Archive

Posts Tagged ‘પ્રકરણ્-૩ સ્પેશિઅલ ટિપ’

પ્રકરણ- ૩ “સ્પેશિયલ ટિપ”

———————————————————————————————————————————————————————————————————————–

વહી ગયેલી વાર્તા સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ત્રિવેણીઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે.ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દિવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. ને પછી…. આગળ

————————————————————————————————————————-

( પ્રકરણ - ૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

( પ્રકરણ -  ૨ સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

હવે ગતાંકથી આગળ.__

———————————————————————————

પ્રકરણ- સ્પેશિયલ ટિપ

ગજબની સ્ફૂર્તિનો સંચાર થયો હોય એમ તનાવમુક્ત માથુર ઝડપથી ઓરડા ને ખૂણે રહેલાં ડસ્ટબીન પાસે પહોંચ્યો…ડસ્ટબીન પાસે પહોંચી તેણે તેને ઊંચું કરી તેમાનો બધો કચરો બહાર ઠાલવી દીધો. બહાર ખુલ્લા કરેલાં કચરા ને તેણે કંઇક ઉત્સુકતા- અને ત્વરાથી ફેંદવા માંડ્યો. કૈંક શોધવા માટે. તેને કશુંક જોઈતું હતું તે કદાચ ત્યાં નહોતું તેથી તે ક્ષણવાર માટે નિરાશ થયો…અને પછી ફરી પાછો મચી પડ્યો ત્યાં પડેલી ચીજવસ્તુઓના અને ફર્નિચરની બખોલમાં – તમામ આડાશોમાં. લગભગ અને અડધો કલાકમાં તો તેણે તો તેણે ઓરડાના દરેક ખૂણાઓ ફેંદી નાંખ્યાં.

સહસા ટી.વી શૉ-કેસ પાછળના ભાગમાં હાથ ફેરવતા ફેરવતા તેની આંખમાં સહેજ ચમક આવી…

ત્યાંથી તેને એક પ્લાસ્ટિકની કોથળી મળી અને તેણે જ્યારે એ કોથળી હાથમાં લઇ એક નજર નાંખી ત્યારે તેની આંખમાં એ ચમકારો પહેલો પગાર હાથમાં આવતા ઉત્સાહિત કોઇ નવયુવાનની આંખની ચમકથી જરાય કમ નહોતો.

એ કોથળીમાં પેલા ચીમનીના કાચનાં અસંખ્ય ટુકડા અને એક દિવાસળીનું બોક્સ હતું! એ ટુકડાઓ પણ કાળા હતાં મેશવાળા! મતલબ કે પેલો હાથ આવેલો કાચનો ટુકડો કદાચ આ જ ચીમનીનો હોઇ શકે…એનો અર્થ સાફ હતો કે જો એમ જ હોય તો આ પ્લાસ્ટિક બૅગ કોઇક અહિ સંતાડેલી હોવી જોઇએ.

તેણે એક પેપર ઉપર એ કોથળીમાંની તમામ વસ્તુઓ બહાર ઠાલવી ત્યારે તે વધુ ચોંક્યો એ કાચના ટુકડાઓ અને દિવાસળીના એ બોક્સ ઉપર લોહીનાં ટીપા પડેલાં હતા! એટલું જ નહિ પણ એ બધામાં બીજી પણ એક અગત્યની વસ્તુ મળી આવી- પેલી આઠમી સિગારેટનો ટુકડો! માથુરએ ધ્યાનથી જોયું તો એ સિગારેટ અધકચરી સળગેલી હતી, શક્ય હતું કે વિજય રાઘવનએ તેના એક બે ઘૂંટ જ ભર્યા હોય!

માથુરએ ફરી બધું સાચવીને એ તમામ પૂરાવા ફરી પેલી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દીધું; અને ત્યાં ઊભેલા ઈન્સ્પેક્ટર ખન્ના હાથમાં પકડાવી દીધું, ખન્ના, લે! હું જાઉં ત્યારે મને અથવા સોનીને આપી દેજે. બીજા કોઈના હાથમાં ના આપતો.” – કહી ફરી તેણે આંખ બંધ કરી અનુમાનોના ગૂંચળા ઉકેલવા માંડ્યા.

કદાચ પાંચેક મિનિટથી વધારે સમય થયો નહોતો ને અચાનક ત્યાં ઊભેલા સૌ કોઈને ચોંકાવી દીધા!..કશુંક યાદ આવી ગયું હોય એમ વાંકા વળી જમીન સૂંઘવા માંડી હતી! જાણે સ્નિફર ડોગ જ જોઇ લો! બિચારો ખન્ના તેની આ હરકત ને સમજે ના સમજે તે પહેલાં તો તે ઝડપભેર ઊભો થઇ ગયો અને જ્યારે તે ઊભો થયો ત્યારે તેના ચહેરા પર કૈંક અજબનો સંતોષ છલકતો હતો.!

ઇશારો કરી તેણે ઈન્સ્પેક્ટર ખન્નાને પાસે બોલાવ્યો અને ધીરેથી કાનમાં કશુંક કહ્યું , યસ, સર ! કહેતાક ઈન્સ્પેક્ટર ખન્ના ત્યાંથી પેલી પ્લાસ્ટિકની કોથળી લઇ ચૂપચાપ બહાર નીકળી ગયા.

માથુર સર! આ લો ! તમારી વધારે દૂધની ચા! મેં જાતે ઊભા રહી તૈયાર કરાવી છે. ચા લેવા માટે ગયેલા મિ.શર્મા ત્યાં તો ચા લઇ આવી પહોંચ્યા.

આઇ એમ સૉરી મિ.શર્મા! હવે મારો ચા નો મૂડ નથી.! કહી તેણે મિ.શર્મા લગભગ ચોંકાવી દીધા!

એટલામાં તો બીજા રૂમમાંથી બહાર આવી રહેલાં ઈન્સ્પેક્ટર સોની માથુર પાસે આવી પહોંચ્યા. પોતાના હાથમાં રહેલી વિજય રાધવનની અંગત ડાયરી ફરી માથુર ના હાથમાં પકડાવતાં અત્યંત ધીમા સ્વરે તેણે કહ્યું ,“ સર! વીથ સ્પેશ્યિયલ ટિપ!! અને પછી બાઘાની જેમ બંનેને જોઇ રહેલાં મિ.શર્મા તરફ ફરતા બોલ્યો,“ચાલો! મિ.શર્મા હું તમને કંપની આપું! મારો તો સખત મૂડ છે! પછી મિ.શર્મા પાસે પહોંચી સહેજ કટાક્ષમાં બોલ્યો, મિ.શર્મા! ખોટું ના લગાડશો આ ખોપડી જરા ચસકેલ છે મારું તો કૈં કેટલીય વાર આવી રીતે પૈસાનું પાણી થયું છે…શું કરીએ પાણીમાં રહી મગર સાથે વેર થોડું બંધાઈ ! તમારી ચા હું બગડવા નહિ દઉં. પણ અહિંયા નહિ, એક કામ કરીએ આપણે તમારા ઘરે બેસીએ એ બહાને જરા અહિથી છૂટકારો …તમે સમજી શકો છો મિ.શર્મા !”

કદાચ તે સમજી ગયો હતો કે માથુરને મિ.શર્મા અહિ ઊભા રહે તે ગમતું નહોતું…ને કૈંક ગૂંચવાયેલા મિ.શર્મા ઈન્સ્પેક્ટર સોનીની સાથે થયા.

ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા જતાં માથુર સોનીએ વીથ સ્પેશ્યિયલ ટિપ કહી આપેલી વિજયની ડાયરી લઇ ફરી આરામ ખુરશીમાં જમાવ્યું. ઈન્સ્પેક્ટર સોની બહાર દેખાતા મૂકેલી કાગળનાં ટૅગ હટાવી જોયું_ એક કાગળની ચબરખી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ”

માથુર ફરી ડાયરીના પાનાં ઉથલાવવા માંડ્યો. તેણે જોયું કે વિજય રાઘવનએ પોતાની અંગત ડાયરી ખૂબ જ નિયમિત લખી હતી…કે જેમાં તમામ મુલાકાત, અગત્યના સંપર્ક, ખર્ચની વિગતો, આવશ્યક એવા ફોન નંબર, પરચૂરણ નોંધ અને અન્ય ખાનગી લેવડ-દેવડ પણ તે કૈંક સાંકેતિક ભાષામાં હતીએમ તમામ વિગત ટપકાવેલી હતી! એક પણ દિવસ ચૂકયા વિનાં1 આશ્ચર્યજનક રીતે તેમાં ૨૦-૨૧ ડિસેમ્બરનું પાનું નહોતું!! કોઇક જાણભેદુએ ફાડ્યું હશે કે પછી વિજયએ જાતે જ….! માથુર દિમાગ ફરી ચકરાવે ચઢ્યું -ક્યાંય સુધી! અંતે મનોમન કંઇક નિષ્કર્ષ પહોંચ્યું!

મારો બેટો સોની ક્યારેક તો સાચે જ કમાલ કરી નાંખે છે અને આ વખતે પણ તેણે આપેલી ટિપ ખરેખર સ્પેશિયલ પૂરવાર થાય તો– ! તો તો મારી ઘણી બધી મહેનત ઓછી થઇ જશે..અને ગુનેગાર જેલના સળિયા પાછળ હશે!. આરામખુરશીમાંથી ઊભા થતાં તે હળવેથી બબડ્યો…અને ફરી પેલી બારીની ગ્રિલ પાસે આવી ઊભો રહ્યો.

ત્યાં તો ઈન્સ્પેક્ટર સોની અને મિ.શર્મા આવી પહોંચ્યા.

માફ કરજો મિ.શર્મા! હું આપને ખૂબ તકલીફ આપી રહ્યો છુ…પણ શું કરીએ અમારી નોકરી જ એવી છે. તમને તો ખબર જ છે કે અમારે સતત ઉપરથી આવતા જાત જાતનાં દબાણ વચ્ચે કામ કરવું પડે છે. અરે! આ તમારો જ કેસ લો ને! મહેતા સાહેબએ મને એવો રેચ આપ્યો છે કે ના પૂછો વાત! મિ.શર્મા! મારા લંગોટિયા યાર છે…તેની બીજી ફરિયાદ આવવી ના જોઇએ. બોલો સાચી વાત કે નહિ ? તેથી જ અમારો પોલીસ વિભાગનો મોટાભાગનો સ્ટાફ તનાવમાં રહે છે અને_”

ચિંતા ના કરો માથુર સર ! આ તો મારી ફરજ છે એમાં તકલીફનો સવાલ જ નથી. મિ.શર્માએ માથુરને વચ્ચેથી અટકાવતાં કહ્યું.

ઓ. કે ચાલો ! આપણે પેલાં એસ.એસ.એસના

—-*—–

( ક્રમશઃ )

————————————————————————————————————————-

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૦૫/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૪ પ્રકાશિત થશે. )

( પ્રકરણ – ૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય તો અહિ કિલક કરો.

( પ્રકરણ -  ૨ સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ ક્લિક કરો.

===========================================================================================================