુમાન લગાવ્યું .

પછી તે પવારના એ ફ્લૅટના દરવાજા પાસે ઊભો રહ્યો અને ઍપાર્ટમૅન્ટની લિફ્ટ તરફ જોઈ રહ્યો ! અને  પોતાના અનુમાન અને ગણતરીની કડીઓને એક તાંતણે બાંધવાનો મનોમન પ્રયત્ન કર્યો.

પછી અંદર દાખલ થઈ પવારના પલંગ પર બેસી ગયો અને સિગારેટ કાઢી સળગાવતા આસપાસ નજર દોડાવતા  બોલ્યો , “ યાર પવાર ! તું તો ફાવી ગયો છે. આ મોંધવારીમાં પંચખૂણિયો  તો પંચખૂણિયો, આવો ફ્લૅટ કોઈ મફતમાં રહેવા નથી આપતું ! હું માનું છું તું તો ફાયદામાં છે.

સાચી વાત છે સાહેબ !” માથુરને લાગ્યું કે  પવાર કદાચ જાણી સમજીને  તેને લંબાણથી ઉત્તર આપવાનું ટાળતો હતો.

સારું છોડ એ વાત, આપણે મૂળ વાત પર આવીએ. તને તો ખબર જ હશે કે વિજય રાઘવન ત્યાં દૂધ કયાં થી આવતું હતું ? “

સામે ભરવાડને ત્યાંથી સાહેબ !” માથુરના એ સવાલનો જવાબ આપવા તૈયાર હોય તેમ પવારે ઉતાવળે કહ્યું.

કોણ ભરવાડ ?

પરસોત્તમભાઈને ત્યાંથી !

તું ઓળખે છે પરસોત્તમભાઈને ?”

હા !”

સારું , જો હમણાં ઘરે હોય તો જરા પરસોત્તમભાઈને બોલાવી લાવ તો!

કૈંક હાશ અને  છૂટકારાનો ભાવ અનુભવતો પવાર ત્યાં લગભગ ભાગ્યો…. એવું માથુરને લાગ્યું.

માથુર પણ એમ જ મનોમન ઈરછતો હતો ! એવું સોનીને લાગ્યું અને તેની આ ધારણા સાચી જ હતી.

પવાર જેવો ત્યાંથી ગયો કે  માથુર ઝપાટાભેર ઊઠ્યો અને દોડતોક ફ્લૅટના રસોડામાં ગયો ! લગભગ બે મિનિટમાં પછી  તે અંદરથી પાછો ફર્યો !…અને પલંગ પર બેસી ફરી સિગારેટની ચુસ્કી લેવા લાગ્યો.

તે લગભગ સિગારેટ પૂરી કરી ચૂકયો હશે ને પવાર પરસોત્તમ ભરવાડને લઈ આવી પહોંચ્યો.

આ વિજય રાઘવન તમારે ત્યાંથી દૂધ મંગાવતો હતો કે ? માથુરે પરસોત્તમ ભરવાડને પૂછ્યું.

હા

બંને ટાઈમ ?”

ના ! ફક્ત સાંજે ! વિજયભાઈ સવારે મોડા ઊઠતો હોય,સવારનું દૂધ પણ તેઓને મોટેભાગે  સાંજે પહોંચાડતો ; હું જાતે જ પહોચાડતો હતો , દાદા ! .

ગઈ કાલે તમે કયારે દૂધ પહોંચાડેલું ? ”

ગઈ કાલે સવારે દૂધ આપેલું.  વિજયભાઈ કહેતા હતા કે તેમને સાંજે બહાર જવાનું છે, કદાચ રાત્રે આવતા મોડું પણ થાય; નહિતર તેમનું દૂધ પાસપડોશમાં પણ હું આપી દેતો હતો. પણ વિજયભાઈને તેમના પડોશીઓને અડધી રાત્રે હેરાન કરવાનું યોગ્ય લાગતું  ન હોય , તેઓ ઘણીવાર કોઈપણ એક ટાઈમ દૂધ મંગાવી લેતા હતાં

સારું પરસોત્તમભાઈ તમે જાવ! કહી માથુર ઊભો થયો અને આસિ. ઇન્સપેક્ટર સોનીના કાનમાં ધીમેથી કહ્યું ,“સોની ! ખૂનીએ વિજય રાઘવનની હત્યા માટે ખોટો સમય પસંદ કર્યો હોય એવું તને નથી લાગતું ? “

ઘડીભર તો સોની પણ ગૂંચવાયો, પણ પછી મનોમન સમજી ગયો કે ચોક્કસ કંઇક કારણ હશે! જે પોતાના ધ્યાનમાં નથી આવતું ! નહિતર માથુર સર આવું ગર્ભિત ના બોલે.! એ બાબતનું કારણ શોધવા તેણે મથામણ શરૂ કરી જ હશે , કે તેને કાને માથુરનો અવાજ  અથડાયો , “પવાર! અમે હવે જઈએ છીએ. જરૂર પડશે તો તને બોલાવશું ! પણ મારે તને ખાસ કહેવાનું કે તું જરા સાવધ રહેજે !!

અને પછી પવારને એમ જ વિચારતો મૂકી , તે પવારના  ફ્લૅટમાંથી બહાર નીકળતા નીકળતા સોની તરફ ફરી બોલ્યો , “સોની! ચાલ, આપણે સાથે સાથે સામેના રઘુપતિભવન એપાર્ટમેન્ટના પેલાં સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા  ફ્લૅટમાં  પણ ફરી આવીએ. હજીય ગડમથલ અનુભવતો સોની તેની સાથે થયો.

ત્યાં તો સામેથી સબ ઇન્સપેક્ટર ખન્ના આવી પહોંચ્યો, “સર! તમારી સૂચના મુજબ કામ પતાવી દીધું છે !”

કે ! થેંક્સ ખન્ના ! અને હા! જો તો પેલાં  મિ.શર્મા ક્યારના ગાયબ થઇ ગયા છે. તું અહિ જ થોભ અને તેમને  શોધી લાવ!  અને મળે તો એમની સાથે ઉપર નવમા માળે આવ! હું જરા સોની સાથે રઘુપતિભવનમાં લટાર મારી આવું છું

જી સર! એવા ખન્નાના શબ્દો કાન પડે તે પહેલા તો માથુર સોનીથીય આગળ રઘુપતિભવનની લિફ્ટ પાસે પહોંચી ગયો હતો.

ઝડપ કરી તેની બરાબર પાછળ પહોંચેલા આસિ. ઇન્સપેક્ટર સોનીએ ત્વરાથી લિફ્ટનો દરવાજો ખોલી સ્વિચ બોર્ડ પર હાથ મૂકતાં પૂછ્યું ,સર! આઠ કે નવ ?

નવમો માળ!પછી સહેજ આંખ મિચકારતા  ઉમેર્યુ , સોની તું ચબરાક થવા માંડ્યો છે.

રઘુપતિભવન એપાર્ટમેંટના નવમા માળ પર લિફ્ટ પહોંચી એટલે બંને , કૉરીડોરમાં ચાલતા, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સનું બૉર્ડ જ્યાં માર્યું હતું ; ત્યાં પહોંચ્યા. પણ કમનસીબે ત્યાં તાળું લટકતું હતું.

કૉરીડોરની રેલિંગ પકડી સહેજ નિરાશ જણાતા માથુરે સોની તરફ જોયું.

સર! કદાચ મિ.શર્મા પાસે આ ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી હોય તો પૂછી જોઉ ?” સોનીએ કહ્યું.

મિ. શર્મા પાસે ના હોય તો કદાચ આ ઑફિસમાં કામ કરતાં પ્યૂન અથવા તો  ક્લાર્ક  પાસે ચાવી હોઇ શકે છે.

હું હમણાં આવ્યો સર ! કહેતા સોની ત્યાંથી લિફ્ટ તરફ બાગ્યો.

સોની ગયો કે માથુરે નવમા માળના કૉરીડોરમાં આંટા ફેરા મારવા માંડ્યા. તેને અહિ , આ ઑફિસમાં નજર નાંખી લેવાની તાલાવેલી હતી… અને ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સકે – પ્રશાંત જાદવ – ક્યાંક કશુંક મળી જાય ; કોઇક કડી ! કે જેનું તે અનુમાન લગાવી રહ્યો હતો…એ કડી શોધવાની હતી ! જલ્દીથી જલ્દી ..કે અચાનક તેને થયું કે આ પ્રશાંત જાદવ અહિયા નહિ તો ક્યાંક બીજે મળવો તો જોઇએ જ ! તો પછી …

કે અચાનક તેણે દૂરથી લિફ્ટમાંથી સોની,ખન્ના અને મિ. શર્મા ત્રણેયને બહાર નીકળતા જોયા…

અને તેણે અનુમાન અને ગણતરી પર એક ચાન્સ લેવાનું વિચારી લીધું હતું.

સર! મિ. શર્મા પાસે ફ્લૅટની ચાવી નથી. સોનીએ આવતાં જ કહ્યું.

મેં ચાવી માટે, એક માણસને પ્રશાંત જાદવના ક્લાર્કને શોધવા મોકલ્યો છે…જો હોય તો તેને ચાવી લઈ બોલાવી લીધો છે ! જાદવને મોબાઇલ લગાડું છું; પણ નંબર સ્વિચ ઑફ આવે છે. નહિતર એમને જ અહિ બોલાવી લેત !” મિ. શર્મા વધુ ખુલાસો કર્યો.

સારું , વાંધો નહિ ! થેંક્સ ફોર યોર સપોર્ટ મિ. શર્મા! કહી તેણે મિ.શર્માનો આભાર માન્યો અને પછી સોનીને હાથ પકડી લઈ; તેને ત્યાંથી  સહેજ દૂર લઈ જઈ, ધીમેથી તેના કાનમાં કશુંક કહ્યું અને  સોની ફાટી આંખે તેની આ વાત સાંભળી રહ્યો!!

ને પછી સબ ઇન્સપેક્ટર ખન્ના તરફ ફરી અચાનક બોલ્યો , ખન્ના! આસિ. ઇન્સપેક્ટર સોનીને જે જોઈએ તે મદદ કરજે. હું થોડીવારમાં પાછો આવું છું !


—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૯/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ ૬ પ્રકાશિત થશે.)

બ્રાયન એન્ડરસન ફેન કલબ

બ્રાયન એન્ડરસન ફેન કલબ

પ્રિય મિત્રો,

તારીખ  ૨૮/૧૦/૨૦૦૮  ના રોજ મારા બ્લૉગ ઉપર  “એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!” ના શીર્ષકથી એક પોસ્ટ મૂકી હતી. જેના અનુસંધાનમાં એક ૧૪ વરસના એક બાળક  કે જેનું નામ પ્રથમ દેસાઈ છે, તેના પ્રતિભાવમાં તેણે  એક ઈ-મેઇલ મોકલ્યો છે. એ પત્રમાં, તેની ૧૧ વર્ષની ઉંમરે, તેની આ ભણવાની અને દુનિયા જોવા સમજવાની ઉંમરમાં,  તેના પિતાએ એક વૃધ્ધાને કરેલી  મદદને,  તે કેવી  પોતિકી નજરથી  મૂલવે છે એની વાત છે. જેમાં તેની ઉંમર સહજન્ય બાળસહજ  વિચારો સુપેરે અભિવ્યક્તિ થયા છે. મને તેના આ પત્રમાં તેના પિતાશ્રીએ કરેલી મદદની વાત તો અત્યંત સરાહનીય લાગી જ  છે!  પણ એમાં  તેની અન્ય એક જે વાત ખૂબ ગમી છે_ તે એની નિખાલસતા! અને એ ઘટના બાદ તેને મળેલી શીખ. પત્રમાં  તે કબૂલે છે કે એના પિતાએ, એક વૃદ્ધાને કરેલી મદદ તેને ગમતી નથી!! સ્વાભાવિક છે એક ૧૧ વર્ષનું બાળક ટ્રેનની લાંબી મુસાફરી, પોતાના પિતાના ખોળામાં બેસી કરવાનું થોડો પસંદ કરે? પણ આ ઘટના બાદ શું થાય છે અને તે શું કહે છે?

તેના પિતાશ્રીને અભિનંદન! એક વધુ બ્રાયન એન્ડરસન બની! પોતાના દિકરાને એ  દિશા તરફ  આંગળી ચીંધવા બદલ! સાચું કહું મિત્ર! બાળ ઉછેરના તમામ પુસ્તકો વાંચીને તમે આટલી સુંદર શીખ કદી નથી આપી શકતા!

મારા નાના વ્હાલા  દોસ્ત પ્રથમ! તને “બ્રાયન એન્ડરસનની ફેન કલબમાં”  આવકારું છું. મને પૂરી ખાતરી છે કે ક્યારેય તારા પિતાએ, જીવની જેમ જતન કરી સાચવેલી, લાગણીની આ સાંકળ તું કદી તૂટવા દેશે નહિ…એક માનવીને એક માનવી સાથે જોડતી લાગણીની સાંકળની તું અમૂલ્ય કડી છે! …પ્રસ્તુત છે પ્રથમ દેસાઈનો મૂળ પત્ર – તેના જ શબ્દોમાં અને તેની નિર્દોષ ભાષામાં!

BLESSINGS

The reddish orange sun swimming in the western sky was preparing to have a dive at the horizon. The colours of joy spread around it were signing a successful voyage from east to west all through the day. It was winter. Therefore, at 5:45 p.m. when I was standing on the platform of Surat railway station, it was started to get dark.

I was going to Rajkot with my parents to attend a marriage ceremony. We had planned to reach Ahmedabad by Karnavati express by 9:20 p.m. After 25 minutes, we had to catch the Somnath express, which would reach Rajkot by 2:00 a.m. the next day.

But Karnavati express was delayed by half an hour than its time 05:26 p.m. Therefore, we were worried whether we would be able to catch Somnath express or not. We were thinking that how to reach Rajkot if we could not catch the Somnath express. But something different was going to happen.

The Karnavati express arrived. We got in our bogies. A big noise was there. When we reached to our seats, we saw that an old woman was sitting on one of our seats. She did not have a confirm ticket. Seeing us, she got up from the seat. But my father told her not to be worried and to sit with comfort. She sat back on the seat but the feeling of being obliged was seen on her face very clearly. From her white hair and wrinkled skin, I could guess her age about 75 years. The train departed. From a little conversation, we knew that she was going to Ahmedabad. She again offered my dad to sit but seeing her body condition, my dad did not agree to it. I sat in my dad’s lap and let that woman sit.

Now nothing was seen from the windows. The train was moving speedily. After a few minutes, the train slowed down. I thought that there might be a station. But there was nothing. The train stopped. I tried to see from the window but failed. The train started after twenty minutes. Our tension was increasing. Our eyes were trying to meet. Some teens who were joking in the next compartment were keeping our attention to them.

It was 9 o’clock now and the train had stopped on Nadiad station. Arriving time of Karnavati express at Ahmedabad station was 9:20. But it was not possible now at all. The train started after five minutes. When we reached Ahmedabad it was 10 o’clock. There was not any train on any platform. So we presumed that we had missed the train.

The old woman thanked us. She told us that she had a great pleasure to have a journey with us.

We got off the train. My mother was so disappointed and thinking that how to catch any other vehicle for Rajkot because according to the departure time of Somnath express, we were 15 minutes late. Just for an information she asked a coolie that when did the Somnath express depart.

The coolie answered, “The Somnath express has been already departed before a quarter of an hour. But see, it has been stopped yet at the end of the platform because of some reason.” We did not think anything. We did not see anything. We started running. This was a chance for us. We ran with our full capacity. The train was our target and we were running to it as Karina Kapoor runs after the train in the film ‘Jab We Met’. Ultimately, we reached the last bogie and got in. As soon as we reached our bogie, the train started.

This was amazing. It was none other than a magic for us. My father was looking very happy and amazed.

I told my dad frankly that I did not like the mercy shown to that old woman by him but I did not speak anything. But I also told that the reason of catching the train might be the result of that old woman’s blessings.

Generally, I do not believe in this type of events. I believe them as coincidence. Many people think like this. But when such incidents happen in our life, we think that something is there which is unseen, unknown, unproved but it is. At my age of 14 years, whenever I remember this incident which was happened before 3 years, I feel a little adventurous, I feel something different.

I have come to a decision that whatever happens in our life is not only ours. Many other efforts are included in it, which is unforgettable.

Pratham Desai (Surat)

પ્રથમ દેસાએ

પ્રથમ દેસાઈ

મિત્રો! આ પત્ર લખનાર ૧૪ વર્ષના જિનીયસને આપણે ઓળખી લઇએ. પ્રથમ દેસાઈ સુરતની ભૂલકાંભવન શાળામાં ધોરણ-૯ માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. તા. ૧૪-૧૧-૨૦૦૮ના “દિવ્ય ભાસ્કર” અખબારમાં જણાવ્યા પ્રમાણે આ ભારતભરના વૈજ્ઞાનિકની કોન્ફરન્સમાં હાજર રહી ચૂકયો છે. અને તેને “N T S ” તરફથી દર મહિને રૂપિયા ૫૦૦/- તે ભણશે ત્યાં સુધી આપવામાં આવશે. આ ટાબરિયાને તેથી જ સુરતના  “છોટે અબ્દુલ કલામ”તરીકે ઓળખાવવામાં આવ્યો છે.

વધારે વાંચો …

પ્રકરણ-૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્ક્નીવાળો ફ્લેટ

પ્રકરણ-૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્ક્નીવાળો ફ્લેટ

=======================================================================

વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે.ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દિવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર્ સોની એક- સ્પેશિયલ ટિપ- ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરખી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછ્પરછ આદરે છે.

ને પછી…. આગળ


1.  (પ્રકરણ-૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.
2.  (પ્રકરણ- સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

3.  (પ્રકરણ- 3 સ્પેશિયલ ટિપ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._


પ્રકરણ-૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્ક્નીવાળો ફ્લેટ


“પવાર તું ક્યારથી એસ.એસ.એસ.માં નોકરી કરે છે.” માથુરએ!” ત્રિવેણી ” ઍપાર્ટમૅન્ટનાં વૉચમેનને પૂછ્યું.

સાહેબ! હું છેલ્લા બે વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું

“પહેલાં ક્યાં સર્વિસ હતી.!”

રાજસ્થાન બોર્ડર પર, મિલીટરીમાં હતો સર! પવારએ કહ્યું.

“અહિ , “ત્રિવેણી” ઍપાર્ટમૅન્ટ ઉપર ક્યારથી છે

દોઢ વર્ષથી સર!

“મિલિટરી સર્વિસ છોડી પછીના છ મહિના ક્યાં હતો?”

ઘરે જ હતો સર!  મારા કાકા સસરા આ કંપનીમાં  નોકરી કરી ચૂક્યા છે તેમણે અહિ નોકરી અપાવવી.


“તારે ઘરે બીજું કોણ કોણ છે.?”

ઘરવાળી અને ચાર છોકરા

“તું ક્યાં રહે છે?”

સર! અમારાં ઍપાર્ટમૅન્ટનો  ગ્રાઉન્ડ ફ્લોર પરનો ફ્લૅટ નં A – 7 પંચ ખૂણિયો છે એટલે કોઈ લેતુ નથી. એટલે ખાલી જ  છે. હું તેમાં રહું છું.

“વિજય રાઘવનનું ખૂન થયાની ખબર તને ક્યારે પડી?” માથુરએ મૂળ વાત પર આવતાં પૂછ્યું.

સવારે સાડા પાંચ વાગ્યે.

“બરાબર સાડા પાંચે? તને ચોકકસ સમય બરાબર કેવી રીતે ખબર છે?”

સર! હું નીચે જ રહું છું તેથી શર્મા સાહેબની સૂચના મુજબ રોજ સવારે સાડા પાંચ વાગ્યે એસએમસીનું પાણી આવે, ત્યારે મારે મોટર ચાલુ કરવા ઊઠવું પડે છે.  રોજના મારા નિયમ મુજબ હું મોટર ચાલુ કરવા આવ્યો ત્યારે મેં વિજય્ભાઈની લાશ જોઈ.

માથુરએ મિ.શર્મા  તરફ સૂચક નજર ફેરવી. મિ.શર્મા સમજી ગયા એટલે તેમણે તરત કહ્યું “માથુર સાહેબ અમારા ઍપાર્ટમેન્ટનાં રહેવાસીઓ મોટર ચાલુ કરવા બાબતે બાખડતા રહેતા  હતા. બધાને સગવડ જોઈએ છે પણ લગીરેય મદદ કરવાની વાત આવે એટલે વારા બાંધવા પર આવી જાય છે. તેથી મેં જ આ રસ્તો કાઢ્યો છે.”

“Ok. પવાર! તે  વિજયની લાશ ક્યાં જોઈ. એમના ઘરમાં કે? માથુરએ  સહજતાથી પવારને પૂછ્યુંએવી આશા સાથે કે  કદાચ ગફલતમાં તે જો જુઠ્ઠું બોલતો હોય તો પકડાઈ જાય.

“ના સર! વિજયભાઈની લાશ તો લિફ્ટના દરવાજા આગળ  પડેલી હતી.”

તો_ તો_ લાશ, તેં તારા  ઘરમાંથી જ જોઈ લીધી હશે.?”

“ના સર! હું  રહું છું એ પંચ ખૂણિયો  ફ્લૅટમાંથી લિફ્ટવાળા ઍન્ટરન્સનો કે અમારા ઍપાર્ટમૅન્ટનાં  પેસેજનો મોટાભાગનો હિસ્સો દેખાતો નથી.”

તે સૌથી પહેલાં કોને જાણ કરેલી?”

“વિજયભાઈની લાશ જોઈ એટલે હું ગભરાઈ ગયો! મેં તરત જ દોડીને શર્મા સાહેબને જાણ કરી.” પવારે સ્પષ્ટતા કરી.

પવાર! તું તો મિલીટરીમાં હતો! લાશ જોઈ તું ગભરાઈ ગયો?” માથુરએ શંકા કરી.

“સર! દુશ્મનને ઢાળીને મેં તેની લાશ ગર્વથી ઠંડે  કલેજે જોઈ છે. પણ આમ અચાનક રિહાઈસી ઈલાકામાં—તમે  સમજી શકો છો સાહેબ હું શું કહેવા માગું છું એ ”

તેં ચોકકસ કોઈ ચીસ કે અવાજ સાંભળ્યો નહોતો?”

“ના સર! અને સાચું કહું તો ગિરધારી નથી એટલે  છેલ્લા બે દિવસના ઉજાગરાને કારણ મારી આંખો મિંચાઇ ગયેલી! બાજુમાં રહેતા ભરવાડાઓ ભેંસ દોહવા ઊઠ્યા, ત્યારે  તેમના ડચકારા-બૂચકારાને લીધે મારી ઊંઘ ઉડી  ગયેલી…નહિતર મોટર પણ સમય પર ચાલુ કરી શક્યો ના હોત.”

પવાર! આ ગિરધારી કોણ છે? ”

“સર! એ મારી સાથે જ રહે છે. અમે બંને મળી સમજી એકબીજાની સગવડતાએ કામ કરીએ છીએ ”

શું એ એસ.એસ.એસ. નો માણસ છે.?”

“ના સર!”

અરછા, પવાર! ગઈ કાલે રાત્રે લાઈટ ગયેલી ખરી ?”

માથુરના  એ સવાલથી પવાર તો સહેજ ચોંક્યો જ સાથોસાથ મિ.શર્મા પણ ચોંક્યા હોય એવું માથુરને લાગ્યું.

પણ પવારએ  સ્વસ્થતા જાળવી રાખી કહ્યું, હા!

“ક્યારે?”

સવારે દોઢથી ચારના ગાળામાં

“પવાર! તું  વિજયને છેલ્લે ક્યારે મળેલો? મતલબ કે તે  વિજયને છેલ્લે ક્યારે જોઈલો?”

જી સર! વિજયભાઈએ મને રાત્રે ૧ વાગ્યે બોલાવી, સુંદરની લારી પરથી ચા લાવવા માટે કહેલું

“રાત્રે ૧ વાગ્યે?આટલી  મોડી ? કેમ, તને કંઈ ખબર છે ? ”

જી સર! એક વાગ્યે. કહેતાં હતાં ભૂખ લાગી છે અને  પણ કંટાળી ગયો છું જરા સુંદરની ચા  પી લઇશ તો સારું લાગશે. ઘણીવાર વિજયભાઈ રાત્રે આવી રીતે ચા મગાવતાં. સુંદરની લારી અને ઘર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં છે તેથી  લગભગ તેના ઘરે રાત્રે ૨ વાગ્યા સુધી ચા મળી રહે છે. પવારએ વિગતે ખુલાસો કર્યો.

“પછી તું વિજય માટે ચા લઈ આવેલો ?”

“હું ચા લેવા ગયેલો પણ ‘સુંદર’ની લારી  બંધ હતી પૂછતાં ખબર પડી કે કોઈ સગાનું મરણ થયું હોવાથી સ્મશાને ગયો હતો. ”

વિજયભાઈએ તને બીજું શું કહેલું? રાત્રે નવરા હોય, ત્યારે તારી પાસે કદાચ બેસતા હોય એટલે તને પૂછું છું

“ખાસ કશું નહિ. બસ!… પણ કહેતા હતા કે આજે રાત્રે તેમને ખૂબ  જરૂરી કામ છે માટે– ”

પવાર! કોઈક વી વ્યક્તિ કે જેની હિલચાલ તને  શંકાસ્પદ લાગી હોય? અથવા એવી  વ્યક્તિ જે વિજયને મળવા આવી હોય કે જેના પર તને જરા સરખી પણ શંકા હોય ? ” માથુરએ તેની  વાતને અડધેથી કાપતા પૂછ્યું

જવાબમાં  પવાર કશું બોલ્યો નહિ, ફક્ત નકારમાં  માથું હલાવ્યું.

સારું પવાર તું જા! જરૂર પડી તો હું તને પાછો બોલાવીશ. કહી માથુર મિ.શર્મા તરફ ફર્યા.

“મિ.શર્મા! તમે ગિરધારી વિશે મને ના કહ્યું ! તમે ઓળખો છો ગિરધારીને? ” માથુરએ મિ.શર્મા  પૂછ્યું.

મિ.શર્મા સહેજ થરકતા અવાજે બોલ્યા,“જી માથુર સર! હું  ખરેખર એનો ઉલ્લેખ કરવાનું ભૂલી જ ગયેલો. ગિરધારી અમારા ઍપાર્ટમેન્ટનો  કાયદેસરનો વૉચમેન નથી. મારા ગામનો છે. બેકાર રખડતો હતો. તેના પિતાજી મારા ફાધરને સારી રીતે ઓળખે છે . મારા ફાધરે  જ તેની ભલામણ કરેલી. તેથી હું તેને અહિ લઈ આવેલો. ઍપાર્ટમેન્ટના પરચુરણ કામ માટે રાખી લીધો છે. ઍપાર્ટમેન્ટના રહીશોના  નાના-મોટા દરેક કામ ગિરધારી જ સંભાળે છે. પવારની સાથે જ રહે છે. મહિને દિવસે બે ચાર દિવસ ગામ અચૂક જાય છે. જરૂર પડ્યે પવારને કામમાં મદદ કરે છે. દરેક ફ્લેટવાળા તેઓને યોગ્ય લાગે તે મહેનતાણું આપે છે. સૌથી વધારે મારા કામ સંભાળતો હોય હું તેને ફિક્સ માસિક રકમ ચૂકવું છું”

આ સિવાય બીજું કશું?

સૉરી …સાચું કહું તો હું મારા ધંધામાંથી જ નવરો થતો નથી. બસ! આ તો અમારા ઍપાર્ટમેન્ટના રહીશોએ મારા માથે બળજબરીથી ઠોકી બેસાડેલું કાંટાળા તાજ જેવું સૅક્રેટરીનું કામ નિભાવ્ય જાઉં છું. બાકી મને ખાસ લોકોની વ્યક્તિગત જીવનમાં માથું મારવાની આદત નથી મિ.શર્માએ કહ્યું.

“મિ.શર્મા! એક મિનિટ જરા અહિ આવો તો ” કહી અચાનક માથુરએ મિ.શર્માને ચોંકાવી દીધા.

મિ.શર્મા માથુર પાસે આવ્યા એટલે તેને ખભે હાથ મૂકી, તેને વિજય રાઘવનના ફ્લેટની બારી પાસે લઈ જઈ, સામેના ઍપાર્ટમૅન્ટ તરફ ઈશારો કરી તેમણે પૂછ્યું, મિ.શર્મા! મને ખબર છે કે તમે ખૂબ બીઝી રહો છો પણ તમે ફરિયાદી છો એટલે મારે તમને તકલીફ આપવી પડે છે … કદાચ તમને ના ખબર હોય તો વાંધો નહિ…અને જો ખબર હોય તો એ કહો, કે પેલો_ જે બરાબર સામેનો ફલેટ છે, તેમાં કોણ રહે છે.? ”

“જી..જી..એ ફલેટમાં તો_ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ & ડેવલેપર્સ ‘ની ઑફિસ છે.!! ” મિ.શર્માએ સહેજ વિસ્ફુરિત નેત્રે કહ્યું.

“કોણ છે એનો માલિક? ”

જી….જી…સર! હું એ ફલેટ મારી માલિકીનો છે.!! મિ.શર્માએ ઘ્રૂજતા અવાજમાં કહ્યું. પછી એ પોતાની જાતને આગળ બોલતાં રોકી ના શક્યો. કેમ ? એવું પૂછો છો માથુર સર! ? ”

“શું વાત કરો છો મિ. શર્મા? તમે જ એ ફ્લેટના માલિક છો.? હું બરાબર સામે દેખાતા પે…લા, સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા ફલેટ બાબતે પૂછી રહ્યો છું ?!” ક્ષણવાર માટે મિ.શર્માનો જવાબ સાંભળી લગભગ અચંભિત થઈ ગયેલા માથુરએ તેને વળતો સવાલ કર્યો.

હા! સર! એ ફલેટ મારી જ માલિકીનો છે! કૈંક અકળાયેલા જણાતા મિ.શર્મા બોલી ઊઠયા.

“મિ.શર્મા! તો એ ફલેટ સાચે જ તમારો છે એમને ” કહી માથુરએ મિ.શર્માના ખભેથી હાથ ઉઠાવી લઈ ફરી વિજયના ફલેટની બારીની બહાર એ સામે દેખાતાં એ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા ફલેટ તરફ એકીટશે જોવા માંડ્યું.

ને ત્યારે માથુરને અચરજ અને ડરના સંમિશ્રિત ભાવ સાથે નિહાળી રહેલા, મિ.શર્માની આંખમાં કંઈક અજબનો અજંપો; દૂર ચૂપચાપ ઊભેલા, ઈન્સ્પેક્ટર સોનીએ તિરછી નજરે કળી લીધો હતો..

—-*—–

( ક્રમશઃ )

વધારે વાંચો …

ગર્ભજલ

ગર્ભજલ

સહેજ મટકું મારીને જાગી ત્યારે મારી પથારીમાં આજે આવેલી ટપાલનો થોકડો પડ્યો હતો. કામવાળી પદ્મા મૂકી ગઈ હશે, ઘરે જતી વેળામે વિચાર્યું. મેં ઉતાવળે ટપાલ ઊથલાવવા માંડીમોટા ભાગની ટપાલ જયની હતીહંમેશાની જેમસાહિત્યિક સામયિક, શૅ સર્ટિફિકેટ, ન્યૂ્ઝીલેન્ડથી આવેલો ફોઇસાસુનો શુષ્ક ભાષામાં લખાયેલો પત્ર, એક પોસ્ટકાર્ડ, અને અમારીજૉઇન્ટલાઇફ પૉલિસીની પ્રિમિયમ ભરવાની નોટિસ

જયનો આગ્રહ હતો, અમારીજૉઇન્ટલાઇફ પૉલિસીમાટેએમાં કૈંક લાભ વધારે હતો એવું તેણે કહેલું. મે ઉડતીક નજર પોસ્ટકાર્ડ પર નાંખીકોઇક સાહિત્યકારનો પત્ર હતોજયની તાજી છપાયેલી એક નવલિકાના પ્રતિભાવ રૂપે… “લાંબા સમય પછી એક અદભુત વાર્તા વાંચવા મળીખૂબ ખૂબ અભિનંદન એક કલાત્મક વાર્તાના પ્રસવ બદલ !”

ગત મહિને જ કોઇક સામયિકના વિશેષાંકમાં પ્રકાશિત થઇ હતી એ વાર્તા…એક દિવસ ઊંઘ નહોતી આવતી ત્યારે મેં એ વાર્તા વાંચેલી. ખૂબ જ કલાત્મક ગણાવાયેલી એ વાર્તામાં મને તો કશી જ ગતાગમ પડી નહોતી! કદાચ, એક ભાવક તરીકેની મારી કેટલીક મર્યાદાઓ મને કદાચ નડી હશે.

છેલ્લા દસેક વર્ષથી તે લખતો હતો. આસપાસથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિભાવો આવતા હતા તેના માટે – જય મિસ્રી…સતત પ્રજ્વલિત સર્જકચેતના ધરાવતો…સમકાલિન વાસ્તવથી ક્ષુબ્ધ, એક એવો લાગણીશીલ સર્જક જેની કૃતિમાં પ્રતીતિજનક પ્રશ્નો હોય છે…એક મળવા જેવો પ્રતિભાશાળી…

પ્રતિભાશાળી તો એ લાગતો જ હતો, તેથી જ સ્તો હું પ્રથમ મુલાકાતમાં જ તેનાથી અંજાઈ ગયેલી! ગાંડપણ સવાર હતું મારી ઉપર- સાહિત્ય અને સાહિત્યકારો માટે! મુશાયરાઓમાં અને લેખક મિલનમાં હું ગમે તેમ, સમય ચોરી પહોંચી જતી. મને હંમેશા આશ્ચર્ય થતું, ક્યાંથી…કેવું. કેવું…કેવી રીતે વિચારતાં હશે આ સર્જકો!? આ બધું મને રોમાંચિત કરી દેતું હતું. આવા કૈંક અદમ્ય આકર્ષણ વચ્ચે, હૈયે એક રણઝણતી ઇરછા નર્તન કરી ઊઠી- કોઇક સર્જક જો પોતાનો પતિ હોય તો

હું એ સતત મમળાવવો ગમે એવો રોમાંચ હાથમાંથી સરકી જવા દેવા માંગતી નહોતી…મેં પણ તો જયની આંખોમાં સરકતી લાગણીનું વહેણ જોયેલું

તમને સાહિત્યમાં મુખ્યત્વે શું ગમે, કવિતા કે વાર્તા? તેણે મને પહેલી મુલાકાતમાં પૂછેલું.
બંને, પરંતુ મુખ્યત્વે વાર્તા!
ખાસ કોને કોને વાંચ્યા છે?
— “…”
મેં બે-ચાર નામ કહયા.
છટ્! તમે બધું કચરો વાંચ્યું છે.
ફિલ્મો?
જોઉ છું ને, જૂની કલાસીક, હળવી કોમેડી… પણ મોટે ભાગે થિયેટરમાં
વૅસ્ટર્ન, ઍકશન, હોરર મુવી ? વાન ડમ, આર્નોલ્ડ્…
એવું ક્યારેક જ જોઉ છું…

તે આજ ના જમાનાનો, મોર્ડ્ન લેખક હતો, એવું લોકો કહેતા અને મેં પણ એવું અનુભવેલુંકે તેને કૈંક જુદું, બધાંથી અલગ કરવું હતું. ગતિશીલ અને પ્રાણવાન વાર્તાકાર તરીકે તેની પ્રતિષ્ઠાનો આંક ઊંચે ચઢી રહ્યો હતો. અમારા વિચારો વચ્ચે અંતર તો હતું જ છતાં પાગલ મન કયાં માનતું હતું?…ને મેં મારી તમામ મૂંઝવણ, હૃદયની લાગણીને પડીકે વાળેલી…

જયને લાગણીના બંધનમાં બાંધી શકું, એટલી ખૂબસૂરત તો હું હતી , છતાં સાચું કહું તો તેના વ્યકિતત્વમાં વહેણમાં હું જ તણાઇ ગયેલી…

મારી પોતાની અને મારા ઘરનાં બધાંની ઇચ્છા હતી કે અમારા લગ્ન સાદાઈથી જ થાય. મા વિનાનાં અમારા ઘરમાં પપ્પા સિવાય અમે ત્રણેય બહેનનું કોઇ જ નહોતું. પપ્પા માંડ માંડ ઘરનો ભાર વેઢરતા હતા… તેમનો એક માત્ર પગાર અને ફરજ પછીનું વૈતરું અલગથી.
મારી મોટી બહેન કૃતિના લગ્ન ઘરનો પહેલો પ્રસંગ
, ને મન મૂકી પપ્પાએ ખર્ચ કરેલો. ત્યાં જ આભાનું અચાનક નકકી થઇ ગયું. માગું સામેથી આવ્યું, ને પપ્પા ના કહે તો કેવી રીતે કહે, પાછળ મારો પણ તેમણે વિચાર કરવાનો હતો. પપ્પાએ પોતાની બધી બચત ભેગી કરી આભાને વળાવેલી. વધતી જતી મોંઘવારીમાં તેઓ ઘરના બે છેડા કેવી રીતે મેળવતા હશે સમજવું મારા માટે જરાય અઘરું નહોતું. તેથી હું ઇચ્છતી હતી કે મારું લગ્ન તો સાદાઈથી થાય

આમ પણ જયને વળી કયાં ખોટ હતી. ગર્ભશ્રીમંત ઘર, એક માત્ર સંતાન ને ઉપરથી બેંકની નોકરી લટકામાં. મેં તો બધા જ વિકલ્પ ખુલ્લા રાખેલા – આર્યસમાજ વિધિ સિવિલમૅરેજ કે પછી ગાયત્રી મંદિરમાં – તેની જે ઇચ્છા હોય તે…

— હું તો હાર નાખીને તને લઇ જાઉં ધરા, પણ મમ્મી કયાં માને છે…કહે છે લોકોનું વરસોથી ખાધું છે, એટલે ખવડાવવું જ પડે…આપણે કયાં વળી પાંચ-સાત પ્રસંગ ઉકેલવાના છે, એટલે થોડીક ધામધૂમ તો…

— ધરા, જાનમાં સાતસો, આઠસો માણસો માંડ થશે…કદાચ પચ્ચીસ -પચાસ આમતેમ…બાજ-દડિયામાં તો અમારી જ્ઞાતિમાં કોઇ ખવડાવતું નથી…આજીબા તો પહેરામણી ચાળીસ જેટલી ગણાવતાં હતાં, સારું થયું મમ્મી વચ્ચે પડી એટલે પચ્ચીસમાં પત્યું…એક તો ઉનાળો, એટલે જાનના ઉતારાની વ્યવસ્થા જરા અલગથી હોય તો…

— મારા ઉચાટે, હૈયાના ધબકાર ભેગી દોટ મૂકી…

ધરા, તું માનશે નહીં કેટલાય વહેવાર તો મેં કપાવી નાંખ્યો, નહીંતર…તે ખુલાસો કરતો હતો કે આગ્રહ, એ વાત હું સમજવાની મથામણ કરતી રહી.

પણ સામા પ્રવાહમાં તરવાનો મને અભરખો એટલા બધો હતો કે હું બધું અવગણી આગળ વધતી ગઇ
છેલ્લો પ્રસંગ અને આવો સરસ મુરતિયોપપ્પાએ મન મનાવ્યું. મને ખબર નહોતી કે તેમણે કેવી રીતે બધું કર્યું હતુંકદાચ
, સરવાળે તેઓ જ નફામાં રહેશે એવું તેમનું સાદું ગણિત હશે.

હું પણ કૈંક ઓછી ગર્વિત નહોતી, એક પ્રતિભાસંપન્ન, ઉચ્ચ દરજજાના સર્જકને મેળવીને !!

************

હું મધુર લગ્નજીવનની મઝા માણી રહી હતી…પરણીને આવીને આઠમા મહિને હું સગર્ભા થઇ. દોઢ મહિનો માંડ ચઢ્યો હશે અને કોણ જાણે શું થયુંને ગર્ભ ઓગળી ગયો!

— તમારા શરીરમાં લોહી ઓછું છે અને શરીરનું ટેમ્પરેચર પણ ઊંચુ રહે છે તેથીજયના પરિચિત ડૉકટરે નિદાન કર્યું. જાત જાતના લખાતા પ્રિસ્કિપ્શન વચ્ચે બે વર્ષ નીકળી ગયા પણ કશું હાથ આવતું નહોતું. હતાશ ક્ષણો અંધકારમાં બાખોડીયા ભરતી હતી અને લોકો મનફાવે એવી વાતનું ચિતરામણ કરતા હતા

ત્યાં તો એક દિવસ અચાનક જયે મને ચોંકાવી દીધી!

— ધરા,તારી કમર ઉપર ઊતરતી સાપણ છે…

— સાપણ!! વળી શું !?

તારી કમર ઉપર વાળનો વિકાસ સાપણના આકારમાં થયો છે, અને તેને

— કેવી વાતો કરે છે તું ? આવું તને કોણે કહ્યું ? અને ધારો કે એવું હોય તો પણ શું?

— આ સાપણને બીલીના ફૂલથી ડામ આપીશું તો જ તું ફરી મા…

— જય, તું પાગલ જેવી વાતો ના કર? મમ્મીએ કહ્યુંને , તને?

— હા !!!

પછી તો એક જ વાત, હથોડાની જેમ વારંવાર મારે માથે ઠોંકાતી રહી…અકળામણ, અણગમો, તિરસ્કારથી ઘરનો માહોલ હંમેશા ભારઝલ્લો રહેવા માંડ્યો. પોતીકા માનેલા ઘરમાં હું જાણે પારકી થઇ પડી. મને પણ કોઇ નછોરવી કહે તે ગમતું નહોતું. તેથી ત્રસ્ત તો હતી , લોકોની તથા ઘરના સ્વજનની ચણભણથી.

— અને છેવટે પેલી ઊતરતી સાપણ ગઇ …પણ, મારી કમર ઉપર ડામનું કાળું ચકામું મૂકીને!
માનસિક રીતે થાકીહારીને હું તો ગમે તે પગલું ભરી
બેઠી હોત, પણ પછી મારા આશ્ચર્ય વચ્ચે, લગ્નના ત્રણ વરસના અંતરાલ પછી “સૃષ્ટિ” નું આગમન થયું, અને હું વધુ તિરસ્કૃત થતી બચી! નહિતર મને તો ખબર નહોતી, જયના સ્પમ કાઉન્ટસ અને મોટીલીટી રિપોર્ટ્સ બાબતની!!…

મને તો અચાનક ખબર પડેલી વાતની; મને બરાબર યાદ છે, સૃષ્ટિની પ્રથમ વર્ષગાંઠનો આગલો દિવસેહું તો જયની બુકશૅલ્ફમાં તેને પૂછ્યા વિના સાફસફાઈ કરવા ગયેલી, કે અનાયાસ જ – કોઈને મળે નહી એવી રીતે તેણે ચોપડીઓની વચ્ચે સંતાડેલી-ફાઇલમાં તેના સ્પમ કાઉન્ટસના રિપોર્ટ પર મારી નજર પડી ગયેલી! દર ત્રણ મહિને નીકળતા રિપોર્ટ્સ હું ઝપાટાભેર પલટાવી ગયેલી! ફાટી આંખે હું રિપોર્ટ્સના, ઊડીને આંખે વળગે એવા આંકડા જોઇ રહી! સ્તબ્ધ ક્ષણો અવાક થઇ ગયેલી! શું તેના ઘરનાં બધા જાણતા ના હશે ?…કે પછી તેઓ પણ તેની સાથે હું તો સાપણનો ભાર સાથે વાંઝિયા મહેણું લઇને ગઇ હોતહું વધું કશું વિચારી શકી નહોતી

બુકશેલ્ફ ફરી વ્યવસ્થિત થઇ ગઇ, હારબંધ, ચપોચપ ગોઠવાઈ ગયેલાં પુસ્તકો ખૂબ જ સરસ લાગતાં હતાં. ઘરના સર્વોત્તમ ખૂણે,અચાનક ફૂટેલો ખૂલેલો એ ભેદ, મારા હૈયાં સરસ ઊંડો ઊતરી, ધરબાઈ ગયો…

સમય વહેતો રહ્યો…જિંદગી ચાલતી રહી … કૈંક અટકીને કૈંક સાથેસાથે
છેક ગઇ રાત સુધી
ગઇ રાતે

— ધરા, આજે તું ખૂબ સુંદર લાગે છે! ખૂબ જ રોમેન્ટીક મૂડ હોય તેમ, મારા વાળમાં તેની આંગળીઓ ફરી રહી હતી, છતાં તેના અવાજમાં રહેલો સહેજ ઉશ્કેરાટ, તે ઇચ્છે તો પણ છૂપો રહી શકે તેમ નહોતો!

— “અરે, શું વિચાર છે, આજે ?” મારા ચહેરો પર રોમાંચ હતો, પણ હૈયું કોઇક અજ્ઞાત ભયથી કંપતું હતું.

— જો ધરા, ૨૨ માર્ચે આપણા લગ્નના દશ વષઁ પૂરા થશે. તું આવીને આવી, આપણે ફકત એક જ વાર ફરવા ગયા છીએ,મનાલી. ત્યાં પણ મારી તબિયત બગડેલી ને આપણે અડધો પ્રવાસ પડતો મૂકી પાછા આવી જવું પડેલું… ગોવા કે મહાબળેશ્વર…તું કહે ત્યાં જઈ આવીએ…જો તું તૈયાર થાય તો…

— બાપ રે! તેં તો મને ચોંકાવી જ દીધી!! જો તું લઇ જતો હોય તો હું કયાં ના કહેવાની હતીતેમાં વળી તૈયારી કેવી? હું અચંભિત તો હતી જ ! છતાં મારા શબ્દોમાં ઉત્સાહ, રોમાંચ અને આશ્ચર્ય બધું જ સખળડખળ હતું.

— તૈયારીમાં તો… તા..રે… સારું, તું એક કામ કર, મે ડૉ. ઉષાબેન પાસે મુલાકાત ગોઠવી દીધી છે, તું ફરી નવપલ્લવિત થઇ જા, આપણી મધુરજની સમયે હતી એવી!

— આવતી કાલે !? …હું હજી બે દિવસ પહેલાં તો એમને બતાવી આવી, તેમણે તો મને પંદર દિવસ પછી બોલાવી છે…મારી આંખમાં અચરજનું આભ ફાટ ફાટ થતું હતું!

— ધરા , એવું છે કે…આવા કામમાં જેમ વધારે દિવસ જાય તેમ જોખમ વધું!

— જોખમ! કેવું જોખમ?

–ધરા, એમટીપી જેટલું વહેલું કરાવીએ એટલું સારું! તારા માટે-! કહેતા જીભ થોથવાઈ જાય એવાં અઘરા શબ્દો તેણે ઠંડે કલેજે કહી દીધા!

–જય ,આ શું બોલે છે ?..બીજા સંતાનનો વિચાર હોય તો, અત્યારે લઇ લો…મમ્મીની તબિયત સારી છે એટલે…બે બાળકો વચ્ચેનો ગાળો પણ સચવાઈ જશે…બંને સાથે સાથે ઉછેર સહેલાઈથી થઇ જશે … ડો. ઉષાબેન એવું કહ્યું છે, એમ તો તું જ મને કહેતો હતો. તારા આગ્રહને કારણે તો મેં કોપર-ટી કઢાવેલી અને હવે તું જ મને…

–પ્લીઝ, ધરા! મને સમજવાની કોશિશ કર… આપણે ફરી વિચાર ન કરી શકીએ?

— શું ડોક્ટરે તને સોનોગ્રાફી રિપોર્ટનું રિઝલ્ટ …

— ધરા, તું ખોટી દિશામાં જઈ રહી છે…તને ખબર છે કે મને ગેરકાયદેસર અને ખોટા કામો પસંદ નથી…

–જય, તું કદાચ ભૂલી ગયો હશે, પણ મને યાદ છે…આંખોમાં આંખો મેળવી આપણે જોઇલું ફૂલગુલાબી છોકરીનું સ્વપ્નઆજના છોકરા તો સાવ વંઠેલ હોય છેલગ્ન કરે એટલે વહુનાપણ દિકરી હોય તેની રંગત કૈંક ઓર હોય છે તો સાસરે જાય તો પણ, સૂતી હોય પિયર તરફ મોં કરી ને… શું ફરક પડે આપણને, બીજું સંતાન પણ છોકરી હોય તો?… આ શબ્દો મારા નથી, તારા છે, જય… જેને હું આપણા ગણું છું

— તું આકરી થયાં વિના કૈંક… શાંતિથી…

— અરે! “લે – તૃપ્તિએ તારા માટે ધર બનાવેલું આમળાનું શરબત મોકલ્યું છે-” કહી જલદ જડીબુટ્ટી કોણ લઇ આવેલું? છોકરી જ હતી, ગઇ એ પણ! સૃષ્ટિનું નસીબ કદાચ સારું હશે તેથી બચી ગઇ…તૃપ્તિ, ભલે પરણી લંડન ગઇ હોય, પણ તારા કમનસીબે મને એની યાદ આવી ગઇ અને તેને ઘરે ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ આમળાનું શરબત શાનું હતું…!

— તેના સ્તબ્ધ ચહેરા પરની અકળામણ જોઇ, હું જરાય વિચલિત ન થઇ…

— અને એ આખી રાત કર્કશમય સંઘષઁ અને વિવાદમાં પુરી થઇ…

ના- હા-ના-હા…

— વિખવાદ, દલીલો અને પરસ્પર થતા આરોપ પ્રત્યારોપના દૌંર વચ્ચે પસાર થયેલી રાત મને દઝડતી રહી, પણ હું પહેલીવાર ચુપ ના રહી…જે મન કહેતું હતું, જે હૈયે વલોવાતું હતું એ બધું જ બેખોફ બબડતી રહી, બોલતી રહી… જયનો આક્રોશ ફાટી પડયો ત્યાં સુધી

***************

“– મમ્મી!.. મ-મ્મી! સાંભળતી કેમ નથી? મને ભૂખ લાગી છે…” મેં જોયું તો સૃષ્ટિ મારા પેટ પર તેના કોમળ, નાનકડા હાથથી હળવી ટપલી મારી મને ઢંઢોંળી રહી હતી…

— ના …ના.. બેટા! આવું ના થાય… મેં મારા પેટ આગળ હાથ આડો કરી, તેને પ્રેમથી વારી અને જેવો તેના માટે નાસ્તો લેવા ઊભી થવા ગઇ; કે ગઈકાલ રાતનો , મે ં બે વરસ પહેલાં જયને તેના જન્મ દિવસની ભેટ તરીકે આપેલો ચામડાના ખૂબસૂરત કમરપટ્ટાનો – ચમચમતો સળ, જોરથી કળતર કરી ઊઠ્યો! પણ હું ઊંહકારો કર્યા વિના, તેને અવગણતી- દઢતાથી અને મગરૂબીથી …પલંગ પરથી ઊભી થઇ ગઇ!

… ને ત્યારે મારા પેટના ગર્ભજલમાં, મારાં સમસ્ત અસ્તિત્વમાં એક મીઠી ઝણઝણાટી પ્રવેગિત કરતાં – અનેરાં કંપનો પ્રસ્ફુરિત થઇ ઊઠયા!!!

*************** ( પ્રકાશિત ઓપિનીયન )

નોંધ એક્પણ જાહેરખબર વિનાનું, ગુજરાતી માસિક ઓપિનિયનલંડનથી પ્રકાશિત થાય છે. જેના તંત્રી શ્રી વિપુલભાઈ  કલ્યાણી  છે.  વાચક મિત્રો ગુજરાતીલેક્સિકોન ની વેબસાઈટ પરથી નીચેની લિંક પર જઈઓપિનિયન ના વિવિધ અંક ડાઉનલોડ કરી શકો છો. જે પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.

http://www.gujaratilexicon.com/index.php?action=downloadOpinio

પ્રકરણ- ૩ “સ્પેશિયલ ટિપ”

———————————————————————————————————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તાસુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુરઆસિ.ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાંપોલીસકમિશનર મહેતાસાહેબની સૂચના મુજબત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોયછે. વિજય રાઘવન રસેશ ગોધાણીસાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતોહોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનીલિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગારશોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ,પુરાવા મેળવવા સ્થળ પર હાજરરહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાંત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયનાઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓનીઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે.ને ત્યાંતપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દિવાની ચીમનીનોકાચ મળેછે અને હનીફ સ્નિફર ડૉગ લઇઘટનાસ્થળેપહોંચે તે પહેલા માથુર તેના પોતીકીસૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્કથાય છે.ને પછી…. આગળ

————————————————————————————————————————-

(પ્રકરણ – ૧ લિફટમાં ખૂન )જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

(પ્રકરણ –  ૨ સિગારેટનો ટુકડો)જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

હવે ગતાંકથી આગળ.__

———————————————————————————

પ્રકરણ-સ્પેશિયલ ટિપ

ગજબની સ્ફૂર્તિનો સંચાર થયો હોય એમ તનાવમુક્ત માથુર ઝડપથી ઓરડા ને ખૂણે રહેલાં ડસ્ટબીન પાસે પહોંચ્યો…ડસ્ટબીન પાસે પહોંચી તેણે તેને ઊંચું કરી તેમાનો બધો કચરો બહાર ઠાલવી દીધો. બહાર ખુલ્લા કરેલાં કચરા ને તેણે કંઇક ઉત્સુકતા- અને ત્વરાથી ફેંદવા માંડ્યો. કૈંક શોધવા માટે. તેને કશુંક જોઈતું હતુંતે કદાચ ત્યાં નહોતું તેથી તે ક્ષણવાર માટે નિરાશ થયો…અને પછી ફરી પાછો મચી પડ્યો ત્યાં પડેલી ચીજવસ્તુઓના અને ફર્નિચરની બખોલમાં – તમામ આડાશોમાં. લગભગ અને અડધો કલાકમાં તો તેણેતો તેણે ઓરડાના દરેક ખૂણાઓ ફેંદી નાંખ્યાં.

સહસા ટી.વી શૉ-કેસ પાછળના ભાગમાં હાથ ફેરવતા ફેરવતા તેની આંખમાં સહેજ ચમક આવી…

ત્યાંથી તેને એક પ્લાસ્ટિકનીકોથળી મળી અને તેણે જ્યારે એ કોથળી હાથમાં લઇ એક નજર નાંખી ત્યારે તેની આંખમાં એ ચમકારો પહેલો પગાર હાથમાં આવતા ઉત્સાહિત કોઇ નવયુવાનની આંખની ચમકથી જરાયકમ નહોતો.

એ કોથળીમાં પેલા ચીમનીના કાચનાં અસંખ્ય ટુકડા અને એક દિવાસળીનું બોક્સ હતું!એ ટુકડાઓ પણ કાળા હતાં મેશવાળા! મતલબ કે પેલો હાથ આવેલો કાચનો ટુકડો કદાચ આ જ ચીમનીનો હોઇ શકે…એનો અર્થ સાફ હતો કે જો એમ જ હોય તો આ પ્લાસ્ટિક બૅગ કોઇક અહિ સંતાડેલી હોવી જોઇએ.

તેણે એક પેપર ઉપર એ કોથળીમાંની તમામવસ્તુઓ બહાર ઠાલવી ત્યારે તે વધુ ચોંક્યો એ કાચના ટુકડાઓ અને દિવાસળીના એ બોક્સ ઉપર લોહીનાં ટીપા પડેલાં હતા! એટલું જ નહિ પણ એ બધામાં બીજી પણ એક અગત્યની વસ્તુ મળી આવી- પેલી આઠમી સિગારેટનો ટુકડો! માથુરએ ધ્યાનથી જોયું તો એ સિગારેટ અધકચરી સળગેલી હતી, શક્ય હતું કે વિજય રાઘવનએ તેના એક બે ઘૂંટ જ ભર્યા હોય!

માથુરએ ફરી બધું સાચવીને એ તમામ પૂરાવા ફરી પેલી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દીધું; અને ત્યાં ઊભેલા ઈન્સ્પેક્ટર ખન્ના હાથમાં પકડાવી દીધું,ખન્ના,લે! હું જાઉં ત્યારે મને અથવા સોનીને આપી દેજે. બીજા કોઈના હાથમાં ના આપતો.” – કહી ફરી તેણે આંખ બંધ કરી અનુમાનોના ગૂંચળા ઉકેલવા માંડ્યા.

કદાચ પાંચેક મિનિટથી વધારે સમય થયો નહોતો ને અચાનક ત્યાં ઊભેલા સૌ કોઈને ચોંકાવી દીધા!..કશુંક યાદ આવી ગયું હોય એમ વાંકા વળી જમીન સૂંઘવા માંડી હતી! જાણે સ્નિફર ડોગ જ જોઇ લો!બિચારો ખન્ના તેની આ હરકત ને સમજે ના સમજે તે પહેલાં તો તે ઝડપભેર ઊભો થઇ ગયોઅને જ્યારે તે ઊભો થયો ત્યારે તેના ચહેરા પર કૈંક અજબનો સંતોષ છલકતો હતો.!

ઇશારો કરી તેણેઈન્સ્પેક્ટર ખન્નાને પાસે બોલાવ્યો અને ધીરેથી કાનમાં કશુંક કહ્યું,યસ, સર ! કહેતાક ઈન્સ્પેક્ટર ખન્ના ત્યાંથી પેલી પ્લાસ્ટિકની કોથળી લઇ ચૂપચાપ બહાર નીકળી ગયા.

માથુર સર! આ લો ! તમારી વધારે દૂધની ચા! મેં જાતે ઊભા રહી તૈયાર કરાવી છે. ચા લેવા માટે ગયેલા મિ.શર્મા ત્યાં તો ચા લઇ આવી પહોંચ્યા.

આઇ એમ સૉરી મિ.શર્મા! હવે મારો ચા નો મૂડ નથી.! કહી તેણેમિ.શર્મા લગભગ ચોંકાવીદીધા!

એટલામાં તો બીજા રૂમમાંથી બહાર આવી રહેલાં ઈન્સ્પેક્ટર સોની માથુર પાસે આવી પહોંચ્યા.પોતાના હાથમાં રહેલી વિજય રાધવનની અંગત ડાયરી ફરી માથુર ના હાથમાં પકડાવતાં અત્યંત ધીમા સ્વરેતેણે કહ્યું ,“ સર! વીથ સ્પેશ્યિયલ ટિપ!! અને પછી બાઘાની જેમ બંનેને જોઇ રહેલાં મિ.શર્મા તરફ ફરતા બોલ્યો,“ચાલો! મિ.શર્મા હું તમને કંપની આપું! મારો તો સખત મૂડ છે! પછી મિ.શર્મા પાસે પહોંચી સહેજ કટાક્ષમાં બોલ્યો,મિ.શર્મા! ખોટું ના લગાડશો આ ખોપડી જરા ચસકેલ છે મારું તો કૈં કેટલીય વારઆવી રીતે પૈસાનું પાણી થયું છે…શું કરીએ પાણીમાંરહી મગર સાથે વેર થોડું બંધાઈ !તમારી ચા હું બગડવા નહિ દઉં. પણ અહિંયા નહિ, એક કામ કરીએ આપણે તમારા ઘરે બેસીએ એ બહાને જરા અહિથી છૂટકારો …તમે સમજી શકો છો મિ.શર્મા !”

કદાચ તે સમજી ગયો હતો કે માથુરને મિ.શર્મા અહિ ઊભા રહે તે ગમતું નહોતું…ને કૈંક ગૂંચવાયેલા મિ.શર્મા ઈન્સ્પેક્ટર સોનીની સાથે થયા.

ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા જતાં માથુર સોનીએ વીથ સ્પેશ્યિયલ ટિપ કહી આપેલી વિજયની ડાયરી લઇ ફરી આરામ ખુરશીમાં જમાવ્યું. ઈન્સ્પેક્ટર સોની બહાર દેખાતા મૂકેલી કાગળનાં ટૅગ હટાવી જોયું_ એક કાગળની ચબરખી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ”

માથુર ફરી ડાયરીના પાનાં ઉથલાવવા માંડ્યો. તેણે જોયું કે વિજય રાઘવનએ પોતાની અંગત ડાયરી ખૂબ જ નિયમિત લખી હતી…કે જેમાં તમામ મુલાકાત, અગત્યના સંપર્ક, ખર્ચની વિગતો, આવશ્યક એવા ફોન નંબર, પરચૂરણ નોંધ અને અન્ય ખાનગી લેવડ-દેવડ પણ તેકૈંક સાંકેતિક ભાષામાં હતીએમ તમામ વિગત ટપકાવેલી હતી! એક પણ દિવસ ચૂકયા વિનાં1 આશ્ચર્યજનક રીતે તેમાં ૨૦-૨૧ ડિસેમ્બરનું પાનું નહોતું!! કોઇક જાણભેદુએ ફાડ્યું હશે કે પછી વિજયએ જાતે જ….! માથુર દિમાગ ફરી ચકરાવે ચઢ્યું ક્યાંય સુધી! અંતે મનોમન કંઇક નિષ્કર્ષ પહોંચ્યું!

મારો બેટો સોની ક્યારેક તો સાચે જ કમાલ કરી નાંખે છે અને આ વખતે પણ તેણે આપેલી ટિપ ખરેખર સ્પેશિયલ પૂરવાર થાય તો– !તો તો મારી ઘણી બધી મહેનત ઓછી થઇ જશે..અને ગુનેગાર જેલના સળિયા પાછળ હશે!.આરામખુરશીમાંથી ઊભા થતાં તે હળવેથી બબડ્યો…અને ફરી પેલી બારીની ગ્રિલ પાસે આવી ઊભો રહ્યો.

ત્યાં તો ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા આવી પહોંચ્યા.

માફ કરજોમિ.શર્મા! હું આપને ખૂબ તકલીફ આપી રહ્યો છુ…પણ શું કરીએઅમારી નોકરી જ એવી છે. તમને તો ખબર જ છે કેઅમારે સતત ઉપરથી આવતા જાત જાતનાં દબાણ વચ્ચે કામ કરવું પડે છે. અરે! આ તમારો જ કેસ લો ને! મહેતા સાહેબએ મને એવો રેચ આપ્યો છે કે ના પૂછો વાત! મિ.શર્મા! મારા લંગોટિયા યાર છે…તેની બીજી ફરિયાદ આવવી ના જોઇએ. બોલો સાચી વાત કે નહિ ? તેથી જ અમારો પોલીસ વિભાગનો મોટાભાગનો સ્ટાફ તનાવમાં રહે છેઅને_”

ચિંતા ના કરો માથુર સર ! આ તો મારી ફરજ છે એમાં તકલીફનો સવાલ જ નથી. મિ.શર્માએ માથુરને વચ્ચેથી અટકાવતાં કહ્યું.

“ ઓ. કે  ચાલો ! આપણે પેલાં ‘એસ.એસ.એસ’ ના ચોકીદાર પવારને મળી લઇએ!” કહી માથુરએ તક ઝડપી લીધી.


—-*—–

( ક્રમશઃ )

————————————————————————————————————————-

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૦૫/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૪ પ્રકાશિત થશે. )

(પ્રકરણ – ૧ લિફટમાં ખૂન )જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

(પ્રકરણ –  ૨ સિગારેટનો ટુકડો)જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

===========================================================================================================

શુભકામના

 MAY THE LIGHT OF HAPPINESS, LIGHT UP YOUR LIFE.

 THIS DIWALI BE THE MOST SPARKLING AND LIGHTENING.

THE SIGHTS AND SOUNDS FILLING UP YOUR HEART WITH JOY AND HAPPINESS.

WISHING A HAPPY DIWALI AND A VERY HAPPY, PROSPEROUS AND PEACEFUL NEW YEAR….

TO ALL MY BLOGGERS AND READERS FRIEND OF GUJARATI BLOG WORLD. 

WITH WARM WISHES

KAMLESH PATEL

 

ગુજરાતી બ્લૉગ જગતના તમામ બ્લૉગર્સ અને સૌ વાચક મિત્રોને  ને નવા વર્ષની હાર્દિક શુભકામના..

કમલેશ પટેલ

એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!


એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!

તા. ૨૨/૦૬/૨૦૦૮ , રવિવાર અને બપોરે લગભગ બે વાગ્યા હશે. હું મારી પત્ની મીના સાથે નવસારીથી પથારીવશ મામાની ખબર જોઈ ઍક્ટિવા ઉપર સુરત ઘરે પાછો ફરી રહ્યો હતો. હું ખરેખર ખૂબ હળવા મૂડમાં હતો…” આવતા મહિને હું તને ઉભરાટ આ ઍક્ટિવા પર જ લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ…”તે પણ હસતી હતી, પણ હકીકત સમજીને ! તે પણ શીખી ગઈ છે મારી સાથે ઍડજસ્ટમેંટ કરતાં!! કારણકે નેનો લાવવાનું વિચારેલું પણ બીજી તરફ ઘર પણ રિનોવેશન કરાવવાનું માથે ઊભું છે..તેથી ઍક્ટિવા સિવાય છૂટકો નહોતો!

નવસારી કસ્બા પાસે આવી વાતચીત કરતા કરતા અમે સહેજ જ આગળ ગયા હોઈશું ને ત્યાં તો __

અચાનક આગળ ઊભેલી એક ફિયાટકારનો દરવાજો ખૂલે છે , બરાબર ડાબી તરફના રોડ ઉપર ! સો ટકા – પૂરેપૂરો ૯૦ ડિગ્રીએ!

– “કાકા શું કરો છો ?” મારી પત્ની એક જોરદાર ચીસ પાડી ઊઠે છે !

પેલા કાકા પણ ક્દાચ કોઇક અણકહી મથામણમાં હશે !

હું , મને મારી પત્નીને અને ઍક્ટિવા ત્રણેયને પેલા અચાનક ખૂલેલાં દરવાજાથી બચાવવાનો એક મરણીયો પ્રયાસ કરું છું… પણ બધું જ વ્યર્થ !

બીજી જ ક્ષણે હું રોડ વચ્ચે મને અસહાયપણે ઍક્ટિવા નીચે દબાયેલા મારા તૂટેલા પગ સાથે જોઉ છું . પત્ની મીના પણ ઈજા સાથે બીજી તરફ ફેંકાઈ ગઈ હતી… અને ઍક્ટિવા પણ અમારી જેમ જ ઈજાગ્રસ્ત હતું. અને સાચી વાત કહું તો હું તે ક્ષણે ગભરાઈ જ ગયેલો. વિચારો પિસ્તોલમાંથી છૂટેલી ગોળીની જેમ વછૂટયા __”  … મીના ક્યાં છે? સાંજે દિકરો મંથન ૧૨ સાયન્સના કૅમેસ્ટ્રીના ટ્યુશનમાં કેવી રીતે જશે? હું ઘરે કેવી રીતે પહોંચીશ? તૂટેલા પગનું ઑપરેશન નક્કી જ હતું તે ક્યાં કરાવીશ? નોકરી,સારવારનો ખર્ચ, રજા,ઘર રિનોવેશન, અને બા … બા ને કેવી રીતે સંદેશો આપીશ?… વિચારો જરાય અટકવાનું નામ નહોતા લેતા …

પણ સાચું કહું તો હું ફક્ત માંડ પાંચ મિનિટ એક્લો હોઈશ . તે દિવસે ઘટના સ્થળે બીજી જ મિનિટે રોડ પર જતાં આવતાં વાહનો થંભી જાય છે આસપાસના કસ્બાગામના લોકો , રાહદારીઓ ,વાહન ચાલકો વિ. સૌ મારા સ્વજનોની જેમ યુધ્ધના ધોરણે કામે લાગે છે. કોઇ પાણી લાવે છે ,કોઇ મને ઉંચકી મને મારી પત્ની સાથે બેસાડે છે, કોઈ રિક્શા બોલાવે છે, તો કોઈ મારુ વાહન સામેના બંગલા પાસે સુરક્ષિત મૂકી આવે છે ,તો કોઈ ભાગી છૂટેલા પેલા કાકાની ગાડીનો નંબર નોંધી આપે છે. રોડ ઉપર વેરવિખેર મારી એક્કેય વસ્તુ ચોરાતી નથી! એક વાહન ચાલક પોતાની કારમાં તેના સ્વજનને રોડ પર ઉતારી અમને હોસ્પિટલ લઈ જવા તૈયાર હતા કે ૧૦૮ ઍમ્બ્યુલન્સ આવી જાય છે !! ફોન ઉપર સંપર્ક કરતાં જ, અગત્યના સામાજિક કામમાં વ્યસ્ત હોવા છતાં લગભગ ૧૭૦૦૦ ઑર્થોપેડીક ઑપરેશનમાં આસીસ્ટ કરનાર, મિત્ર શ્રી વિનોદભાઈ તાત્કાલિક નવસારી ડૉ.મુકેશ પરમારને ફોન કરી સારવારની ગોઠવણ કરે છે (તમને ખાનગીમાં કહી દઉં કે વિનોદભાઈ હું જે બ્રાયનની વાત કરવાનો છું તેના ખાસ સંબંધી છે-ક્યારેક ના કરે નારાયણ ને કોઈક ઑર્થોપેડીક કેસ જેવું જણાય તો પહોંચી જજો ઉધના ત્રિશૂલ પાસે! દાવા સાથે કહું છું મારું નામ આપવાની પણ જરૂર નથી!)… કુસુમભાભી,બેલાભાભી, જિતેન્દ્ર સાથે અન્ય સ્વજનો પણ પહોંચે છે અને અમે નવસારીમાં પ્રાથમિક સારવાર લઈ સુરત શિફ્ટ થઈએ છીએ…

ત્યારથી લઈ આજ દિન સુધી ચાર મહિનાની સારવાર બાદ હું નાના બાળકોની જેમ પા પા પગલી ભરતાં શીખી રહ્યો છું..

અને આજથી શરૂ થતાં નૂતન વર્ષમાં હું ચાલતો થઈ જઈશ…

મને અને મારી પત્નીને એ સંકટની ઘડીમાં મદદ કરનારા એ તમામ અજાણ્યા હાથોનો હું સદૈવ ઋણી રહીશ કે જેઓ બ્રાયન ઍન્ડરસનની લાગણીની સાંકળની કડીઓ જેવા હતા!

મિત્રો ! શું તમને ખબર છે આ બ્રાયન કોણ છે ? નથી જાણતા ! હું પણ નહોતો જાણતો ! અને તમે પણ જો ના જાણતા તો તમને જણાવી દઉં.

મારા મિત્ર રવિ ગુલાટીનો મારા ઉપર તા. ૨૩/૧૦/૨૦૦૮ના રોજ એક ઈ-મેઇલ આવે છે. એ ઈ-મેઇલનું વાર્તાતત્વ મને ગમ્યું… કે જેમાં આ બ્રાયન ઍન્ડરસનની વાત છે !

એક કડકડતી ઠંડી સાંજે, પોતાની મર્સીડીઝમાં ગાડીનું ટાયર પંક્ચર થવાથી , એક વૃધ્ધ સ્ત્રી લાંબા સમયથી રોડ સાઈડ પર , મદદની આશાએ ભય અને ઠંડીથી થરથર ધ્રુજતી ઊભી હતી. તેને આમ ઊભેલી જોઈ તે કદાચ મુશ્કેલીમાં હશે એવું વિચારી, એક વ્યક્તિ પોતાની ખખડધજ ગાડી ઊભી રાખે છે. એ વ્યક્તિનું નામ બ્રાયન એંડરસન છે. મદદ કરવાના શુભ હેતુથી તે પોતાની ગાડીમાંથી ઉતરે છે અને તેણી પાસે જાય છે. એ વૃધ્ધ સ્ત્રીને બ્રાયનના દિદાર પરથી, તે ગરીબ _ ચોર ઉઠાવગીર જેવો લાગે છે. વૃધ્ધા ગભરાઈ છે ;કારણકે છેલ્લા એક કલાકથી એક પણ ગાડીવાન તેની મદદ માટે ઊભી રહયો નહોતો. બ્રાયન પાસે આવીને જુએ છે કે તેણીની ગાડીનું ટાયર પંક્ચર છે.બ્રાયન થોડીવારમાં એ વૃધ્ધાની ગાડીનું ટાયર બદલી કાઢે છે અને તેમ કરવા જતા તેને થોડી ઈજા થાય છે અને તેના કપડાં પણ ગંદા થાય છે.

પેલી વૃધ્ધાને ત્યાં સુધીમાં બ્રાયન પર કૈંક વિશ્વાસ બેસે છે અને તે બ્રાયનનો મદદ માટે આભાર માને છે. એ વૃધ્ધાને ખબર હતી કે જો બ્રાયનએ, તેને મદદના કરી હોત તો તે કદાચ ભયાનક મુસીબતમાં ફસાઈ ગઈ હોત; અને તેથી એ વૃધ્ધા બ્રાયનના એ અહેસાનનું ઋણ ચૂકવવા તેને મોં માંગી રકમ આપવા તૈયાર થાય છે.

આજીવન જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવનાથી ,આ રીતે જ સેવા કરનાર બ્રાયન, એ વૃધ્ધાના આ શબ્દો સાંભળી, સહેજ હસીને પછી જણાવે કે જો તેઓ ખરેખર તેને મદદ કરવા માગતા હોય, તો તેઓ જ્યારે પણ, જ્યાં પણ, કોઈ જરૂરિયાત મંદને જુએ, ત્યારે પોતે બ્રાયનનું ઋણ ચૂકવી રહી છું એવી મનોમનની એક ભાવના સાથે તેને અચૂક મદદ કરે .

વૃધ્ધા બ્રાયનને અહોભાવથી જોઈ રહે છે. બ્રાયન,વૃધ્ધા ગાડી ચાલુ કરી ત્યાંથી રવાના થાય છે , પછી જ એ સ્થળેથી ઘરે જવા રવાના થાય છે …ત્યારે સંધ્યાકાળની હાડ તોડી નાંખતી ઠંડી અને દિવસભરના તનાવ વચ્ચે પણ તેને હૈયે અદકેરો અવર્ણનીય આનંદ હતો .

આ તરફ ઘર તરફ રવાના થયેલી વૃધ્ધા રસ્તામાં, ઘર તરફ ના અંતિમ દૌરનો પ્રવાસ શરૂ થતા પહેલા નાનકડો વિરામ લઇ લેવા વિચાર છે; જેથી થાક અને ઠંડીથી તેને છૂટકારો મળે. આમ, વિચારી તે નાનકડા પેટ્રોલ પંપ પાસે આવેલા ,એક કૉફી શૉપ પાસે તેની ગાડી ઊભી રાખે છે .

વૃધ્ધા અંદર જાય છે. તેના આશ્ચર્ય વચ્ચે એક લેડી વેઈટ્રેસ સસ્મિત તેની પાસે આવે છે અને તેના હાથમાં વૃધ્ધાના ભીના વાળ સાફ કરવા માટે નેપકિન હોય છે. વૃધ્ધાએ જોયું કે કદાચ આઠેક માસની સગર્ભા હતી અને તે છતાં તેના એ જાદુઈ સ્મિતમાં એક એક અજબની તાજગી અને પોતીકપણું હ્તું . એના વર્તનમાં ક્યાંય ઠેહરાવ નહોતો, એક નિર્ભેળ, નિર્મળ, નિર્ઝરિણી શી એ ! જે કોઈ અજનબીને અજનબીપણાનો લગીરેય અહેસાસ થવા ના દે . એનો પ્રેમ અને લાગણી તરબતર વહેવાર વૃધ્ધાનો થાક ઉતારી નાંખવા પૂરતા હતાં .

–અને ત્યારે અચાનક વૃધ્ધાને સ્વાભાવિક જ બ્રાયન યાદ આવી જાય છે !

પોતાનો ચા-નાસ્તો પતાવી વૃધ્ધા એ વેઈટ્રેસને ૧૦૦/- ડૉલર આપે છે . વેઈટ્રેસ જ્યારે છૂટા લઈ પરત વૃધ્ધાના ટેબલ પર આવે છે ત્યારે તે ત્યાંથી જઈ ચૂકી હોય છે. લેડી વેઈટ્રેસના આશ્ચર્ચ વચ્ચે તેને ટેબલ પરથી કૈંક લખેલો એક નેપકીન મળે છે…અને જ્યારે તે એ વાંચે છે ત્યારે તેણીની આંખો સજળ થઈ જાય છે. .. તેમાં લખ્યું હોય છે , ” તું મારી ઋણી નથી . કોઇકે મને જે રીતે મદદ કરી છે હું તને એ રીતે જ મદદ કરી રહી છું. અને જો તું મારૂં આ ઋણ ચૂકવવા ઈરછે તો આ પ્રેમનો તંતુ ; આ લાગણીની સાંકળની કડી _અહિથી આગળ ક્યારેય તૂટી ના જાય તે માટે , મારી જેમ જ અન્ય કોઈને તું પણ મદદ કરજે!

આ નેપકીન સાથે હોય છે બીજા ૪૦૦/- ડૉલર !!!. લેડી વેઈટ્રેસ પોતાના કૉફી શૉપ પરની દિનચર્યા પૂરી કરી રાત્રે ઘરે જાય છે. ઘરનાં પગથિયાં ચઢતાં ચઢતાં તેને એ નથી સમજાતું કે આવતે મહિને પોતાની ડિલીવરી થવાની હોવાથી પોતે અને તેના પતિ કેટલી અને કેવી નાણા ભીડ અનુભવી રહ્યા હતા ; બાબતનો ખ્યાલ પેલી વૃધ્ધાને કેવી રીતે આવ્યો !! ….સાચે જ, નહિતર ખરેખર તેઓની હાલત ખરેખર કફોડી થઈ જાત.

આજ વાત વિચારી તેનો પતિ પણ કેટલો ચિંતાતુર હશે_ તેને ખબર હતી. તે રાત્રે પથારીમાં સૂતેલા પોતાના પતિ ના કપાળ પર લાગણીભીનો હાથ ફેરવતા ફેરવતા , એક પ્રેમભીનું ચુંબન તેના કપાળ ઉપર કરતા , તે હળવેથી બોલી ,” ચિંતા ના કરીશ!! વ્હાલા, બ્રાયન !! સૌ સારા વાના થશે.! !

મિત્રો! આ છે બ્રાયન એન્ડરસન ! શું તેણે ખરેખર ચિંતા કરવાની જરૂર હતી ખરી ?

સેલ્યુટ ! બ્રાયન !

ચાલો ! આજ ના આ નૂતન વર્ષમાં આપણે સૌ એક નિર્ધાર કરીએ ! —

મુશ્કેલીમાં પડેલા અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાના અડગ નિઃશ્ચ્ય સાથે !!

ફરી એકવાર સલામ એ તમામ બ્રાયન ઍન્ડરસનને !! કે જેમણે મને મદદ કરી અને બીજા જાણ્યા અજાણ્યા અનેક હશે કે જેઓ અન્યને આ રીતે મદદ કરી હશે કે રહ્યાં હશે !!

એજ છે જીવનનું સબરસ … નવા વર્ષની વહેલી સવારે પડતી સબરસ વેચવા નીકળેલા ફેરિયાની બૂમ સાંભળી છે ને .. સબરસ લેવાના ..સબરસ !!

આ એક એવું સબરસ છે જેમાં લાભ અને બરકત બંને છે માટે આપણે મદદ ખુલ્લા દિલે લોકોને વહેંચતા જઈશું કદાચ લાભ થાય અને બરકત જ બરકત છે.!

Don’t let this chain of love end with you !!

પ્રકરણ-૨ સિગારેટનો ટુકડો (રહસ્યકથા )

વહી ગયેલી વાર્તા સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે ને પછી…. આગળ

વધારે વાંચો …

છેતરપિંડી

શું તમે તમારા ઓરિજનલ ફોટો આઇ-ડી અને ઍડ્રેસના પુરાવા કોઈને આપ્યા છે ?.. જો આપ્યા હોય તો વાંચો આ સત્ય હકીકત!!

એક દિવસ એક સાદિક નામના જુવાન છોકરો ઑફિસે આવે છે. તે દિવસે શનિવાર હતો. તે મારા ભાણેજને મળે છે, અને એક મોબાઇલ લેવાની વાત કરે છે. મારો ભાણેજ રાકેશ મને ફોન કરે છે…” મામા, સાદિક્ભાઈ આવ્યા છે_ પેલા રિલાયન્સનું બૉર્ડ અને જાહેરાતનો સામાન લઈને આવેલા તે… તેમને બીજી વ્યક્તિના નામે મોબાઇલ જોઈએ છે.”

ડૉક્યુમેન્ટ કોના નામે છે?” મારાથી આદતવશ પૂછાય જાય છે

કોઈક મહેશ ઠક્કર ના નામે છે.”

મહેશભાઈ નથી આવ્યા?”

ના! પણ તેમનો ફોટો, ફોટો આઈ-કાર્ડ અને અડ્રેસપ્રૂફ છે.”

તે ચેક કરી લીધું? ઓરિજનલ સાથે બરાબર મળે છે ખરું? ”

હા, મામા! બધું બરાબર છે.”

સારું તું સાદિકને આપ”__

હલ્લો સરજી! પ૦૧વાલા એક મોબાઇલ ચાહિયે થા.”

દેખો સાદિક મેં જો આદમી કો ફોન લેના હૈ ઉસે દેખે બિના ફોન નહિ દેતા…સામ કો હમ મિલતે હૈ…આપ મહેશભાઈ કો લેકે આ જાઈએ ઔર ઉનસે ફૉર્મ સાઇન કરવાને ફોન લે જાઈએ.” મેં તેને ટાળવા કહ્યું.

ક્યા સરજી! આપ ભી હૈ ના, ચાર મહિને સે મેં કઈ બાર આપકી દુકાનપે આયા હઁ. મારી ઍડ એજન્સી કે વિકાસભાઈ કો ભી તો આપ જાનતે હો…મેં આજ શાદિમેં બોમ્બે જા રહા હઁ, કલ મહેશભાઈ કો લેકે આ જાતા હઁ. ઔર મેં પરસો ભી તો એક ફોન રફિકે નામ સે ઉસકો સાથ લા કે લેકે ગયા થા.”

તેની દલીલ સાંભળી હું તેને પીગળી ગયો.

મારો સ્વભાવ મોબાઈલના કામકાજમાં રહેલાં ભયસ્થાનોને કારણે શંકાશીલ હતો…અને હું કોઈ ચાન્સ લેવા નહોતો માંગતો.

બીજે દિવસે રવિવાર હોવાથી અને સામાજિક કારણોસર હું સાદિકે આપેલાં દસ્તાવેજી પૂરાવા જોઈ શક્યો નહિ. સોમવારે ત્રણેક વાગ્યે, હું એ પૂરાવા કંપનીમાં જમા કરાવતાં પહેલાં ચકાસવા બેઠો. મહેશભાઈનો ફોટો, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ટેલીફોન બીલ હતું. બીજું બધું તો બરાબર હતું પણ મને ટેલીફોનના બીલના નામ ઍડ્રેસના ખાનામાં છપાયેલ ફૉન્ટ, જે અદ્દલ મૂળ જેવા જ હતાં, ત્યાં ઝેરોક્ષમાં પાતળો કાળો ધબ્બો દેખાયો! અને મને થયું લઉં જરા મહેશભાઈને રૂબરૂ મળી વૅરિફીકેશન કરી લઉં. હું તો પહોંચ્યો મહેશભાઈના ઘરે.

હા! મહેશ મારો દિકરો જ છે પણ તે આ ઍડ્રેસ પર નહિ. અડાજણ રહે છે. તેનો જનરલ સ્ટોર ચાલે છે.” તેના પપ્પાએ મને ચોંકાવતા કહ્યું.

મારો સ્વભાવ મોબાઈલના કામકાજમાં રહેલાં ઘણા બધાં ભયસ્થાનોને કારણે શંકાશીલ હતો…અને હું કોઈ ચાન્સ લેવા નહોતો માંગતો. ને હું મહેશભાઈનું નવું સરનામું લઈ અડાજણ પહોંચ્યો. પૂરાવામાં આપેલા ફોટાવાળી વ્યક્તિને સામે જોતાં મને સહેજ નિરાંત થઈ; પણ એ હાશલાંબી ટકી નહિ_ ” મેં કોઈ મોબાઇલ લીધો નથી!” તેમણે મને ચોંકાવ્યો!

આ લાઈસન્સ અને ટેલીફોન બીલ તો તમારું જ છે ને? ”

લાઈસન્સ મારું છે. પણ આ ટેલીફોન બીલ મારું નથી મારો ફોન નંબર નથી.”

મારા ટાંટિયા ધ્રૂજી ગયા. હવે…? કારણકે સાદિકે કોઈક બીજાના ટેલિફોન બીલમાં નામ ઍડ્રેસ મહેશભાઈનું ચોંટાડી પછી તેની ઝેરોક્ષ કઢાવી હતી. કનેકશન અને કમિશનની લ્હાયમાં ડીલર જો ભૂલ કરે તો ગયા કામથી…જે મારાં કિસ્સામાં થયું હતું, મારા ભાણેજ બિચારાં એમ કે હું મામાને કનેકશન આપું! ને તેમાં છેતરાયા હતા.

પણ રસ્તો કાઢવાનો જ હતો. અમે બંને ફસાયા હતાં…

થોડું વિચારી મેં મહેશભાઈને ફરી પ્રશ્ન કર્યો_” તમે સાદિકને ઓળખો છો.? તમારા ડૉક્યુમેન્ટ તેની પાસે કેવી રીતે પહોંચ્યા.?”

હા! તે મને અહિ મારી દુકાન પર જ મળેલો. ગણપતિ વિસર્જન સમયે ત્રીજા ઘરે એક બહેન રહે છે તેમને ત્યાં આવેલો. મારું આગળના રિમ મોબાઈલનું બીલ વધારે આવેલું તે બહેનને ખબર હતી. તે મને મળવા લઈ આવ્યા. તેણે મારાં આગલા ફોનનું બીલ વૅવીયર કરાવી આપેલું કહી મારી પાસે ચાર ફોટા, મારું ઓરિજનલ ડ્રાઈવિંગ લાઈસન્સ અને ૯૯૦/- રૂપિયા લઈ ગયેલો.”

તમને બીલ વૅવીયરની રસીદ આપી ગયો હશે.?”

હા! તેનો મોબાઇલ નંબર પણ મારી પાસે છે.” કહી તેમણે ખાનાં માંથી રસીદ કાઢી તે રિલાયન્સનાં કસ્ટમર ઍપ્લિકેશન ફોર્મનું (CAF) અડધિયૂં હતું જે રિલાયન્સનાં તમામ એજન્ટ પાસે સહેલાઈથી ઉપલબ્ધ રહેતું હતું…મને મહેશભાઈના ૯૯૦/-ના લાગેલા ચૂના કરતાં મેં પેલા  મોબાઈલના બીલની ચિંતા હતી. મેં મહેશભાઈને સાદિકને ફોન લગાવવા કહ્યું. મહેશભાઈએ ફોન લગાડ્યો તે સાદિકના બૉસનો હતો…” સાદિક કો હમને નિકાલ દિયા હૈ…ઉસને ડેઢ લાખ કા મેરે ફોન સે કૉલ કિયા થા” …સામેથી જવાબ મળતાં મહેશભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા!

મેં મહેશભાઈને ચિંતા ના કરવાનું જણાવી મારી દુકાનેથી સાદિકે લીધેલ નંબર પર કૉલ કર્યો…અને મારી વાતચીત દરમિયાન તેમને ચૂપ રહેવા જણાવ્યું.

હલ્લો સરજી! બોલો કૈસે યાદ કિયા?”

હાય સાદિક કૈસે હો?”

યાર સાદિક આપ વો મહેશભાઈ કો લે કે આને વાલે થે, ફિર આપ તો આયે હિ નહિ!”

સરજી ક્યા હૈ કિ મેરી તબિયત ઠીક નહિ હૈ. દો દિન સે બુખાર આ રહા હૈ.. ઔર મહેશભાઈ આજ બોમ્બે ગયે હૈ કલ આતેં હી મેં ઉનકો લે કે આ જાઉંગા.” મેં મહેશભાઈ સામે જોતા કહ્યું” ક્યા મહેશભાઈ બોમ્બે ગયે હુયે હૈ? ઠીક હૈ ..” _”..યાર સાદિક બાત યે હૈ કિ, મુઝે આજ સામ આઠ બજે સે પહેલે આપકે ફોન કા ડૉક્યુમેન્ટ જમા કરવાને હૈ વર્ના આપકા યે નંબર બંધ હો જાયેગા. તો હો શકે તો કિસી ઔર કે ડૉક્યુમેન્ટ દે દો ઔર નંબર ચાલુ રખો!” હવે મારે જાળ નાંખવી પડી.

સરજી કલ હોગા તો નહિ ચલેંગા”

નહિ”

તો ઐસા કરો આપ મહાવીર હૉસ્પિટલ કે પાસ વાલે જ્યુસ સેન્ટર પે આ જાયેં મેં કિસી ઔર કે ડૉક્યુમેન્ટ આપકો દેતા હઁ”

મેં મહેશભાઈને મારી સાથે આવવા કહ્યું. અમે બંને મહાવીર હોસ્પિટલની ગલીના નાકે પહોંચ્યા ત્યારે મેં મહેશભાઈને મારા પછી દશ મિનિટ પછી ગલીમાં દાખલ થવા કહ્યું. હું નક્કી કરેલા સ્થળ પર ગયો ત્યાં સાદિક નહોતો. મેં તેને ફોન કરવા માટે મારો મોબાઇલ કાઢ્યો. ત્યાં તો નક્કી કરેલા સ્થળથી સહેજ આગળની દુકાન પરથી બૂમ પડી _”સરજી! મેં યહાઁ હૂઁ” તે તેની બાઇક ઉપર પગ પર પગ ચઢાવી બેઠો હતો.

એ સર કે લિયે ઠંડા લા…ચીઝ પિઝા ચલેંગા ના?” હું તેની પાસે પહોંચ્યો કે તેણે દુકાનમાં ઓર્ડર આપ્યો.

નહિ, મેં અભી ખાના ખાકે નિકલા હૂં …આપ મુઝે વો કિસી ઔર કા ડૉક્યુમેન્ટ દે કે વેરિફિકેશન કરવા લિજયે મેં આજ હી જમા કરવા દેતાં હૂં ક્યોંકિ આજ આખરી દિન હૈ” મેં મૂળ વાત પર આવતા કહ્યું.

ઐસા હૈ મેરે પાસ પેપર્સ તો હૈ લેકિન જો લડકા હૈ વો સામ કો સાત કો આયેગા…એ ચીઝ પિઝા હૂઆ કિ નહિ? ” તેણે પેલાં દુકાનવાળાને કહ્યું.

પેલાં હા કહી અને સાદિકે તેની બાઇક પર બેઠા બેઠા પિઝા લેવા હાથ લંબાવ્યો…ને તકની રાહ જોઈ તેના શર્ટના આગળનાં ગજવામાં દેખતાં મોબાઇલ મેં ઝપાટાબંધ કાઢી લીધો!. અને સાદિક કંઈક સમજે કહે તે પહેલાં મેં તેને મારી બૅગ માં સરકાવી દીધો! ” યાર ! સાદિક ઐસા નહિ કરતે બિના ડૉક્યુમેન્ટ સે મોબાઇલ દેને સે મુઝે આપસે જ્યાદા તકલીફ હોંગી. તેના હાથમાં પિઝા એમ જ રહી ગયો.

મહેશભાઈ કે આને કે બાદ ઉનસે યે CAF પે સાઇન કરવા દેના. મેં તુમ્હે યે ફોન વાપસ દે દૂંગા.”

કલ! મેં કલ_ ” અચાનક તે બોલતો અટકી ગયો. કેમ તે હું સમજી ગયો..પણ તે બરાબરનો ગૂંચવાયો હતો કારણકે મહેશભાઈની બાઇક બરાબર તેની બાજુમાં આવી ઊભી રહી ગઈ હતી- !

મહેશભાઈ બોમ્બે અચાનક કેવી રીતે ત્યાં અચાનક આવી ગયા હતાં તે સાદિકને સમજાતું નહોતું! ને હજી તે કશું વધારે વિચારે તે પહેલાં હું ત્યાંથી નીકળી ગયો કારણકે હવે મહેશભાઈ તેમણે આપેલાં ઓરિજનલ ડૉક્યુમેન્ટ અને ૯૯૦/- નો હિસાબ માંડવા બેઠા.

મિત્રો! મહેશભાઈ હિસાબ ખાસ્સો લાંબો ચાલ્યો. કારણકે ત્રણ માસ પછી તેઓ મારી પાસે તેમના નામે ઇશ્યુ થયેલા ચાર મોબાઈલના બિલ લઈને આવેલાં! એ બધાં મોબાઇલ બિલોની રકમ રૂપિયા ૧૫૦૦૦/- થી ૨૦૦૦૦/- ની વચ્ચે હતી. સાદિકે મહેશભાઈનું ખાતું બીજા ડિલરને ત્યાં પણ ખોલાવ્યું હતું! મેં મહેશભાઈને કંપનીમાં આપવાની અરજી લખાવી મોકલાવ્યા…મેં પછી મારાં તે વિસ્તારના મારાં મિત્રોના સહયોગથી સાદિકની કુંડળી કઢાવી તો હું ખરેખર ચોંકી ગયો. કારણકે એ તેણે મારા પાસેથી છેતરપિંડીથી લીધેલાં મોબાઈલની કૉલ લૉગ ડિટેઈલ્સથી જરાય ઓછી ખતરનાક નહોતી!

તો ફરી વિચારજો! ખાસ કરી પોતાના ઓરિજનલ દસ્તાવેજી પુરાવા કોઈને આપતાં પહેલાં! તે પણ આજ ના આતંકી માહોલમાં!

— * —-

રહસ્યકથા…” ઇન્ફોર્મર”

આપની આતુરતાનો અંત…

પ્રકરણ-૧ લિફ્ટમાં ખૂન

રહસ્યકથા…”ઇન્ફોર્મર”નું પ્રથમ પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.  અથવા અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરો.  ” પ્રકરણ-૧ લિફ્ટમાં ખૂન

1.  (પ્રકરણ-૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

2.  (પ્રકરણ- સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

3.  (પ્રકરણ- 3 સ્પેશિયલ ટિપ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો…..

ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો…..

લ્યો સાંભળો ઠાલાઠાલા પગરવ હવે,

ને વાટ જોતાં જોતાં કાઢો ભવ હવે.

ભાંગેલ સ્વપ્નો લઈને, સાંધો રાતદિ,

ને સ્પર્શ મીઠો વાગોળો રવ રવ હવે.

અજવાસની આશ લઈ ફરતા રહ