કવિતા

વૈકુંઠ

આ નભ સકોરાઈને આખે આખ્ખું

મારા ઘરની છત થઈ જાય…
ને આ વિશાળ ધરા મારું આગણું….
આ અસંખ્ય તારલાં મારા ઘરની
ભીંત પરના સુશોભનો…
ને સૂર્ય ચંન્દ્રથી અલંકૃત હો મારું બારણું…
થઈ જાય વગડો …
એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષ !
જાણે વિશ્વરુપ જ !

ને ત્યાં હોય…
મારા જિગર જાન મિત્રો જેવું પક્ષી ગણ,
ને સત્સંગમાં હો તેમનું સમૂહ ગાણું…
અને મારું એ ઘર
નદી થઈ ગયેલા સમુદ્રોની
તટે હો…

તો …
તારા સોગંદ, ઓ પ્રભુ !
તારું વૈકુંઠ, તને મુબારક !

=======     *     ======

૨.  ચાલી જતી ઓ કેડીઓ પાછી ફરો….

3.  બાળગીત/ મારો ભાઇલું

૪. ગઝલ/ અચાનક

૫. એક વાંઝણી  ઈચ્છાની વેદના _

૬. ’મિજાજ ‘ : કિરણકુમાર ચૌહાણનો અને ગુજરાતી ગઝલનો

  1. 20/10/2008 at 6:10 PM | #1

    wow…!!!! really beautiful poem!!!

    ખરેખર ખૂબ જ સુંદર અને સ-રસ લાગી તમારી કવિતા… અભિનંદન !

  2. 20/10/2008 at 9:35 PM | #2

    vaah vaikuntha ni adbhut kalpanaa…

  3. Rajesh Patel
    27/11/2008 at 12:40 PM | #3

    Dear Kamleshbhai,
    Samay na abhave vachava nu chuki jav chhu pan jiyare pan samay male Hamesha tamane Vachva ne samaja game.. Gadya ma to tame sundar lakho j cho pan Pan Kavita ma pan khub j saras Shabdo nu vavetar karyu chhe .. Apni bahumukhi Pratibha solekala ye khile khub lakhay ne Khub vanchay tame.. a dil thi Prathana.

    Rajesh Patel na Salam

  4. Ramesh Patel
    30/12/2008 at 1:36 AM | #4

    એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષ !
    જાણે વિશ્વરુપ જ !

    Really enjoyed with feelings ,let one day we united with thaughts.

    Ramesh Patel(Aakashdeep)

  5. 15/02/2009 at 9:51 AM | #5

    સુંદર ભાવના અને એટલી જ સુંદર રજૂઆત. જય હો!

  6. kirankumar chauhan
    28/02/2009 at 6:01 PM | #6

    ખૂબ સુંદર કવિતા. સાચા મનનો સાચો ઉદગાર.

  7. shraddha
    15/03/2009 at 12:33 PM | #7

    sacche j gher betha betha tame to prakruti nu atlu ahladak darshan karavi didhu!!!!!

    enjoyed it heartily!!!

  8. Raj
    20/03/2009 at 9:24 PM | #8

    yes….Good Kavita KamleshBhai….

  9. 25/09/2009 at 12:03 AM | #9

    બહુ વખતે તમારા બ્લૉગની મુલાકાત લીધી. તમારી વૈકુંઠની વ્યાખ્યા ઉરસ્પર્શી છે. ગમી.

  1. No trackbacks yet.